બેલા ઝરણાની પેલી બાજુ ઉભા-ઉભા ગુસ્સે થઈ બોલી રહી. મનીષા... દિપક માત્રને માત્ર મારા જ વખાણ કરી શકે છે.મારા સિવાય અગર બીજા કોઈના વખાણ કરશે તો હું તેની હાલત તારા જેવી જ કરી દઈશ. સમજી ગઈ???
મનીષા.દીપક મારો છે.મારો એકલીનો.એ મારો પ્રેમ છે.ફકત મારો.બેલા એ જોરથી પગ પછાડયો. ઝરણાનું પાણી બેલા ઉપર ઉડ્યુને સુંદર બેલા વધારે સુંદર દેખાય રહી.આકર્ષક લાગી રહી.
ખૂબ જ નિરાશ થઈ દિપક બોલ્યો તને ખબર છે મનીષા.. બેલા માત્ર મારી ફ્રેન્ડ જ ન હતી.પરંતુ એક ઊંડો શ્વાસ લઈ થોડીવાર ચૂપચાપ રહી દિપક બોલ્યો એ મારા દિલની નજીક હતી એમ કહું ને કે એ મારી ધડકન હતી.
આ સાંભળી બેલા થંભી ગઈ. એ દીપકને માત્ર જોઈ રહી.પોતાનો દીપક.દિલનો દીપક. જિંદગીનો દીપક.
મનીષા દિપક સામે જોઈ રહી.થોડું-ઘણું સમજી રહીને થોડું ઘણું વણ ઉકેલ્યુ.મનીષાના દિલમાં દીપક માટે લાગણી તો છે જ.બેહદ લાગણી છે, જે છુપાવીને રાખેલી છે.દિપક ફરીવાર બોલ્યો
હું ને બેલા એકબીજાને પ્રેમ કરતા હતા.હવે મનીષાની આંખો પહોળી થઈ. મોં ખુલ્લું થઈ ગયું.
તેને જોઈ દિપક બોલ્યો મનીષા આટલું બધું આશ્ચર્ય વ્યક્ત કરવાની કોઈ જરૂર નથી.હું તને સાચું કહું છું.
મનીષાના દિલના કટકા તો થયા પણ વિખરાયા નહી.અવાજ પોતે જ સાંભળી શકી.ઊંડો શ્વાસ લીધો.પોતાની જાતને કંટ્રોલ કરી મનીષા માત્ર એટલું જ બોલી વાત સાચા ખોટાની નથી.પરંતુ હું તારી સાથે હોવા છતાય તને અને બેલાને ઓળખી ન શકી.હું તને ન સમજી શકી?
દીપક મનીષા સામે જોઇને બોલ્યો હા, તારી વાત એકદમ સાચી છે.પછી એ જાણે કે પોતાના એહસાસનું બારીકાઇથી વર્ણન કરી રહ્યો.તને ખબર છે બેલાના હાથ નાનપણથી જ આપણા બધા કરતા સુકોમળ.
હા,દિપક.કોલેજ પૂરી કરી તેમ છતાય બેલાના હાથ ખૂબ જ કોમળ.તેના હાથની હથેળીને સ્પર્શ કરીએ તો આપણને માખણ જેવું લાગે.આજે પણ એકવાર એ એહસાસ લેવાનું મન થઈ જાય.
બેલા ગુસ્સે થઈ બોલી તને તો દુઃખ નહી, મજા આવતી હશે કે હું નથી એટલે દીપકનો સ્પર્શ તું કરી શકે છે???બેલા ફરી વખત ગુસ્સે થઈ.
હા,મનીષા.હું નાનપણથી જ બેલાની હથેળીને સ્પર્શ કર્યા કરતો.ધીમે-ધીમે મોટા થયા પછી ખબર પડી કે આમ કોઈ છોકરીને ટચ ન કરાય એટલે હું છુપાઈ છુપાઈને બેલાની હથેળીનો સ્પર્શ કર્યા કરતો.
હું બેલાને કહે તો બેલા મને તારો હાથ ખૂબ જ ગમે છે.
બિલા હસી પડતીને બોલતી દિપક હજુ તું નાનોને નાનો જ રહ્યો.તને ખબર છે આમ આવડી મોટી છોકરીનો હાથ પકડવો આપણા નેહડા વાસીમાં મોટો ગુનો છે.?
પછી હું જાણે કાયદાનો વડો હોય એમ કહેતો બેલા. ગિરનાર શહેરના નિયમોમાં ગુનો નથી. અમે બન્ને હસી પડીએ.
બેલા પ્રેમથી પોતાની પ્રેમ કહાની સાંભળી રહી.
એક દિવસ હું બગીચામાં આ રીતે જ બેઠો હતો જેમ તે પાછળથી આવી મારી આંખ દબાવી એમ જ ધીમે ધીમે બેલા આવી.મારી આંખો દબાવી. હવે તું જ કે મનીષા એ છોકરીના હાથનો સ્પર્શ કરવા માટે હું બેબાકળો થઇ જતો હોય તે મારી આંખોને સ્પર્શ કરે અને હું ન ઓળખી શકું??એવું બને ખરું???
મેં તરત જ કહ્યું બેલા.મે તેનો હાથ પકડી મારી બાજુમાં બેસાડીને..
સામે કાંઠે ઊભેલી બેલા આ બંનેની વાતો સાંભળી રહી. એ નિર્મળ ઝરણામાંથી ધીમે ધીમે ચાલતી ચાલતી પાણી ઉડાડતી.આ બાજુ આવી.એ નખરા કરતા બોલી દિપક તું આપણા વચ્ચે જે કંઈ હતું એ બધું મનીષાને કહી દે એટલે એ તારો પીછો કરતી બંધ થઇ જાય.મને બિલકુલ પસંદ નથી.એ તારો પીછો કરે છે.હું જોવ છું.છેલ્લા દોઢ વર્ષથી મનીષા તારી જિંદગીમાં આવી ગઈ છે.મને મનીષા પસંદ નથી.
બેલાએ દીપકના ખભા ઉપર હાથ મૂક્યો.તેને હલાવ્યો પરંતુ બેલા દીપકને સ્પર્શ ન કરી શકી.બેલાની વાત ના દિપક સાંભળી શક્યો.ના મનીષા સાંભળી શકી.એ તરત જ બોલી દિપક તું મારી વાત કેમ નથી સાંભળતો??
પહેલા તો તું મને મળવા માટે મને સ્પર્શ કરવા માટે મારો અવાજ સાંભળવા માટે બેબાકળો થઇ જતો હતો??પરંતુ જ્યારથી આ મનીષા તારી પાછળ લાગી છે તું મને ભૂલી જ ગયો છે.પરંતુ હું મનીષાની એક પણ ચાલ કામયાબ નહિ દવ. મનીષા.....તારી તો ખેર નથી.