પછી હુ મારા સ્ટડીઝ મા વ્યસ્ત થઈ ગયો થોડી થોડી વાત તેમના સાથે થતી જ હતી.
પછી, વીસ માર્ચે મામાને ત્યા સત્યનારાયણ ભગવાન ની કથા રાખેલી હતી, તેથી હુ, મમ્મી અને પપ્પા અમે ત્યા પ્રસાદ લેવા માટે ગયા હતા, અને વિકએન્ડ હતુ, તેથી હુ ત્યાં જ રહ્યો અને આંકાક્ષા પણ બીજા દિવસે તો એટલુ કાઈ નઈ બાવીસ તારીખે થાળી વગાડી હુ ધરે જવાની તૈયારી જ કરતો હતો ત્યા તો સંપૂર્ણ ભારત બંધ છે, કર્ફ્યુ છે તેવી ખબરો ચાલુ થઈ ગઈ અને હુ મારા મામા ના ઘરે જ રહેવા મજબૂર થઈ ગયો, પરંતુ હવે તો આંખોય દીવસ હુ આંકાક્ષા અને નેહા સાથે જ હોઈએ, ત્યા મારો આંકાક્ષા પ્રત્યે અને આંકાક્ષા નો મારા પ્રત્યે પ્રેમ વધતો જ જાય છે, પણ અમારા બન્ને માંથી કોઈ પણ બોલતુ નથી કદાચ મૈત્રી તુટી જવાના ભય થી,
પછી સવારે ઉઠવુ ક્લાસ જે ઓનલાઈન હોય તે ભરવો ટી.વી જોવી મસ્તી કરવી અને એકબીજામા અમારૂ મન પરોવુ જાણે હવે આદત જ થઈ ગઈ હતી, પછી એક દિવસે હિંમત કરી ને મે આંકાક્ષા ને પુછી જ લીધુ, પણ મેસેજ મા
દિવ્યાંગ:હાય, આંકાક્ષા (૧૦:૦૭)
આંકાક્ષા:હાય, આજે પ્રથમ વાર સામેથી મેસેજ સુ વાત છે (૧૦:૨૫)
દિવ્યાંગ:હા, વાત જ એવી છે
આંકાક્ષા:કાઈ કામ હતુ
દિવ્યાંગ:હા
આંકાક્ષા:બોલોને
દિવ્યાંગ:મને તુ ગમે છે
આંકાક્ષા:શુ....
દિવ્યાંગ:મને તુ ગમે છે
આંકાક્ષા:રાત ઘણી થઈ છે આપણે કાલે વાત કરીશુ, બાય
દિવ્યાંગ: બાય😶
સવાર થતા જ પહેલા ઘર પર ફોન અને ક્લાસ ભરવો આ નિયમિત જ હતુ પછી મે તેને મેસેજ કર્યા પણ વાત ટાળી દેતી હતી, ગરમી પણ હવે શરૂ થઈ ગઈ હતી, તેથી અગાશી પર ઉઘવાનુ શરૂ કરી દીધેલુ, રોજે અમે અગાશી પર જઈએ અમે ત્રણેય પથારી નાખી ગપ્પા મારતા બેસીએ પછી મામા મામી આવતા ત્યા એક દિવસ મને મોકો મળ્યો અમે પથારી નાંખી ને મામી નો ફોન આવ્યો કે નેહા ના મોબાઈલ પર એક મિનિટ ફોન નુ કાઈ કામ છે માટે, તે નીચે ગઈ ત્યા મે આંકાક્ષા ને પુછ્યુ
દિવ્યાંગ: તે મને જવાબ ન આપ્યો
આંકાક્ષા:શેનો
દિવ્યાંગ:મે તને પુછેલાનો
આંકાક્ષા:મતલબ
દિવ્યાંગ:સારૂ, સાંભળ તુ મને ઘણી ગમેછે
આંકાક્ષાઃએવુ છે,
દિવ્યાંગ:હા, કંઈક જવાબ તો આપીશ ને, હા કે ના
આંકાક્ષા: ના
દિવ્યાંગ: શુ.....😑
આકાક્ષા: જવાબ આપીશ એનુ ના કહુછુ
દિવ્યાંગ: ઓહ...,સારૂ હવે હુ નહી પુછુ તારા જવાબ ની રાહ જોઈશ,
અને હુ સુઈ ગયો
સવાર થતા જ રોજીંદુ કામ પતાવી હુ નાહવા ગયો અને નિકળ્યો રૂમની બહાર ત્યા તો ખુશી બેસેલી હતી, કાઈ ક્વેરી હતી તેટલા માટે હુ તેને પુછ્યુ તે બોલી એક સમ નથી ફાવતો મે તેને સમજાવ્યો ત્યા મામા ને ડીસ્ટબ થવા લાગ્યુ કારણકે ઓનલાઈન તેમનુ ચાલુ હતુ તેથી અમે મારા રૂમમા ગયા, અને સમજાવા લાગ્યો ત્યા તો મામી એ નેહા ને કામ માટે બોલાવી સાથે આકાક્ષા પણ આવી અને મારા રૂમમાં અમને જોયા, તે તરતજ આવી અને ખુશી ને બોલી આટલી સવાર સવારે ,