TRUST in Gujarati Moral Stories by Monika books and stories PDF | ભરોસો

The Author
Featured Books
Categories
Share

ભરોસો

                                                                                                      “ભરોસો”

                         શિવ અને શિવાની માતા-પિતા તથા વતનથી દૂર સૂરતમાં રહેતા. સંતાનમાં એક ૪ વર્ષની પુત્રી શૈલ. શિવાની નોકરી કરતી અને શિવને ધંધો હતો. દાદા-બા માતાજીના ઉપાસક હતા. કર્મકાંડ અને ધાર્મિક પ્રવૃત્તિ વાલા આસ્તિક હતા. લગ્નના પ્રથમ વર્ષથી જ શિવાની અને શિવનો નિયમ હતો કે દરેક તહેવાર અને રજાના દિવસો વતનમાં માતા-પિતા સાથે કરતા અને ત્યાં બેનોના છોકરા સાથે પરિવારની જેમ રહેતાં. શિવ ચાર બહેનો વચ્ચે એક ભાઈ હતો. દાદા-બા ભાણેજને એટલું રાખતા કે તે જોઈ શિવાની અને શિવને એમ કે આપણું આવનારું સંતાનતો જીવનો ટુકડો હશે. સમય જતાં શિવ-શિવાનીને ત્યાં લક્ષ્મીનો જન્મ થયો.

                           શિવાની નોકરી જાય ત્યારે શૈલને સાચવવા માટે બા ને તેડું કર્યું. બાએ કીધુ, ”મને સાયટીકા છે. થોડા દિવસ સાંભળી લ્યો ત્યાં હું આવીશ. એમ કરતા ઘણા દિવસ થયા અને બા તો મથુરા માતાજીના દર્શન કરવા ગયા. દિવસેને દિવસે શિવાનીની ધીરજ અને વિશ્વાસ તૂટતો ગયો. ઓફિસ ઘર અને બાળક વચ્ચે તેણે શૈલને રાખવા માટે આયા રાખવાનું વિચાર્યું અને બા-દાદાએ એમ કહ્યું કે સારી બાઈ છે સારું રાખે છે. ત્યારે શિવાનીનું હૃદય દ્રવી ઉઠતું કારણકે તેજ ઘરમાં બીજા ભાણેજ નિરાંતે રેતા તેનું બધુજ કામ બા કરતા. શિવાની અને શિવ રોજ ૭ મહિનાના મૂંગા બાળકને આયા પાસે એકલું ઘરમાં મૂકી જતાં. શિવને ધંધો હોવાથી અવારનવાર સૂરત બહાર જવું પડતું. શિવાની અને શૈલને ઘરે મૂકવા સાથે શિવાનીની નોકરી. શિવાનીએ નોકરી મૂકી દેવી તેવો પ્ર્સતાવ પણ મુક્યો ત્યારે બા-દાદાએ શિવને મદદ કરવા નોકરી કરવી જ જોઇશે તેમ કીધું. દિવસે દિવસે શિવ-શિવાની માનસિક રીતે તુટતા ગયા અને માનસિક અસ્વસ્થતા વચ્ચે ઘણું ગુમાવ્યું અને ઘણું અનુભવે શીખ્યા. શૈલને સાચવવા નહિ આવવાના બા-દાદા પાસે રોજ અલગ કારણો મળતાં. ક્યારેક દાદા બીમાર છે એમ કહેતાં તો શિવ-શિવાની એમ કહેતાં કે, “અહિયાં આવી જાવ સાથે રહીશું અમે સેવા કરીશું.” પણ ત્યારે ના કહી દેતાં કે નહિ ફાવે કારણકે અમે ઉપાસક છીએ અને અમારે ભગવાનના કામ કરવા છે. શિવાની તે પણ સ્વીકારતીકે, વડીલોની અપેક્ષાઓના દરજ્જે તે કદાચ ખરાબ હશે, પણ તે કારણે શૈલને સાચવવા ન આવવું એ યોગ્ય છે? બા-દાદા ક્યારેય તેમને મળવા સૂરત આવતા નહિ. આયા રાખવા છતાય કયારેય શૈલને રમાડવા આવતા નહિ.

                            બા દાદાને વતનમાં ઘરે આવતાં કામવાળા તેઓની  હાજરીમાં જ બોલાવાની આદત. એક દિવસ વતનમાં સહપરિવાર ગાડીમાં ફરવા નીકળ્યા. અને બાએ દાદાને પૂછ્યું,” ઘરની ચાવી સાથે કેમ લીધી? ઘરે મૂકી દેવાયને કામવાળા કામ કરી જશે. દાદા કહે,” ના, એવું કઈ કરવું નથી ઘર રેઢું ન મુકાય.” દાદી કહે,” દાદાને કોઈ કામવાળા પર ભરોસો નહિ, એને કામવાળા ઘરે આવે તે ગમે નહિ. શિવ-શિવાનીએ આ સાંભળ્યું અને તેમનું હૃદય દ્રવી ઉઠયું. વિચાર આવ્યોકે, “ ૭ મહિનાનું મૂંગું અણસમજુ બાળક ઘરમાં એકલું કામવાળા સાથે રહે તથા હાલ ઘોડિયાઘરમાં કામવાળા પાસે ૮ કલાક રહે છે તે ચાલે? જો બાળકમાં ભગવાન છે તો ભગવાનના કામ માટે બાળકને રેઢું મુકાવું ચાલે? જો આ ૬૫ વર્ષની વયે ઘરને કામવાળા પાસે ૧ કલાક માટે રેઢું મુકતા જીવ ના ચાલતો હોય તો કામવાળા બાળકને ઘણું સારું રાખે છે એમ કહી કામવાળા પાસે મૂકી દો એમ કહેવું કેટલું યોગ્ય? જો અત્યારે ચાવી સાથે લઇ જઈ શકાય છે તો શિવ-શિવાનીને એમ ન કહી શકાય કે,” ચિંતા ન કરો અમે બેઠા છીએ માતાજીની ઉપાસના તો બધે થાય.” શું શિવ-શિવાનીની અપેક્ષા વધું છે?

                                                                 જો બાળકમાં ભગવાન છે તો ભગવાનના કામ માટે બાળકને સાચવવા ન આવવું કેટલું યોગ્ય?

                                                                               શું ભરોસો વ્યક્તિએ વ્યક્તિએ અને આપણી અનુકુળતાએ ફરે છે??