"સ્ત્રી એ માથાના વાળ લાંબા રાખવા જોઈએ"આ વાક્ય તમેં સાંભળતા જ હશો શા માટે પણ ?પુરુષ એ કેવા વાળ રાખવા એ તો કોઈએ લખ્યું જ નથી ઉલટા નું પુરુષ લાંબા વાળ રાખે તો એ બાયલો,ગુંડા,મવાલી સમજે છે.શા માટે?તો સ્ત્રી ને પણ એવી જ સમજો ગુંડા,મવાલી કારણકે એ પણ લાંબા વાળ રાખે છે...
તમે કહેશો કે શા માટે પુરુષ એ લાંબા વાળ રાખવા..તમે જોઈ શકો છો..કે બધા રાજા ઓ મહાન પુરુષો છે એ લાંબા જ વાળ રાખે છે.તો શા માટે પૂરૂષ શરમ અનુભવે છે...જેમ સ્ત્રી ને લાંબા વાળ રાખવા ની પરમ્પરા ચાલી આવે છે..એમ પુરુષ ની પણ હોવી જોઈએ પુરુષ પણ લાંબા વાળ માં સુંદર જ લાગે છે..એની સુંદરતા પણ સ્ત્રી સાથે સરખાવો.પુરુષ જેટલો લાંબા વાળમાં સુંદર દેખાય છે.એટલી જ સ્ત્રી પણ સુંદર દેખાય છે...અને સ્ત્રી બોયકટ કરાવે તો અમુક લોકો એને સંસ્કાર વગરની કહેશે..જ્યારે પુરુષ લાંબાં વાળ રાખે તો એને ગુંડા,મવાલી સમજશે..કેમ?
હું એ પુરૂષો ની જ વાત કરું છું જો સ્ત્રી વાળ કપાવે તો એને ના પાડે છે કે વાળ નઈ કપાવવા ના નથી સારી લાગતી..હવે એ પુરુષો ને પૂછીએ કે શા માટે તો એમની પાસે જવાબ નથી હોતો..અમુક પુરુષો જવાબ આપે છે.કે સ્ત્રી એ લક્ષમીનું રૂપ કહેવાય લક્ષમિ ને પણ લાંબા વાળ છે..એટલે સ્ત્રી એ લાંબા વાળ રાખવા...તમે જો લક્ષમીનું નું જોવો છો તો સાથે નારાયણ ને પણ જુઓ એ પણ લાંબા વાળ રાખે છે.તમે નારાયણ નું અપમાન કર્યું કહેવાય ...જો લક્ષમિ ને આટલી મહત્વતા આપો છો..તો નારાયણને પણ આપો બંને એક જ છે.અલગ નથી...જ્યારે જ્યારે તમે ગમે એ વાત માં સ્ત્રી ને સરખાવો છો..તો એ દેવી સાથે સરખાવો છો..આ વાળ ની વાતમાં તમને લક્ષ્મી આડે આવે છે...તો બીજી ઘણીય વાતો છે.જેમાં તમે સ્ત્રી ને લક્ષમિ સાથે સરખાવી શકો છો..બરાબર ને ??
અહીંયા તમે સ્ત્રી ને શરીર ની બાબત માં કેમ લક્ષમી સાથે સરખાવો છો..આ લક્ષમીનું પણ અપમાન છે..લક્ષમીના માનસિક ગુણો પણ જુઓ એક બાજુ તમે લક્ષમી લક્ષમી કરીને દેવી સાથે સરખાવો છો..પણ એની માનસિકતા શુ છે.એ પણ જુઓ...સ્ત્રી ને માન તો આપતા નથી ઉલટા નું અપમાનિત કરો છો...એ પણ લક્ષમી નું અપમાન કરો છો..લક્ષમિ ના વાળ સાથે સરખાવો કરતા બીજી ઘણી વાતો છે..જે સ્ત્રી માં રહેલી છે..સ્ત્રી સાક્ષાત લક્ષમીનું રૂપ કહેવાય એ પણ સાંભળવા મળે છે..પણ કઈ રીતે ?એ જાણવું જરૂરી છે..લક્ષમી છે.એ લક્ષમી કઈ રીતે બન્યા એ પણ ધ્યાન માં રાખો..સ્ત્રી ને લક્ષમી સાથે સરખાવવાની નથી સ્ત્રી માં લક્ષમી ને જોવાની છે..એના જેવી બનાવવાની છે.લક્ષમીએ કેટલા જન્મ લીધા..ને એણે શુ કર્યું એમાં જ જાણવામાં રસ છે...અને સ્ત્રી એ પણ એ સમજવું જોઈએ કે કોઈના દબાવ માં આવી ને પોતાના જીવનમાં ફારફેર ના કરવો..સ્ત્રી એ સામે સવાલ પૂછતાં શીખવું જોઈએ કે કેમ આમ? કેમ તેમ ?લોજીક વગર ની વાતો માં ફસાવું નહીં...જો કોઇ તમને કહે કે કે આમ નઇ કરવાનું તો સ્ત્રી પાસે સામો સવાલ હોવો જોઈએ કે કેમ આમ નઈ ?જો એમનો જવાબ તમને મળે તો જ એનું પાલન કરવું અને એ જવાબ પણ સાયન્ટિફિક અને લોજીક વાળો હોવો જોઈએ..તો જ એમનું પાલન કરવું...બાકી આપણે આપણી રીતે જીવવું કોઈ ના દબાવ માં આવી ને નહિ...
અને પુરુષ ને પણ કોઈ પૂછે કે ભાઈ કેમ લાંબા વાળ રાખે છે ...તો એમની પાસે પણ જવાબ હોવો જોઈએ કે નારાયણ અને શન્કર એ પણ લાંબા જ વાળ રાખ્યા છે...અહીં પણ તમારે શરીર સાથે સરખાવવું પડશે..કેમ કે લોકો તો religious માં જ માને છે..તો એમનો જવાબ આપણે એમની ભાષા માં જ આપી દેવો..લોકો નારાયણ શુ છે..એ કઈ રીતે નારાયણ બન્યા એ જાણવામાં રસ નથી ..બસ નારાયણ એ શું કાર્ય કર્યુ.કેટલા જન્મ લીધા આટલું જ જોવે છે....
સ્ત્રી બીજાના દબાવમાં આવીને પોતાના નિણ્યો જાતે નથી લઈ શકતી.. જેમકે કોઈએ કહ્યું કે માથાના વાળ કપાવતી નઈ સ્ત્રી એ લક્ષમી નું રૂપ કહેવાય એમને લાંબા વાળ રાખવા જોઈએ ...બસ આટલો જ જવાબ એમને મળી ગયો...અને એ પણ એમનું પાલન કરશે...સ્ત્રી એ ડરવાની જરૂર નથી એ લોકો તમને લક્ષમી ના શરીર સાથે સરખાવે છે..એ કોઈ લક્ષમી ના માનસિક ગુણો સાથે નથી સરખાવતા તમેં પહેલા એમને જઈને તમે કહો કે...પોતા ની સરખામણી લક્ષમી ના માનસિક ગુણ સાથે કરે અને પછી કહે કે સ્ત્રી લક્ષમીનું સ્વરૂપ..અને પછી શરીર સાથે સરખાવજો...જ્યાં સુધી એ લોકો તમારા માં લક્ષમિ ના માનસીક ગુણો સાથે ના સરખાવે ત્યાં સુધી તમારે તમારા વાળ જેવા રાખવા હોય એવા રાખી શકો છો..બોયકટ પણ કરાવી શકો છો...ડરવાની જરૂર નથી...પહેલા મનથી લક્ષમી બનો પછી શરીર થી બનજો...જો લાંબા વાળ છે.અને મગજ જ લક્ષમી જેવું નથી તો એ કઈ વાત થઇ...?લક્ષમી મનથી થવાય છે.શરીર થી નહિ..