Me and my realization - 44 in Gujarati Poems by Darshita Babubhai Shah books and stories PDF | હું અને મારા અહસાસ - 44

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

હું અને મારા અહસાસ - 44

લાગે છે વરસાદ આજે આવશે,
યાદ તારી રીમઝીમી લાવશે.

                                *************************

વાતના ઈશારાને સમજો જરા,
આંખના ઈશારાને સમજો જરા.

ચૂપકીદી રાખી બેઠા કેમ છે,
મૌનના ઈશારાને સમજો જરા.

સ્વપનો વાતો કરે છે કાલની,
યાદના ઈશારાને સમજો જરા.

                                *************************

હાથમાં આવેલી તક ખોશો નહીં,
લાગણી ભીજેલી પળ ખોશો નહીં.

શબ્દોનો હું અનોખો જ અવતાર છું
અર્થ ને ભાવનાનો જ વિસ્તાર છું.

મુક્તક વિષય ગીતા
વાત કાનાની તું સમજી લે તો સારું,  
સાર ગીતાનો તું સમજી લે તો સારું.

કર્મ કરવામાં ભલાઈ છે છુપાઈ,
બોધ ગાથાનો  તું સમજી લે તો સારું

                                *************************

કેદ રાખોને હુસ્નને આંખોમાં,
કેદ રાખોને હુસ્નને બાહોમાં.

કેદ રાખોને હુસ્નને વાદોમાં,
કેદ રાખોને હુસ્નને યાદોમાં

કેદ રાખોને હુસ્નને સાદોમાં, 
કેદ રાખોને હુસ્નને સાઝોમાં. 

કેદ રાખોને હુસ્નને રાગોમાં,
કેદ રાખોને હુસ્નને તાલોમાં,

કેદ રાખોને હુસ્નને નામોમાં ,
કેદ રાખોને હુસ્નને જાપોમાં. 

 

                                *************************

જઈ રહ્યો છે તારા આશિકનો જનાજો અહીંથી,
થઈ ગયો છે ગામમાં સૌનો પરાયો અહીંથી.

                                

શોધું ચારેબાજુ એને ના મળે એ ક્યાંય
પણ,
જઈ વસ્યો છે દૂર બદલ્યો છે ઉતારો
અહીંથી.

નીકળી ગઈ નાવ દરિયામાં ઘણી  આગળ હવે,
તેથી દેખાતો નથી આજે કિનારો અહીંથી.

                                *************************

દિલના અરમાનો અમે દિલમાં દબાવી
રાખ્યાં છે,
જિંદગીભર કાગજી ફૂલો સજાવી રાખ્યાં છે.

                                *************************

આશના ઢગલા પર બેઠાં આપણે,
તાસના ઢગલા પર બેઠાં આપણે.

                                *************************

લાગણી આંખમાં રાખવી,
માગણી માપમાં રાખવી.

સંગ પંખી વિહરવા ગગન,
વાદળી પાંખમાં રાખવી. 

                                *************************

આંસુ માટે એક ખૂણો રાખજે,
યાદ કાયમ એ ચહેરો રાખજે.

જીંદગી તો જીવવાની વાત છે,
મનભરીને માણવાની વાત છે.

આંધી કે તોફાન આવે તે છતાં,
સાથ કાયમ આવવાની વાત છે.

સુરમાં ના ગાવો તો પણ ચાલશે,
ગીત ગઝલ બોલવાની વાત છે.

જે ભરોસાથી કહેલો હોય તે,
રાઝ છૂપો રાખવાની વાત છે.

સ્વજનો સામે યુધ્ધમાં આપણે,
દિલ ખુશીથી હારવાની વાત છે.
૭-૪-૨૦૨૨

                                *************************

તારાઓ આભમાં રોજ દેખાય છે,
હું પણ તારો બની જાઉં મન થાય છે.

                                *************************

લાગણીની અસર થઈ ગઈ છે,
જિંદગી તરબતર થઈ ગઈ છે.

સાંભળી હાલ દિલના લે તારી,
કેમ આંખો સજળ થઈ ગઈ છે?

વાયદા આપે વારે ઘડી ત્યાં,
ઈચ્છાઓ બેખબર થઈ ગઈ છે.

તાળો આવકને જાવકનો કાઢ્યો,
માગણી માપસર થઈ ગઈ છે.

ગામડાંની કહેતાં હતાં જે,
એજ વસ્તી શહર થઈ ગઈ છે.

જ્યારથી દૂર જઈ બેઠા સાજન,
ને દુઆ પણ ઝહર થઈ ગઈ છે.

રાહ જોઈને થાકી છે આંખો,
સાચે ઝાંખી નજર થઈ ગઈ છે.   
૫-૪-૨૦૨૨

                                *************************

હૈયે ઠંડક કરીને ગયાં,
લાગણીથી ભરીને ગયાં.

                                *************************

આંખમાંથી શમણાં છલકાય છે,
છોકરી શરમાળ જો મલકાય છે.

એક પળ જોવા તડપતા જોઈને,
મીઠુંને મારકણું તે હરખાય છે.

                                *************************

ભરબજારે લુંટ આ રોકાય તો સારું હવે,
ને ગરીબોની દશા સમજાય તો સારું હવે.

                                *************************

જ્યાં યુધ્ધના વાગે ભણકારા દિવસ ને
રાતે પણ ,
શાંતિનું વાતાવરણ ત્યાં થાય તો સારું  હવે.

જેમ સોની પારખે સોનાને તેવી રીતે જો,
આખેઆખો માનવી પરખાય તો સારું હવે,

                                *************************

જિંદગીને રમતમાં વિતાવી નહીં,
કોઈને વાત દિલની બતાવી નહીં.

        *************************


નવી જ રીતે નવા સ્વરૂપે મને નવી જિંદગી મળી છે,
નવો છે રસ્તો  નવી છે મંઝિલ મહેનત મારી હવે ફળી છે.

                *************************             

જીંદગી તો જીવવાની વાત છે,
મનભરીને માણવાની વાત છે.

આંધી કે તોફાન આવે તે છતાં,
સાથ કાયમ આવવાની વાત છે.

સુરમાં ના ગાવો તો પણ ચાલશે,
ગીત ગઝલ બોલવાની વાત છે.

જે ભરોસાથી કહેલો હોય તે,
રાઝ છૂપો રાખવાની વાત છે.

સ્વજનો સામે યુધ્ધમાં આપણે,
દિલ ખુશીથી હારવાની વાત છે.
૭-૪-૨૦૨૨ 

                                *************************