આ કવિતા માં લેખક એ કહે છે કે એક માણસ ની ખોટ કોણે કોણે ખાલી લાગે છે ... એ કહે છે ...
( એક કન્યા ના લગ્ન થાય છે લગ્ન ને દસ દિવસ થયા હોય છે ને પતિ મુંત્યું પામે છે ... એ જ લાગણી ને દશાવી લેખક આ લેખ લખે છે ..... આમાં એક માં નો પ્રેમ એક ભાઈ નો સાથ છોડી અને એક લાલ જોડા ને સફેદ કફન માં મૂકી જતો એક છોકરા ની વાત છે....
તમે આવશો .......
મળવા તો આવશો .. શું? પણ હદય સાથે લાવશો..
મળવા તો આવશો.... પણ શું.. મારા થઈ જશો..
આ તો સમય ની કરુણતા છે .. એટલે મળ્યા છીએ ..
નહિ તો પાસે રહીને પણ દૂર રહે છે કેટલાક....
મળવા તો આવશો.... શું ...
પક્ષી પણ ફરી ને પાછા ફરવા લાગ્યા
સૂરજ પણ ચાદ ને જોઈ ડૂબવા લાગ્યો..
ફરે છે આપરી જોડે પડછાયો સાજ ને નિહાળી
સતાઈ ગયો...
જોવો તો ખરા તમે .....
આંખના પલકારામાં કેટ કેટલા સપનાં જોઈ લીધા
પણ તમે આવ્યા જ નહીં.. આવ્યા નહિ..
આ ખાલી ઘર .... ઘર ની દીવાલો...
ભીતર માં રહી ને જોયા કરતી તમારી નાની બેન ..
રક્ષાબંધન ના ફોટા જોતી અને આખ માં આશું ભરતી
તમારી નાની બેન. કોણ લુસ શે આશુ એના ..,
ક્યારે.... આવશો.......
કોઈ ને કહી પણ નથી શકતા .. રડી પણ નથી શકતા
જોઈ ને ઘર ની હાલત કઈ સમજી પણ નથી શકતા
તમારા પપા .... ......
ક્યારે આવશો........
ખાવાનું બનાવતી વખતે જો માં તમારી દાજી જાય
તો પણ પ્રેમ થી ભોજન પરસોતી તમારી માં....
કોણ કહેશે માં આ હાથ માં શું.. થયું ..
ક્યારે આવશો..
તમારા દોસ્તો એ જગ્યા એ ભેગા થાય છે જ્યાં તમે એમને મળવા જતા હતા....
આમ તેમ ની વાતો કરી જ્યારે તમને યાદ કરે છે ત્યારે એ પણ રડી પડે છે.. .
એમના માટે પણ મળવા આવશો ને ...
માણસ પણ યાદ કરે તો એ નવાઈ નથી..
પણ આ મોગુ પ્રાણી પણ યાદ કરે છે. ..
ક્યારે આવશો.... ..
મળવા આવવું એ જરૂરી નથી
મન માં રેહવું એ જરૂરી છે
તું જેને હમણાં જ ઘરમાં લાવ્યો હતો ખુશી ખુશી
કેમ તું એને પણ ભૂલી ગયો...
એના લાલ જોડા ને ૧૦ દિવસ પણ નથી થયા ..
અને તું સફેદ કફન આપી ગયો... કેવી આ કરુણતા . છે .
કેવી .... ..... ?????
કફન તમે ઓઢ્યું અંધકારમાં અમોને મૂકી ગયા
તમારા ચેહરા પર ખુશી છે એમને આંશુ આપી ગયા....
હદય ભરાયું છે તમને આવજો કેહવા માં ..
તમે લાગણી પણ ના સમજી શક્યા ....
રૂપ તમારું નિહાળતા નિહાળતા બસ તમે તો એક રૂપ બની ગયા ...
જ્યારે કાચ સમશ ઊભી કાજલ ભરશે તો પણ
તમે તો એ કાજલ માં આશુ ભરી ગયા...
કોની વેદના સમજવા તમે જતા રહ્યા
એ આભ માં બેસી બસ પાણી જ આપે છે
તમે શું એને મળવા ગયા ...
ખબર છે સપનું જોયું મે કાલે
પણ તમે તો સપના માં પણ ન આવ્યા ...
પૂછું તો કોણે પૂછું ....... કેમ નથી દેખતા તમે ....
સાબિતી તો આપવી હતી કે હું અહીંયા જ છું તારી સાથે તમે તો એ પણ નથી આપી...
અને છેલ્લે એ જ કહીશ પ્રેમ કરી ને નહિ પણ
પ્રેમ માં સાથે રેહશો તો જ સાચો પ્રેમ ગણાશે ...
મળવા આવશો ક્યારે ...
ક્યારે આવશો
લિ. હર્ષદ લિંબચિયા ..