પોપટ ને બોલતા જોઈ.. દાસી આશ્ર્ચર્ય ચકિત થઈ ગઈ.... મહારાજ વિક્રમ એ કહ્યું કે..મારે તારી મદદની જરૂર છે.. શું તું મારી મદદ કરીશ?? હવે આગળ....*પોપટ ના રુપ માં મહારાજ વિક્રમ એ બોલવાનું શરૂ કર્યું.. તેમણે કહ્યું કે તેઓ પોતે જ મહારાજ વિક્રમ છે..
આ સાંભળી દાસી તો ખડખડાટ હસવા જ લાગી. તેને આ વાત પર જરાય વિશ્વાસ ન બેઠો..
પણ પછી મહારાજ વિક્રમ એ તેમની સાથે બનેલી બધી જ ઘટનાઓ વિગતવાર કહી સંભળાવી.. કેવી રીતે તેઓ એક પોપટ માં પરિવર્તિત થઇ ગયા..તે બધુ જ જણાવ્યું..
આ સાંભળી દાસી ને પોપટ ની વાત પર વિશ્વાસ બેઠો... પોતાના મહારાજ વિક્રમ ને આવી હાલત માં જોઈ તેને ખૂબ જ દુઃખ થયું.
દાસી એ વિનમ્ર ભાવે કહ્યું ,મહારાજ વિક્રમ આપ આજ્ઞા આપો..હું બનતી કોશિશ કરીશ..
ત્યારે મહારાજ વિક્રમ એ વિનંતી કરી કે.. મને આ કૈદ માંથી આઝાદ કરો...
દાસીએ ગભરાયેલા અવાજે કહ્યું કે.... મહારાણી રુપમતી એ તાકીદ કરી છે કે...જો આ પોપટ આઝાદ થશે તો...તે જ દિવસે તને મૃત્યુ દંડની સજા ફટકારીશ...
પરંતુ મહારાજ વિક્રમ એ , દાસી ને સમજાવ્યું કે...તારે એમ કહેવું કે... હું જ્યારે પોપટ ને ખવડાવતી હતી...તયારે જ અચાનક કોઈ એ આવી ને જણાવ્યું કે..... મહારાણી રુપમતી એ અત્યારે જ મને તેમની સમક્ષ હાજર થવા કહ્યું છે....અને હું ઉતાવળ માં, પાંજરૂ બંધ કરીને દોડી....પણ કદાચ મારા થી આ પાંજરૂ અડધું ખુલ્લુ રહી ગયું હશે... મને માફ કરો.. મહારાણી....એમ કહી થોડી કાકલૂદી કરવી...
આ સાંભળી દાસી...આ વાત માનવા તૈયાર થઈ ગઈ....તેમજ થોડું પાંજરૂ ખુલ્લુ મુકી, બહાર નીકળી ગઈ...
મહારાજ વિક્રમ..તક નો લાભ ઉઠાવી... તુરંત જ દુર ગગનમાં.. કંઈ પણ વિચાર્યા વગર.... જેટલું ઝડપથી ઊડી શકાય તેટલું ઝડપથી ઊડી ગયા....ઘણા સમય પછી,તેઓ આમ આઝાદી નો અનુભવ કરી રહ્યા હતા.... તેઓ ખૂબ જ ખુશ હતા..પણ સાથે સાથે તેમને રાજ્ય ની તેમજ મહારાણી ગુણવંતી ની ચિંતા થતી હતી...
પાછળ ફરીને એક વખત નિસાસો નાખ્યો..અને જાતે જ... પોતાના રાજ્ય તેમજ નગરવાસી ઓ ને... ઝડપથી પાછા ફરવાનું વચન આપ્યું..
અહીં રાજમહેલ માં.... મહારાણી રુપમતી પરત ફરતા જ....પોપટ ને પાંજરા માં ન જોતાં... ગુસ્સા થી લાલ પીળા થઈ ગયા...
દાસી ને બોલાવી પુછ્પરછ કરી... દાસી એ મહારાજ વિક્રમ એ જણાવ્યું હતું એ પ્રમાણે કહ્યું...ખબર નહિ ત્યારે કદાચ મહારાણી રુપમતી ના મન માં રામ વસ્યા..કે પછી અઘોરી ની સલાહ લઈ.આગળ શું કરવું તે વિચારે..તે દાસી ને જવા દીધી....યોજના સફળ રહી...ને... દાસી ને માફ કરી.. મહારાણી રુપમતી એ...
દાસી ખુશ થતા.. મહારાણી રુપમતી નો કક્ષ છોડી પોતાના ઘરે જતી રહી...
અને રાત્રે જ અઘોરી ને મળી ને...બધી વાત થી વાકેફ કરવાનું વિચાર્યું...
તે રાત્રી ના બીજા પહોર ની આતુરતા થી રાહ જોવા લાગી...
રાત્રી નો બીજો પહોર થતાં જ તે અઘોરી પાસે ગઈ.. અને બધું જ જણાવ્યું...
અઘોરી એ એક ભયંકર અટ્ટ હાસ્ય કરતા કહ્યું કે...સારું થયું.. હવે આપણને કોઈ જ ચિંતા જ નહીં.... આપણે કશું કરવું ન પડ્યું...અને મહારાજ વિક્રમ સદાય ને માટે આપણા રસ્તા માં થી ખસી ગયા....
આપણા માટે તો જે થયું તે સારું જ થયું છે....
એમ પણ પોપટ ના રુપ માં.. મહારાજ વિક્રમ આપણું કશું જ બગાડી નહીં શકે....હા હા હા ....😂🤣
આખી જિંદગી મહારાજ વિક્રમ...એક પોપટ ના રુપ માં જ વિતાવશે... અને એક દિવસ મૃત્યુ પામશે....
આ સાંભળી મહારાણી રુપમતી ને હાશ થઇ... પછી તો મહારાણી રુપમતી એ.. અઘોરી ને જ.... રાજમહેલ માં સ્થાન આપવાનુ વચન પણ આપી દીધું...
* આ બાજુ મહારાજ વિક્રમ નું શું થશે? શું તેઓ ક્યારેય પોતાના રાજ્ય માં પાછા ફરી શકશે?? અને એ પણ પોતાના અસલી સ્વરૂપ માં?? જોઈશું આગળ ના ભાગમાં.. મહારાજ વિક્રમ સાથે તેમની સાહસ ભરી ને રોમાંચક સફર ભાગ-૯ માં...