Ek Poonamni Raat - 99 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | એક પૂનમની રાત - પ્રકરણ-99

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

એક પૂનમની રાત - પ્રકરણ-99

એક પૂનમની રાત

પ્રકરણ : ૯૯

 

વડોદરા જીલ્લાંમાં અને શહેરમાં નવરાત્રીમાં કોઈ ખાસ તોફાન કે કંઈ છમકલું થયું નહીં. વડોદરા નિવાસીઓએ નિરાંતનો શ્વાસ લીધો હતો. જેની આ નવરાત્રીમાં ધાંધલી કરવાની ઈચ્છા હતી બધી ધૂળમાં મળી ગઈ હતી. રાજ્યસરકારે એ અંગે કમીશનર વિક્રમસિંહને ધન્યવાદ આપ્યાં હતાં. વિક્રમસિંહજીએ આભાર માની એનાં અંગે એમની ટીમનો ઉલ્લેખ કરીને કહેલું કે અમારી ટીમે સામુહીક રીતે સાચેજ પ્રસંશનીય કામ કર્યું છે. આમ વડોદરામાં વડોદરા પોલીસ માટે બધાને સન્માન થયું અને માનની નજરે જોવાં લાગ્યાં હતાં.

દેવાંશનાં ઘરે ચારે કુટુંબ નવરાત્રીનાં છેલ્લાં દિવસે ભેગાં થયાં હતાં. એમાં માં ની પ્રાર્થના અને ગરબા નો ખુબ સુંદર થયાં બધાએ આનંદ પૂર્વક ઉજવયાં અને મનાવ્યાં. પણ એ દિવસે મોટીવાત એ થઇકે ચારે કુટુંબ એકબીજા સાથે હળ્યાં ભળ્યાં એકબીજાનો પરીચય થયો અને એનાં કારણે છોકરાઓ પણ ખુબ ખુશ ખુશ થયાં.

અંકિતાનાં પાપાએ અંકિતાને ઘરે પાછાં જતાં કહ્યું હતું કે અંકિતા હું ખુબ ખુશ છું તારી પસંદગી અને એ કુટુંબ ઉચ્ચ સંસ્કારી છે તું ત્યાં સુખી થઈશ. તારી માં નો આત્મા આજે ખુબ ખુશ હશે તને એનાં આશીર્વાદ પણ મળશે મારી ફરજ સારી રીતે પુરી થશે. સંતાનમાં તું એકની એક છું અમારે બીજું શું જોઈએ. તારી આ નવી આઈ પણ હવેં સમજી ગઈ છે એનાં કારણે કુટુંબમાં ખુશહાલી આવી છે.

અંકિતાએ મનોમન ઈશ્વરને આભાર માન્યાં અને બોલી બાબા મારી પણ બધી ફરિયાદ દૂર થઇ ગઈ છે અને અનિકેતનાં મનમાં પણ ખુબ માન વધી ગયું બધાં માટે. આમ અંકિતાનાં જીવનમાં શાંતિ આવી ગઈ હતી.

દેવાંશે અનિકેતને કહ્યું છે અનિકેત અંકિતાની ફેમીલીમાં ઘણું પરીવર્તન આવી ગયું તારાં આઈબાબા સાથે સરસ વાત કરી...અનિકેતે કહ્યું મારાં આઈબાબા પણ અંકિતાને વહુ તરીકે સ્વીકારી મને ખુબ ગમ્યું છે આઈબાબા ખુશ એટલે આપણે પણ ખુશ.

અનિકેતે કહ્યું તારાં પક્ષે વ્યોમાનાં નાનાજી ખુબજ જ્ઞાની છે એમની પાસે સિદ્ધિઓ છે એનો લાભ આપણને છેજ પણ આખા તંત્રને પણ મળશે. દેવાંશે કહ્યું સાચેજ એમની ઉપલબ્ધીઓને કારણે બધાં પ્રોબ્લેમ એક સાથે સોલ્વ થઇ જશે એની આશા જાગી છે. અનિકેતે કહ્યું હું નીકળું છું આઈબાબા સાથે પછી ફોનથી નક્કી કરી આગળ મળીશું અને અનિકેત એનાં આઇબાબા સાથે ઘરે ગયો.

બધાની વિદાય થયાં પછી વિક્રમસિંહજીએ નાનાજીને હાથ પકડીને કહ્યું તમારી અહીં ઉપસ્થિતિ થયાં પછી બધાને ખુબ આનંદ થયો છે અને તમે કહ્યું છે એમ હું મારી ટીમને મહેલ પર મોકલીને સુરક્ષા અને સ્વચ્છતાની વ્યવસ્થા કરાવી લઈશ. એ અને તરુબહેને દેવાંશ સાથે ત્યાંથી વિદાય લીધી હતી.

ત્યાંજ સિદ્ધાર્થે આવીને વિક્રમસિંહને કાનમાં વાત કરી હતી જે સાંભળી વિક્રમસિંહજીએ કહ્યું દેવાંશ તું તારી મમ્મીને લઈને ઘરે જ હું એક અગત્યનું કામ નિપટાવી ઘરે આવું છું દેવાંશને અચરજ હતું જાણવું હતું કે સિદ્ધાર્થ અંકલે આવીને એવું પાપાને શું કહ્યું ?

સિદ્ધાર્થે એનાં પાપાને પૂછવા પ્રયત્ન કર્યો તો એમણે કહ્યું તું શાંતિથી ઘરે જા કોઈ ચિંતાની વાત નથી હું સિદ્ધાર્થ સાથે જઉં છું.     

*******

સિદ્ધાર્થ અને વિક્રમસિંહજી બંન્ને સાથે હોસ્પિટલ પહોંચ્યાં ત્યાં જઈને એમણે તપાસ કરીતો જાણવા મળ્યું કે વંદનાને એનાં પિતા વંદનાને એનાં ઘરે લઇ ગયાં છે આગળની જે જરૂરી ટ્રીટમેન્ટ હશે એ કરાવી લેશે. ત્યાં બેડ ખાલી હતો. હૉસ્પીટલની વહીવટી તંત્રે કહ્યું વંદનાને જે વાગ્યું હતું એની સારવાર પુરી થઇ ગઈ હતી હવેં એને માત્ર માનસિકજ સારવારની જરૂર હતી પણ એનાં પિતા ભંવરસિંહે એવી રજુઆત કરી કે આગળની સારવાર અમે કરાવી લઈશું એમાં એનો મંગેતર અભિષેક હાજી હાં પૂરાવતો હતો અમારે નાં છૂટકે એને એમની સાથે મોકલવી પડી.

સિદ્ધાર્થે કહ્યું તમારે અમને જાણ તો કરવી જોઈએ ને ? આ એક પોલીસ કેસ છે એમાં અમારી જાણકારી વિના તમે પેશન્ટને કેવી રીતે ઘરે મોકલી શકો ?

વિક્રમજીએ કહ્યું એનાં અંગે તમારે લેખીત જવાબ આપવો પડશે અમે આગળ તપાસ કરી રહ્યાં છે અમે બંન્ને જણાં ત્યાંથી સીધાં ભંવરસિંહનાં બંગલે જવા નીકળી ગયાં.                     

ભંવરસિંહ હોસ્પિટલ પહોંચીને વંદના પાસે આવેલાં. પાપાને જોઈ વંદના લાગણીશીલ થઇ ગઈ રડવા માંડી. ભંવરસિંહે કહ્યું દીકરા તને હવેં સારું છે આ રૂમની આ રૂમની ચાર દીવાલોમાં રહી તને માનસિક વધુ ત્રાસ થશે હું તને ઘરે લઇ જવા માટે આવ્યો છું અભિષેક પણ મારી સાથે છે આપણે ઘરે જઈએ અને એમણે નર્સ અને ડોક્ટરને કહ્યું એનો કેસ છે એ અંગે હવેં આગળ સારવારની જરૂર નથી હવેં મારી દીકરીને સારું છે આગળ જરૂર પડે અમે સારવાર કરાવીશું એ અહીં રહીને વધુ માનસિક હેરાન થઈ રહી છે.

મારી પત્નિ મારી વૃદ્ધ માં ને મૂકીને અહીં રહી શકે એમ નથી એલોકોની સાથે ઘરે વંદના રહેશે તો એને સારું લાગશે તમે અહીંથી એને રજા આપો.

ડોકટરે કહ્યું પણ આ પોલીસ કેસ થયેલો છે એને શારીરીક જે ઈજાઓ થઇ હતી એમાં સારું છે પણ ઘા સમાતા સમય જશે. અમારે પોલીસની પરમીશનની જરૂર પડશે. ભંવરસિંહે કહ્યું હું પોલીસ સાથે વાત કરી લઈશ અમે ક્યાં વડોદરા છોડીને જઇ રહ્યાં છીએ ? ઘરેજ જઈ રહ્યાં છીએ. તમે અમને કેસની વિગતો આપી દવાની નોંધ આપી દો અમે આગળ જોઈ લઈશું.                 

અભિષેકે વંદનાને કહ્યું વંદના તારે ઘરે આવવું છે ને? તું જ ડોક્ટરને કહી દે. વંદનાના શરીરનાં ઘા ની સારવાર થઇ ગઈ હતી એ અહીં માનસિક વધુ ડિસ્ટર્બ રહેતી હતી એણે પણ ડોક્ટરને ઘરે જવા દેવા વિનંતી કરી કે પાપા સાથે મારે ઘરે જવું છે.

ડોકટરે કહ્યું ભલે અમે પોલીસને રીપોર્ટ કરી દઈશું તારી માનસિક હાલત સારી રહે એ અમે પણ ઇચ્છીએ છીએ. ડોક્ટર કેવી રીતે માની ગયો ખબર નાં પડી પણ એણે લિવિંગ સર્ટી બનાવી આપી દીધું સાથે દવાઓ લખી આપી બધો હિસાબ કરી આપ્યો ભંવરસિંહ બધાં પૈસા મુકવી વંદનાને એમ્બ્યુલન્સમાં ઘરે લઇ આવ્યો.              

વંદના ઘરે આવી એનાં રૂમમાં એને કાળજીથી સુવાડી યશોદાબેનને આનંદ થયો દીકરી ઘરે આવી ગઈ હવેં અમે સેવા કરીશું ધ્યાન રાખીશું એમણે ભંવરસિંહને કહ્યું વંદનાનું હવેં ધ્યાન રાખવાનું છે એને કંઈ થવું નાં જોઈએ એ ઘરે આવી ગઈ હવેં એની સલામતિની ચિંતા નહીં રહે.

ભંવરસિંહે કહ્યું એની દવાઓ વગેરે હું અભિષેકને અપાવી દઉં છું હું પણ એની કાળજી લેતો રહીશ તમે લોકો ખુબ ધ્યાન આપજો હું મારુ થોડું કામ છે એ પતાવીને મોડો ઘરે આવી આવીશ. એમ કહી વંદનાને કપાળે હાથ ફેરવી ચૂમી ભરીને ઘરમાંથી બહાર નીકળી ગયાં.             

*******

સિદ્ધાર્થ અને વિક્રમસિંહજી વંદનાનાં બંગલે પહોંચ્યાં. બેલ માર્યો તો અભિષેકે દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતાંજ સિદ્ધાર્થે અભિષેકને પ્રશ્ન કર્યો તમે વંદનાને હોસ્પિટલથી ઘરે કેમ લઇ આવ્યા ? એની સારવાર ચાલી રહી હતી આમ અધૂરી સારવારે અમે પોલીસને જાણકારી આપ્યાં વિનાં કેમ આવી ગયાં? ભંવરસિંહજી ક્યાં છે ?

અભિષેકે કહ્યું સર વંદનાનીજ ખુબ ઈચ્છા હતી ત્યાં એ માનસિક અસ્વસ્થ રહેતી હતી અહીં મમ્મી અને બા ચિંતા કરતાં હતાં હવેં ઘરમાંજ સારવાર કરાવીશું.

વિક્રમસિંહજી અને સિદ્ધાર્થે વંદનાનાં રૂમમાં આવ્યાં. ત્યાં યશોદાબેન અને દાદી બંન્ને બેઠાં હતાં. વંદનાની નજર સિદ્ધાર્થ પર પડી અને સુતા સુતા બોલી સર મારે જ ઘરે આવવું હતું બધાં ઘા રૂઝાઈ રહ્યાં છે પણ માનસિક મને ત્યાં નહોતું ગમતું ત્યાં બધું રાત્રે મને વિચિત્ર દેખાઈ રહેલું મને ડર લાગતો હતો વળી માં અને દાદીની સાથે રહી હું જલ્દી ઉભી થઇ જઈશ.

અભિષેકે કહ્યું વંદનાનાં અકસ્માતનાં વિગતો માં એ હરામીઓ પકડાયાં? એમને પકડી સજા આપો વંદના  હવેં ઘરેજ છે એમને સજા મળે એની રાહ અમે જોઈ રહ્યાં છીએ.

સિદ્ધાર્થે કહ્યું એલોકો છટકી નહીં શકે હાથ વેંતમાંજ છે પણ ભંવરસિંહ ક્યાં છે ? અમારે એમની ...

 

વધુ આવતા અંકે પ્રકરણ - ૧૦૦