Prem - Nafrat - 26 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૨૬

Featured Books
  • You Are My Choice - 35

    "सर..."  राखी ने रॉनित को रोका। "ही इस माई ब्रदर।""ओह।" रॉनि...

  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

Categories
Share

પ્રેમ - નફરત - ૨૬

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૨૬

રચના બોલતાં તો બોલી ગઇ પણ હવે એ વાતને પકડી રાખવી જરૂરી હતી. આરવને તેની યોજનાની વાત સાંભળીને રાહત થઇ હોય એવું ચહેરા પરથી રચના જોઇ રહી. તે બોલ્યો પણ ખરો:'મને ખાતરી જ હતી કે તું બીજો કોઇ રસ્તો શોધી કાઢીશ... પહેલી વખત તેં જે રીતે સફળતા અપાવી હતી એવી જ હવે પછી અપાવીશ.'

'હા સર!' રચના વધારે બોલી શકી નહીં.

'તારી નવી યોજના શું છે? મારી મદદની જરૂર હોય તો કહી દે...' આરવ તેની સામે પ્રેમભરી નજરે જોતાં બોલ્યો.

જી...હમણાં તો કોઇ મદદની જરૂર નથી. મેં જે યોજના વિચારી છે એને પહેલાં હું ચકાસી લઉં પછી પેપર પર ઉતારીને તમને એની માહિતી આપીશ...' રચનાએ ચાલાકીથી સમય મેળવવા કહ્યું.

'તારી યોજના પર ઝડપથી કામ કરજે. આપણી પાસે સમય ઓછો છે. અને કંપનીનું નામ જાળવી રાખવા નવો મોબાઇલ ધમાકેદાર રીતે લોન્ચ કરવાનો છે. બાય ધ વે, આજે સાંજે શું કાર્યક્રમ છે?' આરવ તેની સાથે સમય ગાળવા માગતો હોવાનો ઇશારો રચના સમજી ગઇ.

'આજે સાંજે મારી બહેનપણી સાથે બહાર જમવાનો કાર્યક્રમ બનાવ્યો છે...' રચનાએ કહ્યું તો ખરું પણ પછી કંઇક વિચારીને બોલી:'તમારે કોઇ કામ હોય તો અમે કાલે જઇશું...'

'ના-ના, મારે કોઇ કામ નથી. મને એમ હતું કે આપણી પહેલી યોજનાની સફળતાની તને પાર્ટી આપી નથી તો આજે જઇ આવીએ...અને તું જે બહેનપણી સાથે જવાની છે એ સંજના તો નથી ને?' આરવ સંકોચ સાથે બોલ્યો.

'હા એ જ છે!' રચનાએ તરત જ કહી દીધું.

'તો પછી એને પણ બોલાવી લે. તમે બે જવાના છો એના બદલે તમે બે મારી સાથે આવો. આપણે સરસ ઉજવણી કરીશું. અને સંજના પણ આ પાર્ટીની હકદાર છે...' આરવને થયું કે હવે રચના માની જશે.

'હં...બરાબર છે. આપણે ત્રણેય સાથે જ જઇશું.' રચના કંઇક વિચારીને તૈયાર થઇ ગઇ.

આરવ ખુશ થઇ ગયો.

આરવથી છૂટી પડીને રચનાએ સંજનાને ફોન કરી દીધો.

સાંજે આરવ રચનાને પોતાની કારમાં બેસાડીને શહેરની સૌથી આલીશાન અને મોંઘી હોટલ 'ફૂડીસ્તાન' માં લઇ જઇ રહ્યો હતો ત્યારે રચના મનોમન મુસ્કુરાઇ રહી હતી.

'તેં સંજનાને ફોન કરી દીધો ને? આપણે અડધા કલાકમાં પહોંચી જઇશું...' આરવે પૂછી લીધું.

'ફોન કર્યો પણ લાગતો નથી. એનો ફોન નેટવર્કની બહાર બતાવતો હતો. મેં મેસેજ તો મૂકી દીધો છે...' રચનાએ મોબાઇલમાં નજર નાખતા કહ્યું:'...એણે હજુ જોયો નથી...'

'ઓકે...' કહી આરવે કારમાં કિશોરકુમારના ગીતનો અવાજ મોટો કર્યો.

'કરવટેં બદલતે રહેં સારી રાત હમ, આપ કી કસમ, આપ કી કસમ... ગમ ના કરો તુમ જુદાઇ કે બહોત હૈ કમ, આપ કી કસમ, આપ કી કસમ...'

ગીત સાંભળતી વખતે આરવે જ્યારે એક નજર રચના તરફ નાખી ત્યારે તે શરમાઇને મુસ્કુરાતી હતી. બંનેના દિલની વાત જાણે ગીતમાં હતી.

કિશોરકુમાર અને લતા મંગેશકરના એક પછી એક યુગલ ગીતો સાંભળીને બંનેના દિલમાં રોમાંચ વધી ગયો હતો. આરવ બહુ ખુશ હતો. તેને આજે રચનાનું સાંનિધ્ય ગમી રહ્યું હતું. એક વખત તો તેને મનમાં વિચાર આવી ગયો કે,'આજે સંજના ના આવે તો વધારે સારું. એને ફરી ક્યારેક પાર્ટી આપી દઇશ.' પછી થયું કે અત્યારે એ પણ રચના જેટલી જ પાર્ટીની હકદાર છે. એણે યાદ કરાવ્યું:'સંજનાનો કોઇ જવાબ આવ્યો કે નહીં? આપણે પહોંચવામાં છે....'

'ના, ખબર નહીં એનો ફોન કેમ લાગતો નથી...' રચના ચિંતા વ્યક્ત કરતાં બોલી.

બંને 'ફૂડીસ્તાન' માં પહોંચીને સામાન્ય વાત કરી રહ્યા હતા. રચનાએ સંજનાને ફોન લગાવ્યો અને વાત કરી:'અલી ક્યાં છે તું?'

સામેની વાત સાંભળ્યા પછી તે બોલી:'ઓહ! ઠીક છે. પણ સાચવજે....હા, ફરી ક્યારેક ગોઠવીશું. હું તારા વતી આરવ સરની માફી માગી લઇશ...'

આરવ કંઇ કહેવા માટે એને ઇશારો કરવા ગયો ત્યાં ફોન મુકાઇ ગયો.

'સંજના નથી આવવાની? કોઇ પ્રોબ્લેમ છે?' આરવે રચનાની વાતના અનુસંધાને પૂછ્યું.

'હા, એના કોઇ સંબંધીને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. એનાથી આવી શકાય એમ નથી... ચાલો આજે એના નસીબમાં આ હોટલનું જમવાનું નથી. તમે ઓર્ડર આપી દો. આપણે બે જ છીએ!' કહીને રચનાએ મોબાઇલમાં સંજનાને મેસેજ કર્યો:'આભાર! ન આવવા બદલ!' સંજનાએ તરત જ જવાબમાં લખ્યું:'મારી ઇચ્છા બહુ હતી પણ શું થાય તારે તારા લક્ષ્યની નજીક જવાનું છે...' રચનાએ ફરી એનો આભાર માન્યો. આરવને ખબર જ ન પડી કે રચનાએ સંજનાને ફોન કરીને કોઇ બહાનું કરી ન આવવાની સૂચના આપી દીધી હતી. અને કહ્યું હતું:'આજની મુલાકાત બહુ મહત્વની બની રહેશે...'

ક્રમશ: