Kshitij - 27 in Gujarati Motivational Stories by Dhruti Mehta અસમંજસ books and stories PDF | ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 27

Featured Books
  • चाळीतले दिवस - भाग 6

    चाळीतले दिवस भाग 6   पुण्यात शिकायला येण्यापूर्वी गावाकडून म...

  • रहस्य - 2

    सकाळ होताच हरी त्याच्या सासू च्या घरी निघून गेला सोनू कडे, न...

  • नियती - भाग 27

    भाग 27️मोहित म्हणाला..."पण मालक....."त्याला बोलण्याच्या अगोद...

  • बॅडकमांड

    बॅड कमाण्ड

    कमांड-डॉसमध्ये काम करताना गोपूची नजर फिरून फिरून...

  • मुक्त व्हायचंय मला - भाग ११

    मुक्त व्हायचंय मला भाग ११वामागील भागावरून पुढे…मालतीचं बोलणं...

Categories
Share

ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 27

"રમત, વાહ રાશિ. કરે કોઈ અને ભરે કોઈ. પોતે કરેલા ગુન્હાઓનો પછેડો તે તકદીર ઉપર ઓઢાડી દીધો. શુ જ્યોતિના મૃત્યુ પાછળ તકદીરનો વાંક છે?" અનુરાગ ધારદાર નજરે રાશિ સામે તાકી રહ્યો.

આંખોમાંથી વહેલા આંસુઓથી રાશિની નજર ધૂંધળી બની રહી હતી.પણ એ ધૂંધળી નજરમાંથી દેખાતા અનુરાગના મોં ઉપર પોતાના માટે રહેલ નફરત તે સારી રીતે જોઈ શકતી હતી.

"નથી મારી મે જ્યોતિને, નથી મારી. તું કેમ નથી સમજતો. જ્યોતિને મે નથી મારી અનુરાગ. એક નહિ સો વાર કહુ છુ તને", ગળે બાઝેલ ડૂમો ઠાલવતી રાશિએ બને એટલી તાકાતથી અનુરાગના શર્ટને કોલરથી પકડી એને પુરે પૂરો ખંખેરી નાખ્યો.

અનુરાગે રાશિની પકડ છોડાવતા, તેે ત્યાંજ અનુરાગના પગમાં ઢગલો થઈને પડી. એની આંખોમાંથી વહેતા આંસુ અનુરાગના પગ ઉપર પડી રહ્યા હતા.

"મે નથી મારી, મે નથી મારી એમ કહી રહી છે તું, તો કોણે મારી છે જ્યોતિને? મારી પાસે પુરાવા છે, જ્યોતિ છેલ્લે તને મળવા આવી હતી અને તને મળીને પાછા આવ્યા બાદ જ એની તબિયત લથડી અને એનું મૃત્યુ થયુ. બોલ હવે એનો કોઈ જવાબ છે તારી પાસે?"

"એનો જવાબ મારી પાસે છે", સુમેરસિંહને રાશિના રૂમમાં પ્રવેશતા જોઈ બંને એમને જોઈ રહ્યા.

"હવે તારે રડવાનુ નથી મારી દીકરી, તે ઘણુ સહન કર્યું, પણ હવે નહિ", સુમેરસિંહ જમીન ઉપર પડેલી રાશિને ઉઠાવતા બોલ્યા.

"અનુરાગ રાશિ સાચું કહે છે, અમે જ્યોતિને નથી મારી. તું ખોટુ સમજી રહ્યો છે", સુમેરસિંહ અનુરાગ સામે જોઈ બોલ્યા.

"આ વાત તમે કેવી રીતે કહી શકો? મારી પાસે પુરાવા છે તમારી વિરુદ્ધ", અનુરાગ ગુસ્સાથી ભભૂકતો સુમેરસિંહ સામે જોઈ રહ્યો.

"પુરાવા તો મારી પાસે પણ છે, અને તે પણ તારા કરતાં વધારે ઠોસ અને મજબૂત", સુમેરસિંહની આ વાત સાંભળી અનુરાગ અને રાશિ બંને ચોંકી ગયા.

"હું તમને બંનેેેેને બધી વાત વિસ્તારથી જણાવું છું", તે બંનેના મોં ઉપર આશ્ચર્યના ભાવ કળી જતા સુમેરસિંહ બોલ્યા, તે સાંભળી રાશિ અને અનુરાગ સુમેરસિંહ સામે અધીરાઈથી નજર માંડી રહ્યા.

"જ્યોતિ જ્યારે રાશિની તબિયત વિશે જાણવા અહી આવી હતી અને મને મળીને પાછી ફરી ત્યારે તે અહીંથી બીજે ક્યાંક પણ ગઈ હતી", સુમેરસિંહ વાતની શરૂઆત કરતા બોલ્યા.

અને તેની એક પછી એક વાત સાંભળીને અનુરાગ અને જ્યોતિ બંનેના પગ તળેથી જાણે જમીન સરકી રહી હતી.

"તે અમારા ઉપર જ્યોતિના મૃત્યુના લગાવેલ આરોપ વિશે જ્યારે રાશિએ મને જણાવ્યું ત્યારે મે મારી દીકરીની નિર્દોષતા સાબિત કરવા અને જ્યોતિના મૃત્યુ પાછળની સાચી હકીકત જાણવા માટે મારા માણસો લગાવી દીધા હતા.

તે લોકોને જ્યોતિ વિશે ઘણી બધી બાબત જાણવા પણ મળી હતી, પણ તે લોકો મને મળે તે પહેલા જ એમનું ખૂન કરી દેવામાં આવ્યું. અને મારા ઉપર પણ હુમલો કરવાની કોશિશ થઈ. પણ ત્યાજ રાશિના લગ્ન જેની સાથે થવાના હતા તે શક્તિસિંહે અચાનક આવીને મને બચાવી લીધો.

હું ઘટના સ્થળેથી નીકળી રહ્યો હતો ત્યાંજ મારી નજર મારા એક માણસના હાથમાં રહેલ મોબાઈલ ઉપર પડી. કોઈની નજર ન પડે એમ મે તે મોબાઈલ ઉઠાવી લીધો.

ઘરે આવીને મે પહેલું કામ તે મોબાઈલ ચેક કરવાનું કર્યું, અમારી કામ કરવાની એક પદ્ધતિ હતી જેમાં આવા દરેક પુરાવા અને અગત્યની જાણકારી અમે ફોનમાં જ રાખતા અને તે ફાઈલ ખોલવા માટે અમે લોકોએ કોમન પાસકોડ રાખ્યો હતો જેથી અમારા સિવાય બીજા કોઈના પણ હાથમાં મોબાઈલ આવે તો કોઈ તે ખોલી શકે નહિ.


✍️ ધ્રુતિ મેહતા ( અસમંજસ )