Dulheraja in Gujarati Moral Stories by Rohit Vanparia books and stories PDF | દુલ્હેરાજા

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

દુલ્હેરાજા

રવીના એક મોટી કંપનીમાં માર્કેટિંગ મેનેજર હતી. એ માત્ર કામ પ્રત્યે જ નહિ પણ દરેક બાબતમાં પુરેપુરી વાસ્તવદર્શી હતી. આમ તો તેને માર્કેટિંગ કરવા ક્યાંય જવાનું ન હતું પણ એને કંપની માટે જુદા જુદા દસ શહેરમાં આવેલી ફ્રેન્ચાઇઝી સરળ રીતે ચાલે એ માટે મેનેજમેન્ટ કરવાનું હતું. હમણાં હમણાં રવીનાનાં હાથ નીચે એક નવો જ કર્મચારી ગોવિંદ રાખવામાં આવ્યો હતો. થોડા જ સમયમાં આ ગોવિંદ એની કામ કરવાની ચોક્કસાઈ અને એનો નિખાલસ અને રમુજી સ્વાભાવને કારણે રવીનાનો માનીતો બની ગયો હતો. થોડા જ સમયમાં ગોવિંદ અને રવીના એ રીતે હળીમળી ગયા હતાં કે જેને કારણે કંપનીનાં કામ પણ ફટાફટ અને સરળ રીતે થવા લાગ્યા હતાં.

રવીના એકલી પડતી ત્યારે ક્યારેક ગોવિંદનાં વિચારોમાં ખોવાય જતી. ગોવિંદની કલ્પના કરતાં રવીનાને લાગતું કે લગ્ન કરવા હોય તો આવા જ પુરૂષ સાથે કરવા જોઇએ. લગ્ન બાબતમાં રવીના ક્યારેય ગંભીર ન હતી. થોડા અંશે એમાં એનો પ્રેક્ટિકલ સ્વભાવ પણ જવાબદાર હતો. લગ્નમાં માત્ર એક પુરૂષ જ નહી પણ સાથે સાથે એના પરિવાર સાથે પણ તાલમેલ રાખવો પડતો હોય છે. પોતાનાં ઘરે એની માં જે રીતે સાઇડલાઇન કરવામાં આવતી એ જોઇને પણ એ આ બાબતે ઉદાસીન હતી. આથી જ આજ સુધી લગ્નની બાબતમાં રવીના ગંભીર ન હતી.

ઓફિસમાં દિવસભર સાથે રહેવાને કારણે હોય કે પછી ગોવિંદ ગમતો હોય, ગમે તે હોય પણ હવે રવીના અને ગોવિંદ મિત્ર જેવા બની ગયા હતાં.

એકવખત રવીના બપોરનું લંચ લેવા જતી હતી ત્યારે કહ્યું, ‘ચાલ, ગોવિંદા લંચ માટે આવવું છે ?’

ગોવિંદ: શું બોલ્યા મેડમ ? ફોર યોર ઇન્ફોર્મેશન મેડમ, મારૂ નામ ગોવિંદ છે, ગોવિંદા નહિ.

રવીના: કેમ ગોવિંદામાં કાઇ વાંધો છે ?

ગોવિંદ: કોઇ જ વાંધો નથી. મને એ ગમશે. પણ તો પછી હું પણ આપને મેડમ નહિ પણ રવીના નામથી જ બોલાવીશ.

રવિના: નો પ્રોબલેમ, ગોવિંદા.

અને આમને આમ બંનેની મિત્રતા ગાઢ થતી ગઇ. રવીના હવે મનોમન ગોવિંદાને ચાહવા પણ લાગી હતી.

તેને થતું હવે ગોવિંદાને જીવનસાથી બનાવવાનાં મારા નિર્ણયમાં લગભગ હું ખોટી નહિ પડું. પણ સાથેસાથે એનો પ્રેક્ટિકલ / વાસ્તવદર્શી સ્વાભાવ તેને આમ કરતા રોકતો હતો. ગોવિંદાનાં પરિવાર સાથે એ તાલમેલ સાધી શકશે કે કેમ એ બાબતે એ જરા અસ્પષ્ટ હતી.

આથી જ હવે રવીના ક્યારેક ક્યારેક ગોવિંદાનાં ઘરે પણ જવા લાગી હતી. પોતાની ધારણાથી પણ વધારે પ્રેમાળ હતાં ગોવિંદનાં મમ્મી આશાબેન અને પપ્પા પ્રવીણભાઇ. પોતાને હંમેશા મળતા મીઠા આવકારને કારણે હવે રવીના ગોવિંદનાં ઘરે અવારનવાર જવા લાગી હતી. આશાબેન સાથે પણ એ એકરૂપ થઇ ગઇ હતી. આમ છતાં પણ રવીના જ્યારે જ્યારે ગોવિંદનાં ઘરે જતી ત્યારે હંમેશા એ શોધવાનો પ્રયત્ન કરતી જે માનવ સ્વાભાવની નબળાઈ હોય. જેવી કે અમુક ટોનમાં બોલવું, ઈર્ષા, અધિકારની ભાવના વગેરે. પણ રવીનાને ક્યારેય ગોવિંદનાં ઘરમાં આ જોવા ન મળતું.

આખરે રવીનાએ નિર્ણય કર્યો કે એ પોતે ગોવિંદા સાથે લગ્ન બાબતે ગંભીર છે એ વાત આજે જ ગોવિંદા અને એનાં પરિવાર સાથે કરી લેશે.

એ સાંજે રવીનાએ ગોવિંદા અને આશાબેનને પોતાનો આ નિર્ણય જણાવ્યો. સાથે સાથે એ પણ કહ્યું કે, ‘મારા પપ્પા એ માટે ક્યારેય રાજી નહિ થાય. તો હું ખુબ જ સાદી વિધિથી કોર્ટ મેરેજ કરવા માંગુ છું.

આ સંભાળતા જ આશાબેન નિરાશ થઇ ગયા. પણ તરત જ સ્વસ્થ થઈને કહ્યું કે, ‘તમને જેમ ઠીક લાગે તેમ.’

રવીનાનાં પરિવારનાં વિરોધ વચ્ચે બંનેએ સાદી વિધિથી લગ્ન પતાવ્યા.

લગ્ન પછી રવીના સવારે આશાબેનને કામકાજમાં થોડી મદદ કરતી અને પછી નોકરીએ એ અને ગોવિંદા  સાથે નીકળી જતા. રવિવારનાં દિવસે રવીના પુરી બપોર આશાબેન સાથે કામકાજ કરાવતી. ત્યારે આશાબેન અને રવીના વચ્ચે સખીઓ હોય તેમ વાતો થતી રહેતી. એ જોઇને પ્રવીણભાઇને પણ અંતરનો સંતોષ થતો. ત્યારે પણ એકવખત આશાબેનથી વાતવાતમાં બોલાઇ ગયું હતું કે એમની ઇચ્છા એમનાં એકનાં એક દીકરાનાં લગ્ન ધામધૂમથી કરવાની હતી. કે જેની રવીના ના પાડતી હતી.

લગ્નનાં ત્રીજા રવિવારે રવીનાનો મોડે સુધી ઉંઘવાનો મુડ અને કામ ન કરવાનો મુડ હતો. તેથી એ નીચે આવી ન હતી. આશાબેન રવીનાની રૂમમાં જઇને પાછા નીચે આવી ગયા હતા. રવીના નીચે ન દેખાતા અને આશાબેનને એકલા કામ કરતા જોઇને પ્રવિણભાઇએ પણ આશાબેનને રવીના બાબતે પુછ્યું. ઉપર રવીનાએ એ સાંભળ્યું.

આશાબેનનો જવાબ સાંભળીને પ્રવિણભાઇ બોલ્યા, ‘સરસ, મુડ બરાબર ન હોય તો ચાલે, એ તો ગમે ત્યારે બની જાય. તબિયત બરાબર હોય એ ઘણું. અને આશા, હું આજે બપોરે બહાર જમીને આવું છું. તું રવીનાને પુછી લે કે એ શું જમશે? એટલે તમારા બંને માટે પાર્સલ કરાવતો આવું.’

સાસુ-સસરા વચ્ચે થતી આ વાત સાંભળતા જ રવીનામાં ઉત્સાહ આવી ગયો. એ તરત જ નીચે આવી. આશાબેનનો હાથ પકડીને એ બોલી, ‘ બા, કાલથી જ તૈયારી શરૂ કરી દો. મારે ગોવિંદ સાથે લગ્ન ખુબ જ   ધામધૂમથી કરવા છે. મારે પણ, ગોવિંદને દુલ્હેરાજા બનાવવો છે.

આ સાંભળીને આશાબેન અસમંજસભરી સ્થિતિમાં પ્રેમાળ નજરે રવીના સામે જોઇ જ રહ્યા.

આ બધું જોઇને ગોવિંદો ખુશ થતો ઘરની બહાર ચક્કર મારવા નીકળી ગયો.