andhariyo vadaank - 2 in Gujarati Horror Stories by Rahul Narmade ¬ चमकार ¬ books and stories PDF | અંધારિયો વળાંક - 2 - ભટકેલો રાહદારી

Featured Books
Categories
Share

અંધારિયો વળાંક - 2 - ભટકેલો રાહદારી

હું લાલા ભાઈ ની વાત સાંભળી રહ્યો હતો, તેમની વાત પરથી મને સ્પષ્ટ થઈ ગયું હતું કે મારી જે મુલાકાત થયેલી અજાણ્યા શખ્સ સાથે તેજ મારો ડરામણો અનુભવ હતો. હું બિલ દઈ ને મારા ગેરેજ વાળા હરમીત સિંઘ પાસે ગયો, જે છેલ્લા ત્રણ દિવસથી બંધ હતો ; તે આજે ખુલ્યો હતો. તેની પાસે જઈને મેં મારી વાત કહી કે કેવી રીતે મને એક રોમાંચિત અનુભવ થયો. મારી પૂરી વાત સાંભળીને તે પણ અવાક થઈ ગયો. 45 મિનિટની બ્રેક પૂરી કરીને હું ફરી પાછો અમારા ગ્રુપ સાથે કોલેજ પર ગયો કેમકે અમારા થિયરી લેક્ચર બાકી હતા. મારી અને હરમીત ની મુલાકાત વખતે કોઈ ત્રીજું વ્યક્તિ પણ ત્યાં હાજર હતું અને તે હતો રાજકુમાર ઉર્ફે રાજ, તે અમારી કોલેજ નો જ બાયો કેમેસ્ટ્રી નો વિદ્યાર્થી હતો, તે ઘણો અભિમાની અને ઘમંડી હતો, હમેશાં પ્રવાહ કરતા ઉલ્ટી દિશામાં કામ કરવાનું રાખતો. તેણે નક્કી કર્યું કે તે પણ અંધારિયા વળાંક પર જશે અને ત્યાં જઈને તે ઓપન ચેલેંજ કરશે જ્યારે કોઈ નહીં આવે ત્યારે તે શૂટિંગ કરીને પરત ફરી આવશે. પોતાના પ્લાન મુજબ બે દિવસ પછી રાત પડતાં તે તરફ ચાલી નિકળ્યો. ધીરે ધીરે તે રસ્તા તરફ આગળ વધી રહ્યો હતો, તે રસ્તો એકદમ ડરામણો જણાઈ રહ્યો હતો, ત્યાં વધેલી સ્ટ્રીટ લાઈટો પણ બંધ હતી આ રસ્તો દસ મિનિટ સુધીના અંતર જેટલો હતો, તે થોડું આગળ ચાલ્યો પછી ઊભો રહ્યો. શર્ટ ની બાંયો ચડાવીને કમર પર હાથ રાખીને તે બોલવા લાગ્યો. "છે કોઈ ભૂત પ્રેત?!! આવે મારી સામે, હુંય તો જોઉં કોણ છે એ, અરે સાયન્સ નો વિદ્યાર્થી છું સાયન્સ નો, આવી વાહિયાત વાત ને હું ના માનું, આવ સામે ચાલ".

રાજ ને એમ હતું કે કોઈ માણસ હશે અને તેની ઓપન ચેલેંજ થી તે સામે આવી જશે પણ એવું ના થયું, કોઈ આવ્યું જ નહીં જ્યારે કોઈ ના આવ્યું ત્યારે તેણે પોતાના મોબાઈલ માં નાઈટ મોડ માં શૂટિંગ શરૂ કર્યું, અને થોડું શૂટિંગ કર્યું. હવે પ્રશ્ન એ થયો કે તેના મોબાઈલ માં નેટવર્ક આવતું ન હતું જેથી તે ઇન્ટરનેટ ચલાવી શકતો ન હતો જેથી તે મોબાઈલ માં રસ્તો જોઈ શકતો નહતો હવે તે મૂંઝાયો કેમકે દૂર દૂર સુધી અંધારું જ હતું, જે રસ્તે જઈને મેં સાયકલ રીપેર કરાવેલ તે ગેરેજ પણ બંધ હતું ane અન્ય દુકાનો પણ બંધ હતી જેથી તે રસ્તો દૂર દૂર સુધી અંધારિયો હતો. હવે રાજ ને પરસેવો છૂટી રહ્યો હતો તે નક્કી નહોતો કરી શકતો કે તે જ્યાંથી આવેલો તે જાગ્યા કેટલી દૂર છે એ, વારે ઘડીએ તે મોબાઇલ ને રી-સ્ટાર્ટ કરી રહ્યો હતો પરંતુ નેટવર્ક આવતું નહોતું જે એક ટેક્નિકલ ખામી હતી.

તેનું મો પણ હવે સુકાઈ રહ્યું હતું, આગળ જવું કે પાછળ જવું તેની પણ તેને ખબર નહોતી પડી રહી, તેનું મગજ હવે ખોટા વિચારો કરવા લાગ્યું હતું તેને ભૂત ની અફવા હવે સાચી જણાઈ રહી હતી. રસ્તાની બાજુ પર ના વૃક્ષો તેને ડરામણા લાગતા હતા, વૃક્ષોની ડાળીઓ અને વડવાઈ તો જાણે કોઈના લાંબા વાળ અને આકાશ નું કાળું અંધારું તેને કોઈ કાળા કપડા પહેરેલ હોય ત્થા આકાશ ના ટમટમતા તારાઓ જાણે કોઈની આંખો કે જે તેને જોઈ રહી હોય તેવું તેને જણાતું હતું. રાજ હતાશ થઈ જમીન પર બેસી ગયો,હવે સવાર પડવાની રાહ જોવા સિવાય તેની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો તેમજ સવારે પણ કોઈ આવશે કે કેમ એ પણ એક પ્રશ્ન હતો.

રાજ ભલે અભિમાની હતો પરંતુ તે હિંમતવાન ઘણો હતો, તે હિંમત એકઠી કરીને ઊભો થયો અને રસ્તા પર આગળ વધ્યો, તે અંધારિયા રસ્તા પર આગળ વધતો જતો હતો, ત્યાં તેને એક સ્ટ્રીટ લાઈટ ચાલુ દેખાઈ અને એ સ્ટ્રીટ લાઈટ ની પાછળ થી એક પડછાયો દેખાયો જે તેની તરફ આવી રહ્યો હતો, એ પડછાયા ની પાછળ સાડા પાંચ ફૂટ નો એક માણસ હતો, તેની ઉમર 50 - 55 વર્ષ ની જણાતી હતી ત્થા તેના ચહેરા પર એક ગંભીરતા હતી,

પેલો : ભુલા પડ્યા છો નવજવાન?

રાજ (અચકાતાં) : હા - હા

પેલો : હમ્મ, કઈ વાંધો નહીં હું તમને રસ્તો બતાવુ છું, આવો મારી સાથે.

રાજ માં થોડી હિંમત આવી અને તે પેલા અજાણ્યા શખ્સ પાછળ જવા લાગ્યો, માત્ર પાંચ જ મિનિટ ના અંતર પછી રાજ ને થોડે દૂર પોતાના વિસ્તાર ની સ્ટ્રીટ લાઈટો દેખાવા લાગી, તેના જીવ માં જીવ આવ્યો, રાજે હિંમત એકઠી કરીને પેલા ને પુછ્યું

રાજ : આપ કોણ છો? અહીંયા રહો છો? આ વિસ્તાર વિશે કેમ ખોટી અફવાઓ ફેલાય છે?

પેલો : જોવો દીકરા! આ વિસ્તાર વિશે પેલા પણ મેં કહેલું છે કોઈને, પણ પાછું કહું છું કે મને નથી ખબર કે શું સાચું છે એ, મારી ઉમર 54 વર્ષ છે, મને લકવા ની અસર હોવાથી ડૉક્ટરે ચાલવા કીધું છે એટલે રાત્રિ દરમિયાન અહીંયા ચાલતો હોવ છું આ તો આજે આપ દેખાયા એટલે બાકી , અહીંયા પ્રાણીઓ ના દાણચોરી થાય છે એટલા માટે અહીંયા આવી અફવાઓ ફેલાય છે,સારું હવે આપ જાઓ કોઈ જોઈ જશે તો તમને તકલીફ પડશે.

રાજ : ખૂબ ખૂબ આભાર આપ્નો,પણ હા વડીલ! આપનું નામ તો કહો.

પેલો : કોણ જાણે કોણ છે એ!

એટલું કહીને પેલો માણસ આંખ ના પલકારામાં ગાયબ થઈ ગયો.

રાજ એક અજાણ્યા જ રસ્તે થી પાછો આવેલો તે આજુ બાજુ બધું જોઈ રહ્યો હતો આજુ બાજુ માં સિમેન્ટ ના નાના નાના થાંભલા જેવું લાગી રહ્યું હતું અને યાદ કરવાની કોશિશ કરી રહ્યો હતો કે તે જાગ્યા તેના પૂરા કેમ્પસ માં ક્યાં આવી છે.
આમ કરતાં કરતાં તે તેના રૂમ પર સલામત પહોંચી ગયો હતો. બીજે દિવસે સવારે તે હરમીત સિંઘ પાસે ગયો અને તેને પેલા રસ્તા વિશે પૂછવા લાગ્યો કે જ્યાંથી તે પરત આવેલો. હરમીતે તેને તેના વર્ણન પરથી જગ્યા બતાવી અને રાજ ત્યાં ગયો અને તેણે જે દ્રશ્ય જોયું તે જોઈને તેના પરસેવા છૂટી ગયા તે એક બંધ થઈ ગયેલું કબ્રસ્તાન હતું તેમાં આજુ બાજુ મરેલા પ્રાણીઓ નાં હાડપિંજર હતા, ત્યાં તેનો પગ એક છાપા પર પડ્યો, તેણે છાપું ઉઠાવ્યુ તે ઘણા વર્ષો જુનું જણાતું હતું અને તેમાં એક ખબર પર નજર પડી. તેમાં લખ્યું હતું કે

"54 વર્ષીય તસ્કર ની હત્યા, જેને છેલ્લા દિવસો માં પેરાલીસીસ હતો 30 વર્ષ સુધી કરી તસ્કરી, લકવા ની અસર આવવાથી તેણે તસ્કરી બંધ કરી દીધેલી, રાત્રિ ના સમયે આંટા મારતો હોઈ ;કોઈ જાની દુશ્મન દ્વારા રાત્રે કરવામાં આવી હત્યા"

રાજ ની આંખ ના ડોળા બહાર આવી ગયા, તેને પેલું વાક્ય યાદ આવી રહ્યું હતું "કોણ જાણે કોણ છે એ "