.….(કેશવ ચકોરીને ફરીથી અંબાલાલ ને સોંપવા ઈચ્છતો હતો. જો અંબાલાલ સાથે સોદો પાર પડે તો. નહીતો કોઠાવાળીને વેચવાની એની તૈયારી હતી. અને આ બધુ જયારે એ સોમનાથને કહી રહ્યો હતો. ત્યારે દરવાજાની આડશે થી ચકોરીએ એ બધુ સાંભળી લીધુ હતુ.).….. હવે આગળ
.......... સોમનાથ ચકોરીને બોલાવવા પોતાના ઓરડામા દાખલ થયો. ઓરડાના દરવાજાની આડશે ઉભેલી ચકોરી. કેશવની બધી વાત સાંભળી ચુકી હતી. સોમનાથને જોઈને એ કંઈક કહેવા જઈ રહી હતી. પણ સોમનાથે પોતાના હોઠ ઉપર આંગળી મૂકીને એને ચૂપ રહેવાનો ઈશારો કર્યો. અને પછી ચકોરીની નજદીક આવીને એકદમ ધીમા સાદે બોલ્યો.
"મોટાભાઈની સામે એમજ વર્તજે જાણે તે કંઈ સાંભળ્યું જ નથી. એ બહુ જ ખતરનાક માણસ છે. એ અહીંથી સવારે જાય પછી આપણે વિચારશુ કે આગળ શુ કરવુ." ચકોરીને લઈને આવતા વાર લાગી. એટલે કેશવે ઘાંટો પાડ્યો.
"એલ્યા. ક્યા મરી ગ્યો. ઘરમાંથી બારા આવતા આટલી વાર?"
"એ આવ્યો." કહીને સોમનાથ ચકોરીને પોતાની પાછળ આવવાનો ઈશારો કરીને બાહર આવ્યો. ચકોરી મનોમન ધુંધવાતી. નવી નવેલી દુલ્હન ની જેમ ધીમા પગલે ચાલતી કેશવની સામે આવી ને ઉભી રહી. કેશવ બે ઘડી ચકોરીને જોઈ જ રહ્યો. પછી બોલ્યો
"બોવ સુંદર છો બેન તુ તો. પરભુ તને ખુશ રાખે."આશીર્વાદ આપ્યા. પછી આગળ કહ્યુ.
"તુ હજુ બે દાડા આય રોકા. મારે જરીક સોમનાથનું કામ છે. પછી તને ઈ તુ કે ન્યા મુકી જાહે." ચકોરી કેશવની ચાલ સમજી તો ગયી હતી. એ એટલુ જ બોલી.
"મંદાબેન અને સોમનાથભાઈ ઉપર હુ કેટલા દાડા બોજ બનીને રહીશ."
"એ તુ કંઈ બોજ નથી. ફ્કત બે દાડાની તો વાત છે."
"ઠીક છે કાકા. તમે ક્યો એમ."ચકોરીને વધુ દલીલ કરવામા રસ નોતો. એટલે એ આટલુ કહીને ઘરમા જતી રહી.
વહેલી સવારે નાસ્તોપાણી કરીને કેશવ દૌલતનગર જવા રવાના થયો. દૌલતનગરના બંદર ઉપર ઉતરતા જ એને અંબાલાલના માણસોએ ઘેરી લીધો. બે દિવસ પહેલા જે પરાક્રમ અહી જીગ્નેશ કરીને ગયો હતો. એના કારણે અહી દૌલતનગરના બંદર પર સખ્ત જાપ્તો રાખવામા આવ્યો હતો.
"કોણ છો અલ્યા તુ. ને શુ લેવા આય ગુડાણો છો.?"મોટી મૂછોવાળા કાંતુંએ તિરસ્કારથી પુછ્યુ.
"મારે શેઠ અંબાલાલને મળવુ છે. અગત્યનું કામ છે."
"શુ કામ છે. ફાટ મોઢામાંથી." કેશવને દબડાવતા કાંતું બરાડ્યો. અંબાલાલનો આટલો જાપ્તો અને સાવચેતી જોઈને કેશવને હવે રહી રહીને અહી આવવા બદલ પસ્તાવો થઈ રહ્યો હતો. એની છઠ્ઠી ઈન્દ્રિય એને જાણે કહી રહી હતી. કે ચોક્ક્સ આજે તારી સાથે કંઇક નવાજુની થાશે. કાંતુના ભરાવદાર બાવડા અને બિહામણો ચહેરો જોઈને એના શરીરમાથી એક ભયનું લખલખું પસાર થઈ ગયુ. પણ એણે ચેહરા ઉપર કળાવા ના દીધુ કે પોતે ડરી રહ્યો છે. હિંમત જાળવી રાખતા એ બોલ્યો.
"એ તો હુ શેઠને જ કહીશ."
"ઠીક. ચાલ."કાંતુ એને અંબાલાલ પાસે લઈ ગયો.
નેતરની ખુરશી ઉપર પીઠ ટેકવીને. પગ ઉપર પગ ચઢાવીને. જીગ્નેશે મારેલા મારના કારણે હાથમા અને માથામાં પાટા બાંધીને અંબાલાલ બેઠો હતો. અંબાલાલની સામે કેશવને ઉભો રાખ્યો. અંબાલાલે પહેલા તો એને પગથી માથા સુધી નીરખ્યો પછી ઘોઘરા અવાજે પૂછ્યું.
"કોણ છો તુ. અને શુ લેવા આવ્યો છે મારા ગામમા.?"અંબાલાલનો ભય પામાડતો ઘોઘરો સ્વર સાંભળીને. અને એની આજુબાજુમાં ડાંગ લઈને ઉભેલા એના રક્ષકો ને જોઈને. કેશવને પરસેવો નીકળવા માંડ્યો. પણ પોતાનાં ભયને ચેહરા ઉપર એણે વર્તવા ન દીધો. અવાજમા સ્વસ્થતા જાળવી રાખતા એ બોલ્યો.
"તમારા કામની વાત લઈને આવ્યો છુ શેઠ."
"વાતમાં મોણ નાખ્યા વગર મુદ્દાની વાત કર."કેશવને દબડાવતા શેઠે કહ્યુ.
"ચકોરી નામની એક છોકરી મારે હાથ લાગી છે." ચકોરીનુ નામ સાંભળતા જ પગ ઉપર પગ ચઢાવીને. ખુરશીને પીઠ ટેકવીને બેસેલો અંબાલાલ એકદમ ટટ્ટાર થઈ ગયો. એણે અધીરાઈ પુર્વક પુછ્યુ.
"ક્યાંથી કેવી રીતે?" કેશવે હવે પોતાની બાજી સંભાળી ને રમવા લાગ્યો.
" હુ કાલે બકરી ચરાવા રોજની જેમ જંગલમાં ગ્યો તો. તો ત્યા એક જુવાન એક છોકરી પર જબરજસ્તી કરવાની કોશિષ કરતો હતો. અને એ છોકરી એનાથી બચવા ફાફા મારતી હતી. મે એ છોકરાને ન્યાથી મારીને તગેડી મૂક્યો."
"હં. પછી."કેશવની વાતમા જાણે પોતાને રસ પડ્યો હોય એમ અંબાલાલે પુછ્યુ.
"પછી એ છોકરીએ પોતાની આપવીતી કહી. કે.કઈ રીતે તમે એને કેદમા રાખેલી અને તમે એની સાથે લગ્ન કરવા માંગતા હતા..."
"અચ્છા. તો હવે એનુ શુ છે એ કહો."
"એને અત્યારે હુ મારા નાના ભાઈના ઘરે મુકીને આવ્યો છુ.હુ એને તમારે હવાલે કરવા રાજી છુ. જો તમે મારું ખિસ્સુ ગરમ કરો તો....."
અંબાલાલ સાથે આખર કેટલામા સોદો પાર પાડશે કેશવ. શુ ચકોરી ફરી એક વાર અંબાલાલ ના પંજામાં સપડાસે... વાંચતા રહો ચોર અને ચકોરી...