Karmo no Hisaab - 9 in Gujarati Love Stories by સ્પર્શ... books and stories PDF | કર્મોનો હિસાબ - (ભાગ ૯)

Featured Books
Categories
Share

કર્મોનો હિસાબ - (ભાગ ૯)

કર્મોનો હિસાબ ( ભાગ :- ૯ )


શાલીની સાથે કોઈ ખાસ વાત તો ના થઈ પણ મન ને શાલીની સામે જોવું ગમ્યું ને થોડીવાર માટે પુરુષસહજ સ્વભાવથી જોતો રહ્યો. ત્યાંથી એ ઘરે આવવા નીકળ્યો.


શાલીની ક્રિશ્વીની ખાસ ફ્રેન્ડ હતી. જ્યારે પણ ક્રિશ્વી કોઈ અવઢવમાં હોય શાલીની એની પાસે પહોંચી જતી. આજે પણ એવુંજ હતું.


ક્રિશ્વી ને મનનું I Love You કહેવું ગમ્યું હતું છતાં એ ઉતાવળ કરવા નહોતી માંગતી. એને ખબર હતી મન અને એ બંને પરણિત છે, છોકરાઓ પણ છે માટે જ ઉતાવળ નહોંતી કરવી.


ક્રિશ્વીએ શાલીની ને આ બધુંજ કહ્યું. જે પણ હતું, જેવું પણ હતું એવુંજ કહ્યું. શાલીની પહેલેથી મનને ક્રિશ્વી ની વાતો થકી જાણતી હતી એથી બહું ઓછામાં ક્રિશ્વીના બધાં જ ભાવ સમજી ગઈ અને કહ્યું સાચું કહું તો જીવી લે આ જ ભવમાં તને ઈચ્છા છે એવું.


હવે ક્રિશ્વી પણ શાલીની સાથે વાત કર્યા પછી મન સાથે સંબંધ રાખું એવું વિચારી રહી હતી. ક્રિશ્વી એ મનને ફોન કર્યો કે હવે મને ઘરે તો મુકી જા. ક્રિશ્વી અને શાલીની ગાર્ડનમાં બેઠા હતા મન પણ ત્યાં ગયો, થોડીવાર બેઠો અને એ બંને સાથે વાતો કરી. ત્યારબાદ શાલીની ને એના ઘરે મૂકી આવ્યો.


મન અધીરો થઈ ગયો હતો એ વાત જાણવા કે આખરે ક્રિશ્વી એ શું નક્કી કર્યું. સમય સાથે મનની ધીરજ ખૂટી રહી હતી કે શું જવાબ આવશે અને કેવો જવાબ આવશે.


બે દિવસ પછી ક્રિશ્વી નો મેસેજ આવ્યો કે "મન હું તારી સાથે સમાજની દ્રષ્ટિ એ અયોગ્ય લાગતા સંબંધમાં મારી પૂરી ઈચ્છાથી જોડાવા માંગુ છું."


"સાચેજ ક્રિશ્વી, મને વિશ્વાસ નથી આવી રહ્યો તું મારી થવા જઈ રહી છે!"


"હા, મન સાચે, ખરેખર કહું તો મારે તારા જ થવું હતું એકદમ પુરેપુરા પણ... ચાલ જે થયું એ થઈ ગયું હવે તારી થઈ જાઉં."


"ઓહ, ક્રિશ્વી, I love you યાર, મજા આવી ગઈ મને." પોતાનું ધાર્યું થતાં મન ખુશ થઈ બોલી ઉઠ્યો.


મન હવે સાતમા આસમાને હતો. પોતાનું ધાર્યું કરી રહ્યો હતો. ક્રિશ્વી ને આ ભવમાં પામી રહ્યો હતો. કદાચ પ્રેમ ઓછો અને મહત્વાકાંક્ષા વધુ હતી આ સંબંધમાં. ક્રિશ્વી તો પહેલેથી જ વરેલી હતી પણ મન ને કોણ સમજી શક્યું હતું કે એના શેતાની મગજમાં શું ચાલી રહ્યું છે.


બસ આમને આમ મન પોતાની પત્ની કાવ્યાથી છુપાવી ક્રિશ્વી ને મળવા લાગ્યો. ક્યારેક ક્રિશ્વી અને મન મળતાં તો ક્યારેક એ મુલાકાતમાં ક્રિશ્વી ની મિત્ર શાલીની પણ જોડાતી.


મુલાકાતોનો દોર વધતો ગયો. ક્રિશ્વી માટે આ એક પ્રેમ હતો જ્યારે મન માટે પ્રેમ કરતા વિશેષ શારીરિક આકર્ષણ હતું. કાવ્યા ની ઢળતી ઉમરનો આશરો એ ક્રિશ્વી માં શોધી રહ્યો હતો. સાથે સાથે એની નજર શાલીની પર પણ હતી.


કહેવાયું છે કે એક પુરુષ માટે ક્યારેય પ્રેમનો જવાબ પ્રેમ ના હોઈ શકે! એ સવાલનો જવાબ જાણે મન આપી રહ્યો હતો. બધુંજ પામી લેવું એ જ એના મનમાં ચાલી રહ્યું હતું. સતત મનમાં કોઈને કોઈ પ્લાનિંગ ચાલતું કે આ મેળવવા શું કરવું.


આખરે એક વર્ષના પ્રેમ સંબંધ પછી મન પોતાની પહેલી ચાલ ચાલ્યો. એણે ક્રિશ્વીને ફોન કર્યો અને મનમાં હતું એ કહી નાખ્યું.


ક્રિશ્વીને ચોખ્ખું કહ્યું "મેં માત્ર તારો પ્રેમ નથી ઈચ્છયો સાથે મારે તારી સાથે શારીરિક સુખ પણ જોઈએ છે. હંમેશા મેં તને મારી સાથે આવી પણ ઇમેજિન કરી છે."


"ઓહ્, એવું?" ક્રિશ્વી પોતાનાં ચિરપરિચિત સ્વભાવગત શબ્દોમાં બોલી.


"આ મજાકની વાત નથી, મારે જોઈએ છે તો જોઈએ છે. તું મને ક્યારે તરો જવાબ કહીશ?" મન ગુસ્સામાં બોલ્યો


"એક બે દિવસમાં." એમ કહી અવઢવમાં ક્રિશ્વી એ ફોન મૂક્યો.


ક્રિશ્વી વિચારવા લાગી કે શું કરવું! મનમાં સતત યુદ્ધ ચાલી રહ્યું હતું અને એ પણ ઘોર. આખરે ક્રિશ્વીને લાગ્યું કે આ યુદ્ધનું સમાધાન શાલીની કરી શકશે. આવું વિચારી ક્રિશ્વી એ શાલીની ને ફોન કર્યો.


*****


ક્રિશ્વી શું નિર્ણય લેશે?
શાલીની નું આકર્ષણ મન ને કેમ થયું?
પ્રેમ અને શારીરિક સંબંધ શું જીતશે?
આ જાણવા વાંચતા રહો કર્મોનો હિસાબ.


*****


તમને કેવી લાગી વાર્તા, કેવો રહ્યો અનુભવ એ માટે તમે પ્રતિભાવ, સૂચન આપી શકો છો. Email :- feelingsacademy@gmail.com અને https://www.instagram.com/feelings.academy/ આવી જ વાર્તાઓ વાંચવા જોડાયેલા રહો. મારી બીજી પ્રકાશિત વાર્તાઓ પણ વાંચી પ્રતિભાવ આપી શકો છો.


જય ભોળાનાથ...

Feelings Academy...