લેખ:- લીમડો ભાગ 2
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
પ્રથમ ભાગમાં આપણે લીમડા વિશે જોયું. હવે આ બીજા ભાગમાં આપણે એનાં ઉપયોગો જોઈશું.
લીમડો એક એવું વૃક્ષ છે જેનાં થડ, પાંદડા અને બીજ ઔષધિ તરીકે કામ કરે છે. ગામડાના લોકો હજી પણ તેની ડાળનો ઉપયોગ કરીને દાતણ કરી રહ્યા છે. તેના પાનનો ઉપયોગ દવા બનાવવા માટે કરવામાં આવે છે. તેના બીજ ઔષધિ તરીકે પણ વપરાય છે. જો કે, તેના પાંદડાની કડવાશને કારણે લોકો તેને પસંદ નથી કરતા. પરંતુ તેના આશ્ચર્યજનક ફાયદા આયુર્વેદમાં જણાવવામાં આવ્યાં છે. દરરોજ સવારે ખાલી પેટે લીમડાના પાન ખાવાથી શરીરની ઇમ્યુનિટી વધે છે, પરંતુ શારીરિક વિકાર પણ દૂર થાય છે.
લીમડો, જેને ચમત્કારી ઔષધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના દરેક ભાગનો ઉપયોગ ઔષધીય બનાવવામાં થાય છે. લીમડો લોહીને શુદ્ધ કરે છે અને શરીરમાંથી કોઈપણ ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. લીમડામાં ફંગસ, વાયરસ અને બેક્ટેરિયા સામે લડવાની ક્ષમતા છે. તે તેના એન્ટીકેન્સર ગુણધર્મો માટે જાણીતો છે.
આ એકમાત્ર એવુ વૃક્ષ છે, જેનો દરેક ભાગ દવાઓ બનાવવા માટે વપરાય છે. તેની છાલ, પાંદડા અને બીજના ચમત્કારિક ફાયદાઓ આયુર્વેદમાં વર્ણવવામાં આવ્યા છે. ઘણી વખત, મૂળ, ફૂલો અને ફળોનો ઉપયોગ પણ થાય છે. લીમડાના પાનનો ઉપયોગ રક્તપિત્ત માટે થાય છે. તેના ઉપયોગથી આંખના વિકાર, નસકોરી ફૂટવી, આંતરડાના કૃમિ, પેટમાં અસ્વસ્થતા થવી, ભૂખ ઓછી થવી, ત્વચાના અલ્સર, હૃદય અને રક્ત વાહિનીના રોગો (હૃદય રોગ), તાવ, ડાયાબિટીઝ, પેઢામાં સોજો અને યકૃત જેવા રોગ દૂર થઈ શકે છે.
આ સિવાય લીમડાના છાલનો ઉપયોગ મલેરિયા, પેટ અને આંતરડાના અલ્સર, ચામડીના રોગો, તાવ મટાડવા માટે પણ થાય છે. લીમડામાં એવા રસાયણો હોય છે જે બ્લડ શુગરના લેવલને ઘટાડવામાં, પાચક તંત્રમાં અલ્સર મટાડવામાં ઉપયોગી છે અને તે બેક્ટેરિયાને મારી શકે છે.
એક સંશોધન સૂચવે છે કે અઠવાડિયા સુધી દરરોજ દાંત અને પેઢા પર લીમડાના પાંદડાના અર્કનો ઉપયોગ કરવાથી દાંત પર મેલ જામતો ઓછો થઇ જાય છે. તે મોંમાં બેક્ટેરિયાની સંખ્યાને પણ ઘટાડી શકે છે જેનાથી ડેન્ટલ પ્લેક થાય છે. જો અર્ક ઉપલબ્ધ ન હોય, તો પછી તમે લીમડાના પાનને યોગ્ય તેને સારી રીતે ધોઈને કરી શકો છો અને સવારે તેને ચાવી શકો છો. જો કે, 2 અઠવાડિયા સુધી લીમડાના અર્કથી કોગળા કર્યા પછી પ્લેક અથવા જીંજીવાઇટિસ ઘટાડવાનો કોઈ પુરાવો નથી.
જો તમારે લીમડાનાં પાનનું સેવન ન કરવું હોય તો તમે લીમડાની ચટણી બનાવી શકો છો. સવારે લીમડાની ચટણી ખાવાથી તમે તમામ પ્રકારના વાયરસ અને બેક્ટેરિયાથી બચી શકો છો.
સામગ્રી
લીમડો – 20 પાંદડા
ગોળ – 4 ટીસ્પૂન
કોકમ – 6-7
જીરું – 1 ચમચી
મીઠું-સ્વાદ અનુસાર
ચટણી બનાવવાની રીત:-
લીમડાના પાન સારી રીતે ધોઈ લો.
ત્યારબાદ બધી વસ્તુઓને એક સાથે વાટી લો.
રોજ ખાલી પેટે અડધી ચમચી ખાઓ અને પાણી પીવો. થોડા દિવસોમાં, તેની અસર દેખાશે.
દરરોજ વાસી મોંઢે લીમડાના ચાર પાન ખાવાથી પણ લાભ મળે છે. તેને ખાવાથી લોહી શુદ્ધ થાય છે, પેટમાં કોઈ પ્રકારનો રોગ થવાની સંભાવના નોંધપાત્ર રીતે ઓછી થાય છે. પિમ્પલ્સ બહાર આવતાં નથી અને ત્વચા ચમકતી રહે છે.
ભારતમાં લીમડાના પાનને સૂકવવામાં આવે છે અને કપડામાં થતાં જંતુઓથી બચવા માટે કબાટમાં મૂકવામાં આવે છે, તેમજ ટીનમાં પણ જ્યાં ચોખાનો સંગ્રહ કરવામાં આવે છે. ઉગાદી જેવા ઘણા ભારતીય તહેવારોમાં પણ ફૂલોનો ઉપયોગ થાય છે.
વૃક્ષ:-
લીમડાનું વૃક્ષ તેના રણવિરોધી ગુણો માટે અને સંભવતઃ સારા કાર્બન ડાયોક્સાઇડ સિંક તરીકે ખૂબ મહત્વ ધરાવે છે. તેનો ઉપયોગ જમીનની ફળદ્રુપતા જાળવવા માટે પણ થાય છે.
ખાતર:-
લીમડાના અર્કને ખાતર (યુરિયા)માં નાઈટ્રિફિકેશન અવરોધક તરીકે ઉમેરવામાં આવે છે.
પ્રાણીઓનો ખોરાક:-
લીમડાના પાનનો ઉપયોગ ક્યારેક-ક્યારેક રુમિનાન્ટ્સ અને સસલા માટે ચારા તરીકે થઈ શકે છે.
દાંતની સફાઈ:-
લીમડાનો પરંપરાગત રીતે દાંત સાફ કરતી ડાળીના પ્રકાર તરીકે ઉપયોગ થાય છે.
કડવા લીમડાનું વૃક્ષ ભારતમાં ભરમાં ઔષધિય વૃક્ષ તરીકે જાણીતું છે. લીમડાને એન્ટિબાયોટિક તત્વોથી ભરપૂર ઔષધિયરૂપ મનાય છે. ભારત દેશમાં લીમડો પવિત્ર વૃક્ષ તરીકે ઓળખવામાં આવ છે. લીમડો સ્વાદમાં ભલે કડવો હોય, પણ એનામાં રહેલા ગુણ અમૃત સમાન છે લીમડાથી દરેક સમસ્યાનો ઈલાજ થાય છે. ભારતમાં લીમડો આસાનીથી મળી જાય છે પરંતુ કેટલાક લોકોને તેના અમૃત સમાન ગુણોથી પરિચિત નથી હોતા.
ઔષધીય ગુણ:-
વીંછી, તીતીઘોડો જેવા ઝેરી કીડા કરડે ત્યારે લીમડાના પાનની પેસ્ટ બનાવી કરડેલી જગ્યા પર લગાવવાથી રાહત મળે છે અને શરીરના બીજા કોઈ પણ ભાગમાં ઝેર ફેલાવવાથી બચાવ છે.
વાગવાનો કે કોઈ પણ પ્રકારનો ઘા પડ્યો હોય ત્યાં લીમડાના પાનની પેસ્ટ બનાવી લાગવવાથી રાહત મળે છે. સાથે ખુજલીની સમસ્યા હોય તો લીમડાના પાનને દહીં જોડે પીસીને તેના પર લગાવવાથી લાભ થશે.
કિડનીમાં પથરી હોય તો લીમડાના પાનને સુકવીને તેને બાળી દો. અને તેની જે રાખ બને એને ૨ ગ્રામ દરરોજ પાણી સાથે પીવાથી પથરી ઓગળીને મુત્રમાર્ગે બાર નીકળી જશે.
મેલેરિયા જેવા ઝેરી તાવ આવે ત્યારે લીમડાની છાલને પાણીમાં ઉકાળી એનો ગાઢો બનાવી લેવો અને તેને દિવસમાં ૩ વાર બે મોટી ચમચી ભરીને પીવો..આ ઉપાયથી તાવ મટી જશે અને કમજોરી પણ દૂર થઈ જશે.
ચામડીના રોગો હોય એવા લોકોએ લીમડાનું તેલ ઉપયોગ કરવું અને એ તેલમાં થોડું કપૂર મેળવીને દરરોજ માલીશ કરવાથી ચામડીના રોગમાં ધીમે ધીમે રાહત થાય છે.
લીમડાની સળીઓને રોજ ઉકાળીને પીવાથી ખાંસી અને પેટમાં પડતા કીડાઓનો ખાત્મો થાય છે. અને આ લીલી સળીઓને કાચી ચાવવાથી પણ આ લાભ મળે છે.
દાંતમાં થતા પાયેરિયાની બીમારી લીમડાનું દાતણ કરવાથી મટી જાય છે અને લીમડાના પાન ચાવવાથી શ્વાસને લગતી બીમારી દૂર થાય છે અને પેઢા અને દાંત મજબૂત બને છે.
ફેસ પર થતા ખીલમાં પણ લીમડાની છાલને પાણીમાં ઘસીને ખીલ પર લાગવાથી રાહત મળે છે અને લીમડાના પાનની પેસ્ટ બનાવી ત્વચા પર લગાડવાથી ત્વચામાં રહેલા કીટાણુ નાશ પામે છે.
અપચો અને સંડાસ જવામાં અટકણ થાય તો લીંબોળી ખાવાથી રુકાયેલું મળ બાર આવી જાય છે અને રાહત મળે છે.
વાસી ખાવાનું ખાવામાં આવી ગયું હોય અને ઉલ્ટીઓ થતી હોય તો લીમડાની છાલ,સુંઠ અને કાચું મરચું પીસીને તેની ફાકી લેવાથી ત્રણ ,ચાર દિવસ માં પેટ સાફ થઈ જશે.
કાનમાંથી પરુ આવતું હોય તો લીમડાનું તેલ અને મધને મેળવીને કાનને સાફ કરવાથી ફાયદો થશે. કાનમાં ખંજવાળ કે દુખાવો થાય તો લિંબોડીને પીસીને એનો રસ કાનમાં નાખવાથી રાહત થાય છે.
સાપ કરડ્યો હોય તે વખતે તરત લીમડાના પાનને તે જગ્યા પર ફિટ બાંધી દેવાથી સાપનું ઝેર શરીરમાં ફેલાતું અટકે છે.
અઠવાડિયામાં ૨ વાર લીમડાના પાન ઉકાળી તેનું પાણી પીવાથી શરીરના અંદર થતા રોગો અને ઇન્ફેકશનથી બચી શકાય છે અને બીમારીઓથી પણ દૂર રહી શકાય છે.
હૃદય રોગ હોય તેવા લોકો લીમડાનું તેલ સેવન કરે તો ફાયદો થાય છે.
અછબડામાં પણ લીમડાના પાણીથી ન્હાવામાં આવે તો તેમાં રાહત મળે છે.
લીમડામાંથી આવતો ગુંદર ડાયાબિટીસની દવા બનાવવા માટે વપરાય છે.
લીમડા ના પાન ની ધૂણી કરવાથી મચ્છર ભાગી જાય છે.
થોડા પાણીમાં લીમડાનાં પાન ઉકાળીને કડક "ચા" બનાવીને નાહવાના પાણીની બાલદીમાં ઉમેરીને (થોડાં ટીપાં ગુલાબજળનાં ઉમેરવાં) નાહવાથી ચામડીના રોગો થતા નથી.
પગની પાની કે એડીઓના દુખાવામાં લીમડાનો કડક ઉકાળો બનાવીને હૂંફાળો થવા દઈને તેમાં પગ બોળવા.
નારિયેળ તેલમાં લીમડાનું તેલ ઉમેરીને વાળમાં નાખવાથી ખોડો, જૂ વગેરે વાળની સમસ્યા નાશ પામે છે. આ તેલ અઠવાડિયે એકવાર, એમ ત્રણ અઠવાડિયાં સુધી કે જરૂર લાગે ત્યાં સુધી નાખવું.
વેસેલીનમાં 1:5ના પ્રમાણમાં લીમડાનું તેલ ઉમેરીને શરીર પર લગાડવાથી મચ્છરો દૂર ભાગે છે. તે ઉપરાંત ચામડીનાં દર્દો, નાના-મોટા ઘા કે થોડું દાઝયા હોય તેના પર ફાયદાકારક છે.
ગળાનો સોજો કે શરદી હોય તો લીમડાનાં ૨ થી ૩ પાન નાખીને ઉકાળેલા હૂંફાળા પાણીથી કોગળા કરવા, એન્ટી બાયોટિક દવાની જરૂર નહીં પડે.
ખીલ-ફોડલીઓ પર લીમડાના પાઉડરને પાણીમાં કાલવીને લગાડવો.
સાઈનસની તકલીફમાં લીમડાનું તેલ નેઝલ ડ્રોપ્સ તરીકે વાપરી શકાય છે. (સવાર-સાંજ બે ટીપાં).
સારામાં સારી અને સસ્તી બાયોપેસ્ટિસાઈડ છે.
કાનમાં દુખાવો હોય તો ઉકાળેલા લીમડાનાં હૂંફાળા પાણીનાં ટીપાં કાનમાં નાખવાં લીમડાના તેલનાં ટીપાં પણ નાખી શકાય.
આજકાલ ફેલાતા ચિકનગુનિયા જેવા તાવમાં પણ લીમડો તથા ઘીલોયને વાટીને પીવાથી અકસીર ઈલાજ થાય છે.
લીમડાની ડાળીઓનાં દાંતણ કરવાથી દાંતનો સડો અટકાવી શકાય છે.
સૂકા પાન અનાજમાં રાખવાથી અનાજમાં પડતી જીવાત અટકાવાય છે, પરંતુ દર ત્રણથી ચાર મહિને આ પાન બદલવાં જરૂરી છે.
લીમડાનો રસ ગૂડી પડવાને દિવસે પીવાનું માહાત્મ્ય છે. એનાથી તાવ-શરદી જેવા ચૈત્ર મહિનાના રોગોથી બચી શકાય છે.
લીમડાનાં પાંદડાનો ધૂપ કરીને મચ્છરો ભગાવી શકાય છે.
તેલનો દીવો કરો તો તે તેલમાં લીંબોળીનું તેલ થોડું ઉમેરવાથી પણ મચ્છરો દૂર ભાગે છે.
લાંબી માંદગીમાં સૂઈ રહેવાથી પડતાં ચામઠાંને લીમડાની પથારી દ્વારા અટકાવી શકાય છે. ચાદરની નીચે લીમડાનાં પાન પાથરીને પથારી કરવી.
લીમડાનો ઉપયોગ કરવાથી ઘણી બધી મોટી બીમારીઓનો ખતરો પણ ટળે છે. આ વૃક્ષનો દરેક ભાગ જેમ કે તેના પાન, છાલ, જડ, ફૂલ બધું હેલ્થ માટે ખૂબ જ લાભકારી છે. લીમડામાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ, એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટીઝ રહેલી છે. જેથી અત્યારે કોરોના કહેરમાં પણ ઈન્ફેક્શનથી બચવા કડવો લીમડો બેસ્ટ દવા છે.
લીમડાના ફૂલનો જ્યૂસ બોડી ફેટ ઓછું કરે છે. 1 મુઠ્ઠી ફૂલને પાણીમાં ઉકાળી એમાં 1 ચમચી લીંબુનો રસ અને અડધી ચમચી મધ મિક્સ કરી રોજ ખાલી પેટ પીઓ.
લીમડાના પાન નેચરલી ઈન્સ્યૂલિન નિયંત્રિત કરે છે. તેના પાનનનો રસ રોજ સવારે ખાલી પેટ લેવાથી અથવા પાન ચાવીને ખાવાથી ફાયદો થશે.
લીમડાના પાનમાં રહેલાં તત્વ કેન્સર સેલ્સના ગ્રોથને રોકે છે. સવારે લીમડાના પાનનો જ્યૂસ પીવાથી ફાયદો થશે.
નારિયેળ તેલમાં લીમડાના પાનનો રસ મિક્સ કરી શરીર પર લગાવવાથી મચ્છર પાસે આવતા નથી.
લીમડાના પાનને પાણીમાં 1 કલાક ઉકાળી ઠંડુ કરી, આ પાણીથી ચહેરો ધુઓ. સ્કિન સાફ રહેશે અને ડાઘ દૂર થશે.
લીમડાનું દાતણ કરવાથી દાંત મજબૂત બને છે. તેના પાન પાણીમાં ઉકાળી તેનાથી કોગળા કરવાથી દાંતનો દુખાવો, મોઢાની દુર્ગંધ દૂર થાય છે.
1 કપ લીમડાની છાલના ઉકાળામાં ધાણા અને સૂંઠ પાઉડર મિક્સ કરીને પીવાથી મલેરિયામાં ફાયદો થાય છે.
સવારે ખાલી પેટ 1 કપ લીમડાના પાનનો રસ પીવાથી શરીરના વિષાક્ત તત્વો નીકળી જાય છે અને હેલ્થ સારી રહે છે. શરીર નિરોગી રહે છે અને ઈમ્યૂનિટી વધે છે.
લીમડાના પાનને પાણીમાં ઉકાળી તેનાથી વાળ ધોવાથી ડેન્ડ્રફ દૂર રહે છે અને વાળ ખરતાં બંધ થઈ જાય છે.
વાંચવા બદલ આભાર.
આશા રાખું કે લીમડા વિશેની માહિતી આપતાં બંને લેખ તમને ગમ્યાં હશે.
સ્નેહલ જાની.