Raju Bangaya Gentleman - 6 in Gujarati Fiction Stories by PRATIK PATHAK books and stories PDF | રાજુ બન ગયા જેન્ટલમેન - 6

Featured Books
Categories
Share

રાજુ બન ગયા જેન્ટલમેન - 6

બે દિવસ સુધી રાજુ,દીપુ ને કે ઘરના કોઈ ને જોવા ના મળ્યો . લાલો અને મોહન કાકા લગ્ન પછીના બિલોની ચુકવણીમાં વ્યસ્ત રહ્યા.


આ તરફ દીપુ રાજુને ફોન કર્યા કર થઈ રહી હતી પણ રાજુ તેનો ફોન ઉપાડી રહ્યો ન હતો,દીપુ સાવ આકળ- વ્યકાળ થઈ રહી હતી.રાજુ તેના ઘરમાં પણ કોઈને કહ્યા વગર ક્યાંક જતો રહ્યો હતો. રાજુ ની ચિંતામાં દીપુ ગુમસુમ હતી એક સ્પષ્ટ દેખાતું હતું.


“લાલા યાર રાજુ ક્યાં ગયો હશે ? એને બે દિવસથી જોયો નથી પ્લીઝ કાંઈક કરને, શોધી લાવને.” દીપુએ બહુ જ ચિંતામાં કહ્યું

“એને તારી પાસે બે દિવસમાં માંગ્યા છે ને, બસ બે દિવસ પૂરા થવા દે એ આવી જશે.અને ચિંતા ના કર એ હશે તો એના ફાર્મ હાઉસ પર જ હશે.”
લાલા એ કહ્યું

તો મને પ્લીઝ એને ફાર્મ હાઉસ પર લઈ જા ને.

ના ભાઈ ના એવું ના કરાય .પૂરા થવા દેને તેના બે દિવસ.

આ તરફ દીપુ પાસેથી માંગેલા બે દિવસ પૂરા થવા આવ્યા હતા,
રાજુ ની મનોવ્યથા તો દીપુ કરતાં વધારે ખરાબ હતી. મનમાં અનેક સવાલો ના યુદ્ધ ખેલાતા હતા. હા અને ના ની બરાબર વચ્ચે રાજુ ઉભેલો હતો .જો હા પાડીશ તો અત્યારે તો બધું ઠીક લાગશે પણ આગળ જતાં બંને વચ્ચે શરૂઆતમાં જેટલો પ્રેમ હશે એટલો જ પ્રેમ રહેશે ?એક મોર્ડન છોકરીને નાના ગામમાંથી આવેલા છોકરા સાથે આખી જીંદગી કઈ રીતે ફાવશે? પોતાના મિત્રો સાથે મળાવવામાં તેને શરમ તો નહીં આવે ને? આ બધું તો ઠીક છે પણ અમેરિકા જવાનું થશે તો હું ત્યાં જઈશ કઈ રીતે ?મારુ અંગ્રેજી તો સાવ ખરાબ. બારમા ધોરણમાં હું બે પ્રયત્નોમાં અંગ્રેજીમાં પાસ થયો તો અમેરિકા માં કઈ રીતે રહી શકીશ??!!

સાંજનો સમય હતો અને સૂરજ દાદા ઢળી રહ્યા હતા.મસ્ત ઠંડો પવન વાતો હતો અને ખેતરમાં ખાટલામાં સૂતેલા રાજુ ના મનમાં અનેક વિચારોની હારમાળા ચાલતી હતી. ઘનું ભાઈ ક્યારે આવીને તેની પાસે બેઠા તેની ખબર રાજુને રહી જ ન હતી.

“બેટા રાજુ શું વિચારે છે સતત બે દિવસ સુધી ઘરે નહીં આવવાનું આમ કંઈ ચાલે. તારી માં ના ફોન પણ નથી ઉપાડતો બિચારી કેટલી ચિંતા કરે છે ,શું ચાલે છે તારા મનમાં ?દીપુ નો વિચાર કરે છે ?” ઘનશ્યામ કાકાએ રાજુ ને પૂછ્યું .

“પપ્પા કંઈ ખબર નથી પડતી કે શું કરવું? હું શું કરું છું? કે શું કરીશ ? એ મને સમજાતું નથી હા પાડુ કે ના પાડુ એમાં હું અટવાઈ ગયો છું. જો હા પાડું તો એની સાથે ન્યુયોર્ક જવાનું થઈ શકે તો તમને લોકોને છોડીને હું કઈ રીતે જઇ શકું ?અને જો તેને ના પાડુ તો એ કઈ કરી બેસે તો એની બીક લાગે છે “ - રાજુ

જો બેટા તું હા પાડે તો ન્યુ યોર્ક જવાનું થઇ શકે નહીં થશે જ એ વાત મનમાં બાંધી દેજે. તું આમારી ચિંતા ના કર.તું જીવનમાં આગળ વધ અમેરિકા જઈ આપણા સમાજનું આપણા હળવદનું આપણા દેશનું નામ આગળ વધાર એમાં અમે ખુશ થઈએ. ઘનશ્યામ કાકા એ કયું

પણ દીપુ આપણા રિવાજો સાથે અનુકૂળ થશે રાજુ એ પૂછ્યું

બેટા દીપુ બહુ સમજદાર છે બધી પરિસ્થિતિને સમજી શકે છે. તને પસંદ કરીને એને ખોટો નિર્ણય લીધો નથી. બાકી સમય સાથે આપણે બદલાવું જોઈએ, સમયની આગળ નહિ પણ સમયની સાથે ચાલવું જોઈએ . રાજુ તું હા પાડી દે બેટા દીપુ ને,ઘનશ્યામ કાકાએ એકદમ સહજતાથી રાજુ ને સમજાવતા કહ્યું.
ઠીક છે પપ્પા વિચારું છું રાજુએ કહ્યું

અને ઘરે ચાલ આજે તારી મમ્મીએ દાળ ઢોકળી બનાવી છે.
‘દાળ ઢોકળી” !!? દાળ ઢોકળી નું નામ સાંભળતા છે રાજુ ની આંખમાં કંઈક અલગ ચમક આવી ગઈ ચાલો તમે પહોંચો હું આવું છું .

જતાં જતાં ઘનશ્યામભાઇએ રાજુ ને પૂછ્યું અને દીપુ ને ક્યારે જવાબ આપીશું આજે કે કાલે?

વિચારું છું પપ્પા હજી મારા આપેલા પેલા બે દિવસ પૂરા નથી થયા .
*************************************************
હું અંદર આવી શકું? દીપુ લાલાના રૂમનો દરવાજો ખખડાવીને કહ્યું

અરે દીપુ બેન પૂછવાનું શું હોય એમાં આવો આવો. નિહારિકા એ કહ્યું.
લાલો ક્યાં? દીપુ ને પૂછ્યું
“એ બાથરૂમ માં છે .”

“સારું થયું કે એ અંદર છે. આ બધી લપમાં આપણે તો મુખ્ય વાત કરવાની જ ભૂલી ગયા.”દીપુ એ ગંભીરતાથી નિહારિકાને કહ્યું

શું મુખ્ય વાત ??!!દીપુ બેન
“કેમ રહ્યું બધું ?” દીપુ એ એક અલગ જ અંદાજમાં નિહારિકાને હાથ પર ટપલી મારતા પૂછ્યું
કેમ રહ્યું means તમે શું કહેવા માગો છો? નિહારિકા એને નિર્દોષ ભાવથી પૂછ્યું .
“અરે મારા ભાભી ફર્સ્ટ નાઈટ કેવી રહી”
શું દીપુ બેન તમે પણ
“મજા આવી”??? દીપુ આંખ મારતા પૂછ્યું
અરે...... નિહારિકા કઈ બોલે એ પહેલા લાલાએ બાથરૂમ નો દરવાજો ખોલ્યો અને બહાર આવ્યો.
હાસ બચી ગઇ નિહારિકા મનમાં બોલી

“તું ક્યારે આવી દીપુ” લાલા એ પૂછ્યું

બસ ભાઈ હમણાં જ આવી પણ તારો આવનો ટાઇમિંગ બઉ જ ખોટો હતો. દીપુ બોલી
હું સમજ્યો નઈ કાઈ.લાલો બોલ્યો
“અરે દીપુ બેન મજાક કરે છે તમારી સાથે બરાબર ને દીપુ બેન”? નિહારિકા એ વાત સાંભળતા કહ્યું.

“તમારી ટિકિટ બુક કરતી હતી .ટિકિટ ટું હનીમૂન.ફ્રોમ હળવદ ટુ ન્યુ યોર્ક.
તમે મને હવે તમારું શિડ્યુલ કહો એટલે હું ફાઈનલ ટીકીટ બુક કરાવી દઉં છું અને અત્યારથી કહી દઉં છું હું તમારી સાથે બધી જગ્યાએ નહીં આવું તમે બંને એકલા જ એન્જોય કરજો.”દીપુ એ લાલા અને નિહારિકા ને કહ્યું.

અરે એમ થોડી ચાલે તારે તો અમને મને ફરવા લઈ જવાના છે.
અમારી ઓલમોસ્ટ તૈયારી થઈ ગઈ છે ફઈબા અને ફુવા એક મહિનો તો હળવદમાં રહેવાના છે આપણે 15 દિવસ પછી ની ટિકિટ બુક કરી તો વાંધો ન આવે. બે દિવસ અમદાવાદમાં રહેશું થોડી ઘણી શોપિંગ કરવી છે અને નિહારિકા પણ એના ઘરે બધાને મળીલેને લાલા એ કહ્યું


લાલા ના બેડ પર નિહારિકા ની એકદમ સામે દીપુ પલાંઠી વાળીને બેઠી હતી

યાર આ દિવસો બહુ જલદી જતા રહ્યા એવું નથી લાગતું? કાશ રાજુ એ હા પાડી હોત તો જતા પહેલા તેના માટે અમદાવાદમાં ટોફેલ અને આઇલેટસ ના ક્લાસ જોઈન કરાવી દેત.
પંદર દિવસ મુજબ આપણે ગણીએ તો 25 તારીખની આપણી ફ્લાઇટ હોય . કાશ એ હા પાડી દે તો એટલિસ્ટ ગોળ તો ખવાય ને. દીપુ એ ખૂબ જ આશા થી કહ્યું
શું ગોળ હોળાષ્ટક માં ગોળ ખાવાતા હશે કંઇ લાલાએ દીપુ ને ટપલી મારતા કહ્યું
સાલા હરામી લાલીયા તમે બંનેએ હોળાષ્ટક માં લગ્ન કરી લીધા અને મને ગોળ ખાવાની ના પાડો છો. દીપુનું એવું બોલવાની સાથે જ ત્રણેય લોકો હસવા લાગ્યા.

અરે ચિંતા ના કર અમે તો ખાલી મજાક કરીએ છીએ. તું તમ તારે લગ્ન પણ કરી લેજે ને પણ જો રાજુ હા પાડે તો.

હા યાર કાલે રાજુ હા કે ના નો જવાબ આપવા આવશે ને. આજે એને મારા એક પણ કોલ રિસીવ ના કર્યાં કેમ આવું કરતો હશે તે ??

લાલો જવાબ આપે એ પહેલાં જ શેરીમાં રાજુના બુલેટ નો અવાજ આવ્યો અને દીપુ દોડીને તેને જોવા ગઈ.
રાજુ એ દીપુ ને જોઈ છતાં કંઇ બોલ્યો નહીં બંનેની નજરો મળી. દીપુએ પોતાના હાથ ઉંચો કર્યો અને બોલવા ગઈ રા.... પણ રાજુએ તેને કંઈ જ રીસપોન્સ આપ્યા વગર સીધો જ તેના ઘર નો દરવાજો ખોલી અંદર જતો રહ્યો
પ્રેમ ની સામે બધાય હથિયાર પરાશ થઈ જાય છે.

રાજુ ના આવા વર્તનથી દીપુ સાવ રોવા જેવી થઈ ગઈ

“આ તો વિરહની વેદના
પ્રેમ ની માયા
અને સમયની કસોટી”

દીપુ પાસે તેના રૂમમાં જઇ સુવા સિવાય કાંઈ જ વિકલ્પ ન હતો અને આશા હતી આવતીકાલે સવારે રાજુ હા પાડે .

પણ આ બાજુ રાજુના મનમાં કંઈક અલગ ચાલતું હતું
દીપુ માટે કંઈ નવી કસોટી રાજુએ ગોઠવી હતી.
ક્રમશઃ