પરમ ને મળી ને સાગર અને ચિંતન તે રૂમ ના એક ખૂણા માં બેસે છે... સાગર ચિંતન ને કહે છે,
સાગર : પરમ ખરેખર હિંમત રાખી ને બેઠો છે, પણ તેના મન માં તો અત્યારે ઘણું બધું મનોમંથન ચાલતું હશે... આજ થી પચીસ વર્ષ પહેલાં આજ ના દિવસે જ બધું થયું તે તેના મન માં આજ ફરી ફરી ઘટ્યાં રાખતું હશે... ભગવાન આવું શા માટે કરતો હશે...?!
ચિંતન : હા, ભાઈ પરમ પર શું વિતી હશે તે આપણે માત્ર અનુમાન જ લગાવી શકીએ છીએ.... બાકી સાચી તે જ જાણે... છતાં પણ આટલી હિંમત રાખી ને આજ પચીસ પચીસ વર્ષ થી બધું સાચવી ને બેઠો છે... અત્યારે પણ પોતાનાં મન માં ચાલતાં ચિંતન ને બાજુ પર રાખી ને પોતે એક દીકરા ની બધી ફરજો અદા કરે છે...
સાગર : હા, સાચી વાત છે... માત્ર તેર વર્ષ ની ઉંમરે ઘર ની અને નાની બહેન ની જવાબદારી પોતાના પર આવી ગઈ... હજુ તો રમતાં હોય છોકરાઓ આ ઉંમર સુધી તો...
-------------------------
*પચીસ વર્ષ પહેલાં*
--------------------------
રાત ના આઠ વાગ્યે અનિતા આન્ટી પરમ ને બોલવા માટે શેરી માં આવે છે...
અનિતા આન્ટી : પરમ, ચાલ હવે આઠ વાગે છે... જમવા માં મોડું થાય છે... અને પછી કંઈક વાંચી પણ લેજે... કાલ પરીક્ષા છે ને...!
પરમ : હા, આવું મમ્મી 2 મિનિટ માં....
મમ્મી ને જવાબ આપી ને પરમ સાગર ને કહે છે...
પરમ : તું પણ ચાલ મારા ઘરે, મમ્મી ને કહી જા કે, કાલ પરીક્ષા છે તો પરમ આજ રાત્રે મારા ઘરે આવશે વાંચવા માટે...
આ સાંભળી ને સાગર પણ પરમ ની સાથે તેના ઘરે આવે છે... અને અનિતા આન્ટી ને કહે છે...
સાગર : આન્ટી, આજ પરમ રાત્રે મારા ઘરે આવે..!? અમે સાથે પરીક્ષા ની તૈયારી કરીશું...
અનિતા આન્ટી : ના, સાગર આજ નહીં પરમ પછી કોઈક દિવસ આવશે... કાલ જે વિષય ની પરીક્ષા છે તે અઘરો વિષય છે... આજે નહિ.
સાગર : હા, આન્ટી વાંધો નહીં...
જમી ને બધાં સૂવાની તૈયારી કરતા હતા.. પરમ હજુ વાંચતો હતો... અનિતા આન્ટી પરમ પાસે આવી ને બેસી ને બોલ્યાં..
અનિતા આન્ટી : ચાલ હવે સૂઈ જા, આરામ પણ જરૂરી છે...
પરમ હા માં જવાબ આપી ને આન્ટી ની એક બાજુ સુવે છે.. બીજી બાજુ તેની નાની બહેન ખુશી સુવે છે... બંન્ને ભાઈ બહેન આન્ટી ને આલિંગન કરી ને સુવે છે... પરમ અનિતા આન્ટી ને કહે છે...
પરમ : મમ્મી આજ કેમ તે મને સાગર ના ઘરે ના જવા દીધો...?
અનિતા આન્ટી : ખાલી, તું ના હોય તો મને ના ગમે... અને ઘર માં કોઈક તો જોઈએ ને... મને અને ખુશી ને એકલી બીક લાગે...
પરમ : પપ્પા હોત તો તું મને જવા દેત...?
અનિતા આન્ટી : હા, તારા પપ્પા આજ હજાર હોત આપણી વચ્ચે તો હું જવા દેત...
અર્પણ અંકલ લગભગ 10 વર્ષ પેલા એક બસ અકસ્માત માં મુત્યુ પામ્યાં હતાં... ત્યાર થી આન્ટી એ બંન્ને બાળકો માટે માતા અને પિતા બંન્ને થઈ ને બધી ફરજો પૂરી કરી હતી.... અંકલ ના મુત્યુ સમયે... પરમ 2 વર્ષ નો હશે અને ખુશી 1 વર્ષ ની ભી ના હતી...
તે બધી વાતો મન માં યાદ કરતા કરતા અનિતા આન્ટી ને ક્યારે ઊંઘ આવી ગઈ તે ખબર જ ન રહી... થોડી વારમાં અનિતા આન્ટી ની આંખ ખુલી જાય છે... તેને તબિયત ઠીક નથી લાગતી પણ, તે કંઈ જ બોલ્યાં વગર બસ સુવા ની નાકામ કોશિશ કરી રહ્યા હતા... તેની તબિયત સારી થવાની બદલે થોડી વધુ બગડી રહી હતી... તે હજુ પણ છોકરાઓ ચિંતા કરશે તે વિચારી ને કશું બોલતા નથી, એટલા માં તેમને એક ઉલ્ટી થઈ તેના અવાજ ને હિસાબે બન્ને છોકરાઓ ઉઠી જાય છે... ખુશી તો આન્ટી ને જોઈ ને રડવા જ લાગી હતી... પરમ પણ આન્ટી ને આમ જોઈ ને જરા ચિંતા કરવા લાગે છે... તે ખુશી ને કહે છે..
પરમ : તું ફોન માંથી કાકા કાકી ને ફોન કર હું પાણી લઈ ને આવું છું...
ખુશી હા કહી ને ફોન માંથી કાકા ને ફોન કરી ને બધી વાત કરે છે... કાકા કાકી ત્યાં આવા માટે નીકળે છે... આ તરફ પરમ જલ્દી પાણી લઈ ને અનિતા આન્ટી ને પાણી પીવડાવવાની કોશિશ કરે છે... પણ આન્ટી પાણી નથી પીતા અને આંખ બંધ કરી દે છે... પરમ ને આ શું ચાલી રહ્યું હતું તેની કંઈ ખબર નથી પણ તે મન માં સમજી તો ગયો હતો કે તેની મમ્મી હવે કોઈ દિવસ આંખ નહીં ખોલે... એટલા માં તો કાકા કાકી ત્યાં પોહચી ગયા તે અનિતા આન્ટી ની આમ અચાનક વિદાઈ થી હેરાન હતા... કાકી બંન્ને છોકરાઓ ને લઈ ને બીજા રૂમ માં જાય છે... કાકા બધાં કુંટુંબ ના લોકો ને આ દુઃખદ ઘટના ની જાણ કરે છે... આ પરમ અને ખુશી ની આંખોં માંથી આંસુ બંધ થવાનું નામ નાતા લેતા... જ્યારે બંન્ને છોકરાઓ ને અંતિમ દર્શન કરવા માટે બોલાવવામાં આવે છે... ત્યારે પરમ અને ખુશી રડતા અને ધ્રૂજતાં તે રૂમ માં આવે છે... ખુશી આન્ટી ને જોઈ ને ડરી જાય છે વધારે રડવા લાગે છે... પરમ અનિતા આન્ટી ની બાજુમાં બેસી ને બોલે છે...
પરમ : મમ્મી તું સાચું કહેતી હતી આજ અઘરા વિષય ની પરીક્ષા છે મારી... મેં આ પરીક્ષા ની તૈયારી કરી જ ના હતી... હું આમાં પાસ નહીં થઈ શકું... તું સમજાવી તો જા આ વિષય નું તો તે મને કોઈ દિવસ કંઈ કીધું પણ નથી... તને ગમશે હું નાપાસ થઈશ તો...?! અને પપ્પા ના હોય તો તું મને બરે ના જવા દેતી એમ કહી ને કે તને ઘર માં બીક લાગે... પણ તારા અને પપ્પા બંન્ને વગર મને અને ખુશી ને બીક લાગશે એ યાદ ના આવ્યું તને...??!
આટલું બોલી ને પરમ અનિતા આન્ટી ને ભેટી ને રડતો હતો... તેની આવી વાતો સાંભળી ત્યાં રહેલાં બધાં ની આંખો માં આજ બાળકો ને માં ની વિખૂટા પડવાની પીડા છલકાઈ રહી હતી...
તે એક રાત માં પરમ માં રહેલ છોકરમત ને બધાં એ પીઢતા બદલતાં જોયું હતું... પોતાની અને ખુશી ની જવાબદારી લેતા જોયો હતો... તેને સમજ સાથે એક નવું જ ઉદાહરણ બનતા જોયા હતા...
---------------------------
આજ નો દિવસ
---------------------------
આજ અનિતા આન્ટી ની પચીસમી પુણ્યતિથિ હતી તેની પૂજા ચાલી રહી હતી... પરમ અને તેની પત્ની પૂજા બેઠા હતા... બાજુમાં ખુશી અને તેનો પતિ બેઠા હતા... બધાં આ બંન્ને ભાઈ બહેન ને જોઈ ને તે એક રાત ની યાદ માં ખોવાયેલા હતા...