A friend's hope in Gujarati Short Stories by Jahnvi books and stories PDF | મિત્રની એક આશ

The Author
Featured Books
Categories
Share

મિત્રની એક આશ

કોલેજમાં એક પ્રખ્યાત ત્રિપુટી હતી. જે દરેક કાર્યમાં માહિર હતી. આ ત્રિપુટીના નામ સુહાની, શિવાંગી અને સંશય હતાં. આ વાત ઈ.સ. ૧૯૭૯ની છે. આ ત્રિપુટી ના આવતાં પ્રાધ્યાપકો પણ કહેતા કે લ્યો આ આવી ગયાં. કોલેજના છેલ્લા દિવસે બધા મિત્રો છૂટા પડવાના હોવાથી એકબીજાને ભેટીને રડતાં હતાં. પરંતુ આ ત્રિપુટી બિલકુલ રડતી ન હતી. બધાને જોઈને આશ્ચર્ય પણ થયો. પણ તેઓ માનતા હતા કે આ છેલ્લી વાર થોડી મળીયે છીએ યાર હજુ તો જિંદગીના અંત સુધી મળતું રહેવાનું છે.

ઈ.સ. ૨૦૦૮માં સુહાનીના, ઈ.સ. ૨૦૧૦માં શિવાંગીના અને ઈ.સ. ૨૦૧૫માં સંશયના જીવનસાથી ગુજરી ગયા. એકવાર બન્યું એવું કે ઈ.સ. ૨૦૧૯માં આખી દુનિયામાં મહામારી ફાટી નીકળી. કોરોના નામના રોગ એ આખી દુનિયાને ઝપટમાં લઈ લીધી. આ રોગ એવો હતો કે તે નાના બાળકો અને પ્રૌઢ વ્યક્તિની જલ્દીથી લાગુ પડી જાય છે. પાછો રહ્યો પણ જીવલેણ રોગ. જેની કોઈ દવા કે રસી ઉપલબ્ધ નહીં. તેથી આ ત્રણેયના સંતાનોને પોતપોતાની ચિંતા થતી હતી. તેથી સુહાની, શિવાંગી અને સંશયના સંતાનો એ તેમને વૃદ્ધાવસ્થામાં મોકલી દીધા. આ ત્રિપુટી હવે ફરી મળવાની હતી. સમય જરૂરથી અલગ હતો પણ સ્થળ એક જ.

એકદિવસ બપોરે જમવામાં સ્થળે આ બધા અનાયાસે ભેગા થયા. તે દિવસે બધા સાથે જમીને હૉલની બહારના હિંડોળે ઝુલતા ઝુલતા પોતપોતાના જીવન વિશે વાત કરીને એકબીજાના હમદર્દી બને છે. ત્યારબાદ થોડી મજાક મસ્તી કરીને આરામ કરવા જાય છે. કહેવાય છે ને કે ઘણા વર્ષે મળેલો આનંદ બહુ લાંબો ટકતો નથી. થોડા દિવસ આ આનંદ ચાલે છે. રોજ સવારે બધા સાથે મળીને મંદિરે જાય છે ને આવીને સાથે નાસ્તો કરે છે ને એ જ રીતે બપોરે તથા રાત્રે જમવાનો કાર્યક્રમ ચાલતો રહે છે.

આશરે બે મહિના પછી એક આખો દિવસ શિવાંગી જોવા મળતી નથી. માટે સુહાની અને સંશય બંને શિવાંગીની તપાસ કરે છે. તેઓ હોલના બધા રૂમ ચકાસી લે છે પરંતુ શિવાંગી ક્યાંય મળતી નથી એટલે તે હોલના મુખ્ય વ્યક્તિને 'શિવાંગી ક્યાં છે?' તેમ પૂછે છે. હોલના મુખ્ય વ્યક્તિ ફાઈલ ખોલીને જોવ છે અને સુહાની અને સંશયને કહે છે કે તે આ હોલમાં છે જ નહીં. તે પરમદિવસે જ હોસ્પિટલમાં એડમિટ થઈ હતી. હોસ્પિટલનું નામ સાંભળતા જ તે બને ને એક પલ માટે આંચકો આવી જાય છે. અને બંને એકસાથે પૂછે છે કે 'શું થયું હતું એને ?' હોલનો જે મુખ્ય વ્યક્તિ છે તે એને કહે છે કે 'તેને કોરોના થયો છે.' હોલના મુખ્ય વ્યક્તિ પાસેથી હોસ્પિટલની વિગતો લઈને તેઓ શિવાંગી પાસે જવાનો પ્રયત્ન કરે છે. પરંતુ હોસ્પિટલમાં તેનાં રૂમ સુધી પણ તે જવા દેતા નથી. છતાંય તેઓ હોસ્પિટલમાં જ નીચે દિવસ - રાત રહીને શિવાંગીની સેવા; સેવા તો મિત્રતામાં શું? મદદ કરે છે, એવું જ કહેવું જોઈએ. રોજ સવારે સારો કંઇક ચા - નાસ્તો, બપોરનું અને રાતનું જમવાનું બધું ઉપર શિવાંગી પાસે મોકલાવે છે. સંશય પોતાના પ્રોવિડન્ટ ફંડ વેચીને ૨ મોબાઈલ ખરીદે છે. એક તેની અને સુહાનીની વચ્ચે રાખે છે અને એક શિવાંગીને મોકલે છે. પછી રોજ તેને વિડિયો કોલ કરીને તેના હાલચાલ પૂછે છે.

આમ ૧૫-૧૬ દિવસ ચાલ્યા કરે છે. ૧૭મો દિવસ ઉગે છે અને શિવાંગી નિરાશ થાય છે. તે હિંમત છોડી દે છે હિંમતની સાથે ખાવા પીવાનું પણ છોડી દે છે. આખો દિવસ આવું ચાલ્યા કરે છે. ૧૮માં દિવસે ડોક્ટર પણ કહી દે છે કે હવે કંઇપણ કહેવું મુશ્કેલ છે. શિવાંગી આટલી બીમાર હોય છે પણ તેના સંતાનો કોઈ જ મદદ કરવા નથી માંગતા. તેમને કોઈ જ ચિંતા નથી હોતી. શિવાંગી મોતના ઘાટમાં પડે છે. બધા જ શિવાંગીના ઠીક થવાની આશા છોડી દે છે પરંતુ સુહાનીને એકને જ આશા રાખે છે અને સંશયને પણ હિંમત આપે છે.

૨૨મો દિવસ આવે છે. સુહાનીની આશા પણ તૂટવા જઈ રહી હતી, તે નજીકના મંદિરમાં જઈને શિવાંગી માટે પ્રાર્થના કરે છે. ૨૦ મિનિટ સતત રડે છે, થાકીને હોસ્પિટલ ફરે છે. સાંજ પડે છે અને ડોક્ટર સુહાની અને સંશયને પોતાની કેબિનમાં બોલાવે છે. ડોક્ટર કહે છે, 'હવે તમે શિવાંગીને ઘેર લઈ જઈ શકો છો.' આ સાંભળતા જ સુહાની અને સંશયને આશ્ચર્ય થાય છે. તે બંને એકબીજાની સામે જોયા કરે છે. ત્યાં ફરી ડોક્ટર કહે છે 'she is well now.' બંને જલ્દી - જલ્દી શિવાંગી ને મળવા જાય છે અને હોસ્પિટલની વિધિ પૂર્ણ કરીને ફરીથી વૃદ્ધાશ્રમ જાય છે અને દોસ્તી નિભાવતાં જાય છે.