આ એ સમયની વાત છે જ્યારે ભાવનગરની ગાદી પર મહારાજ તખ્તસિંહજી ગોહિલ હતા
ગાફ ગામમાં ચુડાસમા ઠાકોરને ત્યાં શુભ પ્રસંગ હતો એટલે બધા રાજવીઓને આમંત્રણ હતું, આ આમંત્રણમાં ભાવનગર મહારાજ તખ્તસિંહજી બાપુ પણ આવવાના હતા
આ વાત ગામની ગરીબ દરજીની દીકરીને ખબર પડી એ ભાવનગરની હતી અને એનું સાસરું ગાફ ગામમાં હતું
એને આ વાત જ્યારે ખબર પડી કે મારો બાપ આવવાનો છે ભાવેણાનો ધણી એને ઘણો હરખ થયો અને એની નણંદ ,જેઠાણી,દેરાણી અને સાસુને બધાને કહી દીધું "મારો બાપ આવવાનો છે ભાવેણાનો ધણી, અમારા બાપુ બધા રાજાથી મોટા છે"
હરખમાને હરખમાને એને પોરોહ નથી સમાતો
એ દી પણ આવી ગયો, બધા ચાલ્યા રાજવીઓના સામૈયા કરવા હેલ ભરીને, પછી ધીરે ધીરે બધા રાજવીઓ આવવા મંડ્યા હાથીની અને ઘોડાની સવારી પર અને આવ્યા ભાવનગર મહારાજ તખ્તસિંહજી બાપુ હાથીની અંબાણી પર એય સાદા વસ્ત્રોમાં (કારણકે મહારાજ બાપુને હણગાર સજવો ગમતો નય એ એમ માનતા રાજા અને પ્રજામાં શું ફરક રાખવો)
તરત જ એ દીકરીની નણંદે પુછ્યું "બતાવ આમા તારો બાપ કોણ"
દીકરીએ કહ્યું "મોટી અંબાણી પર સવાર છે મારા બાપુ તખ્તસિંહજી"
તરત એની નણંદે મેણુ માર્યું " આ કેવો રાજવી સિપાહીનાં વસ્ત્રો ધારણ કરીને આવ્યો છે અને આવો કંઈ હોતો હશે ભાવનગર શહેરનો રાજા"
આ મેણુ દીકરીને ના ગમ્યું અને એ ત્યાં જ ઉભી રહી ગઈ
ત્યાં ભાવેણાનાં દીવાન આવ્યા એ કંઈક કામથી પાછળ રહી ગયા હતા દીકરીને તેમને જોઈને કહ્યુ " જય માતાજી બાપુ"
દિવાન ઉભા રહી ગયા અને "જય માતાજી!! તે મને બાપુ કહ્યું તું ભાવનગરની લાગે છો"
આ સાંભળવા તા દીકરીથી રૂંગુ નીકળી ગયું એટલે દિવાન બોલ્યા "શું વાત છે દીકરી, ક્યું દુખ છે મને કે તો ખરા, હું ભાવનગરનો દિવાન તારું દુખ ભાંગી નાંખીશ આ ભાવનગર નાં દિવાનનુ વચન છે "
દીકરી " કઈ દુખ નથી બાપુ"
દિવાનજી " દિકરી મારી સામે ખોટું બોલીશ સાચું કે નકર તને માઁ ભવાનીનાં સોગન"
દીકરી " બાપુ ! ભાવનગરનાં ધણીએ ભાવનગરને શોભે એવો શણગાર નતો કર્યો એટલે મારી નણંદે મને મેણુ માર્યું કે આને ભાવનગરનાં મહારાજ કેવાય જે સિપાહીનાં વસ્ત્રો ધારણ કરીને આવ્યો છે"
દિવાનજી " ઓહ એમ વાત છે"
દીકરી "બાપુ જોજો હો મારી નણંદને સજાનો આપતા મારે આખી જિંદગી સાસરીયામાં રહેવાનું છે "
દિવાનજી " અરે દિકરી ભાવનગર કોઈને સજા નો કરે, કાલ આવી જજે તારી નણંદને લઈને બાપુનાં ઓવારણા લેવા"
દિવાનજી એ રાતે જઈને બાપુને કહ્યું "કાલ તમારે ભાવનગરને શોભે એવો શણગાર કરવો પડશે"
બાપુ "કેમ દિવાનજી ! હું તો કાળીયા ઠાકોરનો ચાકર છું, એની ઈચ્છાથી રાજ કરું છું અને મારે બધાય સરખા છે શું રાજાને શું પ્રજા? "
દિવાનજી "ના બાપુ ! તમારે ભાવનગરને શોભે એવો શણગાર કરવો જ પડશે"
બાપુ " કેમ દિવાનજી આમ અચાનક તમે આવું ક્યો છો , ખુલીને વાત તો કરો"
દિવાનજી " બાપુ આપણી ભાવનગરની ગરીબ દરજીની દીકરી ગાફમાં સાસરીયે છે, તમે ભાવનગરને શોભે એવો શણગાર નતો કર્યો એટલે એનાં સાસરીયાએ એને મેણાં બોલ્યા કે તારો બાપુ આવો હોય સિપાઇ જેવો દેખાય એવો"
બાપુ " ઓહ એમ , દિવાનજી આપણે પાદર કેટલા છે"
દિવાનજી " અઢારસો"
બાપુ " તો મંગાવો અઢાર શેર સોનું ભાવેણાનો ધણી શણગાર કરશે"
રાતોરાત ભાવનગરે ઘોડા દોડાવ્યા અને અઢાર શેર સોનાનાં ઘરેણાં મંગાવવામાં આવ્યા
અને બાપુ તખ્તસિંહજીએ શણગાર કર્યો દેખાય કેવા જાણે સ્વર્ગનો રાજા સ્વર્ગથી ઉતરી આવ્યો હોય
સવાર પડ્યું અને બધી દીકરીયુ બાપુનાં ઓવારણા લેવા આવી
એક પછી એક પછી જ્યારે ભાવનગરની દીકરી ઓવારણા લેવા આવી ત્યારે દિવાનજીએ બાપુનો ખભો દબાવ્યો એટલે બાપુ સમજી ગયા આ એ જ દિકરી
દીકરીએ બાપુનાં ઓવારણા લેવા ખોણો પાથર્યો એટલે બાપુ બોલ્યા " થોડી વાર એમ જ પાથરી રાખજે ખોણો દિકરી"
બાપુ તરત ઉભા થયા અને સટાક સટાક પગ ભરતા દિકરી આગળ વધ્યા ત્યાં દિકરી ડરી ગયી ક્યાંક બાપુ સજા આપશે તો પણ બાપુએ ખોણામા એક પછી એક અંગે પહેરેલું અઢાર શેર સોનું આપી દીધું અને બોલ્યા
બાપુ " તું ભાવનગર દિકરી એટલે તું મારીય દિકરી થાય, તને સાસરીયે વળાવી ત્યારે હું કંઈ આપી નતો શક્યો એટલે આજ આપું છું "
દીકરીનાં સાસરીયે મેણાં બંધ કરાવવા બાપુએ અઢાર શેર સોનું આપી દીધું હતું
આ હતા ભાવેણાનાં ઠાકોર તખ્તસિંહજી ગોહિલ