April full in Gujarati Short Stories by Tru... books and stories PDF | એપ્રિલ ફૂલ

The Author
Featured Books
Categories
Share

એપ્રિલ ફૂલ

એપ્રિલ ફૂલ એટલે કોઈ જોડે ગમ્મત કરવાનો અધિકાર આપતો દિવસ.એપ્રિલ મહિનાની પહેલી તારીખ નાના હતા ત્યારે ખૂબ ખાસ લાગતી.ઓય જો તારી પાછળ ગરોળી,તારી પાછળ સાપ,તને તારા મમ્મી બોલાવે,તને પેલા આન્ટી બોલાવે ને પછી એપ્રિલ ફૂલ ની ચીસો સાથે જોર થી તાળીઓ પડી હસવાનું...
આજે સવાર ની તારીખ જોઈ ને હોટેલના દિવસોની પણ યાદ આવી ગઈ હતી.બધા મિત્રો ભેગા મળી કૉલેજ ના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને એપ્રિલ ફૂલ બનાવવાની યોજના ઘડતા.ખૂબ હસતા - હસાવતા અને મજા કરતા.બધું યાદ કરતા કરતા મન થોડું ભરાઈ પણ આવ્યું. જાને કહાં ગયે વો દિન.ત્યાં તો શાળાએ જવાનો સમય થઈ ગયો અને હું તૈયાર થઈ ને શાળા એ જવા નીકળી પણ મન તો એપ્રિલ ફૂલ ના એ મજાક મસ્તીમાં જાણે અટવાયેલું હતું.અને ફરી એ જીવવા માંગતું હતું.
આજ ના દિવસે કંઇક એપ્રિલ ફૂલ ની ટીખળ તો કરવી જોઈએ અને એના માટે કોઈ યોજના વિચારતી જ હતી ત્યાં આચાર્ય સાહેબે એક બહેન શ્રી ને પોતાનું રજિસ્ટર લઈ ને ઓફિસમાં બોલાવ્યા અને મારા મગજમાં એક આઈડિયા આવ્યો.અધીરાઈ થી એ આઇડિયાને અમલમાં મૂકવાના યોગ્ય સમય ની હું રાહ જોતી હતી.શાળાની રિશેસ પૂર્ણ થઈ અને મારી યોજના ની શરૂઆત થઈ.
હું મારું રજિસ્ટર લઈ ને લગભગ મોટાભાગ ના સ્ટાફ મિત્રો નું ધ્યાન મારી તરફ ખેંચતી આચાર્ય ના ઓફિસ તરફ ગઈ.એકાદ બે સહશિક્ષિકા બહેનો એ તો પૂછી પણ લીધું ક્યાં જાય છે?જવાબ માં "સાહેબ બોલાવે છે આવી ને કહું' કહેતા હું ચાલી નીકળી.અને પછી થોડીકવાર ઓફિસ સામે ઊભી રહી ને સાહેબના ઓફિસના દરવાજે થી જ પાછી વળી ગઈ. મારા ક્લાસમાં જતાં જતાં બધાને કહ્યું,સાહેબ બધાને રજિસ્ટર લઈને ઓફીસ માં બોલાવે છે.સાહેબ થોડા ગરમ છે તો બધા ક્લાસમાં છોકરાઓ ને થોડું વર્ગકાર્ય આપી ઓફિસમાં ભેગા થવું.જોકે અમારા સાહેબ હકીકતમાં થોડા ગરમ મિજાજના તો હતા જ. બધા ફટાફટ છોકરાઓને વર્ગકામ આપી રજિસ્ટર લઈને ઓફિસ તરફ ગયા. મને તો મનમાં ને મનમાં ખૂબ જ હસવું આવતું હતું.બધા ને કેવા એપ્રિલ ફૂલ બનાવ્યા. બધા પાછા આવશે એટલે મજા આવી જશે.હું બધાના ક્લાસરૂમ માં ગઈ ને બોર્ડ પર એપ્રિલ ફૂલ લખી આવી અને બધા ની રાહ જોવા લાગી.રજિસ્ટર લઈને બધા એક સાથે ઓફિસમાં ઊભા રહ્યા.સાહેબે બધા સામે જોયું અને પૂછ્યું,કેમ બધા એક સાથે અહી આવ્યા છો?શું કામ છે?બધામાંથી એકે કહ્યું તમે એમને બોલાવ્યતા સાહેબ,અમને તો તૃપ્તિબેન ને કીધું કે સાહેબ બોલાવે છે.સાહેબે કહ્યું,"મે તો કોઈ ને નથી બોલાવ્યા.રામભાઇ તૃપ્તિબેન ને બોલાવો.અને રામભાઇ મને બોલવા આવ્યા.હવે તો મનમાં હસવાને બદલે સાહેબ ની બીક લાગતી હતી.હું તો સાહેબ સામે ઉભી રહી ને બોલી,સાહેબ તમે બોલાવી.સાહેબ તો ખૂબ ગુસ્સામાં લાગતા હતા એમને કડક શબ્દોમાં પૂછ્યું,તૃપ્તિબેન આ બધું શું છે?તમે આ લોકો ને વર્ગ છોડી અહી આવવાનું કહ્યું.સાહેબ ને ગરમ જોઈ મારું તો ગળું સુકાવા લાગ્યું.શબ્દો અંદર જ અટકી ગયા. મન માં તો વિચારો ઉમટ્યા આતો હસવામાં થી ખસવા જેવું થયું.હવે તો સાહેબ બધા સામે કચરો કરશે.બને તેટલી હિંમત કરી મે કહ્યું,સાહેબ આજે 1તારીખ છે ને એપ્રિલ મહિનાની તો સોરી બધા ને એપ્રિલ ફૂલ.....ત્યાં તો સાહેબ હસવા લાગ્યા એપ્રિલ ફૂલ બધા બન્યા અને તમે પણ..(સાહેબ સમજી ગયા હતા અને ગુસ્સે થવાનું નાટક કરતા હતા.મારા તો જીવ માં જીવ આવ્યો અને બધા સાથે ખૂબ હસ્યા એપ્રિલ ફૂલ .......અને બધા બન્યા પણ ખરા એપ્રિલ ફૂલ.
ખરેખર એપ્રિલ મહિના ની અને એપ્રિલ ફૂલની એક સરસ યાદ આજના દિવસે જીવનમાં જોડાઈ ગઈ...