એક પૂનમની રાત
પ્રકરણ-97
રૂબી ભંવરને પોતાનાં કુટુંબ અંગે અને ભૂતકાળ અંગે બતાવી રહી હતી. રૂબીનું કુટુંબ મધ્યમવર્ગીય અને પિતા કસ્ટમની વસ્તુઓ વેચનાર વેપારી ચંદ્રકાન્ત ભાઉનાં બ્યુટી એન્ડ ગીફ્ટનાં સ્ટોર્સમાં કામ કરતાં એમણે સુનિતા નામની મરાઠી બાઇ સાથે નજર લડી જતાં લગ્ન કરેલાં. બંન્ને સંસાર સારો ચાલી રહેલો એમની બે દિકરીઓ રૂબી અને નેન્સી એક પુત્ર જયોર્જ. બધાં છોકરાઓ પુખ્ત થઇ ગયાં હતાં. એમાંય નેન્સી નમણી અને રૂપાળી હતી ખૂબ દેખાવડી રૂબી એનાંથી થોડી ઉતરતી પણ કોઇનેય મોહી શકે એવું દેહ લાલીત્ય હતું એ થોડી બોલ્ડ અને ખૂલ્લા વિચારની હતી. જ્યોર્જ બારમાં નોકરી કરતો હતો એમાં એને પ્રેમિલા નામની બારગર્લ સાથે પ્રેમ થઇ જતાં લગ્ન કરી લે છે.
એજ બારમાં નેલ્સન કામ કરતો હોય છે એ મેનેજર કેડરનો કર્મચારી હોય છે એકવાર જ્યોર્જ સામે નેન્સી આવી હોય છે અને નેલ્સન એને દીલ આપી બેસે છે. બંન્નેનાં પરીચય આગળ વધે છે અને નેલ્સન નેન્સી પણ પરણી જાય છે.
રૂબી બોલ્ડ એન્ડ બ્યુટીફુલ હતી એને એનાં પાપાનાં બોસ ચંદ્રકાન્ત ભાઉએ જોઇ હતી એમણે જોસેફને કહ્યું જોસેફ તારી દીકરી સ્ટોર્સમાં નહીં કોઇ મોટી ઓફીસમાં કામ કરી શકે એટલી કાબેલ છે. ઇંગ્લીશ સારુ જાણે છે અને ઘણી સ્માર્ટ છે તું એકવાર મારી સાથે એને મોકલ હું એને કસ્ટમનાં સર સાથે મુલાકાત કરાવી લઇશ એની જીંદગી બનાવી દઇશ. રૂબી ભંવરને આ બધી હકીક્ત કહી ચૂકી હતી.
એણે ભંવરનાં પ્રશ્નનાં જવાબ આપતાં કહ્યું ચંદ્રકાન્ત ભાઉ મારાંથી લગભગ ડબલ ઊંમરનો હતો એણે એ દિવસે સફેદ પેન્ટ સફેદ શર્ટ સફેદ શુઝ પહરેલાં ગોગલ્સ ચઢાવીને મને એની કારમાં લઇને નીકળ્યો હતો અને પોર્ટ પર આવ્યાં ત્યાં એણે કોઇને ફોન કર્યો પછી મને કહે હું અહીંના બોસ સાથે તારી મુલાકાત કરાવું છું તારી જીંદગી બની જશે પણ પછી અમને ભૂલી ના જતી.
મેં કીધેલુ શેઠ હું તો તમારી દીકરી જેવી છું મારું કંઇ કામ થાય તમને થોડી ભૂલું ? તમારો ઉપકાર કદી નહીં ભૂલું ત્યાં મેકવાન સર આવેલા એમણે મને માથેથી પગ સુધી જોઇ પછી પૂછ્યું ઇંગ્લીંશ આવડે છે ? લખતા વાંચતા બોલતાં ? મેં એમને કહ્યું સર ઇંગ્લીશ મીડીયમમાં ભણી છું અને ગ્રેજ્યુએટ થઇ છું બધુ એકદમ ફ્લુયઅન્ટ આવડે છે મેકવાન સરે હસતાં હસતાં કહ્યું ભાઉ કાલે એને ઓફીસ મોકલી દેજે બાકીનો ઇન્ટરવ્યુ ઓફીસમાં લઇ લઇશ અત્યારે મારે અરજન્ટ મીટીંગ છે અને અહીનું કામ થોડું સમજાવી દેજો પછી આંખ મારીને મેકવાન સર જતાં રહેલાં.
ચંદ્રકાન્ત ભાઊ ત્યાંથી મને એક શીપ પર લઇ ગયાં ત્યાં બધો માલ ઉતરતો હતો ત્યાં થોડી વાતચીત કરીને અંદર ફલોર પર લઇ ગયાં ત્યાં બાર હતો ત્યાંથી એમણે વાઇનની બોટલ લીધી મને બીયરની બોટલ આપી અને સીધી બોટલ જ એમણે મોંઢે લગાવી પીવા માંડ્યા. મને થોડો સમય સમજાયુ નહીં કેવી રીતે પીઉં ? મેં વાઇન બીયર ઘણો પીધો હતો પણ આમ બોટલથી... મેં પણ સીધી બોટલ મોઢે માંડી અને પીવા માંડી...
ચંદ્રકાન્તભાઉને એમ કે મને શરમ આવશે પણ મેં બિન્દાસ બીયર પી લીધી પછી કીધુ ભાઉ વાઇન ચખાડોને....
રૂબી આ બધુ કહેતાં ભંવરનાં ચહેરાનો અભ્યાસ કરી રહી હતી એણે માર્ક કર્યું કે ભંવરને ઇર્ષ્યા અને ગુસ્સો આવી રહેલો પણ ચૂપ હતો. રૂબીએ એનો અને ભંવરનો પેગ બનાવ્યો અને ચીયર્સ કરી ભંવરને આપ્યો.
પેગની સીપ લઇને ભંવરે કહ્યું પછી.. તેં એનો જૂઠો એંઠો વાઇન પીધો ? રૂબીને ભંવરનો ગુસ્સો અને ઇર્ષ્યા ગમ્યાં એણે હસતાં હસતાં કહ્યું ભંવર ડોન્ટ બી જેલસ આ બધુ જૂની વાત છે એ બધી વાઇન પી જ ગયેલો. ડાર્લીંગ મારે એની પાસેથી કામ કઢાવવાનું હતું. કેમ ભૂલે છે ? પણ એતો ટુન થઇ ગયેલો... એણે મને કહ્યું અંદર જોરદાર શ્યુટ છે ચલ બતાવું. એમ કહીને શીપની અંદર શ્યુટમાં લઇ ગયો. ઓહો હો કેવો જોરદાર અને સુંદર શ્યુટ બધીજ વ્યવસ્થા અને ગ્લાસની બારીમાંથી ભૂરો સમુંદર દેખાય વાહ હૂં તો ખુશ થઇ ગઇ. ભાઉને તો શ્યુટ અનેકવાર જોયો હશે એમને શ્યુટ કે સમુંદરમાં રસ નહોતો એમને મારી જવાનીમાં રસ હતો.એમણે મારી જોબ પાકી કરાવી દીધી મારું કામ કરેલું એનું વળતર જોઇતું હતું. હું તો સમજી ગઇ હતી મેં ક્યાંય સુધી એને નચાવ્યા કર્યો પણ એ ભાઉ બહુ શાતીર હતો એણે રીતસર મારી ઉપર તરાપ મારી અને મને પકડી લીધી અને શ્યુટનાં બેડ પર નાંખી દીધી મેં બૂમો પાડી ભાઉ શું કરો છો ? તમે તો પણ એ કાંઇ સાંભળવા જ તૈયાર નહોતાં એમનાં શીરે કામના વાસનાનું ભૂત ચઢેલું કોઇપણ રીતે મને ભોગવવાનાં મૂડમાં હતો ભાઉ એણે મને જોરથી પકડી મેં કીધું. ભાઉ હું તમારાં હાથ જોડું છું મને છોડી દો તમે મારાં પાપાનાં મિત્ર છો બોસ છો હું હજી ઘણી નાની છું તમે જોબ અપાવી છે બદલામાં તમારું બીજુ કોઇપણ કામ કરીશ પણ મારી ઇજ્જત નાં લૂટો પ્લીઝ મેં હાથ જોડેલો. ખબર નહીં શું થયું એણે મને છોડી દીધી મને કહ્યું. આવતા મહીને એક એસાઇમેન્ટ આવે છે એમાંથી ઘણી વસ્તો કાઢી લેવાની છે કોઇને નજરમાં ના આવે એમ એટલું કર્યું તો હું ફરી તને હેરાન નહી5 કરુ મેં પ્રોમીસ કર્યું અને એ શીપ છોડી જતો રહ્યો.
ભંવરનો ચહેરો હવે હાંશ અનુભવી રહેલો રૂબી એની પત્ની નહોતી છતાં લગાવ એવો થઇ ગયો હતો કે એનો કોઇ કાળો ભૂતકાળ સાંભળવા નહોતો માંગતો રૂબીએ કહ્યું ભંવર હું તારાં માટે એ સમયે બચી ગઇ હતી એમ કહી ભંવરને ચૂમી ભરી લીધી અને પેગની સીપ પીતાં પીતાં જે સાચે જ થયેલું એ યાદ કરવા લાગી….....
ચંદ્રકાન્તભાઉએ એને પકડી પછી એજ એમને સમર્પિત થઇ ગઇ હતી અને ભાઉને ચૂસ્ત ચુંબન કરી થેંક્સ કીધુ હતું અને સામેથી ભાઉને વાસના ભોગવવા આમંત્રણી આપી દીધું ભાઉને એજ જોઇતું હતું એમણે રૂબીનાં બધાંજ વસ્ત્ર કાઢી નાંખ્યા અને પોતાનાં પણ દૂર કર્યા. રૂબીનાં હોઠ પર એમણે હોઠ મૂકી ચૂસ્યા કર્યું અને વચ્ચે વચ્ચે વાઇન બંન્ને જણાં પીતાં રહ્યાં.
ક્યાંય સુધી મસ્તી કરતાં રહ્યાં અને ભાઉએ રૂબીને ભોગવવાની ચાલુ કરી ક્યાંય સુધી બંન્ને જણાં પ્રેમ કરતાં રહ્યાં અને અંતે રૂબીની જુવાની લૂંટાઇ ગઇ અને ભાઉની હવસ સંતોષાઇ ગઇ પછી ભાઉએ કહ્યુ કાલે તારી નોકરી પાકી.. રૂબીએ વસ્ત્રો પહેરતાં કહ્યુ ભાઉ થેંક્સ. ભાઉએ કહ્યું ઇસમેં થેંકસ ક્યા ? ઐસે આતે રહેના અબ તેરા ખયાલ મૈં ઔર મેકવાન દોનો રખેંગે એમ કહેતાં કહેતાં બહાર નીકળી ગયાં.
બહુ યાદ આવી ગયાં પછી રૂબીનાં હોઠ પર ઝેરી સ્માઇલ આવી ગયુ અને ભંવરની સામે જોવા લાગી પછી બોલી મેકવાન સરની હાથ નીચે હું નોકરી કરવા લાગી પછી તું આવ્યો તને જોયા પછી હું રહીના શકી એવું ચક્કર ચલાવ્યું કે મેકવાન કલકત્તા ગયો અને તું ચીફ થઇ ગયો. બસ તારામાં જે છે એ કોઇનામાં નથી રૂબી જાણે બધાં અનુભવોનો નિચોડ કહી રહી હતી.
ભંવરસિહે કહ્યું પણ તારી બહેન-બનેવી ભાઇ ભાભી બધાં ? રૂબીએ કહ્યું મેં તને કહ્યું ને મારી ભાભી પ્રેમિલા મારી બહેન અને બનેવીનાં જીવનમાં વધુ ઇન્ટરફીયર કરતી હતી મારો બનેવી નેલસન મોટાં ભાગે મારાં ઘરેજ પડ્યો રહેતો એનું હાફપેન્ટ પહેરી સીગરેટ ફૂંક્યા કરતો કે બીયર પીધાં કરતો નેન્સી ભોળી અને ઢીલી હતી અને પ્રેમિલા એનાં પર કાબૂ કરવા જતી હતી.
મારાંથી ના રહેવાયું મેં પ્રેમિલાને કહ્યું એય તું બહારથી આવી છું તારી હદમાં રહે. નેન્સીની લાઇફમાં વધારે ઇન્ટરફીયર ના થા. એ સાદી છે પહેલેથી જ તારાં જેવી ચાલાક નથી નેલ્સનને ચઢાવ્યા ના કર તારો એની સાથે શું સંબંધ છે ? જો નેન્સી નેલ્સલનું કંઇ થયું તો તું જવાબદાર રહીશ એ લોકો જેમ જીવે છે એમ જીવવા દે તું તારું સંભાળ બારમાં જઇને નાંચ્યાં કર અહીં બધાને નચાવવાનો પ્રયાસ ના કરીશ અને એ દિવસથી પ્રેમિલા મારી દુશ્મન બની ગઇ.
નેન્સીને હેરાનગતિ કરતી હતી મારાંથી સહન થતું નહોતું અને હું ઓફીસથી એકદિવસ વહેલી આવી અને મે મારી આંખે જોયું જે દ્રશ્ય પછી તો...
વધુ આવતા અંકે - પ્રકરણ - 98