મારી કવિતાઓ ને પ્રેમ આપવા બદલ આભાર. હવે રજૂ કરું છુ અમુક નવી રચનાઓ એ આશા સાથે કે સૌને ગમશે.
*છુપાયેલ છે.....*
બેફિકરી માં પણ ફિકર છુપાયેલ છે,
એની ઢળેલી પાંપણ માં ઝીકર છુપાયેલ છે.......
અનંત માં પણ અંત છુપાયેલ છે,
એના પ્રેમ માટે તો સમય પણ રોકાયેલ છે.....
અકારણ માં પણ કારણ છુપાયેલ છે,
પગરવ માં પણ એના પ્રેમ સ્વર ગવાયેલ છે.....
વાદળ માં પણ ભેજ છુપાયેલ છે,
આંખો માં પણ એના વીજ ઢંકાયેલ છે.....
રાહત માં પણ આહત છુપાયેલ છે,
વણ બોલે પણ એને પ્રેમ જણાયેલ છે.....
અભિમાન માં પણ માન છુપાયેલ છે,
આતમ માં એના જગનો પ્રેમ સમાયેલ છે.....
વિરહ માં પણ પ્રેમ છુપાયેલ છે,
એના પ્રેમ માં જ તો ગઝલ બંધાયેલ છે.....
- અઝીઝ
* આવશે.....*
જે દિવસે મહેફિલ અમારી હશે,
એ દિવસે ભગવાન પણ આવશે,
અને આવશે એના ભગત પણ......
વાદળ આવશે અને આવશે પ્રેમ નો વરસાદ પણ,
જે દિવસે પ્રેમ ની કૂંપણ ફૂટશે,
એ દિવસે મહેકશે આખી સૃષ્ટિ
અને ફેલાવશે પ્રેમ સુગંધ પણ.....
ભરતી આવશે તો આવશે હવે ઓટ પણ,
જે દિવસે પહોંચશે પ્રેમ ચરમસીમાએ,
એ દિવસે દરિયો પણ જુમશે,
અને જુમશે આખો મહાસાગર પણ.....
પાનખર આવશે તો આવશે પછી વસંત પણ,
જે દિવસે અનંત ના પ્રેમીઓ નું મિલન થશે,
એ દિવસે કળીઓ પણ ખીલશે,
અને ખીલશે આખી કુદરત પણ......
રાધા આવશે તો આવશે એનો કૃષ્ણ પણ,
જે દિવસે મળશે રાધા કૃષ્ણ,
એ દિવસે ગવાશે પ્રેમ રાગ,
અને રમાશે પ્રેમ રાસ પણ.....
- અઝીઝ
*તારે જોઈએ તે બધું તને જીવનમાં મળે.....*
જીવન મા તારા લક્ષ્મી ના પગલા પડે,
ખુશીઓ બધી જ તને આવી હૈયે મળે,
જન્મદિવસ ની એવી તને આશિષ મળે,
તારે જોઈએ તે બધું તને જીવનમાં મળે.....
નાનકડી જિંદગી મા સન્માન મળે,
ભોમિયા ના કદી તને રસ્તે નડે,
રાહી છે તુજ તને મંઝિલ મળે,
તારે જોઈએ તે બધું તને જીવનમાં મળે.....
જીવન મા પ્રગતિ ની રફતાર મળે,
આ પ્રગતિ હરખ ના રંગો ભરે,
તુ દુનિયાની રંગત ને ભાખી પડે,
તારે જોઈએ તે બધું તને જીવન માં મળે.....
હૈયે થી મારા તને શુભકામનાઓ મળે,
તુ જીવન મા સિંહણ ની જેમ જ રહે,
દોસ્તી ની આ નદી સદા વહેતી રહે,
તારે જોઈએ તે બધું તને જીવન માં મળે.....
- અઝીઝ
*કેમ કરી કહેવાશે તુજને, થયો તારાથી પ્રેમ મુજને.....*
આંખો ના શમણાં માં, સ્થાન આપ્યું તુજને,
હૃદય ના ધબકારા નો, ધણી બન્યો તુજને,
કેમ કરી કહેવાશે તુજને, થયો તારાથી પ્રેમ મુજને.....
આ નવી લાગણીઓ નું, તારણ તું પૂછને,
આ ઢળતી મારી આંખોનું, કારણ તું પૂછને,
કેમ કરી કહેવાશે તુજને, થયો તારાથી પ્રેમ મુજને.....
સર્વસ્વ મારુ હવે હું, અર્પણ કરું છું તુજને,
જો જાણ થાય તને, તો કહેજે જરા મુજને,
કેમ કરી કહેવાશે તુજને, થયો તારાથી પ્રેમ મુજને.....
આ પ્રેમ ઘેલી નો હવે, મારગ છે તુજને,
આ પ્રેમ ઘેલી નો બન્યો, પ્રેમ હવે તુજને,
કેમ કરી કહેવાશે તુજને, થયો તારાથી પ્રેમ મુજને.....
- અઝીઝ
*તોય હૃદયને આરામ નથી.....*
અશ્રુઓને વિરામ નથી ને,
યાદોને પૂર્ણવિરામ નથી;
પ્રેમની મોસમ નથી ને,
તોય હૃદયને આરામ નથી.....
હોઠો પર મુસ્કાન નથી ને,
આંખો ના એ જામ નથી;
કલરવની મોસમ નથી ને,
તોય હૃદયને આરામ નથી.....
પ્રણયના એ ગીત નથી ને,
સૃષ્ટિ માં સંગીત નથી;
પ્રેમગીતની મોસમ નથી ને,
તોય હૃદયને આરામ નથી.....
ઇશારાના બાણ નથી ને,
બાણોની કાઈ તાણ નથી;
કામદેવના બાણની મોસમ નથી ને,
તોય હૃદયને આરામ નથી.....
સમય છે સાથી નથી ને,
સાથી ને પણ જાણ નથી;
મિલનની મોસમ નથી ને,
તોય હૃદયને આરામ નથી.....
- અઝીઝ
*તું મારી દુનિયા ને તું જ છે વિશ્વાસ....*
તું મારી ધડકન ને તું મારી તડપન,
તું જ મારો પ્રાણ ને તું જ મારો શ્વાસ....
છોડને આ દુનિયા ને તું મારા માટે ખાસ,
તું મારી દુનિયા ને તું જ છે વિશ્વાસ....
તારો સમય મારો એ પ્રેમનું તર્પણ,
ક્ષણભર મળે ત્યાં રચાય પ્રણય પળ,
પ્રેમ તારો મારા આતમ અંગ નો લિબાસ,
તું મારી દુનિયા ને તું જ છે વિશ્વાસ....
શા ને તું મુજને સતાવે ઓ શામળ,
તારા હૃદયમાં મારા પ્રેમનું વિસામણ,
મારા પ્રત્યેક બોલ માં તારી જ સુવાસ,
તું મારી દુનિયા ને તું જ છે વિશ્વાસ....
નયનો ની જ્યોતિ માં છે તારું દર્પણ,
જીવન આ મારું છે તુજને સમર્પણ;
અઝીઝ આ પ્રેમનો છે મારા ગીતોમાં પ્રાસ,
તું મારી દુનિયા ને તું જ છે વિશ્વાસ....
- અઝીઝ
*હજુ બાકી છે.....*
લક્ષ્ય જો આવ્યુ છે માત્ર નજરમાં,
તો લક્ષ્યને પામવાનું હજુ બાકી છે.....
કૂંપણ ફૂટી છે અહીં નાનકડા બીજમાં,
ઘટાદાર વૃક્ષ બનવાનું હજુ બાકી છે.....
જાણુ છુ તરવાનો પ્રયાસ છે તળાવમાં,
સમુદ્રમાં તરતા શીખવાનું હજુ બાકી છે.....
આવી ઉભી છુ શબ્દોના પ્રાંગણમાં,
શબ્દભંડોળ સંગ્રહવાનું હજુ બાકી છે.....
લાગણીઓ આવી ઉભી મારા હૃદયમાં,
એને કાવ્યમાં પરોવવાનું હજુ બાકી છે.....
જમીન પરથી ઉડાન શરૂ કરી છે આભમાં,
પણ આભને અડવાનું હજુ બાકી છે.....
પ્રથમ પગ માંડ્યો છે કવિયિત્રીની દુનિયામાં,
મંઝિલ સુધી પહોંચવાનું હજુ બાકી છે.....
- અઝીઝ
આભાર વાંચવા બદલ....💐💐💐💐💐