Shri Bhavsinhji Rathod (Bhamasha of Thakor Samaj) in Gujarati Motivational Stories by वात्सल्य books and stories PDF | શ્રી ભાવસિંહજી રાઠોડ (ઠાકોર સમાજના ભામાશા )

Featured Books
Categories
Share

શ્રી ભાવસિંહજી રાઠોડ (ઠાકોર સમાજના ભામાશા )


શ્રી ભાવસિંહજી રાઠોડ
આ વ્યક્તિની એક જમાનામાં પાટણ,બનાસકાંઠા અને કચ્છ સુધી બહારવટિયા તરીકે હાક વાગતી હતી.
બચપણમાં તેઓ હારીજ શહેરમાં કોઈ પેઢીમાં ટ્રક ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા.તે પેઢીના માલિક જોડે કોઈ કારણસર વાંકુ પડતાં ભાવસિંહજી ને વેર વાળવા બહારવટુ ખેલીને રૂપિયા કમાવવાની ઈચ્છા થઇ.તેના વિશ્વાસુ મુસ્લિમ મિત્ર જેનુંમિયાં સાથે ટીમ બનાવી ઉત્તર ગુજરાત,કચ્છ,કાઠિયાવાડમાં તેનાં બહારવટાને કારણે લોકો નામથી ધ્રુજતા હતા.બાદ તેઓએ કોઈ કારણસર આ કર્મ છોડી દીધું. અલગ અલગ ઠેકાણે થયેલી લૂટની ઘટનાઓની વિગતો વીણી કોર્ટે તેમને સાબરમતી જેલ અમદાવાદ ખાતે નવ વરસ અને નવ માસની સજા કરી હતી.
તેમને એક પુત્ર કિશોર અને એક પુત્રી નિરૂબા છે.તેઓ રાઠોડ ડાયાજી નથુજીના પાંચ પુત્રો પૈકી જયેષ્ઠ હતા.
તેમના જન્મ તારીખની પાકી માહિતી કોઇની પાસે નથી પણ અંદાજે 1939-40 માં રાધનપુરનાં "ભીલોટ" ગામમાં તેમનો કાશીબા રાઠોડ ના કુખે જન્મ થયો હતો.તેઓનું કાયમી નિવાસ સ્થાન અમદાવાદના પાલડી વિસ્તારમાં બનાવ્યું હતું.
તેઓ સામાન્ય માતા-પિતાના સંતાન હતા.સ્કૂલમાં ભણવા ગયા પણ ત્યાં મન ના લાગ્યું એટલે 1956 માં 15 વર્ષની ઉંમરે શાળા ત્યજી દીધી.લગભગ બે દાયકા રાઘનપુર,સમી,હારીજ,વારાહી,શંખેશ્વર,સહિત કચ્છ અને બનાસકાંઠાના અનેક ગામોમાં તેની હાક વાગતી.જેમ વાલિયા લૂટારાને સંત મળ્યા હતા તેમ તેમને બનાસકાંઠાના તત્કાલીન ડી.એસ.પી.ની અમુક શરત સમજાવટથી એવાલ(સાંતલપુર)ના ડુંગરમાં તેમણે આત્મસમર્પણ કર્યું.અને એ રીતે જ ભાવસિંહજી રાઠોડે બહારવટુ નહીં ખેલવાની પ્રતિજ્ઞા લીધી.તદ્દન અવળી દિશામાં જતા આ માનવીને પાછળથી ગુજરાતના પ્રખ્યાત સંત મોરારિદાસ હરીયાણીની સાથે સંત સમાગમ થતાં તે જીવ પાપ કર્મ છોડી પરોપકારી ઓલિયો બની ગયા.ત્યારબાદ ભાવસિંહે બહારવટું મૂકી સમાજસેવાના રસ્તે ચઢી ગયા.સમગ્ર બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ઠાકોર જ્ઞાતિનો મોટો વસવાટ છે.અને ઠાકોર જ્ઞાતિના હોવાથી સમાજ માટે ઘણાં કામો કરવા લાગ્યા હતા.ભાવસિંહજી મોટી સંખ્યામાં ઠાકોર જ્ઞાતિની ગરીબ દીકરીઓનાં સમૂહ લગ્નો કરાવતા.પોતાનાં પૈસે તેમને કરિયાવર કરાવતા.જોત જોતાંમાં ભાવસિંહજીનું બહારવટિયાનું સ્વરૂપ લોકો ભૂલી ગયા અને તેમની છાપ સમાજના એક ભામાશા તરીકે છબી પ્રસ્થાપિત થવા લાગી.
સમાજમાં દબદબો વધતાં ધીરે ધીરે ભાવસિંહજી રાજકારણના રંગે રંગાવા લાગ્યા હતા.બહારવટિયાની છબી હોવાનાં કારણે કોઇપણ પક્ષ તેમને પોતાનાં પક્ષના ઉમેદવાર બનાવવા માંગતો નહોતો.અંતે 1995ની ચૂંટણીમાં ભાવસિંહજી રાઠોડ સમી બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા અને ભાજપના દિગ્ગજ નેતા દિલીપસિંહ ઠાકોરને પરાસ્ત કર્યા.આ ચૂંટણી જીતતા તેમનો મોભો સમાજમાં ઓર વધી ગયો અને જ્યારે 1996 માં શંકરસિંહ વાઘેલાએ ભાજપમાંથી બળવો કરીને સરકાર બનાવી ત્યારે ભાવસિંહજી એ શંકરસિંહ વાઘેલાના સમર્થનમાં ઊભા રહ્યા હતાં.પરંતુ એ નિર્ણય ભાવસિંહજી માટે ખોટો ઠર્યો હતો.ત્યારબાદ 1998 અને 2002ની ચૂંટણી તે હારી ગયા હતાં.અપક્ષ તરીકે જીતવાનું હવે તેમનાં માટે ભારે થઇ પડ્યું હતું.પરંતુ એકવાર અપક્ષ તરીકે જીતીને અને તે પણ એવી ચૂંટણીમાં જ્યારે ભાજપ 121 બેઠકો જીત્યું હતું.ભાજપને પરાસ્ત કરીને પોતાનો દબદબોતો વધારીજ દીધો હતો.સને 2007માં ચૂંટણીમાં કોંગ્રેસમાં શંકરસિંહ વાઘેલાના તેઓ મહત્વના નેતા થઇ પડ્યા હતા અને 1996 થી ભાવસિંહજીના શંકરસિંહ સાથે સંબંધો તો હતા જ તેથી ભાવસિંહજીને કોંગ્રેસમાં સામેલ કરી દેવાયા હતા.સને 2007ની ચૂંટણીમાં તેઓ સમી બેઠક પરથી કોંગ્રેસનાં ઉમેદવાર તરીકે લડ્યાં અને જીત પણ મેળવી હતી.
જીત પછી તરતજ ભાવસિંહજીનો કોંગ્રેસ પ્રત્યે નારાજગી થતાં.તેવામાં ટૂંક સમયમાં પાછા અગ્રણી નેતાઓની સમજાવટથી ભાવસિંહજી ફરીથી કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઇ ગયા અને સને 2009 ની લોકસભાની ચૂંટણીમાં પાટણથી ભાજપનાં ઉમેદવાર બન્યા હતાં.પરંતુ તેમનો દબદબો સમી વિધાનસભાના વિસ્તારો પૂરતો જ મર્યાદિત હતો.એવામાં કોંગ્રેસનાં દિગ્ગજ નેતા શ્રીજગદીશ ઠાકોર સામે તેઓ હારી ગયા.હાર પછી તેઓ ફરીથી પોતાની ખાલી પડેલી સમી બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી ભાજપમાંથી લડ્યા અને જીતી ગયા.પરંતુ આ તેમની છેલ્લી જીત બની રહી.કેમકે ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં વિધાનસબા વિસ્તારોનુ નવું સીમાંકન થયું અને તેમાં સમી-હારીજની બેઠક રદ્દ થઇ અને તેનાં વિસ્તારો ચાણસ્મા અને રાધનપુરનાં વિસ્તારો વચ્ચે વહેંચાયા.સને 2012ની ચૂંટણી આવી અને સીમાંકનમાં ભાવસિંહજીની જીતની સંભાવનાઓ ધૂંધળી દેખાતાં તેમની ટિકિટ કપાઇ.કોઇ રાજકીય પક્ષની વિચારધારાથી અણગમો થતાં ભાવસિંહજી ફરી પાછા કોંગ્રેસમાં આવી ગયા.તેમને રાધનપુર સીટ પરથી ટિકિટ આપવામાં આવી.સમીના વિસ્તારોની બહાર પકડ ન ધરાવતા ભાવસિંહજી ફરી હારી ગયા.એક વખત અપક્ષ રહીને પણ દિગ્ગજોને પરાસ્ત કરનારા ભાવસિંહજી હવે રાજકીય પક્ષનો સાથ મળવા છતાં જીતી શક્યા નહીં.પરંતુ આ સમગ્ર સમય દરમિયાન તેમણે તેમનો ભામાશા તરીકેનાં કામ ચાલુ રાખ્યાં.એક વખત તો સમીમાં 1883 થી વધુ કન્યાઓનાં ખોડિયારધામ વરાણા ખાતે સમૂહલગ્ન એકલા હાથે કરાવીને તેમણે એક રીતનો સમગ્ર વિસ્તારનો વિક્રમ જ સર્જ્યો હતો. ભાવસિંહજી પોતાને વારાણાની માતા ખોડિયાર માતાના ભક્ત સમજતા હતા.અને કોઇપણ શુભ કાર્ય ભલે પછી તે રાજકારણને લગતું હોય કે ધંધાને લગતું તેઓ મા ખોડિયારને પગે લાગીને જ શરૂ કરતાં.પણ હવે રાજકારણ જાણે ભાવસિંહ માટે છેટું થઇ ગયું હતું અને સને 2014ની લોકસભાની ચૂંટણી પણ તેઓ હારી ગયા હતાં.
અઢળક પૈસા ખર્ચીને તેઓ સમાજની દીકરીઓનાં લગ્ન કરાવતાં હતાં.અનેક સંસ્થાઓ, સમાજ હીત માટે માટે બક્ષીપંચ છાત્રાલય સ્કૂલ,હાઈસ્કૂલ,કન્યા છાત્રાલય માટે દાનની ખુલ્લા હાથે સરવાણી વહાવી છે. વરાણા માતા ખોડિયાર માતા તેમનાં આરાધ્યા દેવી હતાં. તેમણે વરાણા ખોડિયાર માતાજીનું ભવ્ય મંદિર બનાવવામાં ખૂબ મોટો ફાળો આપેલો છે. તેમને સમાજ સિવાયના અન્ય સમાજ આમંત્રણ આપે તો ત્યાં જઈ ને છૂટા હાથે ખૂબ દાન કરેલ છે.તેમને શિક્ષણ પ્રત્યે ખૂબ રસ હતો. તેમણે અનેક સંસ્થાઓમાં ગુપ્ત દાન પણ કરેલું છે.તેમની પર્સનાલિટી હિન્દી ફિલ્મના હીરો થી કમ ન્હોતી.તેમનું શરીર બાંધો મજબૂત અને છ ફૂટ સુધીની હાઈટ હતી.સમાજના સતત મેળાવડા, પોતાના ઉદ્યોગ અને પરિવારની સતત ચિંતા રહેતી. પરિણામે તેમને ડાયાબિટીસ જેવાં રોગનું ગ્રહણ લાગી ચૂક્યું હતું.
તેમની છબી
"ઠાકોર સામાજના ભામાશા તરીકેની હતી."
તેમનો સ્વાભવ અતિ મૃદુ અને ચિંતાગ્રસ્ત હતો.સમાજના નાના મોટા બધાં "દાદા" કે "ભાઈ" ના નામથી બોલાવતાં.
દીકરની ચિંતા અને દીકરી નિરૂબા ની ચિંતાથી તેઓ અનીદ્રા અને ડાયાબિટીસ રોગ પીડિત હતા.આ દરમિયાનમાંકોરોનાના બીજા કાળે તેમને કોરોના થઇ ગયો હતો અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે ભાવસિંહજી રાઠોડને કોરોના ભરખી ગયો અને 9 મી મે 2021 ના રોજ તેમનું અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં અવસાન થયું.અને સાથે જ બહારવટાથી શરૂ થઇને ભામાશા અને રાજકીય નેતા તરીકે દુનિયામાં સતત નામ ઉછળતા રહેવાની કહાણીનો પણ અંત આવ્યો..
સમાજે મોંઘુ રતન ગુમાવ્યું છે. અનેક ગરીબ દીકરીઓના રૂપિયા લીધા વગર હાથ પીળા કરાવી દેશ,દેશાવરમાં નામના મેળવનાર ભાવસિંહજી રાઠોડને રાધનપુર શાંતિધામ સ્મશાન ગૃહમાં તેમના પાર્થિવ શરીરને અંતિમ સંસ્કાર આપતાં તેમનો પરિવાર અને સબંધીઓ,સમાજ શ્રેષ્ઠીઓએ અશ્રુભીની વિદાય આપી હતી..
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય)