King Vikramaditya and his adventures - 7 in Gujarati Mythological Stories by Anurag Basu books and stories PDF | રાજા વિક્રમ ની સાહસ ભરી, રોમાંચક સફર - 7

Featured Books
Categories
Share

રાજા વિક્રમ ની સાહસ ભરી, રોમાંચક સફર - 7

*પણ પછી પોતાની યોજના ને સફળ થતાં જોઈ મહારાણી રુપમતી..ખુશ થઈ ગયા..તરત જ પોપટ ના રુપ માં પરિવર્તિત થયેલા મહારાજ વિક્રમ ને પકડી ને પાંજરા માં પુરી દીધા......હવે આગળ.....


સવાર થતાં જ મહારાજ ના કક્ષ માં.. મહારાજ વિક્રમ ન દેખાતા....હો હા મચી ગયો... મહારાણી ગુણવંતી એ , બધા જ મંત્રી ગણ ને એકઠા કર્યા અને ચિંતિત સ્વરે... કોઈ ને પણ મહારાજ વિક્રમ વિશે કોઈ જાણકારી હોય તો , જણાવવા કહ્યું....

મંત્રી ગણ એ જણાવ્યું કે.." માફ કરશો મહારાણી જી પણ.... અમારા માં થી પણ કોઈ ને ય આ વિશે જાણકારી નથી ...
ધીમે ધીમે નગરજનો મા પણ.. મહારાજ વિક્રમ ના રાતોરાત ગૂમ થયા ની આ વાત, વાયુવેગે પ્રસરી ગઇ....

નગરજનો પણ મહેલ ની બહાર એકત્રિત થઈ ગયા...આ બધા કોલાહલ થી, મહારાણી રુપમતી ની ઊંઘ ઉડી ગઈ.... તેમણે તેમની પ્રિય દાસી રંભા ને બોલાવી... કોલાહલ નું કારણ પૂછ્યું.....
દાસી રંભા એ ,બધી જ વિગતો થી મહારાણી રુપમતી ને વાકેફ કર્યા....

આ જાણી.મહારાણી .રુપમતી એ રંભા ને જણાવ્યું કે, બધા ને જઈને મારો સંદેશો આપો..કે મહારાણી રુપમતી બધું જ જાણે છે...‌અને તેમણે તાત્કાલિક રાજસભા ભરવાનો આદેશ આપ્યો...

દાસી રંભા..એ મહારાણી રુપમતી નો સંદેશો ,મહારાણી ગુણવંતી સુધી પહોંચાડ્યો...અને મહારાણી ગુણવંતી એ મંત્રી ગણ ને આ સંદેશા વિશે જણાવ્યું....

મંત્રી ગણ ત્યાં જ ઉપસ્થિત હતા.. તેથી તેમણે રાજસભા ભરવાનો.. ઢંઢેરો ગામમાં પીટાવ્યો..
રાજસભા ભરાઈ ત્યાં સુધી માં મહારાણી રુપમતી અને મહારાણી ગુણવંતી.. તૈયાર થઈ ને, રાજ્યસભામાં હાજરી આપવા આવી ગયા...

મહારાણી રુપમતી અને મહારાણી ગુણવંતી ની જયજયકાર બોલાવી.... મંત્રી જી એ મહારાજ વિક્રમ વિશે જાણકારી આપવા માટે વિનંતી કરી...

બધા હવે મહારાણી રુપમતી...તરફ , તેઓ શું જાણકારી આપે છે.. મહારાજ વિક્રમ....તે જાણવા આતુરતા પૂર્વક રાહ જોવા લાગ્યા..
મહારાણી રુપમતી એ... અઘોરી એ જણાવ્યા મુજબ જ કહ્યું કે,"મહારાજ વિક્રમ વિક્રમ કોઈ સિધ્ધિ મેળવવા માટે અજ્ઞાત સ્થળે ગયા છે.. તેઓ તેમને જણાવી ને ગયા છે...તેમ જ ખૂબ જ જલ્દી મહારાજ વિક્રમ પરત ફરશે....તેમની તપસ્યા માં ખલેલ ન પહોંચે તે માટે કોઈ એ તેમની શોધખોળ કરવાની કોશિશ કરવી નહીં...

અને મહારાજ વિક્રમ ના પરત ફરવા સુધી રાજ સિંહાસન.. મહારાણી રુપમતી જ સંભાળે તેવું મહારાજ વિક્રમ નો આદેશ છે. તેવું પણ જણાવી દીધું... બધા એ આ વાત ને સાચી માની લીધી.

થોડા જ દિવસોમાં રાજ્ય માં અંધાધૂંધી ફેલાઈ ગઈ...રાજ વ્યવસ્થા પણ બગડી ગઈ...આ બધું પોપટ બનેલા મહારાજ વિક્રમ જોઈ રહ્યા હતા. મહારાણી ગુણવંતી પણ મહારાજ વિક્રમ ની યાદ માં.. આંસુ સારી રહ્યા હતા..આ જોઈ ને મહારાજ વિક્રમ ને બહુ જ દુઃખ થતું..પણ તેઓ વિવશ હતાં..

પોપટ ની આજુબાજુ હંમેશા મહારાણી રુપમતી નજર રાખતી.. તેથી પોપટ બનેલા મહારાજ વિક્રમ કંઈ જ યુક્તિ અજમાવી શકતાં નહીં..

એક દિવસ તેમણે...બે દાસીઓ ની વાતચીત સાંભળી કે..આજે મહારાણી રુપમતી કંઈક કામ થી બહાર જવાની છે....અને મહારાજ વિક્રમ . જે કેટલાય દિવસોથી તક ની રાહ જોઈને બેઠા હતા....તે તક તેમને મળી ગઈ...


તે દિવસે...જે દાસી પોપટ ની દેખભાળ કરી રહી હતી..તે એકલી હતી મહારાજ વિક્રમ ના કક્ષ માં.તો તક જોઈ ને.. તેને મહારાજ વિક્રમ એ , કહ્યું...." હે દાસી! મારી વાત સાંભળો..."


એક પોપટ ને આમ બોલતા જોઈ પહેલાં તો દાસી આશ્વર્ય ચકિત થઈ ગઈ.. પરંતુ પછી એને લાગ્યું કે.. કદાચ આ તેનો ભ્રમ હશે..
પણ બીજી વાર પોપટ બોલ્યો... મારે તારી મદદની જરૂર છે..શું તું મને મદદ કરીશ??..

* શું દાસી મહારાજ વિક્રમ ની મદદ કરશે કે પછી... મહારાણી રુપમતી ના ડર થી ,મદદ નહીં કરે..શુ મહારાજ વિક્રમ ક્યારેય આઝાદ થશે??...બહુ જ જલ્દી થી..
જાણીશું મહારાજ વિક્રમ ની સાહસ ભરી ને રોમાંચક સફર ભાગ-૮ માં*