The Bull - 1 in Gujarati Fiction Stories by mahendrakumar books and stories PDF | ધ બુલ - કોમનમેન થી કંપની માલિક સુધીની સફર - 1

Featured Books
Categories
Share

ધ બુલ - કોમનમેન થી કંપની માલિક સુધીની સફર - 1

ધ બુલ એક સસપેન્સ ,થ્રીલર અને પ્રેમ અને વેપારમાં આવતા વળાકો  અને એક પ્રેમ ના લીધે જ ઉગરી જતો અને આખરે  શેરબજારનો રાજા બની જતાં સાગર અને સુજલની એક કહાની છે .સુજલ એક ગુણિયલ અને સારા ઘરની ભણેલી અને ગુણવાન સ્ત્રી હતી, સાગર અને સુજલ બંન્ને બાળપણ ના મિત્રો હતા અને એ જ મિત્રતા એમના પ્રેમમાં પરીણમે છે અને આખરે બંનેનો અનહદ પ્રેમ અને અનેક ષડયત્રો અને કાવા-દાવા વચ્ચે બંનેનાં  લગ્ન પણ થઇ જાય છે બંને સરસ જીવન જીવતા હતા પરંતુ અચાનક આવેલી આફતે સાગર અને સુજલના જીવનમાં તોફાન લાવી દીધું.   સાગરની જલ્દી જીવનમાં  બહુ જ આગળ વધવાની  તમન્ના અને સુજલને જિંદગીનું બધુ જ સુખ આપવાની એક જીડે સાગર  શેરબજારની લતે ચડી જાય છે અને આખરે સાગર એમાં જ પાયમાલ થઈ જાય છે છતાં એની પત્ની તરીકે રહેલી સુજલ એને એ બધુ જ ભુલાવી ફરી જિંદગી સરું કરવા અને આગળ વધવા પ્રેરણા આપે છે બસ વાચતા રહો આગળ ઘણું બધુ છે જે તમને ચોક્કસ વિચારતા કરી દેશે અને વચન છે કે તમે મારા આ નવલકથાના બીજા ભાગની ખૂબ જ રાહ જોતાં હશો. 

 

ધ બુલ -1

સુજલ ....સુજલ ...સુજલ ક્યાં છે તું સુજલ...હા સાગર બોલને કેમ એમ જલ્દી જલ્દી અને કેમ ગભરાયેલો છે અને આ શું તારા દિલની ધડકનો કેમ આટલી બધી તેજ છે કાઈ નહી સુજલ બસ એમ જ બસ આજે હું ઓફીસ થી થોડો જલ્દી આવી ગયો છુ ચાલ સુજલ તું મારા માટે જલ્દી એક કપ ચા બનાવ પણ એને રોજ વાચતી સુજલ આજે પોતાના પતિને ઓળખી જાય છે કે ચોક્કસ આજે મારો સાગર બહુ જ ટેન્શનમાં છે .બસ એ જ વાત સુજલ પોતાના મન માં રાખીને રસોડામાં જાય છે અને સાગર માટે ચા બનાવીને લાવે છે આ લે સાગર ચા પી લે પહેલા પછી નિરાતે અને માડીની વાત કર ,કાઈ નહી સુજલ કાઈ થયુ નથી સાગર ના ના ના કાઈ થયું નથી બસ તને કીધું ને ,સુજલ જાણી જાય છે મન માં જ કે આજે સાગરને બોલાવા જેવો નથી બસ એનો ગુસ્સો થોડો શાંત પડે પછી કઇ વાત કરુ.ચાલ સાગર તો થોડું જમવાનું બનાવું તું જમી લે  ના હો સુજલ હું આજે જમવાના મૂડમાં નથી અને પ્લીઝ તું મને આજે બોલાવીશ પણ નહી ના સાગર થોડું તો જમવું જ પડશે અને જમીને તું મને વાત કર આખરે હું તારી હમસફર છુ અને સાગર  યાદ છે ને લગ્ન પહેલાના દિવસો અને મે આપેલું તને વચન!!!  બસ યાદ કાર  મે અને તે બંને એક બીજાને આપેલું વચન  કે બસ જીવનમાં ગમે એવી તકલીફ આવે કે દુઃખ આવે પણ બસ બંને સાથે માણીશું એ ભલે સુખ હોય કે દુખ !! બસ ચાલ હું તને ઓળખું છુ એમ બહુ  છૂપાવવાની કોશીશ ના કરીશ અને જમીલે સુજલ એને પોતાના હાથે   જમાડે છે એનો તો આજે પડછાયો છે. 

સુજલ આજે કેમ મારી સ્વીટ બેબી નથી આવી કેમ આજે કોઈ સ્કૂલમાંથી આવવામાં મોડુ ??અને મારો અંશુ ?? સુજલ ધીમા અવાજે કહે છે બસ આવતા જ હશે આજે અંશુ અને તમારી લાડલીને શાળામાં વધારાના વર્ગો હતા એટલે મોડુ થયું હશે.સારું ચાલ તો એ આવે પછી આપણે બહાર ફરવા જઈએ.સુજલને આજે બધી વાતો ભૂલાવવા માટે સાગર એને આમ તેમ વાતોમાં બહેકાવે છે પણ સુજલને એ વાતનો અણસાર આવી જાય છે,ચોક્કસ  આજે સાગર બહું જ મોટી મુસીબતમાં ફસાયેલો છે.પપ્પા.. .પાપા .. આવી ગઈ મારી લાડલી અને અંશુ ક્યાં છે બેટા ?? બસ આવે જ છે મારી પાછળ જ છે સારું ચાલો બેટા જલ્દી જલ્દી ફ્રેશ થઈ જાવ આપડે બહાર જ નાસ્તો કરીશું. હા પપ્પા અને તમને યાદ છે ને મારી તમે આપેલી પ્રોમીશ ?? હા બેટા મને બધુ જ યાદ છે !! શું બોલો પાપા મને શું લઈ આપવાનું છે હા મારે તને આજે મૂવી બતાવવાનું છે ,,સાથે સાથે ટેબલ -ટેનિસનો સેટ લઈ આપવાનો છે . હા પાપા તમને યાદ તો છે જ સુજલ બસ અંશુ બસ હવે પાપાને બહુ જ તંગ ના કરો ચાલો આપણે હવે નીકળીશું સાગર ...સાગર અને સુજલ બંને આજે મુજવણમાં હતા. સુજલ સાગરની મુજવણ જાણવા અને તેને એમાથી ઊગારવા અને સાગર એની તકલીફો માથી  અને શેરબજારમાં આજે થઈ ગયેલ દેવું કેવી રીતે ચૂકવવું અને એમાંથી કઈ રીતે બહાર નીકળવું ??  બસ બંને બાળકોને લઈને ફિલ્મના છેલ્લા શો માં જાય છે બંને સાથે બંને બાળકોને ફિલ્મ જોવે છે,  અને આજે  છેલ્લો દિવસ હોય આજે સાગર પણ બંને બાળકોને ખૂબ વહાલથી જોવે છે ,બાળકો સાથે નાસ્તો ને મોજ મજા ... ફિલ્મ પુરૂ થાય છે અને ત્યાર બાદ બાળકો સાથે બંને ઘરે પહોચે છે.સાગર પોતાના બેડરૂમમાં જાય છે એટલામાં સુજલ આવે છે સાગર ...ઓ સાગર ... શું કરે છે બોલ?? કઈ નહિ સુજલ બોલ હવે શું થયું છે આજે કેમ આજે તારું મૂડ નથી અને અને કઈ તું  મારાથી છુપાવતો હોય એમ લાગે છે .સાચું બોલજે હો . યાદ છે ને તે આપેલું વચન ? સુજલ સાગરનું માથું ખોળામાં લઈ પૂછે છે બોલ સાગર ,સુજલ મારે તારાથી કાઈ છુપાવવું નથી .બસ આજે શેરબજારના એક તોફાને મને પાયમાલ કરી નાખ્યો .મારી પાસે રહેલી રૂપિયા બે કરોડની બચત શેરબજામાં એક તોફાનમાં ચાલી ગઈ અને એ નુકશાનને ભરપાઈ કરવા મેં મિત્રો પાસેથી બીજા બે કરોડ નું દેવું કરી નાખ્યું અને એ પણ શેરબજારમાં નુકશાનમાં જ જતા રહ્યા .સુજલ આજે મને ખુબ જ દુઃખ અને પસ્તાવો છે મેં તમારી જિંદગી બરબાદ કરી નાખી, મેં તમારું ભવિષ્ય બગાડી નાખ્યું મને જીવવાનો કોઈ અધિકાર નથી મને મરી જવા દે  સુજલ મને મરી જવા દે  .... સાગર.. સાગર..ચુપ થા અને રડીશ નહિ ..ચુપ  બંધ કર હવે હું નથી તારી હમસફર ? ? એમ જિંદગીથી હારી જવાનું ? એમ તું તારી જિંદગી વિષેનાં વિચારીશ હું એમ જ તારી સાથે નથી ? હું તારી દરેક મુશ્કેલીમાં તારી સાથે છુ અને રહીશ .ચાલ હવે આખો લુછી નાખ અને મારા ચેહરા સામે જો અને એનાથી વધારે આ તારા બાળકો સામે તો જો આપણે સામાન્ય જીવન જીવશું પણ તું એમ મારવાનો વિચાર નાં કર અને રહી તારા આ દેવાની તો એ પણ મહેનત કરીને ભરી દઈશું અને બીજો કાઈ ઉપાય પણ કરીશું. આપણે સખત મહેનત અને વેપારમાં ધ્યાન આપીને તારું દેવું ભરપાઈ કરી દેશું અને તું કહે તો મારા પપ્પાને પણ કહીશ એ પણ આપની મદદ કરશે ચાલ હવે સ્વસ્થ  થઈ જા અને જા તારી વાલી દીકરીને જોઈ લે પછી તને બધા ખરાબ વિચારો ગાયબ થઇ જશે ,પણ સુજલ હું તમારા બધાનો ગુનેગાર છુ ..સાગર તું  એમ ના બોલ યાદ છે ને હાર કે બાદ હી જીત હૈ અને અંધારા પછી જ  અજવાળું આવે જ અને આ ખરાબ સમય પણ ચાલ્યો જશે બસ સમય આવશે તારો પણ સારો સમય આવશે !!એમ હારીનાં જઈશ .....

 

ક્રમશ..........................................ક્રમશ .................