દરેક ને સપના જોવાનો અધિકાર છે અને સપના પુરા કરવાનો આધિકાર છે.
સપનાની દુનિયા બધાની અલગ હોય છે. બધાના સપના અલગ હોય અને હકીકત પણ અલગ હોય છે.
સપનાની દુનિયા એ એવી એક દુનિયા છે જિયા આપણેને બધું આપણી મરજીનું હોય છે...
આ એવી એક કહાની છે જેમાં પ્રૅમ કરતા છોકરો અને છોકરી એ પોતાની સપનાની દુનિયા જીવે છે...
છોકરો અને છોકરી બંને એક બીજાને ખુબ પ્રૅમ કરે છે. પણ એને ખબર હતી કે આપણી દુનિયા એ એક સપનાની દુનિયા છે જે હકીકત નથી તો પણ એ બંને એક બીજાને ખુબ પ્રૅમ કરે છે.
આ એક એવું સપનું હતું જે થોડા દિવસમા તૂટી જવાનું હતું. છોકરી ને એ ડર હતો કે અમે અલગ ના થાય જાય પણ એક દિવસ તો અલગ થવાનું જ હતું અને બંનેને એક બીજા ઉપર ખુબ વિશ્વાસ હતો એટલે એ બને દરોજ વાત કરતા અને એની સપનાની દુનિયા જોતા.
છોકરી નું સપનું હતું કે અમે બને સાથે રહીયે પણ એ કયારેય શક્ય નોતું કારણ કે તેના ઘરના લોકો કયારે આ સબંધ માટે હા નો પાડેત એ એને ખબર હતી તે માટે તેને કોય દિવસ ઘરે પણ આવી વાત ના કરી અને પોતાની દુનિયા સપના માં જોતી રય...
તેવી જ રીતે છોકરાને પણ તેની સાથેજ રેવું હતું...બને આ દુનિયા સપનામાં જોય ને ખુશ થાતા એક દિવસ એ બને ને મળવું હતું તો છતાં પણ તે મળી નોતા સકતા... એક દિવસ તે અચાનક મળીયા અને પણ બધા સાથે હોવાથી તે વાત નો કરી શકીયા તેનું મળવા નું સપનું આવી રીતે કેટલીય વાર તૂટી ગયુ...
પણ તેમ છતાં તેને કયારેય હિંમત નો હારી અને પોતાની દુનિયા જોવા લાગીયા. તે દરોજ પોતાના દિવસ ની વાતો કરતા અને કેટલી વાર તેની વચ્ચે ઝગડો પણ થાય જાતો તો પણ કયારેય એવું નોતું બનીયુ કે તે બીજા દિવસે વાત નો કરી હોય તે એક બીજા ને માનવી લેતા અને પાછું બધું ભૂલીને વાત કરવાનું ચાલુ કરી દેતા....
તે બને દરોજ ખુબજ વાત કરતા... એક દિવસ પણ એવો નય હોય કે વાત ના કરી હોય.
સુખ હોય કે દુઃખ બંને એક બીજા ને કેતા અને સ્પોટ કરતા ધીરે ધીરે આવી રીતે વાતો થવા લાગી અને દિવસ પછી દિવસ જવા લાગીયા....
તે વાત તો દરોજ કરતા અને એક બીજા થી અલગ થવા નોતા માંગતા આ વાત થી બંને ને ડર લાગતો હતો... કારણ કે તે ને દરોજ વાત કરવાની આદત પડી ગાય હતી...
આદત તો એવી હતી કે એક મિનિટ પણ મોડું થાય તો છોકરી ને ડર લાગતો કે કેમ હજુ સુધી મેસેજ નો જવાબ નથી આપિયો જયારે મેસેજ નો જવાબ આવે ત્યારે શાંતિ થાય કે નય એને સારું છે.
પ્રૅમ તો એવો હતો કે એક ને જો કય થાય તો બીજા ને ખબર પડી જાય. અને બંને ના મનમાં એક સવાલ હતો કે મળવું છે પણ કય રીતે બસ આજ વાત નો કયારેય જવાબ નો મળીયો..
અને આ સપનું કય રીતે પૂરું કરવું એનો જ વિચાર કરતા...આવા સપનાતો કેટલાય હતા જે એને પુરા કરવાના હતા. પણ એમનું એક સપનું મળવાનું હતું કારણ કે તેને ખબર હતી કે એ કયારેય સાથેતો રેવાના નથી.
છોકરી ને એજ બીક હતી કે અમે અલગ થય જશુતો હુ શું કરીશ... અને આ બધું અને છોકરાને પણ કીધું હતું. છોકર કે તુ એવું વિચારમાં કે આપણે અલગ થાય જશુ હુ તને મૂકીને કિયાંય નય જાવ.બસ આગળ અલગ થાય જશુ તો શું કરશું એજ વિચારે છે.
અને કોય ને આપણી ખબર પડશે તો શું કરશું કેમ કે ભાગી ને જવાનો કોય ચાન્સ નોતો કારણકે તે બંને એ વિચારતા કે જો આપના નશીબ માં હશે તો આપણે જરૂર મળશું.......