પસંદગીનો કળશ ભાગ-૩
આગળના ભાગમાં આપણે જોયું તેમ પલકના પિતાને પલકને સરકારી નોકરી આવે તેવી તેમની ઇચ્છા છે. આથી પલક અને તેનો ભાઇ સરકારી પરીક્ષાની તૈયારીમાં લાગી જાય છે, પરંતુ કલાસીસના મિત્રો કયાંક પ્રાઇવેટમાં નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા જાય છે. તેમાં પલક અને તેનો ભાઇ પણ જાય છે. બધાનું ઇન્ટરવ્યુ પતી ગયું છેલ્લે પલકનો વારો આવ્યો. હવે આગળ............
ઇન્ટરવ્યુ લેનાર સાહેબને લાગે છે કે, છોકરી મહેનતુ છે. અહી કામ કરી શકશે. ત્યારબાદ પલક, તેનો ભાઇ અને બીજા કલાસીસના મિત્રો ઇન્ટરવ્યુ પત્યા પછી બહાર નાસ્તો કરવા જાય છે અને એ જ ચર્ચા કરતા હોય છે કે, ઓફિસ તો બહુ જ સારી છે અને આપણને અહી પોસ્ટ પણ સારી એવી મળશે, વધારામાં પગાર પણ અહી ૧૫૦૦૦ છે જે સારો કહેવાય. સારું થાય જો આપણે બધાને અહી જ નોકરી મળી જાય.
બીજા દિવસે રોજની જેમ પલક અને તેનો ભાઇ કલાસીસમાં ગયા અને પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા. કલાસીસ પત્યા પછી બધા મિત્રો વાતો કરતા હતા ત્યા તો બધાના મોબાઇલ પર વારાફરતી જે ઓફિસમાં ઇન્ટરવ્યુ માટે ગયા હતા ત્યાં કાલથી હાજર રહેવા માટે ફોન આવવા લાગ્યા. પલક અને તેના ભાઇને પણ ફોન આવ્યો. એ બંને તો બહુ ખુશ થઇ ગયા. કેમ કે બંને ભાઇ-બહેન એક જ જગ્યાએ હવે નોકરી કરશે. ને પગાર પણ ૧૫૦૦૦/- તો બંનેનો થઇને ૩૦,૦૦૦ મહિનાની આવક થઇ. તેના પિતાને ઘણો ટેકો થઇ જાય. તેઓ બંને જલ્દીથી ઘરે ગયા અને માતા-પિતાને આ ખુશખબરી આપી. ઘરમાં ખુશીઓનો માહોલ થઇ ગયો.
બીજા દિવસે સવારે પલક અને તેનો ભાઇ નોકરીએ હાજર થવા નીકળયા. પહેલા દિવસે તેમને ઓફિસમાં કામ સમજાવવામાં આવ્યું. બીજા દિવસથી તેમનું કામ ચાલુ થઇ ગયું. એ જ વખતમાં પલક માટે લગ્નની વાતો આવવા લાગી. તેના માતા-પિતા પણ તેના માટે વાતો જોવા લાગ્યા. તેની માતાએ ઘરમાં વાત કરી કે, હવે પલકની ઉંમર પણ લગ્ન માટે થઇ ગઇ છે ને સરકારી નોકરી નસીબમાં હશે તો લગ્ન પછી પણ મળી જ જશે. પલકના પિતાને પણ આ વાત યોગ્ય લાગી. પણ મનમાં ખચકાટ તો હતો જ. તેમણે હવે પલક માટે છોકરાની શોધખોળ ચાલુ કરી દીધી.
સગાં-સંબંધીઓ દ્વારા પણ તેની વાતો લાવવામાં આવી. તેમાંથી એક વાતમાં પલકના માતા-પિતાને રસ પડતા તેઓ છોકરાને જોવા ગયા. તેનું ઘર પણ જોઇ આવ્યા. હવે પલકને જોવાનું બાકી હતું. રવિવારે પલકને જોવા માટે તે છોકરો, તેના માતા-પિતા આવ્યા. બંને પરિવાર વચ્ચે થોડી ઔપચારિક વાત થઇ. પછી પલકના પિતાએ છોકરાના પિતાને કહ્યું કે, તમારા છોકરા સાથે મારી પલકનું સગું જો કદાચ થાય તો મારી દીકરી નોકરી કરશે ભલે ને પ્રાઇવેટ. પણ હા સરકારી નોકરી પણ આવે તો તમારે કરવા દેવી પડશે. સામેવાળાએ તેમની વાતને સ્વીકારી. હવે આખરી નિર્ણય તો પલકનો જ હતો. તેણે છોકરા સાથે વાત કરી. તેનું નામ પિયુષ હતું. તે સરકારી નોકરી કરતો હતો. સાારો એવો પગાર પણ હતો. પલકને ઘણું દુ:ખ થયું કે, પોતે સરકારી નોકરી ના લઇ શકી. તેને ડોક્યુમેન્ટ ચકાસણી કર્યા પછી પરિણામનું યાદ આવ્યું. મનમાં એમ પણ થયું કે, જો પરિણામ આવી જાય ને હું પાસ થઇ જઉં તો સારું.
છોકરા અને તેના માતા-પિતાના ગયા પછી પલકને તેના માતા-પિતાએ પૂછ્યું કે, તને છોકરો કેવો લાગ્યો? પલકે શરમાતા-શરમાતા હા પાડી. પણ મનમાં તો કંઇક બીજું જ ચાલતું હતું. પલકની હા માં પણ ના સ્પષ્ટ દેખાતી હતી. .......................................
શું પલકને સરકારી નોકરી નહી મળે?
શું પલક તે છોકરાને હા પાડશે? અને તે ઘર-સંસારમાં પરોવાઇ જશે?
તેના લગ્નથી શું પલકની કારકિર્દી પૂરી થઇ જશે?
- પાયલ ચાવડા પાલોદરા