કર્મોનો હિસાબ ( ભાગ :- ૮ )
બસ થોડીઘણી વાતો કરી અને બધા પ્રસંગમાં વ્યસ્ત થઈ ગયા. પણ મનની નજર હજુપણ ક્રિશ્વી પર સ્થિર થઈ હતી. મનના મનમાં વિચાર આવ્યો કે મારે ક્રિશ્વી ને પામવી છે. એ માટે જે કરવું હોય હું કરીશ.
ક્રિશ્વી અને મન આખરે ત્યાંથી છૂટા પડ્યા. ક્રિશ્વી ખુશ હતી મનને મળી, બહું બધી વાતો કરી, મનનું એવુંજ જોવું બધુંજ ગમ્યું હતું. મન અઢળક ખુશ હતો. સતત મનમાં લાગતું હતું વાહ... એવીજ લાગે છે. કાવ્યા ની સુંદરતા ઢળી રહી છે અને ક્રિશ્વીની સુંદરતા હજુપણ અકબંધ છે.
ક્રિશ્વી ના પતિની અદેખાઈ લાગવા લાગી. થયું ક્યાં ક્રિશ્વી અને ક્યાં એનો પતિ. મન સમજી ચૂક્યો હતો કે ક્રિશ્વી માટે આજે પણ એ મહત્વનો છે. રાત્રે મનમાં ક્રિશ્વી ને પામવાનો પ્લાન બનાવી મને ક્રિશ્વી ને મેસેજ કર્યો.
"ક્રિશ્વી, એકદમ સુંદર લાગતી હતી તું. એકદમ જ..."
"એવું! આખરે સમય મળી ગયો એમ ને મારી સામું જોવાનો."
"ક્રિશ્વી, એવું કંઈ નથી હો... મને તો ગમતી તો હતી જ પણ સમય સંજોગો એવા થયા કે આગળ કોઈ વાત ના થઇ." મન બોલ્યો.
"હા, તો કરો આજે વાત. ભલે ત્યારે ના થઈ. હું તો છું જ હંમેશા અહીં, વાત કરવાની ક્યારે ના પાડી?" ક્રિશ્વી બોલી ઉઠી.
"હા, તેં ના તો નથી જ પાડી. પણ મેં જ તારામાં ધ્યાન નહોતું આપ્યું." મન બોલ્યો
"તો સાહેબ જે છે એ જ કહો ને. એમાં શું ગોળ ગોળ વાત કરવાની" ક્રિશ્વી મિજાજ પારખતા બોલી.
"મારે મળવું છે તને. તું મને મળીશ?" મને પોતાનું પ્યાદું ફેંક્યું.
"હા, કેમ ના મળાય! બોલ... ક્યાં અને ક્યારે."
"ક્રિશ્વી બે દિવસ પછી મળીએ. હું લોકેશન મોકલીશ."
"ઓકે, મળીએ." આમ કહેતા જ ચેટ નો અંત આવ્યો.
ક્રિશ્વી બહું ખુશ થતી કે મન હજુપણ મળવાની ઇચ્છા વ્યક્ત કરે છે. હંમેશા એ જિંદગીમાં રહે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી. આ તરફ મન પોતાનું ઈચ્છ્યું થઈ રહ્યું છે એ વિચારી ખુશ હતો.
બતાવેલા સમય પહેલા ક્રિશ્વી મન ની બતાવેલી જગ્યાએ પહોંચી ગઈ હતી. મન સમજી ચૂક્યો હતો કે ક્રિશ્વી ને તેની જિંદગીમાં પરત લાવવી સરળ છે કારણ કે હજું પણ એનું એટલુંજ મહત્વ છે. મન પણ પહોંચી ગયો જે જગ્યાએ ક્રિશ્વી હતી અને એકદમ લગોલગ જઈ બેઠો.
"મન, આજે પણ તું લેટ છે મારા માટે હંમેશા ની જેમ."
"હા, ક્રિશ્વી પણ આ છેલ્લી વાર. થોડું કામ આવી ગયું લાસ્ટ ટાઈમ માં અને એ કરવું પડ્યું એટલે મોડું થયું."
"ઓકે, મેં માત્ર કહ્યું. બોલ કેમ તારે મળવું હતું?"
"ક્રિશ્વી, મારે કંઈ કહેવું છે. ખબર નથી ક્યાંથી શરૂ કરું. તું શું રીએકશન આપીશ!"
"મન, બસ કહી દે તું. તું કંઇપણ કહીશ હું વિચારીશ. તને ક્યારેય છોડ્યો નથી તો સવાલ જ નથી કે હું તને છોડી દઉં."
"હા ક્રિશ્વી, મને ખબર છે તું મને નહીં છોડે. એ પણ ખબર છે મેં તને એકલી મૂકી છે. પણ હવે એવું નહીં કરું."
"હા તો મન સારું છે ને તે આવું વિચાર્યું, થેંક યુ, ખરેખર કહું તો ત્યાર કરતાં હવે જિંદગી ઢળશે ત્યારે મારે તારી વધુ જરૂર છે."
"ક્રિશ્વી તું એકદમ સુંદર લાગી રહી છે. સાચું કહું તો એકદમ ફટકડી." એમ કહી એક હળવી સ્મિત આપી.
"આભાર હો, પણ કયા એન્ગલ થી!" ક્રિશ્વી બોલી ઉઠી.
"અરે સાચું કહું છું. જ્યારે મેં તને જોઈ જોતો જ રહી ગયો. બે દિવસ પહેલાં પણ ને આજે પણ."
"તને ગમી ને! બસ તો બીજું જોઈએ શું મારે. બસ તું ખુશ થવો જોઈએ." ક્રિશ્વી ઊંડા ભાવ સાથે બોલી.
"હા ખુશ છું. ઓએ... ક્રિશ્વી I Love You. હું ઈચ્છું છું મારી જિંદગીમાં પ્રેમિકા બની રહે."
"મને ગમ્યું તે ઈચ્છ્યું હું તારી જિંદગીમાં રહું પણ મને સમય જોઈએ બે ચાર દિવસ વિચારવાનો. દોસ્તી તો છે અને રહેશે." ક્રિશ્વી એ મન નો હાથ પકડતા કહ્યું.
"હા, આપ્યો સમય. પણ સાચેજ મને તું જોઈએ છે." મન લાગણીસભર થઈ બોલ્યો.
થોડી આડીઅવળી વાતો કરી વાતોનો દોર ત્યાજ સમાપ્ત કરતા ક્રિશ્વી એ કહ્યું કે હું ઘરે ફ્રેન્ડ ના ત્યાં જાવ છું એમ કહી નીકળી છું મને ત્યાં મૂકી જા. મન ક્રિશ્વી ને એની ફ્રેન્ડ શાલીની પાસે મૂકી ગયો.
શાલીની સાથે કોઈ ખાસ વાત તો ના થઈ પણ મન ને શાલીની સામે જોવું ગમ્યું ને થોડીવાર માટે પુરુષસહજ સ્વભાવથી જોતો રહ્યો. ત્યાંથી એ ઘરે આવવા નીકળ્યો.
*****
મન અને ક્રિશ્વી કયા સંબંધમાં આગળ વધશે?
શાલીની નું આકર્ષણ મન ને કેમ થયું?
પ્રેમ અને શારીરિક સંબંધ શું જીતશે?
આ જાણવા વાંચતા રહો કર્મોનો હિસાબ.
*****
તમને કેવી લાગી વાર્તા, કેવો રહ્યો અનુભવ એ માટે તમે પ્રતિભાવ, સૂચન આપી શકો છો. Email :- feelingsacademy@gmail.com અને https://www.instagram.com/feelings.academy/ આવી જ વાર્તાઓ વાંચવા જોડાયેલા રહો. મારી બીજી પ્રકાશિત વાર્તાઓ પણ વાંચી પ્રતિભાવ આપી શકો છો.
જય ભોળાનાથ...
Feelings Academy...