બધાં મિત્રો હોસ્પિટલમાં દાખલ અધિરાજની તબિયત તપાસ કરવા આવ્યાં હતાં. ડોક્ટર અધિરાજની સારવાર માટે ઘરે વ્યવસ્થા કરી આપે છે. ઘરેથી આકાશની મમ્મીનો ફોન આવ્યો, " આકાશ હોસ્પિટલ બધું સારૂં તો છે ને ? કોઈ ચિંતાજનક બાબત તો નથી ને ? "
આકાશ : " ના મમ્મી અમે બધાં હમણાં ઘરે આવવા માટે નીકળી રહ્યા છીએ ".
આકાશ, અવની, દિવ્યા, પિયુષ, સમીર અને આકાશનાં કાકા અધિરાજને એમ્બ્યુલન્સથી ઘરે લાવવામાં આવ્યાં. જેવી ગાડી હવેલી પર આવતાં સવિતા અને સુધા હવેલીના ગેટ તરફ આવીને ગાડીમાંથી ઉતરેલાં આકાશની નજર સાત વખત નજર ઉતારી.
આકાશ : " કાકી હવે બસ મને કોઇની નજર નહીં લાગે. હું એકદમ સ્વસ્થ છું ".
સુધા અવની તરફ મોઢું મરોડતા : " તું બોવ મોટા શહેરોમાં ભણ્યો એટલે તારી અભણ કાકીની વાતો તું નહીં સમજે. ધણાં લોકો આવે ત્યારે મેલી વિદ્યા સાથે લાવતાં હોય ઈ તને ખબર નાં પડે ".
બાજુમાં ઉભેલી અવનીના ચહેરા પર ઉદાસી છવાય ગય. આકાશ અવની તરફ જોવે છે. બધાં મિત્રો અને પરિવારના બધાં સભ્યો અંદર હવેલીમાં જાય છે.
બહાર દરવાજે ઉભેલાં સમીરને વારંવાર કોઈ વ્યક્તિનાં ફોન અને મેસેજ આવતાં હતાં.
આકાશ : " સમીર કોઈ ચિંતાજનક બાબત તો નથી ને ? સવારનાં તને ફોન આવ્યાં કરે અને તારાં ચહેરા પર થોડોક તણાવ લાગી રહ્યો છે ".
સમીર : " ના...ના... અચકાતાં બોલ્યો, એવું કશું ચિંતાજનક નથી મારે એક જરૂરી ફોન કરવાનો હતો. પરંતુ અહિયાં નેટવર્ક પ્રોબ્લેમ થાય છે ".
આકાશ : " હાં..એ વાત સાચી છે હવેલી ગામથી બે કીલોમીટર દુર હોવાથી અહીંયા એ તકલીફ તો રહેવાની તું પહેલાં અંદર ચાલ થોડીવાર રહીને હું તારી સાથે બહાર આવી અહીંથી થોડી દુર આગળ જતાં વધારે નેટવર્ક મળી રહેશે ".
આકાશ અને સમીર બન્ને હવેલીમાં અંદર આવીને થોડીવાર ફ્રેશ થઈને બેઠાં. ત્યાં ફરી સમીરનો ફોન રણક્યો મને ફોન પર સરખી વાત નહીં થતાં સમીર કંટાળી ગયો.
સમીર : " યાર.... આકાશ તારાં પુરવજોએ અહીંયા કરોડોની સંપત્તિ વસાવી આવડી મોટી હવેલી બનાવી પરંતુ નેટવર્કની તકલીફ ના સમજી ".
હોલમાં બેસેલા બધાં મિત્રો સમીર તરફ જોઇને હસવા લાગ્યા. બધાને હસતાં જોઈ સમીરને યાદ આવ્યું પહેલાં તો ફોન હતાં જ નહીં.
હવે આકાશના લગ્નની તૈયારીઓ શરૂ થવા લાગી હતી. બધાં મિત્રોને અહીંયા આકાશના લગ્ન માટે આપ્યાં હતાં. આકાશનાં કાકાની તબિયત ખરાબ થતાં હવે બધી જવાબદારી આકાશ પર આવી પહોંચી. ઘરમાં બીજું કોઈ પુરુષ હતું નહીં.
સમીર : આકાશ મારે એક-બે જરૂરી ફોન કરવાનો હતો. અહીંયા નેટવર્ક નથી મળી રહ્યું હું હવેલીથી આગળ ગામ સુધી એક ચક્કર મારી આવું ચાલ તું પણ સાથે ".
આકાશ : " હા ચાલો બધાં મિત્રો બધાંને અહીંયા આવ્યાં બે દિવસ થવા આવ્યાં. છતાં હું બધાં સાથે બેસીને સમય ન આપી શક્યો. એ બદલ માફી માંગું છું ".
દિવ્યા : " આકાશ તરફ જોતાં કહ્યું, અરે...આ કોણ છે આ કોલેજનો એ જ સ્માર્ટ અને હેન્ડસમ છોકરાઓ માંથી સૌથી વધારે કયુટ લાગતો આકાશ જ છે ને " ?
પિયુષ : " હા કદાચ હો..".
ચાંદની : " બધાં મિત્રો હસવા લાગ્યા, અરે યાર આવી ફોર્મલીટીની અમને લોકોને આદતા નથી એટલે રહેવા દે. આમ પણ તને આવું સુટ નથી કરતું ".
પિયુષને ઘરે આરામ કરતો હતો. આકાશ, સમીર અને અક્ષય બધાં મિત્રો ગામમાં ચક્કર મારવાં નીકળે છે.
દિવ્યા : " આને અન્યાય કહેવાય હો...એ બધાંને ગામ બચાવવા લય જવાનું અમને બધી ગર્લ્સને અહીંયા ઘરે "??
આકાશ : " અરે...માફ કરો માતા પ્રકોપ શાંત કરો અને ચાલો અમારી સાથે ".
અવની, દિવ્યા અને ચાંદની ત્રણેય બધાં મિત્રો સાથે બહાર જવા નીકળ્યાં.
હવેલીથી ચાલતાં ચાલતાં ગામમાં આવ્યાં આકાશ એક ફોનની દુકાનેથી પોતામાટે નવો ફોન ખરીદ્યો. સમીર પોતાને કરવાનાં જરૂરી ફોન કરી રહ્યો હતો. ચાંદની અને દિવ્યા બજારમાં મળતા રેશ્મી ભારતનાં દુપટ્ટાની દુકાન પર ખરીદી કરવા લાગે. અવની આકાશની બાજુમાં દુકાન બહાર ઉભી હતી.
અવની : " આકાશ એક વાત પુછી શકું "?
આકાશ : " તું કાંઈ પણ પુછી શકે છે ".
અવની : " આકાશ છેલ્લાં બે વર્ષમાં તને મારી એક વખત પણ યાદ ન આવી ". આટલું કહેતાં અવનીના આંખોમાં ઝળઝળીયાં આવી જાય છે.
આકાશ અવનીની ભીંજાયેલી લાગણીસભર આંખોમાં પોતાની પ્રત્યેનો પ્રેમ અને લાગણી નીહાળી રહ્યો હતો્. આકાશ મૌન બનીને અવનીની આંખોમાં ખોવાયેલો સુન્ન બનીને ઉભો હતો.
ત્યાં બધાં મિત્રો આવી પહોંચ્યા, બધાં વાતો કરતાં કરતાં હવેલી તરફ આગળ વધવા લાગ્યાં. ગામનાં પાદરમાં રહેલું તળાવ વરસાદ પછી હરિયાળી ચાદર ઓઢેલું તળાવની આગળનું મેદાન. જાતજાતનાં ફુલો અને છોડથી આંખોને જોતાં ઠંડક પ્રસરી જતી. રંગબેરંગી પતંગીયા આસપાસ નાં વાતાવરણને મોહક બનાવતાં હતાં.
અવની આ બધું જોતાં તળાવ પાસે આગળ વધીને ઉડતાં પતંગીયાને પોતાની બાહોમાં ભરી લેવાં દોડી.
આકાશ : " અવની ત્યાં નહીં... આકાશની વાત સાંભળતાં પહેલા અવની તળાવ પાસે પહોંચી ગઈ".
બધાં મિત્રો આવું સુંદર કુદરતી સૌંદર્યને માણવા પોતાનાં ફોન કાઢીને એને કેમેરામાં કેદ કરવામાં મશગુલ બની ગયાં. અવની તળાવની પાળે પોતાનાં પગ પાણીમાં બોળીને બેઠી હતી. આકાશ અવનીની બાજુમાં આવીને બેઠો. થોડીવાર થતાં અવનીનો પાણીમાં રાખેલો પગે કોઇએ અંદરથી ખેંચ્યો એવું લાગ્યો.
ક્રમશ...