Chakravyuh - 42 in Gujarati Detective stories by Rupesh Gokani books and stories PDF | ચક્રવ્યુહ... - 42

Featured Books
Categories
Share

ચક્રવ્યુહ... - 42

( ૪૨ )

“મીસીસ ખન્ના, સાહેબને સીવીઅર હાર એટેક આવ્યો છે, મે અહી પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી દીધી છે હવે આપણે તેમને હોસ્પીટલમાં એડમીટ કરવા જોશે. તમે કાશ્મીરાને બોલાવી લો.” ફેમીલી ડોક્ટર શર્માએ કહ્યુ   “ડો. શર્મા, હું કાશ્મીરાને ક્યારની કોલ્ કરુ છું પણ તેનો ફોન ઓફ જ આવે છે. એક કામ કરો તમે ક્વીકલી એમ્બ્યુલન્સ મંગાવી લો, હું આવુ છું તમારી સાથે.”   “ઓ.કે. મેડ્મ.” દસ મિનિટમાં એમ્બ્યુલન્સ આવી પહોંચી અને જયવંતીબેન દિવ્યાને બધુ સમજાવી હોસ્પીટલ જવા નીકળી ગયા. જેવા જયવંતીબેન ઘરની બહાર નીકળા કે ફોનની રીંગ વાગી અને દિવ્યાએ ફોન રીસીવ કર્યો.   “હેલ્લો દિવ્યા, રોહન સ્પીકીંગ, ખન્ના સાહેબ ક્યાં છે?”   “સાહેબને તો એટેક આવ્યો છે, સાહેબને દવાખાનામાં દાખલ કર્યા છે, મેડમ તેની સાથે ગયા છે. ઘરે હું અને દેવા કાકા સિવાય કોઇ નથી.”   “કઇ હોસ્પીટલમાં ગયા છે?”   “એ તો ખબર નથી પણ શર્મા સાહેબ આવ્યા હતા એટલે કદાચ તેમની હોસ્પીટલમાં જ ગયા હશે.”   “ઓ.કે. આઇ વીક કોન્ટેક્ટ ધેર.” કહેતા રોહને ફોન કટ કરી દીધો.

**********    

“ક્યારની ટ્રાય કરુ છું કાશ્મીરાને પણ ફોન લાગતો જ નથી. ક્યાં ગઇ હશે એ?” જયવંતીબેન હોસ્પીટલમાં આમથી તેમ ચક્કર મારતા વિચારી રહ્યા હતા. અચાનક તેને રોહનને કોલ કરવાનુ યાદ આવ્યુ અને તેમણે રોહનને કોલ કર્યો પણ રોહનનો ફોન પણ ઓફ આવી રહ્યો હતો. બન્નેના ફોન ઓફ આવતા જયવંતીબેનનો ઉચાટ વધી ગયો.

“હે ભગવાન, આ બન્ને એકલા ક્યાં ગયા હશે? ખન્ના સાહેબને પણ કોઇકનો કોલ આવ્યો હતો અને તેમને હાર્ટએટેક આવી ગયો. આઇ થીન્ક રોહન અને કાશ્મીરામાંથી જ કોઇકનો કોલ આવ્યો હશે, પણ એવુ તે શું ઘટ્યુ હશે કે ખન્ના સાહેબને હાર્ટ એટેક આવી ગયો? નક્કી કાંઇક ખરાબ બન્યુ હશે એટલે જ, પણ હવે કરવું શું?” જયવંતીબેન ગળગળા બની ગયા.   “હે ભગવાન, ઘણા સમય બાદ આંગણે ખુશીઓની પા...પા... પગલી શરૂ થઇ હતી ત્યાં વળી અઘટીત બનાવ બની ગયો પણ આ વખતે કૃપા કરજે પ્રભુ. આ વખતે રોહન અને કાશ્મીરાના સબંધને આંચ આવવા ન દેજે ભગવાન.” કાંઇ સુઝકો ન પડતા જયવંતીબેન હોસ્પીટલમાં રહેલી ભગવાનની મૂર્તી સામે હાથ જોડી બેઠા.   “ભાભીજી, નમસ્કાર. આટલુ બની ગયુ અને તમે હજુ કોઇને ફોન કરતા નથી અને અહી એકલા આવી ગયા? અમે પણ ખન્ના સાહેબના વફાદાર જ છીએ.” સુબ્રતો રોય અને તેની પત્ની તથા ગણપત શ્રોફ અને તેની પત્ની ચારેય હોસ્પીટલ આવી ગયા.   “અરે પણ તમને કહ્યુ કોણે કે ખન્ના સાહેબ હોસ્પીટલમાં છે?”

“ભાભીજી, એ વાત છોડો અને તમે અહી આરામ કરો. એક કામ કરો તમે ચાલો અમારી સાથે અહી ગણપત અને સુબ્રતો ભાઇ સાહેબ છે, એ બન્ને બધુ સંભાળી લેશે. તમે ચાલો અમારી સાથે. થોડો આરામ કરો નહી તો નાહક તમે બિમાર પડી જશો.” ગણપત શ્રોફની પત્નીએ કહ્યુ.

ના હું ખન્ના સાહેબને છોડીને ક્યાંય જવાની નથી, જ્યાં સુધી તે હોંશમાં ન આવે ત્યાં સુધી હું અહીથી ક્યાંય નહી જાઉં.”   “ભાભીજી, ઓ.કે. તમે અહી જ રહેજો પણ પ્લીઝ તમે પગ વાળીને બેસી જાઓ, નાહક તમારી તબિયત બગડી જશે.” કહેતા ગણપત શ્રોફની પત્નીએ જયવંતીબેનને બહાર વેઇટીંગ ચેર પર બેસાડ્યા ત્યાં ડોક્ટર બહાર આવતા દેખાયા.   “શું થયુ ડોક્ટર? કેમ છે ખન્ના સાહેબની હેલ્થ? ઇઝ હી આઉટ ઓફ ડેન્જર?” જયવંતીબેન ડોક્ટરને જોતાવેંત જ દોડતા તેમની પાસે પહોંચી ગયા અને પ્રશ્નોનો મારો ચલાવી દીધો.   “મેડમ, ખન્ના સાહેબને સીવીયર એટેક આવ્યો હતો. હવે તે અન્ડર ટ્રીટમેન્ટ છે, આગળના ચોવીસ કલાક તેમના માટે ભારે છે પણ મારા ઓબ્ઝર્વેશનમાં હોવાથી ચિંતાનો કોઇ પ્રશ્ન નથી. હાલ તેમને ઊંઘનું ઇન્જેક્શન આપેલુ છે.”   “થેન્ક ગોડ. હું તેમને મળી શકું?” જયવંતીબેન પુછ્યુ.   “મેડમ મે કહ્યુ ને કે તેમને ઊંઘનું ઇન્જેક્શન આપેલુ છે એટલે અત્યારે તો તે સુતા છે. કાલે સવારે તમે તેમને મળજો પણ બહુ વાતચીત કરશો નહી.” સુચના આપી ડોક્ટર ત્યાંથી નીકળી ગયા.   “ભાભીજી તમે ચિંતા ન કરશો, અમે બધા અહી જ છીએ. તમે પ્લીઝ વેઇટીંગ રૂમમાં આરામ કરો પ્લીઝ.”

“હા ભાભી, ખન્ના સાહેબની ચિંતામં ને ચિંતામાં અકારણ તમે પથારીવશ થઇ જશો. સુબ્રતો અને ગણપત ભાઇ સાહેબ અહી છે અને આમ પણ આઇ.સી.યુ. માં એક જ વ્યક્તિને રહેવા દેશે માટે મારુ માનો તો તમે ચાલો અમારા ઘરે.” સુબ્રતોની પત્નીએ આગ્રહ કરતા કહ્યુ.   “હા ભાભીજી, બન્ને ભાઇઓ અહી વારાફરથી જાગશે, તમે વહેલી સવારે ફ્રેશ થઇ અહી આવી જજો પણ અત્યારે ચાલો અમારી સાથે પ્લીઝ.” ગણપત શ્રોફની પત્નીએ પણ સુર પૂરાવ્યો.   “તમારી બધી વાત સાચી પણ એકબાજુ ખન્ના સાહેબ હોસ્પિટ્લાઇઝ્ડ છે અને બીજી બાજુ કાશ્મીરા અને રોહન બન્નેનો ફોન આવે છે, આઇ થીન્ક નક્કી એ બન્ને સાથે કાંઇક અઘટિત બન્યુ હશે અને તેનો જ ફોન ખન્ના સાહેબને આવ્યો હશે એટલે આ બધુ બની ગયુ. એકબાજુ ખન્ના સાહેબનું ટેન્શન અને બીજી બાજુ કાશ્મીરા અને રોહનનું ટેન્શન. સમજાતુ નથી હું શું કરું?”  બોલતા બોલતા જયવંતીબેન પણ ધૃજવા લાગ્યા.   “ભાભીને કેમ કહેવું કે ખરેખર શું થયુ છે?” સુબ્રતોએ ગણપતને ધીમેકથી કહ્યુ.   “સાઇલન્ટ પ્લીઝ, જો સાચી વાતને ખબર પડશે તો ભાભીને સંભાળવા બહુ મુશ્કેલ પડી જશે, તેને કોઇ પણ ભોગે અહીથી આપણા ઘરે મોકલવા જ પડશે, નહી તો અંજામ બહુ ખરાબ આવશે.” ગણપત શ્રોફ બોલ્યા.   “ગણપત પણ ભાભીજીને કેમ કહેવું કે કાશ્મીરા મેડમ કિડનેપ થઇ ગયા છે?”   “એ જ તો પ્રશ્ન છે, જોઇએ ચલો શું થાય છે, અત્યારે અહી તેમની સાથે રહેવુ ખાસ જરૂરી છે. થોડી વાર આરામ કરે તો સારૂ નહી તો તેમને વળી માઇન્ડ ની પ્રોબ્લેમ શરૂ ન થઇ જાય.”

**********  

“શું થયુ? કેમ તમે બન્ને બહાર આવ્યા?” ગણપત શ્રોફે તેની પત્નીને પુછ્યુ.   “ભાભીજી સુઇ ગયા છે, એટલે જરા ફ્રેશ થવા હું બહાર આવી છું. વિજયલ્ક્ષ્મી ભાભી ત્યાં બેઠા છે.”   “સારૂ થયુ ભાભી સુઇ ગયા.”   રાત્રીના લગભગ બે વાગ્યા જેવો સમય થયો હતો. સુબ્રતો અને ગણપત શ્રોફ બન્ને આઇ.સી.યુ. માં ખન્ના સાહેબ સાથે હતા અને વિજયલક્ષ્મી અને જ્યોતી બન્ને બહાર વેઇટીંગ ચેર પર ઝોંકા લઇ રહી હતી ત્યાં અચાનક જયવંતીબેન બાવરાની જેમ દોડતા દોડતા બહાર આવ્યા અને કાશ્મીરાના નામની બૂમો પાડવા લાગ્યા..   “કાશ્મીરા............... કાશ્મીરા.............. ક્યાં છે કાશ્મીરા?”

“ભાભી, અચાનક શું થયુ? મને કાશ્મીરાનો ફોન આવ્યો હતો તે અને રોહન બન્ને સવારે અહી  આવી પહોંચશે. જરૂરી કામ અર્થે તે બન્ને દિલ્લી નીકળી ગયા હ્તા. મે તેમને ખન્ના સાહેબના સમાચાર આપ્યા કે તેઓ બન્ને અહી આવવા નીકળી ગયા છે. પ્લીઝ તમે આરામ કરો.”  જ્યોતી શ્રોફે જયવંતીબેનને પકડતા કહ્યુ પણ જયવંતીબેન તેનો હાથ છોડાવી બહાર દોડી ગયા. આ બાજુ વિજયલક્ષ્મી તેના પતિ સુબ્રતો અને ગણપત શ્રોફને બોલાવવા દોડી ગઇ. 

To be continued…………..