Chakravyuh - 40 in Gujarati Detective stories by Rupesh Gokani books and stories PDF | ચક્રવ્યુહ... - 40

Featured Books
Categories
Share

ચક્રવ્યુહ... - 40

પ્રક્રરણ-૪૦

તે આખો દિવસ રોહન અને કાશ્મીરા સાથે રહ્યા. સાથે જમ્યા, લોંગ ડ્રાઇવ પર ગયા. બન્નેએ પોતાને ગમતી વાતો ન ગમતી વાતો બધુ એકબીજા સાથે શેર કર્યુ.

“રોહન, તને એક વાત પુછું?”

“હા પુછો ને મેડમ.”   “એક તો આ બધી વાતમાં મેડમ શબ્દ લગાવવાનું છોડી દે. મને હજુ પણ એમ જ થાય છે કે એક બોસ અને એમ્પ્લોઇ વાત કરી રહ્યા હોય.” આ સાંભળી રોહન હસી પડ્યો.

“તને હસવુ આવે છે અને અહી આઇ એમ નોટ ફીલીંગ ગુડ સો પ્લીઝ આજથી મેડમ કહેવાનુ બંધ.”   “તો શું ઓફિસમાં પણ જાનુ કહીને બોલાવું?” રોહને કાશ્મીરા સામે જોઇ આંખ મીચકારી.   “યુ નોટી... બહુ નખરાળો છે તુ.”   “એ તો છું જ મેડ્મ, મારી પાછળ દોડનારી છોકરીઓની કાંઇ કમી નથી પણ આ તો હું રહ્યો ભોળો એટલે આ બધી ઝંઝટમાં ન પડુ બાકી નખરા કરવા એ તો મને બહુ આવડે.”

“ઓફિસમાં પણ કાંઇ લાંબો સમય આ વાત છુપી રહેવાની નથી, બસ પાપાને મળીને હું બધી વાત કરી લઉ અને બહુ સાદાઇથી આપણે એન્ગેજમેન્ટ સેરેમની ગોઠવી લઇએ પછી ઓફિસમાં પણ જાનુ કહેવાની છુટ મળી જશે તને.”   “ઓ.કે. એઝ યુ લાઇક, આમ પણ હવે મે પોઝીટીવ જવાબ આપ્યો છે અને આમ પણ રહ્યો આપનો એમ્પ્લોઇ એટલે હવે આજીવન મારે તમે કહો એમ જ કરવાનુ છે.” હળવી મજાક કરતા રોહન બોલ્યો પણ કાશ્મીરાનું મો ચડી ગયુ અને તે નીચુ જોઇ ગઇ.   “વ્હોટ હેપ્પન્ડ કાશ્મીરા? સોરી તને મારી વાતનું ખોટુ લાગ્યુ હોય તો. મારો તને હર્ટ કરવાનો કોઇ ઇરાદો ન હતો.”   “લુક રોહન, ભલે હું પૈસાદાર છું પણ તેનો મતલબ એ નથી કે લગ્ન બાદ પણ તુ મારો એમ્પ્લોઇ હશે અને હું જેમ કહું તેમ જ તુ કરશે એટલે પ્લીઝ આવી વાત ક્યારેય મજાકમાં પણ ન કહેજે પ્લીઝ. આપણે એકબીજા સાથે પ્રેમથી રહેવાનુ છે નહી કે બંધનથી.”   “ઓ.કે. સોરી, આઇ વીલ ટેક કેર અબાઉટ ધીસ, નાઉ સ્માઇલ પ્લીઝ. “ રોહને કાશ્મીરાના મિજાજને ઠીક કરતા કહ્યુ.   “ચલ હવે જવુ છે કે અહી જ બેસીને ગપ્પા મારવા છે અને ડિનર પણ અહી જ કરવાનો ઇરાદો છે?” રોહને કાશ્મીરાને પુછ્યુ.   “યા લેટ’સ ગો ટુ માય હોમ. આપણે બન્ને સાથે મારા ઘરે જઇએ અને મમ્મી પપ્પાને સરપ્રાઇઝ આપીએ.”   “યા ઓ.કે. લેટ’સ ગો.” રોહને કહ્યુ અને બન્ને જણા ખન્ના હાઉસ આવવા માટે નીકળી ગયા.

**********

“મમ્મી-પાપા જુવો કોણ આવ્યુ છે મારી સાથે?” કાશ્મીરા ઘરના એન્ટ્રન્સથી જ બોલતી રોહનનો હાથ પકડી અંદર આવી.   “શું છે બેટા? કોણ આવ્યુ છે તે આટલી બૂમો પાડે છે?” જયવંતીબેન અને ખન્ના સાહેબ બન્ને ઉપરથી બોલતા બોલતા નીચે આવ્યા અને કાશ્મીરા અને રોહનને સાથે જોઇને બન્ને ચકિત રહી ગયા, અરે બન્નેના પગ થંભી ગયા. નીચે ઊતરતા ઊતરતા બન્ને પગથીયે જ અટકી ગયા.

“મમ્મી-પાપા, ઇટ’સ નોટ અ ડ્રીમ. તમે કેમ અવાક બની ગયા? તમે જે જોઇ રહ્યા છો એ સાચુ છે, મારી સાથે રોહન જ છે. પ્લીઝ ક્મ હીઅર.”

“ઓહ માય ગોડ, આઇ કાન્ટ બીલીવ ધેટ કાશ્મીરા. આખરે તે મારી ઇચ્છા પૂરી કરી જ દીધી. તમને બન્નેને સાથે જોવાની મારી અંતરમનથી ઇચ્છા હતી પણ ભૂતકાળમાં જે થયુ તેના લીધે તને આ વિષે કહેવા માટે મારી જીભ ઉપડતી જ ન હતી પણ આજે ભગવાને મારી ઇચ્છા પૂરી કરી દીધી.” ખન્ના સાહેબે નીચે આવતા કહ્યુ.

“હા બેતા, આજે ઘણા દિવસે અમારા ચહેરા પર ખુશી છવાઇ છે તારા કારણે બાકી જાણે આ ઘરની તો પનોતી જ બેસી ગઇ હોય તેમ એક પછી એક માઠા સમાચાર જ આવી રહ્યા હતા.” જયવંતીબેને આંખમાંથી આવતા આંસુને પોંછતા કહ્યુ.   “મમ્મી પ્લીઝ ડોન્ટ ક્રાય, આજના શુબ દિવસે આંખમાં આંસુઓની કોઇ જગ્યા જ નથી, આજે તો સેલીબ્રેશનનો દિવસ છે.” કાશ્મીરાએ તેની મમ્મીને ભેટતા કહ્યુ.

“અરે હા બેટા હા, અરે દિવ્યા જલ્દી આરતીની થાળી લઇ આવ અને સ્વીટ્સ લઇ આવ જલ્દી. નજર ન લાગે બન્નેની જોડીને.” આરતીની થાળી આવતા જ જયવંતીબેને બન્નેની આરતી ઉતારી મિઠાઇ ખવડાવી મીઠુ મોઢુ કરાવ્યુ અને બન્નેની નજર ઉતારી દિવ્યાને તે પૈસા આપી દીધા.

“હવે તમે બન્ને તો એકબીજાને મીઠુ મોઢુ કરાવો. આઇ ક્નો કે તમે બન્નેએ ક્વોલીટી ટાઇમ સાથે વિતાવ્યો જ હશે પણ હવે અમારી સામે પણ એકબીજાના મોં મીઠા કરાવો.” ખન્ના સાહેબે કહ્યુ અને કાશ્મીરા અને રોહને એકબીજાને મિઠાઇ ખવડાવી.

“યે હુયીના બાત. હવે કાંઇક મજા પડી અમને.” ખન્ના સાહેબે કહ્યુ.   “હવે બન્ને ઊભા જ રહેશો કે રોહનને બેસવાનુ પણ કહેશે. હવે આજથી એ તારો એમ્પ્લોઇ માત્ર નથી.” ખન્ના સાહેબે ટીખળ કરી.   “શું પાપા, તમે પણ... હવે આ ઘર પણ રોહનનું જ છે, તેમા ફોર્માલીટી શું કરવી મારે?”

“ઓ,કે. હવે મજાક તો બહુ થઇ ગઇ પણ એક બીજી વાત કે સગાઇની સેરેમની ક્યાં કરશું અને કેવી રીતે?” બધા બેઠા ત્યાં દિવ્યા કોફી લઇને આવી એટલે કોફી પીતા પીતા ખન્ના સાહેબે કહ્યુ.   “પાપા મારી ઇચ્છા તો સગાઇ એકદમ સાદાઇથી કરવાની છે. લગ્નમાં તમે તમારા મનની બધી ઇચ્છા પૂરી કરજો પણ સગાઇ તો બન્ને ફેમિલી મેમ્બર્સ અને નજીકના શુબેચ્છકોને બોલાવીને જ કરવાનુ રાખશું. તમારી રેપ્યુટેશન જોતા એક બીજો આઇડિયા આપુ છું કે સગાઇ બાદ પ્રેસ કોન્ફરન્સ બોલાવી જાહેરાત કરી દેજો જેથી મીડીયાને પણ આ વાતની જાણ થઇ શકે.”   “ઓ.કે. બેટા, તારો આઇડિયા તો બહુ સારો છે પણ રોહનનો શું વિચાર છે તે પણ જાણવુ જરૂરી છે.”   “અંકલ, તમે જે નક્કી કરશો તે મને મંજુર છે, મારા તરફથી મમ્મી-પપ્પાને હું અહી બોલાવી લઇશ. બાકી કાશ્મીરા જે કહે છે તેમા મારી પણ સહમતિ છે.” રોહને કહ્યુ.   “વાઉ ગ્રેટ, આજે જ પંડીતજી પાસેથી સારો દિવસ અને મુહર્ત મેળવી આપણે સગાઇની તારીખ નક્કી કરી લઇએ.”

“ઓ.કે. સર, એઝ યુ લાઇક. ચલો હવે મારે નીકળવુ જોઇએ. બહુ લેઇટ થઇ ગયુ છે.” કહેતા રોહન ઊભો થયો.

“ચલ રોહન હું તને ડ્રોપ કરી દઉ, આમ પણ તુ બાઇક તો લાવ્યો નથી.” કાશ્મીરાએ કહ્યુ અને રોહનની સાથે એ પણ નીકળી ગઇ.   “હમ્મમ તો મેડમ મને છોડવા માટે આવી રહ્યા છે, મતલબ મેડમને એ પસંદ નથી કે હું તેમના ઘરમાં વધુ સમય વિતાવું.”   “હેય રોહન, મારો એવો ઇરાદો ન હતો.”   “તો શું હતો મેડમજીનો ઇરાદો?” રોહને કાશ્મીરાની નજીક જઇ કાનમાં કહ્યુ.   “મેડમનો ઇરાદો તો એમ્પ્લોઇ સાથે થોડી ઓફિસ મેટર  ડીસ્કસ કરવાનો હતો.”

“ઓ.કે. ધેન લેટ’સ ગો.” કહેતા જ રોહને કાશ્મીરાના હાથમાં રહેલી ગાડીની ચાવી આંચકી લીધી અને કારનો ડોર ઓપન કરતા કહ્યુ.

To be continued……..