Ek bhool - 20 in Gujarati Love Stories by Heena Pansuriya books and stories PDF | એક ભૂલ - 20

Featured Books
  • चुप्पी - भाग - 2

    क्रांति की हॉकी खेलने की चाह को महसूस करके और उसकी ज़िद को हद...

  • छिनार

    बसंत बाबू, ये ही बोलते थे लोग, 23 साल का खूबसूरत युवक, 6 फिट...

  • बन्धन प्यार का - 33

    और नरेश,हिना और मीरा स्वामी नारायण मंदिर के लिये निकल लिये थ...

  • I Hate Love - 12

    जिसे देख जानवी ,,,,एक पल के लिए डर जाती है ,,,,,क्योंकि इस व...

  • आशा की किरण - भाग 3

    अब जो ठीक समझो, करो,’’ बेटे ने कहा, ‘‘सेना के एक कप्तान से म...

Categories
Share

એક ભૂલ - 20

રાધિકાને શોધવા માટે અમિત સુધી પહોંચવું જરૂરી હતું માટે મીરા, મિહિર, આરવ, આશી અને મીત રાત્રે સિલ્વર નાઇટ ક્લબ પર પહોંચે છે. પરંતુ હજુ તેઓ કોઈ પ્લાન અમલમાં મૂકે તે પહેલાં તેમને પાછળથી અજાણ્યો અવાજ આવે છે.

" કોન હો તુમ લોગ? "

અવાજ સાંભળતા બધાના હોંશ ઉડી ગયા. હજુ પ્લાન શરૂ પણ થયો નહોતો ત્યાં આ કઈ નવી મુસીબત આવી પડી.

બધાએ પાછળ ફરીને જોયું તો એક માણસ હાથમાં દારૂની બોટલ લઈને ઊભો હતો. કદાચ વધુ પડતાં નશાને કારણે સરખી રીતે ઊભો પણ નહોતો રહી શકતો. તેને જોઈને બધાંના મનમાં સહેજ હાશકારો થયો કે અમિત કે અમિતનો કોઈ માણસ નહોતું.

" તુમ ઈધર કયા કરને આયે હો? દારૂ પીઓગે? "

આટલું બોલી પેલો દારૂડિયાએ દારૂની બોટલ આગળ કરવા ગયો અને ત્યાં જ ઢળી પડ્યો.

" આનું તો અહીં જ ઢીમ ઢળી ગયું." હળવી મુસ્કાન સાથે આશી બોલી. " ચાલો, હવે આપણે આપણું કામ શરૂ કરીએ. "

" આના ચક્કરમાં અમિત આવ્યો કે નહીં એ પણ ખબર ના પડી. " મીતે ક્લબની આસપાસ નજર લગાવી.

" અમમ.. લાગતું તો નથી. એ આવ્યો હોત તો અહીં આસપાસ ક્યાંક તેની ગાડી હોત. " આરવ બોલ્યો.

" હા, હવે બધાં સાંભળો. જુઓ ત્યાં સામે એક નાની દિવાલ જેવું દેખાય છે ને ત્યાં મીરા, મિહિર અને આરવ ઊભાં રહેશે. ત્યાંથી ક્લબ થોડું દુર પણ છે અને અંધારું પણ છે એટલે તેમની પર કોઈની નજર આસાનીથી પડશે નહીં. તે બહારની ખબર આપણાં સુધી પહોંચાડશે. " મીત બોલ્યો અને તેનાં ખિસ્સામાંથી બ્લ્યુટુથ કાઢીને એક પોતે રાખ્યું અને બાકીનાં આશી, મિહિર, મીરા અને આરવને આપીને કહ્યું, " આના થ્રુ આપણે કોન્ટેક્ટમાં રહેશું. "

" ઓકે. " બધાં બોલ્યાં.

" અને હા, આશીએ જે ઈયરીંગ્સ પહેરી છે તેમાં મેં એક નાનો કેમેરો ફિટ કરી દીધો છે. તેનાથી બધું શૂટિંગ તેમાં આવી જશે. " મીતે આશીએ પહેરેલી ઈયરીંગ તરફ ઈશારો કરીને કહ્યું.

" ઓકે, તો ચાલો જઈએ હવે. " આરવે કહ્યું.

પાંચેય પહેલાં તો કોઈનું ધ્યાન ન જાય તેમ તે દિવાલ સુધી પહોંચ્યા. એમપણ રાત થઈ ગઈ હતી અને આજુબાજુ સાવ અંધારું હતું. કોઈપણ તેને આસાનીથી જોઈ શકે તેમ નહોતું. થોડીવાર ત્યાં ઊભા રહ્યાં ત્યાં ધીમે ધીમે લોકો આવવાં લાગ્યાં. બહાર બે માણસ બધાનું ચેકિંગ કરીને અને હાથમાં નિશાન છે કે નહીં તેની ખાતરી કરીને પછી જ અંદર જવા દેતા હતાં.

" અમિતને તો જોયો નથી. તો તેને ઓળખશું કઈ રીતે? " આશી બોલી.

" મેં જોયેલો છે એને. હું ઓળખી જઈશ. " મીતે કહ્યું.

" ઓકે સારું તો ચાલ આપણે પણ જઈએ. અત્યારે ત્યાં ઘણાં માણસો છે તો સાથે સાથે આપણે પણ જતાં રહીશું." આશીએ કહ્યું.

" હા સારું."

મીત બોલ્યો. મીત અને આશીએ બ્લ્યુટુથ કાનમાં ભરાવી દીધાં. મીતે કપાળ પર બાંધેલો રૂમાલ કાન પર રાખી દીધો. જેથી આસાનીથી બ્લ્યુટુથ તેમની નજરમાં ન આવે. આશીએ પણ વાળથી તેનાં કાન ઢાંકી દીધાં. પછી બંને જવાં માટે નીકળ્યાં.

ત્યાં જઈને બંને લાઇનમાં ઊભા રહી ગયાં. આશીનો વારો આવ્યો ત્યારે બહાર ઊભેલો માણસ ઘડીક તેને જોઈ રહ્યો અને પછી બોલ્યો,

" તેરેકો કભી ઈધર આતે નહીં દેખા. લગતાં હે તુમ પેહલી બાર ઈધર આઈ હો. ચલ અબ હાથ દીખા. "

કહીને તેણે આશીનો હાથ પકડીને તેમાં રહેલ નિશાન જોયું. છતાંય તેને વિશ્વાસ ન આવતાં તેની તલાશી લેવાં લાગ્યો. જેવો તેનો હાથ આશીના કાન તરફ આવ્યો ત્યાં આશીએ તેનો હાથ પકડી લીધો અને બોલી,

" ક્યુ રે, કભી લડકી નહીં દેખી ક્યાં...! તેરેકો યે નિશાન દીખ નહી રહા હે? ચલ અબ રાસ્તે મે સે હટ ઔર અંદર જાને દે મુજે. "

આશીએ તેનો હાથ જોરથી પટક્યો અને તેને ધક્કો મારીને અંદર જતી રહી.

આશીને આવી રીતે જોઈને મીત ચોંકી ગયો. તે પણ જલ્દીથી તેનાં હાથમાં રહેલ નિશાન બતાવીને અંદર જતો રહ્યો. ત્યાંથી દુર ઉભેલાં મીરા, મિહિર અને આરવ પણ હસવા લાગ્યાં.

અંદર જઈને મીત આશી પાસે આવ્યો અને બોલ્યો,

" તું તો સોલીડ ડેન્જર છે હોં!! મને આટલી બધી નહોતી ખબર. "

" અરે એ કરવું પડે નહીંતર તો એ ત્યાં જ પકડી લેત આપણને. " આશી હસવા લાગી.

તેણે આસપાસ નજર કરી. ટેબલ ઉપર બેસીને ઘણાય જુગાર રમતાં હતાં. તો કેટલાય દારૂના નશામાં ટલ્લી થઈને ત્યાં જ સૂઈ ગયાં હતાં. જુવાન છોકરાઓ અને છોકરીઓ મજા માણતાં હતાં. મીત અને આશી પણ ત્યાં એક ટેબલ પર બેસી ગયાં. મીત કાન પાસે હાથ દઈને હળવેકથી કોઈને સંભળાય નહીં તેવી રીતે બોલ્યો,

" મિહિર, અમે અંદર પહોંચી ગયાં છીએ. જો અમિત આવે તો તું ઇન્ફોર્મ કરી દેજે. "

" ઓકે હું કહી દઈશ." બહાર નજર રાખીને ઉભેલ મિહિર બોલ્યો.

થોડીવાર થયું ત્યાં એક કાર આવીને ઊભી રહી. મિહિર, મીરા અને આરવ ત્યાં જોવા લાગ્યાં. તેમાંથી બે માણસ ઉતર્યા. તેને જોઈને મીરા અને આરવ સાથે બોલ્યાં,

" અમિત. "

" ક્યાં છે અમિત? " મિહિરે પૂછ્યું.

" જો ત્યાં હમણાં કારમાંથી બે માણસ બહાર નીકળ્યા ને.. તેમાંથી પેલો જમણી બાજુ ઉભો છે તે અમિત છે. " મીરા અમિત તરફ આંગળી ચીંધીને બોલી.

" પણ આ ભેગો આવ્યો છે તે કોણ હશે? " આરવ બોલ્યો.

" ખબર નહીં કદાચ તેનો ભાઈ હશે, જેનાં વિશે મીતે કહ્યું હતું. " મીરાએ કહ્યું.

" ઓકે તો હું મીત અને આશીને ઇન્ફોર્મ કરી દઉં કે અમિત આવી ગયો છે. " કહીને મિહિરે બંને ને અમિત વિશે કહી દીધું અને સાથે સાથે તેનો ભાઈ પણ આવ્યો છે તે પણ કહી દીધું.

" હું ત્યાં ટેબલ પર જતી રહું છું. તું અહીં જ રહેજે. અમિત આવે એટલે મને ઇશારાથી જણાવી દેજે. સાથે રહેવું તેનાં કરતાં અલગ રહેવું તે વધુ સેફ રહેશે. " આશીએ મીતને કહ્યું અને તે બીજાં ટેબલ પર જતી રહી.

થોડીવારમાં અમિત અને વિહાન અંદર આવ્યાં. મીતે આશીને ઇશારાથી અમિત કોણ છે તે જણાવી દીધું. આશીએ ત્યાં પડેલ ખાલી ગ્લાસમાં પાણી નાખીને દારૂ પી રહી હોય તેવો ઢોંગ કરવાં લાગી. અમિતની નજર તેની તરફ પડી. તે થોડીવાર સુધી તેને જ જોતો રહ્યો. તે આશીની બાજુમાં આવીને બેસી ગયો. થોડીવારમાં એક માણસ તેની પાસે આવીને એક દારૂનો ભરેલો ગ્લાસ મૂકી ગયો. અમિત તે પીવા લાગ્યો અને આશીને જોઈ રહ્યો હતો.

વિહાન ત્યાંથી નીકળીને મીત જ્યાં બેઠો હતો તેની સામે આવીને બેસી ગયો અને અમિત પર નજર રાખી રહ્યો હતો.

અમિત સામે બેસીને પોતાની તરફ જોઈ રહ્યો હતો તે જાણીને થોડીવાર પછી આશી ખોટું રડવાનું નાટક કરવાં લાગી.

" કેમ રડે છે તું? શું થયું? " આશીને રડતાં જોઈને અમિત આશીનાં હાથ પર પોતાનો હાથ રાખીને બોલ્યો.

આશી નશામાં હોય તેમ બોલવાં લાગી,

" મારા બ..બોયફ્રેન્ડે મને છોડી દીધી. જ્યારે હોઈ ત્યારે મારી સાથે ઝગડો જ કરતો હોય. પ.. પણ આજે તો મને છોડી જ દીધી. હવે હું શું કરું.. ક.. કોની પાસે જઉં. "

કહીને આશી ફરીથી રડવા લાગી. અમિતને હવે ધીમે ધીમે દારૂ અને આશી બંનેનો નશો ચડી રહ્યો હતો.

" તો એમાં રડે છે કેમ, હું છું ને. " અમિતે આશીનો હાથ એકદમ ટાઇટ પકડી લીધો.

તેને જોઈને મીતનો પારો હવે ઉપર ચડી રહ્યો હતો.

" બે મિહિર , હું આ અમિત્યાને નહીં છોડું. " મીતે કહ્યું.

" એ મીત, ગુસ્સાને કંટ્રોલમાં લે. નહીંતર બધો પ્લાન વિખાઈ જશે અને આપણે બધાં ફસાઈ જઈશું. અમિત હાથમાં આવે પછી તેને જોઈ લેજે. અત્યારે કઈ કરતો નહી. " બહારથી મિહિર તેને સમજાવી રહ્યો હતો.

" મારે ઘરે જવું છે હવે.. " આશી ટેબલ પર માથું રાખીને બોલી.

" ઘરે શું છે? ચાલ ત્યાં જઈએ. " અમિતે સામેની તરફ ઇશારો કરીને કહ્યું. આશીએ તે તરફ જોયું તો ત્યાં એક પડદો હતો અને પાછળ કોઈ નાની ઓરડી હોય તેવું લાગ્યું. તે અમિતનો ઈરાદો સમજી ગઈ. તેણે ફરીથી રડવાનું નાટક કર્યું અને બોલી,

" ના, મારે ઘરે જ જવું છે. " અને ફરીથી ટેબલ પર માથું રાખીને બેસી ગઈ.

" ઘર? ક્યાં છે તારું ઘર? " અમિતે પૂછ્યું.

" ખબર નહીં. હું તો મારા બોયફ્રેન્ડ ભેગી રહેતી હતી. પણ એને કાઢી મૂકી. હવે મારું તો ઘર જ નથી. " માથું ટેબલ પર રાખીને જ બોલી.

" તો તું ક્યાં જઈશ હવે? " અમિતે પૂછ્યું.

અમિત પર હવે આશી પુરી રીતે હાવી થઈ ગઈ હતી. તેને બસ હવે ગમે તેમ કરીને આશી જોઈતી હતી. એમાં પણ તે દારૂના નશામાં હતો. તે શું કરી રહ્યો હતો તેનું તેને ભાન હતું નહીં.

આશીએ કઈ જવાબ આપ્યો નહીં. એટલે અમિત બોલ્યો,

" મારી ઘરે આવીશ? "

આ સાંભળીને મીત અને બહાર ઉભેલા મીરા, મિહિર અને આરવ ત્રણેયનાં કાન ચમક્યાં. મિહિરે આશીને હા પાડવાનું કહ્યું.

એ સાંભળીને મીત બોલ્યો, " એય મિહિર, તે હા પાડવાનું કેમ કહ્યું. આશી મુસીબતમાં મુકાઈ જશે. "

" કંઈ નહીં થાય. આપણે છીએ ને. તું ચિંતા નહીં કર. એમપણ આશી સ્માર્ટ છે. ચિંતા હવે અમિતને કરવાની રહેશે. આપણે તેનો પીછો કરીને તેનાં ઘર સુધી પહોંચી જશું. " મિહિરે કહ્યું.

" તું લઈ જઈશ મને તારી ઘરે? " આશી બોલી.

" હા." અમિતે કહ્યું.

" ચાલ તો.." આશીએ કહ્યું અને ઉભી થવા ગઈ ત્યાં તેણે પડવાનું નાટક કર્યું. અમિતે તેને પકડી લીધી.

" તમે છોકરીઓ કેટલાં નાટક કરો નહીં, મીરા. એમાંય રડવાનું તો કોઈ પણ સમયે ચાલું થઈ જાય. " આશીનાં નાટક જોઈને મીતે હળવેકથી મીરાને કહ્યું. તે સાંભળીને બધાને હસવું આવ્યું. આશી પણ હસી પણ સામે અમિતને જોઈને તેણે કંટ્રોલ કરી લીધું.

મીરાનું નામ સાંભળીને મીતની સામે બેસેલા વિહાનને જટકો લાગ્યો. તેણે આસપાસ જોયું તો કોઈ દેખાયું નહીં. ફક્ત સામે એક છોકરો એકલો બેઠો હતો. વિહાન તેની બાજુમાં આવીને બેઠો. વિહાનને પોતાની બાજુમાં જોઈને મીતને ટેન્શન થવાં લાગ્યું. મીતને ટેન્શનમાં જોઈને વિહાનને થયું કે નક્કી તે મીરાની સાથે આવ્યો હોવો જોઈએ. તે બોલ્યો,

" રાધિકાને શોધે છો? "

આ સાંભળીને મીત ચોંકી ગયો. તેને શું બોલવું તે નહોતું સમજાય રહ્યું.

***

રાધિકા વિહાને કહ્યું એ મુજબ અમિતનાં રૂમમાં ગઈ અને વિહાને આપેલી ચાવીથી કબાટ ખોલ્યો. તેમાં નીચે જોયું તો ત્રણ ખાના હતાં. તેણે વચ્ચેનું ખાનું ખોલીને જોયું તો તેમાં ગ્લોવ્ઝ દેખાયાં. રાધિકાએ તે લીધાં અને કબાટ બંધ કર્યો.

તે પહેરીને રાધિકા તે પેઇન્ટિંગ પાસે આવી અને તેને ત્રાસી કરી. ત્યાં પાછળ એક ચાવી દેખાઈ. દેખાવમાં તે સાવ નોર્મલ લાગી રહી હતી. રાધિકાએ તે ચાવી લીધી અને ડાઈનીંગ ટેબલ પાસે આવી. તેનાં ખાના વારાફરતી ખોલવા લાગી. એક ખાનું ન ખૂલ્યું. રાધિકાએ તેમાં ચાવી નાખી ત્યાં ખુલી ગયું. તેણે તેમાં જોયું તો ઘણાં ડોક્યુમેન્ટ્સ હતાં. રાધિકા ઝડપથી તેમાં પેનડ્રાઈવ શોધવા લાગી. ત્યાં તેની નજર પેનડ્રાઈવ પર પડી. રાધિકાએ હરખાઈને તેને લઈ લીધી અને ખિસ્સામાં મૂકી દીધી. તે જેવી ઉભી થવા ગઈ એટલામાં કોઈએ તેને પાછળથી માથામાં જોરથી માર્યું. રાધિકાએ માથામાં હાથ લગાવ્યો તો લોહી નીકળવા લાગ્યાં. તેને ચક્કર આવવા લાગ્યાં. તેને બધું ઝાંખું ઝાંખું દેખાવા લાગ્યું. તેણે પાછળ ફરીને જોયું તો કોઈ ત્યાં ઊભું હતું. તેનો ચહેરો સ્પષ્ટ નહોતો દેખાતો. પણ તેને એટલી તો ખબર પડી ગઈ કે તે અમિત નહોતો.

વધુ કઈ બોલે તે પહેલાં જ તે બેહોશ થઈ ગઈ.

***

" તું કોણ છો? અને રાધિકાને કઈ રીતે ઓળખે છો? " મીત બોલ્યો.

" હું વિહાન છું. અમિતનો ભાઈ. પણ ચિંતા નહીં કર. હું અહીં મીરાને શોધવા આવ્યો છું. હું પણ બંને બહેનને બચાવવા માગું છું. વિશ્વાસ કર. " વિહાન બોલ્યો.

મીતે આશીનાં ટેબલ તરફ જોયું તો તે અને અમિત બંને ત્યાં ન દેખાયાં.

" ઓહ નો. " મીત બોલ્યો અને તેણે જલ્દીથી મિહિરને કહ્યું, " તમે ત્રણેય જલ્દીથી અમિતને ફોલો કરો. મારી રાહ જોતા નહીં. આશીને કઈ ન થવું જોઈએ. જલ્દી જાવ. "

***

અમિત આશીને લઈને નીકળી ગયો. મીરા, મિહિર અને આરવ તેની પાછળ ગયાં.

મીત વિહાન સાથે હતો અને બીજી બાજુ આશી બેહોશ થઈ ગઈ હતી.

***

વધુ આવતા ભાગમાં..

વાંચવા માટે આભાર.
આપના પ્રતિભાવોની આશા રહેશે.

જય શ્રી કૃષ્ણ..