Punishment of just one mistake part 3 in Gujarati Love Stories by Alfazo.Ki.Duniya books and stories PDF | માત્ર એક ભૂલ ની સજા - 3

Featured Books
Categories
Share

માત્ર એક ભૂલ ની સજા - 3

દિવસ વિતવા લાગ્યા અર્જુન મીરા સાથે ઓછી વાત ચીત કરતો થઈ ગયો.ત્યાં સુધી મીરાને અર્જુન સાથે વધુ લગાવ થવા લાગ્યો ગયો હતો. અર્જુન મીરા ને ઘણી વખત માત્ર મળવા આવવાનું કહેતો પરંતુ મીરા આ વાત સાંભળી ને કોઈ ને કોઈ બહાનું કાઢી નાખતી.મીરા જવાબ માં ના પાડતી તો અર્જુન તેની સાથે વાત નહીં કરતો. પરંતુ બીજી તરફ મીરા અર્જુન વિના રહી ન શકતી હતી.તેથી મીરા અર્જુન ને ફોન કરે છે અને કહે છે;

મીરા: “ હું તમને મળવા માંગુ છું.

અર્જુન: હા, સારું

મીરા: હા.

અર્જુન: ક્યારે?

મીરા: આવતી કાલે.

અર્જુન: ક્યા?

મીરા: હું કોલેજ થી બહાર આવું ત્યારે.

અર્જુન: સારું

અર્જુન માત્ર આટલી વાત કરી મીરા ના કોલેજ માં સબમિશન હતા તો તેનું કામ કરવા કહે છે.

બીજે દિવસે અર્જુન મીરા ને મળવા માટે જાય છે પરંતુ મીરાને સબમીશન કરવામાં મોડું થઈ જતાં તે મોડી બહાર આવે છે. અર્જુનને આવતા ઘણો સમય થઈ જાય છે અર્જુન મીરા પર ગુસ્સે થાય છે જ્યારે મીરા આવે છે ત્યારે અર્જુન તેને કંઈ પૂછતો નથી અને મીરા ને ખીજાવા લાગે છે.મીરા કઈ બોલી નથી તેની આંખમાં આંસુ આવી જાય છે.

મીરાએ અર્જુન ને પૂરા સાત વર્ષ પછી જોયા હતા. અર્જુનમા ઘણો બદલાય ગયો હતો.મીરા ને અર્જુન નો આવો સ્વભાવ જણાય પસંદ નથી આવતો.

મીરા જેવું ઈચ્છતી હતી અર્જુન તેના કરતા ઘણો અલગ હતો.મીરા અર્જુન સાથે એકાંત માં 2 કલાક વિતાવે છે પરંતુ અર્જુન નો સ્વભાવ તેને ઘણો અટપટો લાગવા લાગ્યો. મીરા ચૂપ રહી તે અર્જુને જ જોયા કરતી હતી તે તેના સ્વભાવ ના કારણે તેના થી પ્રેમ કરવામાં કોઈ ભૂલ તો થઈ નથી ને ?? તેનો વિચાર કરતી હતી.થોડા સમય પછી મીરા અર્જુને ઘરે જવાનું કહે છે.અર્જુન મીરાને તેના ઘરના નજીક છોડીને ત્યાં થી જતો રહે છે.

મીરા ને તેના સાથે મળ્યા પછી વિચાર આવે છે કે હવે આગળ શું કરવું ?

અર્જુન તેની ફેમિલીનો જ સભ્ય હતો. તેથી મીરાએ વિચાર કર્યો કે તેની સાથે આટલા બધા વર્ષ પસાર કર્યા છે તો હું બીજા કોઈ વ્યક્તિ ના જીવન માં જવા કરતા અર્જુન સાથે લગ્નની વાત કરું.

મીરા અર્જુન ને આ બાબત ની વાત કરે છે. બીજી તરફ અર્જુન મીરા સાથે માત્ર સંબંધ રાખવા માગતો હતો પરંતુ લગ્ન કરવા માંગતો ન હતો. તેથી તે મીરા ને ના કહે છે કે હું તારી સાથે લગ્ન હાલમા નહીં કરી શકું.

અર્જુન ઘણા બધા કારણો તેની સામે મૂકે છે. મીરા તે દરેક બાબત નું નિવારણ લઈ આવે છે. અર્જુન તેની જવાબદારી થી દુર ભાગવાનો પ્રયાસ કરે છે. મીરા તેને દરેક રીતે સમજવાનો પ્રયાસ કરે છે. અંતે પરિણામ રૂપે મીરા અને અર્જુન વચ્ચે લડાઈ થાય છે.મીરા અને અર્જુન વાત કરવાનું બંધ કરી દે છે.અને તેને માત્ર કોલ સિવાય દરેક સોશિયલ મીડિયા પર બ્લોક કરી દે છે.

સમય પસાર થાય છે,મીરા અર્જુન ને ભુલાવી નથી શકતી તેથી મીરા પોતાને વિવિધ કામ માં વ્યસ્ત રાખે છે.તે વધુ સોશિયલ મીડિયા નો ઉપયોગ ટાળી દે છે.કામ વિના તે ફોન થી દુરી બનાવી રાખવા લાગે છે.તે ફરીથી પોતાના અભ્યાસ પ્રત્યે સભાન થવા લાગે છે.મીરા ની પરીક્ષા શરૂ થવાની હતી તેથી તે મોડી રાત્રી સુધી વાંચન કરતી હતી.તેને થોડો કંટાળો આવે છે તો તે ફોન માં દેતા શરૂ કરે છે અને Instragram મા સ્ટોરી ચેક કરતી હતી.

ત્યાં અર્જુન એક છોકરી સાથે ખુબ જ પાસે ઊભો હતો માનો કે તે બંને વચ્ચે ઘણો પ્રેમ હોય તેવો ફોટો મૂક્યો હતો.આ સ્ટોરી જોય મીરા ના હોશ ઊડી ગયા. એક મિનિટ માટે મીરા ના દિમાગ માં ઘણા બધા પ્રશ્નો રમત કરવા લાગ્યા.મીરાએ દિમાગ શાંત કર્યું અને તે સ્ટોરી નો પ્રતિ ઉતર આપવાનો વિચાર કર્યો.

પરંતુ તે આઈ.ડી અર્જુની ન હતી તે કોઈ છોકરીની આઈડી હતી.મીરા તે છોકરીને જાણતી ન હતી. તેમ છતાં તે પ્રતિઉતર આપે છે. સામેથી તે છોકરી મીરા સાથે અપશબ્દ માં વાત કરે છે.મીરા જેટલી શાંતિ થી વાત કરતી સામે છેડે થી તે છોકરી વધુ બતમિઝી થી વાત કરતી હતી.

મીરાએ તે ફોટો પોતાના ફોન માં સેવ કર્યો અને તેને થયું કે આ બાબત ની ચર્ચા તો અર્જુન સાથે કરવી જ જોઈએ.

ક્રમશઃ.....