આઈ હેટ યુ
પ્રકરણ- ૧૦૫
રાજ અને એના મમ્મી પાપા એ રૂમમાં બધી ચર્ચાઓ કરી લીધી સ્ત્રીની સાચી ઓળખ કરી લીધી. ગુમાની પુરુષે સ્ત્રી ઉપર અવિશ્વાસ દાખવી એને નીચી દેખાડવા પ્રયત્ન કર્યા એનાં પ્રેમની પવિત્રતા ઉપર પ્રશ્નો કર્યા. અસ્વીકાર કરવા સુધી ગયાં. પણ એમાં એક સ્ત્રી જે સ્ત્રીનો સંઘર્ષ, સહેલાં અપમાન, વિવશતામાં સ્વીકારેલી પરિસ્થિતિઓ નો અનુભવ અને એનાં સારાંશ સમાયેલો હતો. સ્ત્રી મૌન થઈને એનાં હ્ર્દયમાં બધી પીડા અને અપમાન દાબીને કેવી રીતે પરિસ્થિતિઓનો સામનો કરે છે એનો ચિતાર જાણનાર નયનાબેન હતાં. પુરુષનાં પ્રભુત્યવાળા સમાજમાં એ લોકોની લોભી - લાલચી - વાસનામાં સળવળતી આંખો એક નજરમાં સ્ત્રીને આંખોથી ઉપરથી નીચે સુધી માપતા એને અપમાન ભરી નજરે જોતાં અનુભવથી અજાણતાં નહોતાં. સ્ત્રી એક રમવાનું રમકડું હોય અને જાતીય આનંદ લૂંટવાનું સાધન હોય એવો મૂલ્યાંકનનો સંદેશ હોય છે.
સામે અમાપ અપાર પ્રેમ કરનાર રાજ હતો જેને નંદીની ઉપર એનાં પ્રેમની પવિત્રતા ઉપર સંપૂર્ણ વિશ્વાશ હતો નંદીની સંઘર્ષ અને સામનો કરે પણ કદી પદાર્પણ ના કરે ના કોઈને વશ થાય ના કોઈ આકર્ષણ લાલચ એને નમાવી શકે એવી પવિત્ર પાત્રતાવાળી છોકરીને એ ઓળખતો હતો હશે સ્ત્રીઓમાં પણ લાલચી ઈર્ષાળુ અને ધન કે દેખાવ પાછળ લટ્ટુ થતી અને શિયળ સામેથી લૂંટાવનાર પોતાનું કામ કાઢવા દેહ સમર્પિત કરનાર પણ નંદીની જુદી માટીની હતી અને આજે એની કદર થઇ હતી એનો રાજને અપાર આનંદ હતો.
રાજે બહાર આવી વિરાટ અને તાન્યાને હર્ષ સાથે કહ્યું મમ્મી પાપા નંદીનીને સ્વીકારવા તૈયાર છે અને વિરાટ આજે મારુ મન દીલ શાંત છે આનંદી છે આજે હવે આશા જાગી છે કે અંતે મારી નંદીની મને મળી જશે આટલાં વિરહ પછી પણ બે દીલ એક થઇ જશે.
વિરાટે ખુશી વ્યક્ત કરતાં કહ્યું રાજ તું બરાબરજ નંદીની ને સમજ્યો છું ને ? તારાં મમ્મી પાપા સાચેજ સ્વીકરાવા તૈયાર છે ને ? નિર્ણય લીધાં પછી એમાં કોઈ વહેમ શંકા નહીં રહીને ?
રાજ વિરાટને સાંભળીને થોડો ઉદાસ થઇ ગયો એણે કહ્યું વિરાટ આટલાં સમયથી હું નંદીની વિના એનાં વિરહમાં ખુબ તડપ્યો છું એને ક્ષણ ક્ષણ યાદ કરીને ઝુર્યો છું એને હું અપાર પ્રેમ કરું છું આજે બધું અમારાં પક્ષમાં થઇ ગયું છે એનો મને આનંદ છે અને તને હજી મારા પર વિશ્વાશ નથી ?
તાન્યા વચ્ચે બોલી એણે કહ્યું રાજ ભૈયા વાત એવી નથી વાત એક લાગણીશીલ આશા રાખીને બેઠેલી છોકરીની છે આજ સુધી એણે ખુબ સહ્યું છે હવે એને કોઈરીતે દગો કે દુઃખ મળશે તો સાવ તૂટી જશે હવે એ સહન નહીં કરી શકે. સમાજ અને બીજાઓ સામે લડતી રહી છે પણ એ ભાઈ તમારી સામે લડી નહીં શકે એ જીવ આપી દેશે. તમે સ્વીકારવા તૈયાર થયાં છો એ ખુબજ સારી અને મોટી વાત છે પણ હવે એને કોઈ દુઃખ કે કોઈ રીતે હર્ટ ના થાય એમ સાચવી લેજો હું છોકરી છું એટલે બધું સમજુ છું એમ કહેતાં એની આંખો ભીંજાઈ ગઈ.
રાજે કહ્યું હું બધી વાત સમજું છું આટલાં વિરહ અને તપ પછી એની શું અપેક્ષા હોય હું ના સમજી શકું ? મારી પણ ઘણી અપેક્ષાઓ છે એ નંદીની પણ સમજશે. આમતો પ્રેમ અપેક્ષાઓ પર નથી થતો પણ આ સ્થિતિમાં "સમજદારી " ની અપેક્ષા જરૂર જન્મે છે અને આ એકબીજાને સમજવાની શક્તિ પ્રેમમાંજ હોય છે.
વિરાટ હવે સમય ગુમાવ્યાં વિના નંદીનીને ફોન કર હવે એનાં વિના મારી એક ક્ષણ નહીં જાય પ્લીઝ.
વિરાટે કહ્યું અત્યાર સુધી તમે બંન્નેએજ વાત કરી છે ને અત્યારે તુંજ ફોન કર એ વધુ સારું રહેશે હવે મારે કે કોઈએ વચ્ચે આવવાની જરૂર નથી રાજ.
રાજે કહ્યું ઓકે હું ફોન લગાડું છું હું અત્યારે એવું નહીં વિચારું કે ત્યાં ઇન્ડિયામાં શું સમય હશે કે એ ત્યાં શું કરતી હશે...
તાન્યા બોલી તમે લગાવો નંદીની થોડી વિચારવાની છે કે તમે કયા સમયે ફોન કરો છો ? એ તમારા ફોનનીજ ઊંચા જીવે રાહ જોતી હશે એમનાં જીવનમાં આવનાર આનંદને હવે એમને આપી દો....
*****
રાજ સાથે અત્યાર સુધી થયેલી વાતોને નંદીની વાગોળી રહી હતી અને જે વાતો થઇ એ બધીજ માસા માસીને કહી હતી. થોડોક આજે એને હાંશકારો હતો કે મેં બધીજ સાચી વાત રાજને કરી દીધી એક વાત એનાંથી છુપાવી નથી ભલે એને ગમી હોય કે ના ગમી હોય એની એનાં મનમાં ઠંડક હતી.
નંદીની વિચારી રહી હતી કે રાજ મારી બધીજ વાત એનાં મમ્મી પાપાને અને બધાને કરશે એ લોકો શું વિચારશે ?બીજા સાથે લગ્ન કરી લીધાં...એ પછી પણ હું સંપૂર્ણજ પવિત્ર રહી છું એ સ્વીકારશે ? વિશ્વાસ કરશે ? મને કેટલી તકલીફો આવી મેં કેવી રીતે બધો સામનો કર્યા છે એની કદર થશે? એનાં પાપાતો ખુબ ભૌતિક અને વાસ્તવવાદી છે એમનાં મનમાં મારી વાતો ઉતારશે ? મને સ્વીકારશે ? રાજ મને નહીં સ્વીકારે તો મારાં જીવનનું શું થશે ? મારાં મન હ્ર્દયમાં રાજ સિવાય કોઈ છે નહીં કોઈ આવી નહીં શકે કદી હું રાજ વિના અત્યાર સુધીતો જીવી હતી લડાઈઓ લડી પણ રાજ નહીં સ્વીકારે તો હું હારી જઈશ આખું જીવન કેમ નીકળશે ? રાજની યાદમાં હું મરવાની રાહ જોઇશ અત્યાર સુધી માંબાબાની આશા અને એમનાં આશીર્વાદમાં સમય કાઢ્યો છે પરપુરુષોનો મેં સામનો કર્યો છે શિયળ બચાવ્યું છે એકલી સ્ત્રીએ આવાં સમાજમાં રહેવું કેટલું કઠિન છે ? એ લોકો સમજશે ? કેટલીએ વાતો કહેવાતી નથી સહેવી પડે છે દીલમાં દાબીને શ્વાસ લેવાં પડે છે પણ મને મારાં પ્રેમની પાત્રતા અને રાજ પર સંપૂર્ણ વિશ્વાસ છે.
ભીની આંખે પથારીમાં સૂતી સૂતી વિચારોનાં વમળમાં ઘેરાયેલી નંદીની દિવાલ પર રહેલી રાધાકૃષ્ણની તસ્વીરને જોઈ રહી છે.
ત્યાંજ એનાં મોબાઈલની રીંગ રણકી ઉઠે છે એ મોબાઈલ હાથમાં લે છે એણે જોયું રાજનો ફોન છે હર્ષથી એનું દીલ એક ધબકાર ચુકે છે ફરીથી આંખો ઉભરાય છે રાધાકૃષ્ણની તસ્વીર સામે નજર જાય છે સાથે સાથે ડર સતાવી જાય છે રાજ શું કહેશે ?
રાજ ફોન લગાવી રાહ જુએ છે નંદીની ઉપાડતી કેમ નથી ? ત્યાં નંદીનીનો ચેહરો સામે આવી જાય છે. રાજનો ચેહરો નંદીનીને જોઈને હસમુખો થઇ ગયો. નંદીની કંઈ બોલ્યાં વિના રાજનો ચહેરો જ જોતી રહે છે અને એને જોઈને ક્યાસ કાઢવા પ્રયત્ન કરે છે કે રાજ હવે શું બોલશે ?
રાજે કહ્યું એય નંદીની....નંદીની...મારી નંદુ આઈ લવ યુ નંદુ તારાં જીવનમાં જે કંઈ થયું તું અને હું બધું ભૂલી જઈએ મારાં માટે તું એજ નંદીની છે મારી વહાલી નંદુ...એય નંદુ બોલને આઈ લવ યુ.
નંદીનીની આંખમાંથી હર્ષઆશ્રુ ઉભરાઈ ગયાં એણે કહ્યું મારાં રાજ આઈ લવ યુ. આઈ લવ યુ બંન્ને જણાં લવ યુ લવ યુ બોલતાં રહ્યાં અને રડતાં રહ્યાં. રાજે સ્ક્રીન પર રહેલાં નંદીનીના ચહેરાંને ચૂમી લીધો બોલ્યો નંદીની કેટલાં વિરહ પછી તને આજે મારી નંદીની તરીકે જોઈ રહ્યોં છું તારો સંપૂર્ણ સ્વીકાર છે મારો અને મારાં મમ્મી પાપાને કોઈ શંકા નથી કોઈ ગેરસમજ નથી મારી નંદુ હવે આપણને કોઈજ સ્થિતિ પરિસ્થિતિ કે સંયોગ મળતાં સાથે જીવતાં નહીં રોકી શકે. બધી દિવાલો પાડી નાંખી છે કોઈ પડદાં નથી કોઈ અંતરાય નથી મારી નંદુ આઈ લવ યુ.
આટલું સાંભળતાંજ નંદીની ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી ક્યાંય સુધી રડતી રહી એનાં હીબકા શાંત નહોતાં થતાં એણે કહ્યું મારાં રાજ મને વિશ્વાસ નથી પડતો કે મારાં મહાદેવે અંતે મને મારો રાજ સંપૂર્ણ આપી દીધો. રાજ હું તનેજ સમર્પિત છું અને હતી ...મારાં રાજ હવે કોઈ વચ્ચે નહીં આવી શકે. આપણાં બંન્નેનુ કેટલાય સમયનું તપ આજે ફળી ગયું છે આજે ઈશ્વરે એનાં પર હસ્તાક્ષર કરી દીધાં છે મારાં રાજ આઈ એમ સો હેપ્પી આઈ લવ યુ આઈ લવ યુ.
મારાં રાજ બસ હવે તને આમ ક્ષણ ક્ષણ દિવસ રાત જોયા કરીશ તને ખુબ પ્રેમ કર્યા કરીશ મારુ આનાથી વિશેષ કોઈ કામ નહીં હોય નહીં કોઈ પ્રાયોરીટી હોય આઈ લવ યુ રાજ . રાજ કહ્યું નંદુ સંભાળ શાંતિથી હવે....
વધુ આવતા અંકે - પ્રકરણ ૧૦૬