I Hate You - Kahi Nahi Saku - 103 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-103

Featured Books
Categories
Share

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-103

આઈ હેટ યુ પ્રકરણ : ૧૦૩

 

રાજે અને વિરાટે બંન્નેએ બે દિવસની જોબમાં રજા મૂકી દીધી હતી. રાજ તાન્યાના ઘરેજ હતો. એનાં મમ્મી પાપા સાથે નંદીની વિષે વાત કરવી હતી. થોડી ચર્ચા કરી. એની મમ્મીએ દુઃખ જતાવ્યું કે તારાં US  આવ્યાં પછી સાચેજ નંદીની એકલી પડી ગઈ. રાજે કહ્યું પાપાએ એને મારાં સમ ખવરાવ્યા કે એ કદી મારો સંપર્ક નહીં કરે કદી વાત નહીં કરે... મને ભણવામાં એનાંથી કોઈ અડચણ નાં આવે.

નંદીની વિરાટની કઝીન છે અને સુરત એનાં ઘરે એનાં પાપા મમ્મી સાથે રહે છે. રાજે કહ્યું તમે કંઈ પણ નિર્ણય પર આવો એ પહેલાં નંદીનીની મારાં US આવ્યાં પછી શું સ્થિતિ થઇ અને એણે....        

રાજે આગળ બોલવાનું શરૂ કરતાં પહેલાં એનાં પાપા મમ્મીને સમજાવ્યું કે તમે હું જે કંઈ કહ્યું એ શાંતિથી સાંભળજો વચ્ચે કંઈ બોલતાં નહીં અને જે કંઈ કહું એ પછી શાંતિથી વિચારીને મને વાત કરજો એમ કહી થોડીવાર ચૂપ થઇ ગયો. રાજનાં પાપા મમ્મી રાજની સામે જોઈ રહ્યાં. રાજનો ચેહરો ઢીલો થઇ ગયો એની આંખોમાં આંસુ તગતગતા હતાં એણે ગળું સાફ કરી બોલવાનું ચાલુ કર્યું અને એનાં મમ્મી પાપા સાંભળતાં રહ્યાં.      

રાજે કહ્યું તમે એને સમ આપી બાંધી દીધી એ એકલી પડી ગઈ હતી એનાં પાપાની તબીયત બગડી રહી હતી જયસ્વાલ અંકલે કહી દીધેલું હતું કે જેટલી સારવાર થાય ઉપાય કરાય બધાં કરી ચૂક્યાં છીએ મોંઘામાં મોંઘી દવાઓ ઇન્જેક્સન આપ્યા પછી હવે કુદરત પર આધાર છે.

એનાં પાપાની ઈચ્છા નંદીનીને પરણેતર જોવાની હતી એમનાં જીવતાં એકની એક છોકરીનાં હાથ પીળા થઈ જાય એનું જીવન ગોઠવાઈ જાય એ જોવા માંગતા હતાં અને એમણે નંદીની ઉપર ઈમોશનલ દબાણ કર્યું નંદીનીએ મરતાં બાપની ઈચ્છા રાખવા માટે વરુણનામનાં એમનાં મિત્રનાં છોકરાં સાથે સાદાઈથી લગ્ન કરાવી લીધા અને બીજેજ દિવસે મૃત્યુ પામ્યાં.

આટલું સાંભળતાં રાજનાં પાપા મમ્મીનાં ચહેરાં આઘાતથી કાળા પડી ગયાં મમ્મી કંઈ બોલવા ગઈ રાજે રોકીને કહ્યું તમે હમણાં કંઈ નાં બોલશો પૂરું સાંભળી લો. રાજે આગળ વધતાં કહ્યું નંદીની એક IT  કંપનીમાં જોબ શરૂ કરી દીધી હતી ઘરમાં પૈસાની જરૂર હતી પણ જે છોકરાં વરુણ સાથે લગ્ન કર્યા એની સાથે લગ્ન પહેલાં શરત કરી હતી કે એકબીજા સાથે કોઈ સંબંધ નહીં હોય ફક્ત પાપાનાં કહેવાથી લગ્નનું નાટક થયું છે સામાજિક ભલે લગ્ન ગણાતાં હશે પણ એ છોકરાની સાથે  પણ એ છોકરાની સાથે કોઈ સબંધ નહોતો અને આ વાતના એના મમ્મી સાક્ષી હતાં. એ છોકરાએ કદી નંદીનીને સ્પર્શ સુધ્ધાં નહોતો કર્યો. તમને પ્રશ્ન થશે કે આવું શક્ય કેવી રીતે હોય ? પણ એજ સત્ય છે.એ છોકરાએ જે ફ્લેટ લીધેલો એનાં હપ્તા નંદીનીના પગારમાંથી ભરાતાં હતાં એને નંદિનીનાં પૈસામાંજ રસ હતો. વળી એ છોકરાને એની પેહેલેથી એક સ્ત્રી મિત્ર હતી એની સાથે સંબંધો હતાં એની સાથે ફરતો ને રંગરેલિયા મનાવતો.

રાજ થોડો શ્વાસ લેવા રોકાયો પછી બોલ્યો...એક દિવસ એ વરુણ દારૂ પી ને આવ્યો હશે એણે નંદીની ઉપર જબરજસ્તી કરવા પ્રયત્ન કર્યો નંદિનીએ સામનો કર્યો એમાં એને ખુબ મારી નંદીનીએ એજ દિવસે એનું ઘર છોડ્યું...... એ છોકરાને બીજી હેતલ કરીને છોકરી સાથે સંબંધો હતાં એનાં ફોટા વીડિયો નંદિની પાસે હતું. ત્યારબાદ.......

નંદીની એની મમ્મીના ઘરે આવી ગઈ. એજ દિવસે એની મમ્મીની તબિયત ખરાબ થઇ ગઈ હતી નંદીનીએ વરુણ સાથે જે કઈ થયું એ બધુંજ કહી દીધું હતું.

એનાં આઘાતમાં એની મમ્મી હર્ટએટેક થી ગુજરી ગઈ. આ બધી વાત જયશ્વાલ અંકલને ખબર છે. નંદીનીએ એકલી ચાણોદ જઈને બધી વિધિ પતાવી. વરુણનાં ભયથી એ કોઈ રીતે હેરાનગતી કરશે એકલી રહેશે ઘરે તો ..એ કારણે એણે અમદાવાદથી સુરત ટ્રાન્સફર લઇ લીધી અને એનાં ફ્લેટને તાળું મારી દીધું. 

સુરત એનાં માસા માસી એટલેકે વિરાટનાં પાપા મમ્મી પાસે આવીને રહી અને સુરતની ઓફિસ જોઈન્ટ કરી લીધી. હમણાં થોડાં દિવસ પહેલાંજ પેલા વરુણ અને એની પ્રેયસી હેતલ હાઇવે પર અકસ્માત માં ગુજરી ગયાં જે બધાં ન્યુઝ પેપરમાં સમાચાર આવેલાં છે. નંદીનીએ આટલો સમય એકલે હાથે ઝઝૂમીને પસાર કર્યો છે. નંદીની આજે પણ એટલીજ પવિત્ર છે અને એણે કીધું જે વાત બધી હતી સાચીજ કીધી છે હવે મારે અને તમારે વિચારીને નિર્ણય આપવાનો છે. આમ કહી ચૂપ થઇ ગયો.

 

રાજના પાપા મમ્મી બધી વાત સાંભળી ખુબ આઘાતમાં હતાં અને એકબીજા સામે જોઈ રહેલાં ત્યાં એનાં પાપા પ્રદયુમનભાઈ બોલ્યાં રાજ નંદીની કેટલું સાચું કેટલું ખોટું કહે છે એ એનો આત્મા જાણે પણ એનાં લગ્ન થઇ ચુક્યા છે ભલે સંબંધ નહીં રાખ્યો હોય એવું કહે છે. ભલે.... એણે જેની સાથે લગ્ન કર્યાં વરુણ એને નંદીનીના પૈસામાં અને કદાચ મિલ્કતમાં રસ હોય કારણકે એકલું સંતાન હતી.

 પણ... પરણેતર ઘરમાં હોય તો કયો પુરુષ સંબંધ બાંધ્યાં વિનાનો રહે ? કઈ નબળી ક્ષણો બંન્ને જણાં ....મને આ બધી વાત પર વિશ્વાસ નથી. એનેજ કહ્યું એકવાર દારૂ પી ને જબરજસ્તી કરી મારી...ત્યારે શું નહિ થયું હોય ? હું પુરુષ છું અને પુરુષની બધી મથરાવટી જાણું છું. પરણેતર ઘરમાં હોય અને એકાંત હોય કોઈ નબળી ક્ષણ નહીં આવી હોય ? એકજવાર જબરજસ્તી કરી હશે ?

હું સમજું છું પિતાનું મૃત્યુ પછી એમને કારણે કરેલાં લગ્ન..જોબ ચાલુ કરીને પેલાનાં ઘરે રહેવાં ગઈ પછી માતા મૃત્યુ પામી એને દુઃખ આવ્યાં એણે સંઘર્ષ કર્યો અને બધી પરિસ્થિતિનો સામનો કર્યો સુરત આવી ગઈ બધી વાત સાચી પણ.... નયના તું શું કહે છે ? 

નયનાબેને કહ્યું જેમ તમે પુરુષ છો એમ હું સ્ત્રી છું. સ્ત્રીનાં માથે જયારે આમ પહાડ ત્યારે સ્ત્રી બિચારી શું કરે ? પુરુષ પ્રધાન સમાજમાં બાંધછોડ તો સ્ત્રીએજ કરવી પડે છે પોતાનું અસ્તિત્વ અને રક્ષણ માટે પુરુષનો આશરો સ્ત્રી શોધતીજ હોય છે. ભલે નંદીનીએ કહ્યું એ પવિત્ર છે એણે કોઈ સંબંધ નથી રાખ્યો પણ ...

રાજે કહ્યું તમે લોકો જે રીતે કહી રહ્યાં છો એ હું બધું સમજું છું મને મારી નંદીની પર વિશ્વાશ છે એણે સમય સંજોગો માટે કોમ્પ્રોમાઇઝ કર્યું પણ એની આંખોમાં મેં એ રોબ અને ગુમાન જોયું છે એનાં બોલવામાં સચ્ચાઈ અનુભવી છે એણે સ્પષ્ટ કહ્યું હું ભીખ નથી માંગતી પણ મારી સાચી વાત મારે તને કહેવી જરૂરી હતી અને બધીજ વાત સાચી અને સ્પષ્ટ કહી દીધી છે.

અને પાપા સાચું કહું તો નંદીનીની આ પરિસ્થિતિ લાવવા માટે માત્ર તમે જવાબદાર છો. નંદીની પાસે સમ ખવરાવીને તમે એને વિવશ કરી દીધી એકલી  પાડી દીધી.

આવું સાંભળતાંજ રાજનાં પાપા ગુસ્સાથી લાલ થઇ ગયાં એમણે ક્રોધ સાથે કહ્યું તું શું બોલે છે ? નંદીનીએ જે કંઈ કર્યું થયું એનાં માટે હું જવાબદાર છું ? મેં તો તારાં સારાં જીવન ઉજ્વળ અભ્યાસ ભવિષ્ય માટે કરેલું   અમે પહેલાં એને સ્વીકારીજ હતી. એને બહું પ્રેમ હતો તો લગ્ન શા માટે કર્યા ? એક દિવસનાં આયુષ્યવાળા બાપનું કારણ આગળ ધરીને પોતાનાં માટે સહાનુભૂતિ લેવા માંગે છે ? એની શું મદદ નથી કરી ? જયસ્વાલને મેં કાયમ કીધેલું કે તું એમની ટ્રીટમેન્ટ કરજે જે ખર્ચ થાય એ હું આપી દઈશ અને આપ્યો છે એનાંથી વિશેષ હું શું કરી શકું ?

એણે લગ્નની નોબત આવી તને કે અમને કેમ જાણ ના કરી ? અમે મદદ કરત એનાં માંબાપને સમજાવત આતો બધું આળ અમારાં માથે ઢોળવાની વાત છે. દુનિયામાં આવાં ઘણાં લોકો હશે જે એકલે હાથે ઝઝુમતાં હશે એમાં તને છોડી બીજાનો હાથ પકડી લે ? પ્રેમ પ્રેમ કરો છો તો આવો કેવો પ્રેમ? બીજા સાથે પરણી જાય ?

નયનાબહેને કહ્યું પ્રમોદ તમારી વાત અર્ધસત્ય છે પામર નારી શું કરી શકે? એ કયા મોઢે આપણાં ઘરે આવે કે આપણને વાત કરે ? આપણાં વર્તન વ્યવહારથી એને સમજાઈજ ગયું હતું કે આપણે બંન્નેને જુદા કરવા માંગીએ છીએ રહી વાત રાજનાં સંપર્કની તો તમે એને સમ ખવરાવ્યાં. રાજ એનો સંપર્ક ના કરે એટલે એણે નંબર બદલી નાંખેલો ત્યાં સુધી એણે આપણી વાત રાખી એ જયસ્વાલભાઈએ આપણને કહ્યુંજ છે. એ છોકરી શું કરે ? મરતાં બાપને એ વચન આપી બેઠી હશે સંવેદના અને પ્રેમ કંઇક જુદીજ વાત છે એ તમને નહીં સમજાય.

તમને કે મને ભવ્ય અને સુખી જીવન જીવવામાં આ બધાનું મૂલ્ય ખબરજ નથી એ છોકરી એકલે હાથે ઝઝૂમી હશે. એણે લગ્ન કંઈ મનોદશામાં રીબાઇ રીબાઈને ના છૂટકે કર્યા હશે. એણે સંબંધ નહીંજ બાંધ્યો હોય એ છોકરીનાં સંસ્કાર અને પાત્રતા હું અનુભવી ચુકી છું મને તો મારી જાત પર શરમ આવે છે કે એક સ્ત્રી થઈને બીજી સ્ત્રીને અન્યાય કરી બેઠી છું અને ....

 

 

વધુ આવતા અંકે પ્રકરણ : 104