અતિલોભ
'જ્યાં અતિ ત્યાં મતિ'
આ પૃથ્વી ઉપર મધુમાખી અને મનુષ્ય એ બંને સંઘર્ષી જીવો છે. જીવનમાં મનુષ્ય ઘણાં સારા કાર્યો કરતો રહે છે પરંતુ તો પણ તેનાં આ અદભૂત મનમાં મધુમાખીઓની જેમ એક અતિલોભ છુપાઇને રહેલો હોય છે. જેમ કે મધુમાખીઓ મધ બનાવે છે, જે તે બીજા માટે નહી પરંતુ પોતાના માટે અન્નનો સંગ્રહ કરે છે. તે જેટલો જથ્થો એકઠો કરે છે તેનાં પરથી ખ્યાલ આવશે કે આટલો બધો જથ્થો દુનિયામાં કોઈ બીજા જીવ પાસે નહી હોય, તે જ કાર્ય મનુષ્ય પણ કરી રહ્યો છે. મનુષ્ય પોતે જીવનભર સંપત્તિ, જમીન અને પૈસા એકઠો કરતો રહે છે. જે રીતે મધ મનુષ્યને ઔષધ તરીકે ઉપયોગી છે, આથી મનુષ્ય મધુમાખીઓનું મધ છીનવી લે છે અને અંતે મધુમાખીએ સંગ્રહ કરેલુ અન્ન મધમાખીને નહી પરંતુ બીજા ઉપયોગ કરી જાઈ છે. તે જ રીતે મનુષ્યની સંપત્તિ પોતે નહી પણ પોતાના પરિવારજનોને મળતી હોય છે. આમ જોતા તે પોતે આમાંથી બાકાત રહી જાય છે.
જીંદગી છે આ મધ અને ડંખ જેવી,
જીવી જાણે તો મીઠા મધ જેવી,
ના જીવે તો તીખાં ડંખ જેવી..
મધુમાખીઓ મધ કઈ રીત બનાવે છે, તેનો સંઘર્ષ પણ જાણવો જોઈએ. મધ એ ખરેખર મધમાખીઓએ ફૂલોમાથી ભેગો કરેલો મધુરસ નથી પરંતુ તેના સાથી કામદારો પોતાની લાળ સાથે મધુરસને પોતાનાં જઠરમાં ભેગો કરી, ત્યાર બાદ તેને બહાર કાઢી મીણકોઠીમાં ભરે છે. મધ કોઠીમાં ભર્યા પછી તેમાં વધારાનું પાણી પાંખોથી હવા નાખી ઉડાડી મૂકે છે. પછી બરાબર મધ જેવું ઘટ પ્રવાહી થાય ત્યારે પૂડાની કોઠીઓ મીણથી બંધ કરવમાં આવે છે. જે કોષ્ટિકામાં મધ ભરેલું હોય તેનુ મોં, મીણ અને સહેજ પ્રોપોલીશથી સપાટ રીતે બંધ કરેલું હોય છે જે પડ એક સરખું સપાટ અને પીળાશ પડતું સફેદ દેખાય છે.
મધુમાખીઓની જેમ ઘણાં મનુષ્ય પણ સંઘર્ષ કરતાં કરતાં તે પોતે લોભી નહી પણ અતિલોભી બની જાય છે. પોતે જીવન જીવવાનો સચોટ રસ્તો ભુલીને ફકત પૈસો જ કમાવવાની હોડમા રહે છે. આ આજના સમયની વાસ્તવિકતા છે.
સૌરાષ્ટ્રનું એક નાનું ગામ હતું. તે જ ગામનાં એક પરિવારના ૨ ભાઈઓ સાથે રહેતાં હતાં. પૈસા કમાવવા માટે સુરત શહેરમાં નિકળી પડે છે. હાલનાં સમયમાં સુરત પણ મુંબઈને હંફાવે એવુ શહેર જ્યાં ઘણા લોકો પોતાના સપના સાકાર કરવા પહોંચી જાય છે. એક ભાઈનું નામ કલ્પેશ અને બીજા ભાઈનુ નામ સુરેશ હતું. બંને ભાઈના લગ્ન પણ ગામમા જ થઈ ગયેલાં હતા. કલ્પેશ એક કાપડનાં કારખાનામાં જોડાય જાય છે અને પોતાનુ કાર્ય નિષ્ઠા પૂર્વક કરતો હોય છે. તેને ફકત ૧૫૦૦૦ રૂ નો પગાર મળે છે, જ્યારે સુરેશ એક મોટા જમીનનાં બ્રોકર સાથે જોડાય જાય છે ત્યારે તેને ૧૮૦૦૦ રૂપિયાનો પગાર મળતો હોય છે.
હવે વારો આવે છે બને ભાઈનો ગામમાં પોતાના પરિવાર માટે માં પિતાજીને પૈસા મોકલવાનો. તો કલ્પેશ પોતાનો બધોજ પગાર ગામમાં મોકલી આપતો, જ્યારે સુરેશ પોતે મનમાં અતિલોભ રાખી પોતાની અડધો જ પગાર ગામમાં મોકલતો, અડધો પગાર પોતેજ રાખતો.
"જો મનમાં થોડા લોભને પણ સ્થાન આપવમાં આવે તો તે આગળ જતાં મોટા લોભમાં પરિવર્તિત થઈ જ જાય છે"
સમય ઘણો વહી જાય છે. કલ્પેશ તો પોતનું જીવન સાદી રીતે પસાર કરતો હોય છે. સુરેશે પોતાનો નાનો બિઝનેસ ઉભો કરેલો અને પોતાની પાસે મધુમાખીના મઘની જેમ ઘણા પૈસા એકઠા થઈ ગયાં. પરંતું મનમાં અતિલોભી હોવાનાં કારણે બીજા પાસે પૈસા કઈ રીતે કઢાવવા તેનાં નાનાં મોટાં નુસખા કરતો. થોડો સમય જતાં પાછો ખુદ પોતે જમીનમાં બીઝનેસમાં વધારે પૈસાનું રોકાણ કરે છે. હવે સમય ખરાબ હોય કે પછી તેનાં અતિલોભ હોય, અચાનક તેની સાથે કામ કરતી એક પાર્ટી ઊઠી જાય છે અને બધા જ પૈસા તે પાર્ટી લઈને ફરાર થઈ જાય છે. હવે સુરેશ પાસે કઈક જ વધતું નથી અને મોટુ દેવુ થઈ જાય છે. પોતે હવે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે અશક્ત હતો. આથી પોતે એક બગીચામાં જાય છે અને ઝેર પીઈ ને આત્મહત્યા કરી લે છે. એક ચિઠ્ઠીમાં લખીને જાય છે કે મારા છોકરા અને પત્નીનો ખ્યાલ રાખજો...
બસ અતિલોભનુ પરિણામ આ જ રીતે ભોગવવુ પડે છે. આથી મનુષ્યએ સમજદારી અને બુધ્ધિથી કામ કરીને પૈસા કમાવવા જોઈયે. અતિલોભ ના કરીને સરળ રીતે આગળ જીવન પસાર કરવું જોઈયે.
"જેટલું મળે છે એટલામાં જ સુખી રહેવું જોઈએ"
આ જ સાચાં સુખનું સરનામું છે.
મનોજ નાવડીયા
Manoj Navadiya
E mail: navadiyamanoj62167@gmail.com