માત્ર અઢી અક્ષર નો એક શબ્દ છે પ્રેમ આ શબ્દ ની સાચી ઓળખ તો ખુદ ભગવાન શ્રી કૃષ્ણ એ આ જગત ને કરાવી... આત્મિયતા ના ભાવ સાથે સંકળાયેલા આ શબ્દ પ્રેમ ના અનેક પ્રકાર છે... જે પ્રેમ ની શરૂઆત નફરત થી સત્યયુગ માં થઈ હતી.. જ્યારે રાજા કંસ ને આકાશવાણી સંભળાયું કે તારી બહેન દેવકી નું આઠમું સંતાન તારા મૃત્યુ નું કારણ બનશે... બસ ત્યાર થી ભાઈ - બહેન માટે ઈર્ષા નું કારણ ઉભું થયું હતું... આ નફરત મથુરા વૃંદાવન માં પહોંચતા પહોંચતા ક્યારે અનેક પ્રકાર ના પ્રેમ મા પરિણમી તે લોકોને ખબર જ ન રહી.. ભગવાન કૃષ્ણ અવતાર લીધા ની સાથે જશોદા ને નંદબાબા માતા પિતા, કૃષ્ણ અને જશોદા માતા પુત્ર, નંદબાબા ને કૃષ્ણ પિતા પુત્ર, કૃષ્ણને સુદામા મિત્રો , ગોપીઓ અને રાધા નો પ્રેમ જગ જાહેર છે.. અને જો કરુણા સાથે ત્યાગ રૂપી પ્રેમ જોવો હોય તો તમારે " રામાયણ " ના ઉપન્યાસ વાંચવા પડશે
કારણ કે ભગવાન શ્રી રામ ત્યાગની મૂર્તિ છે તો માતા સીતાજી કરુણા સાથે ના પ્રેમ પ્રતિક છે.. જ્યારે હનુમાનજી ભક્તિ અને વાત્સલ્ય રૂપી પ્રેમ ના પ્રતિક છે... જાણ્યું ને કેટલો સરસ છે અઢી અક્ષર નું આ પ્રતિક.. હવે આ કળયુગ રંગ બદલતો પ્રેમ ક્યા જઈ ને સ્તબધ થશે કે કરવટ બદલશે તે જાણવા અને
જોવા માત્રથી થાય એ આકર્ષણ અને એકબીજાને સમજવાથી થાય એ પ્રેમ, એમાં ઉમેરો કરીએ તો માત્ર એકબીજાને સમજવાથી નહીં પરંતુ સહર્ષ સ્વીકા૨વાથી થાય એ જ ખરો પ્રેમ...
આજે પ્રેમ તો કદાચ ચોમેર પ્રસરેલો જોવા મળતો હશે , પરંતુ ખરો પ્રેમ ... ? ! ખરા પ્રેમની હાજરી ક્યાંક ખૂટતી જોવા મળશે ત્યારે આપણે ચિંતન કરવાનું છે કે શું ક્યાંક આપણે માત્ર પ્રેમ જ નથી કરતા ને … ? કારણ કે , સામો પક્ષ માત્ર પ્રેમનો નહીં પરંતુ ખરેખર ખરા પ્રેમનો ભૂખ્યો હોય છે ... ! હવે વાત કરીએ ખરો પ્રેમ કોને કહેવાય ? હવે કઈ બે વ્યક્તિ વચ્ચેના ખરા પ્રેમની વાત કરી એ તો અસંખ્ય સંબંધો નીક્ળશે પરંતુ , આપણે જેને પ્રેમ કરીએ છીએ એવી વ્યક્તિને નજર સમક્ષ રાખીને વિચારીએ કે હું જેને
પ્રેમ, કરું છું , શું હું તેના વિકાસની આડે આવું છું .. ? ક્યાંક આપણા કારણે તેને પોતાની ગમતી બાબતો તો નથી છોડવી પડતી ને ? આપણી જીદ , મારો શોખ , આપણી આદતની પૂર્તિનો ભોગ એ સામો પક્ષ તો નથી બનતો ..... ? જો આપણે ખરો પ્રેમ કરતા હોઇએ તો એ બાબતની તકેદારી રાખવી જ જોઈએ . કહેવાય છે કે , પ્રેમમાં કંઈ પસંદગી ન હોય . અરે ! પ્રેમ થોડીને પસંદગી કરવાથી જ થાય , પરંતુ ખરો પ્રેમ તો પસંદગીથી જ થાય . જેમ કે , પ્રેમ કરનાર બે પક્ષ વચ્ચે જ્યારે કોઈ બે રસ્તા ફૂટતા હોય ત્યારે બંનેને આવેશમાં ન આવતા , બંનેના વિકાસને પ્રાધાન્ય મળે એ રીતના રસ્તાની પસંદગી કરવી જોઈએ . હા , ખરા પ્રેમમાં ત્યાગ , બલિદાન કે જતું કરવાની ભાવના પણ આવે , પરંતુ શરત માત્ર એટલી કે એ નિર્ણયના કારણે પરસ્પરમાંથી કોઈનો પણ વિકાસ ન રુંધાવો જોઈએ . એક ઉદાહરણ જોઇએ ભાઈને ક્રિકેટ જોવાનો જબરો શોખ , એ એની બહેનને પોતાની સાથે બેસીને ક્રિકેટ જોવાનું હેશે ,
બહેન જો ક્રિકેટ જોવા બેસશે તો તેનું બે ક્લાકનું વાંચન અટકશે અને નહીં જુએ તો ભાઈ નિરાશ થઈ જશે .. હવે પ્રેમ તો ગાઢ છે માટે બહેન વાંચન કુરબાન કરીને ભાઈ સાથે ક્રિકેટ જોવા બેસશે તો ખરી પણ શું એ ખરો પ્રેમ કહેવાશે ? નહીં કહેવાય ને ! અહીં પસંદગીની વાત માન્ય રાખે છે જ્યાં એવો નિર્ણય લેવાનો કે બંનેનો વિકાસ થાય અને પ્રેમ ગાઢ બને . એવા સમયે બહેન , ભાઈ સાથે થોડીવા ૨ ક્રિકેટ મેચ જોશે ત્યારબાદ ભાઈ સામેથી કહેશે કે હવે તું તારું વાંચન પણ પૂરું કરી લે . બસ અહીં જ પરસ્પરની સમજ સાથે એક્બીજાના શોખનો સહર્ષ સ્વીકા ૨ કરીને , ખરા પ્રેમને વધુ ગાઢ બનાવવાની પસંદગી થઈ છે.
એટલે જ પ્રેમ ખુબ અણમોલ અને પવિત્ર શબ્દ છે ભલે પછી આ પ્રેમ ને લોકો તેને અલગ અલગ સ્વરૂપે કોઈક જોય છે અને વ્યક્તિ જોઈને તેનો ઉપયોગ કરતાં નજરે પડે છે...