Karmo no Hisaab - 7 in Gujarati Love Stories by સ્પર્શ... books and stories PDF | કર્મોનો હિસાબ (ભાગ ૭)

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

કર્મોનો હિસાબ (ભાગ ૭)

કર્મોનો હિસાબ ( ભાગ :- ૭ )



મન ફરી બધુંજ ભુલી કાવ્યા સાથે આમ ઓતપ્રોત થઈ જાય છે. કાવ્યા અને મન થાકી જાય છે અને પછી એમને તરત ઉંઘ આવી જાય છે. જાણે કોઈ લાગણીઓ શારીરિક સંબંધ સામે હારી જાય છે. મન હંમેશા આવુંજ કરતો. આ જ મન હતો, મનનો સ્વભાવ હતો, મનની માનસિક વિકૃતતા હતી.



આ તરફ ક્રિશ્વી પોતાના પતિના આલિંગનમાં ખોવાઈ જાય છે. એને પોતાપણું લાગતું નથી છતાં મનમાં ઊંડે ક્યાંકને ક્યાંક હોય છે કે સંબંધને નિભાવવો. મારી જિંદગીમાં ક્યાંય પણ કંઈ થયું એમાં મારા પતિની કોઈજ ભૂલ નથી. આ વિચારી પોતાનું મન મનાવી શરીર પતિને સોંપી દે છે. નવા જીવનની શરૂઆતમાં લાગી જાય છે.



મન અને કાવ્યા નું જીવન ચાલી રહ્યું છે સાથે જ ક્રિશ્વી પણ પોતાના પતિ સાથે જીવન જીવી રહી છે. ક્રિશ્વીએ જે પણ સંબંધ બાંધ્યો હતો એ એવો જ નિભાવવો હતો. પોતાના પતિને ક્યારેય નહોતું લાગવા દીધું કે એના મનમાં કયા તોફાન સાથે લડી રહી છે. બસ સહજ સંબંધને વફાદાર રહેવામાં લાગી ગઈ હતી.



સમય ચાલી રહ્યો હતો. સાથે સાથે બંને તરફના જીવન પણ ચાલી રહ્યા હતાં. લગ્ન જીવનથી બંને ને એક દીકરો અને એક દીકરી થઈ ગયા હતા. ક્રિશ્વી સમયાંતરે મન ને ફોન કરતી, એના હાલચાલ પૂછતી, જિંદગી કેવી ચાલે એ પૂછતી. સતત પોતાની જિંદગી સાથે મનની જિંદગીની પણ ચિંતા કરતી.



આ તરફ બાર વર્ષના લગ્નજીવન પછી ધીરે ધીરે મનની જિંદગી નીરસ બની રહી હતી. નીરસ એટલે બસ એ જ એક પુરુષને હંમેશા શારીરિક સુખ જોઈએ અને સ્ત્રીને પ્રેમ. સમય સાથે કાવ્યા ની શારીરિક જરૂરિયાતો ઓછી થઈ રહી હતી અને મન હજુ પણ ભરપુર માણવા ઈચ્છતો હતો. મન એના વિકૃત મન સાથે હજુપણ ધરાયો નહોતો.



બીજી બાજુ ક્રિશ્વી અને એના પતિ વચ્ચે પણ આ જ રીતે શારીરિક આકર્ષણ, જરૂરિયાતોનું આવુંજ હતું. છતાં ક્રિશ્વી ક્યારેય પોતાના પતિને શરીર સાથે એનું ધાર્યું કરવા ના પાડતી નહોંતી. એનો પતિ પોતાની જરૂરિયાત સંતોષે અને પછી નિંદ્રા માં પોઢી જતો. ક્યારેક આખી આખી રાત ક્રિશ્વી જાગતી, જૂની યાદો તાજી કરતી, આંખમાંથી અમી પાડતી, ફરી જાતને સમજાવી સૂઈ જતી.



ક્રિશ્વી સતત પ્રેમ, હૂંફ, લાગણીઓને ઝંખતી, મનને પણ યાદ કરતી. એને પણ થતું કેમ ના કરું યાદ. એક એવો વ્યક્તિ, જિંદગીનું એવું વ્યક્તિત્વ જેની સાથે મેં અઢળક જીવ્યું હતું. જ્યારે પણ વિચારોથી મન ભરાઈ જતું ક્રિશ્વી મન સાથે વાત કરી હળવી થઈ જતી. મળવાનું મન થતું પણ એ રોકાઈ જતી હતી. આખરે એક સામાજિક પ્રસંગ આવ્યો હતો. પ્રસંગમાં મળી શકાશે એવું એને લાગ્યું.



આ જ વિચારોમાં ક્રિશ્વી એ મન ને ફોન કર્યો. "કેમ છે તું?, બધું ઓકે ને.?"



"હા, બધું ઓકે ને હું એકદમ મસ્ત મને વળી શું થવાનું હોય." મન બોલ્યો.



"એવુંજ જોઈએ, તું આવીશને મેરેજમાં?" ક્રિશ્વી એ પૂછ્યું.



"હા, આવવું જ પડશે ને. મારી ક્રિશ્વી ને પણ જોવું છે." મન બોલી ઉઠ્યો.



"હા, મારે પણ મળવું છે. બહું જ ઈચ્છા છે મળું. હું રાહ જોઈ રહી છું એ પળની. મળીએ તો." મને મારી ક્રિશ્વી કહ્યું હતું એ સાંભળી, વિચારી એકદમ ખુશ થતાં ક્રિશ્વી બોલી ઉઠી.



બહું વર્ષો પછી મનને મળી શકાશે એવું વિચારીને ક્રિશ્વી આજે ખુશ હતી. એનાં સંબંધીના દીકરાના લગ્નમાં મન ને પણ આમંત્રણ હતું. ફોનમાં એટલેજ કન્ફર્મ કર્યું કે મન આવશે કે નહીં. લગ્નને બે દિવસ બાકી હતાં. એક એક પળ કાઢવો મુશ્કેલ થઈ રહ્યો હતો. બીજી તરફ મન પણ આતુતાપૂર્વક રાહ જોઈ રહ્યો હતો.



તોય બંનેની આતુરતામાં ફર્ક હતો. ક્રિશ્વી માટે મળવાનું કારણ લાગણીઓ હતી અને મન માટે ક્રિશ્વી નો દેખાવ કે હજું પણ એવી જ દેખાતી હશે.



ક્રિશ્વી ને આજે તૈયાર થવું ગમ્યું હતું. એક એવા વ્યકિતને મળવાનું હતું જેના માટે એ પહેલા પણ તૈયાર થતી હતી. બસ એ ઈચ્છતી હતી કે મન એને જોવે અને ખુશ થાય.



આખરે એ દિવસ આવી ગયો. મન પહેલા જ પોતાની પત્ની અને બાળકો સાથે રિસેપ્શનમાં પહોંચી ગયો હતો. પત્ની અને બાળકો વ્યસ્ત હતા અને આ તરફ મનની નજર ગેટ પર ટકેલી હતી કે ક્રિશ્વીને ક્યારે હું જોવું.



આખરે આતુરતાનો અંત આવ્યો. મનની નજર અપલક ક્રિશ્વી ને જોઈ રહી હતી. ડાર્ક બ્લુ ગાઉન માં ક્રિશ્વી એકદમ સુંદર લાગી રહી હતી. બસ જોતો જ રહું એવું મનને થઈ રહ્યું હતું. ક્રિશ્વી નજીક આવી અને પોતાના પતિ સાથે મનની ઓળખાણ તાજી કરાવી.



બસ થોડીઘણી વાતો કરી અને બધા પ્રસંગમાં વ્યસ્ત થઈ ગયા. પણ મનની નજર હજુપણ ક્રિશ્વી પર સ્થિર થઈ હતી. મનના મનમાં વિચાર આવ્યો કે મારે ક્રિશ્વી ને પામવી છે. એ માટે જે કરવું હોય હું કરીશ.



*****



મન અને ક્રિશ્વી કયા સંબંધમાં આગળ વધશે?



પ્રેમ અને શારીરિક સંબંધ શું જીતશે?



આ જાણવા વાંચતા રહો કર્મોનો હિસાબ.



*****



તમને કેવી લાગી વાર્તા, કેવો રહ્યો અનુભવ એ માટે તમે પ્રતિભાવ, સૂચન આપી શકો છો. Email :- feelingsacademy@gmail.com અને https://www.instagram.com/feelings.academy/ આવી જ વાર્તાઓ વાંચવા જોડાયેલા રહો. મારી બીજી પ્રકાશિત વાર્તાઓ પણ વાંચી પ્રતિભાવ આપી શકો છો.



જય ભોળાનાથ...



Feelings Academy...