Dashing Superstar - 73 in Gujarati Fiction Stories by Rinku shah books and stories PDF | ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-73

Featured Books
  • આંખની વાતો

      પુષ્ટિ  બગીચામાં ફરતી હતી અને પોતાના ભૂતકાળની વાતો યાદ કરત...

  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

Categories
Share

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-73


(એલ્વિસ અને કિઆરાએ કર્યો રોમેન્ટિક સમય પસાર.કિઆરાને બિકીનીમાં જોઈને એલ્વિસની હાલત થઈ ખરાબ.એલ્વિસે જણાવ્યું કિસ ના કરવાનું કારણ.સિલ્વી,એન્ડ્રિક,કેવિન અને આઈશાનો થયો અકસ્માત.જેની પાછળ હતો ડેનિસનો હાથ.વિન્સેન્ટ અને આયાન વચ્ચે થઈ અહાનાને લઈને જોરદાર લડાઇ.વિન્સેન્ટને ઘાયલ અવસ્થામાં જોઇને સોનલબેન આઘાત પામ્યાં.)

વિન્સેન્ટ ખૂબજ ડરી ગયો.આજ પહેલા તેણે આ રીતે મારામારી નહતી કરી.વિન્સેન્ટના હોઠના ખુણેથી લોહી નીકળી રહ્યું હતું.કપાળે,કોણીએ અને ઢીંચણે છોલાયેલું હતું.

"આંટી,બહુ લાંબી વાત છે પણ ટ્રસ્ટ મી.મે કશુંજ ખોટું ‍નથી કર્યું.હું તમને તેના વિશે પછી શાંતિથી જણાવીશ.અત્યારે ટુંકમાં કહું તો મારી એક ફ્રેન્ડ છે જેને હું મનોમન ચાહુ છું પણ તેને ખબર નથી.તે પણ કોઇને ચાહે છે.તે છોકરાએ તેની લાગણી સાથે રમત કરી અને તેને બધાની સામે તેના દેખાવ માટે અપમાનિત કરી.તેને ખૂબજ દુઃખ થયું અને આ વાત મારાથી સહન ના થઈ.તો મે તેને વોર્નિંગ આપી અને તેને માર્યો.મે કશું ખોટું તો નથી કર્યું ને?"વિન્સેન્ટે પૂછ્યું.

જવાબમાં સોનલબેને તેના માથે હાથ ફેરવ્યો અને બોલ્યા,"તું કશુંજ ખોટું ના કરી શકે.જે અજાણ્યા માણસોની આટલી મદદ કરે તે કશુંજ ખરાબ ના કરી શકે.તે છોકરી ખરેખર ખૂબજ ભાગ્યશાળી છે કે તેને તારા જેવો પ્રેમ કરવાવાળો છોકરો મળ્યો.કાશ મારી પરી માટે મને તારા જેવો છોકરો મળી જાય.ચલ બેટા,તને દવા લગાવી દઉં."સોનલબેને ખૂબજ પ્રેમથી કહ્યું.

સોનલબેને વિન્સેન્ટને તેના રૂમમાં લઈ ગયા.જ્યાં સૌમ્યભાઈ પણ આવ્યાં.સોનલબેને તેમને બધી વાત કરી.તે બંનેએ મળીને વિન્સેન્ટના ઘાવ પર દવા લગાવી આપી.ત્રણેય જણાએ એકસાથે મળીને ડિનર કર્યું.વિન્સેન્ટ આ નવા પરિવારના મળવાથી ખૂબજ ખુશ હતો.

અહીં સૌમ્યભાઈ અને સોનલબેન પણ અહાનાના અચાનક આમ જતા રહેવાથી દુઃખી હતાં.ઊપરથી તેણે તેનો મોબાઈલ પણ સ્વિચ ઓફ કરી દીધો હતો.સૌમ્યભાઈ અને સોનલબેન પોતાના રૂમમાં આરામ કરતા હતા અને અચાનક એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો.

"હેલો,કોણ બોલો?"સૌમ્યભાઈએ નવો નંબર દેખાતા પૂછ્યું.

"પાપુ."આ અવાજ સાંભળીને સૌમ્યભાઈ ભાવુક થઈ ગયાં.

"પરી,બેટા કેમ તારા પાપુને આમ હેરાન કરે છે?તને ખબર છેને કે તારા વગર મને નથી ગમતું.મને હજી તે આમ અચાનક દિલ્હી જતા રહેવાનું કારણ ના સમજાવ્યું.બેટુ,શું થયું છે?મને તો કહે."સૌમ્યભાઇએ પૂછ્યું.

"પાપુ પ્લીઝ,કશુંજ નથી થયું કેટલી વાર કહું?બસ મને આ વેકેશન નાનાનાની,મામામામી અને મારા કઝિન્સ સાથે વિતાવવાનું મન થયું."અહાનાએ બહાનું બનાવ્યું.

"બેટ‍ા,તે તારો નંબર પણ બંધ કરી દીધો છે."સોનલબેને પૂછ્યું.

"મમ્મી,તે નંબરમાં આ બેંકના અને બાકી બધાં ફાલતું ફોન બહુ આવતા હતા એટલે આ નવો નંબર લીધો છે પણ તું આ નંબર કોઇને આપતી નહીં.કિઆરાને પણ નહીં."અહાનાએ આટલું કહીને ફોન મુકી દીધો.અહાના હજીપણ એટલી હદે તુટેલી હતી કે તે મુંબઇમાં તેના માતાપિતા સિવાય કોઇની પણ સાથે વાત કરવા નહતી માંગતી.
***********

આજે રવિવાર હતો.કિઆરા અને એલ્વિસ બેડરૂમની જગ્યાએ નીચે મુવી જોતા જોતા સોફા કમ બેડ પર જ એકબીજાના આલિંગનમાં સુઇ ગયાં હતાં.એલ્વિસ અને કિઆરા ભલે એકસાથે સુઈ ગયા પણ તે બંનેએ એલ્વિસના વચન અને કિઆરાના નિયમનું ખાસ પાલન કર્યું હતું.

રવિવારે એલ્વિસની આંખ ખુલી ત્યાં સુધીમાં બાર વાગી ગયાં હતાં.કિઆરાએ બ્રેકફાસ્ટ સ્કિપ કરીને લંચ તૈયાર કરી લીધું હતું.કિઆરા આજે સવારથી થોડીક અપસેટ હતી.એલ્વિસ ફ્રેશ થઇને તેની પાસે ગયો અને તેને ગળે લાગી ગયો.

"કિઆરા,શું થયું?મારી ડાર્લિંગના ચહેરા પર આ ઉદાસી સારી નથી લાગતી."તેણે પૂછ્યું.

"એલ,મને અહાનાની ચિંતા થાય છે.અમે આટલા સમયથી એકબીજાના એકદમ ખાસ દોસ્ત છીએ.બહુ લાંબા સમયથી એકબીજાને નથી ઓળખતા પણ તે આ ટુંકા સમયગાળામાં મારી એકદમ ખાસ સહેલી બની ગઈ છે.લગભગ રોજ અમે એકબીજા સાથે વાત કરીએ પણ આપણી સગાઈ પછી તેણે એકવાર પણ મારી સાથે વાત નથી કરી.તેનો ફોન પણ સ્વિચ ઓફ છે અને તે અચાનક દિલ્હી જતી રહી.તેના મોમડેડે કહ્યું કે તે હવે કોલેજ શરૂ થશે ત્યારે જ આવશે.

એલ,મને ખૂબજ ચિંત‍ા થાય છે.શું તેની સાથે કઈ ખરાબ થયું હશે?કોને પૂછું?અહાના એવી છેકે મારી સાથે વાત કર્યા વગર તેનો દિવસ ના જાય."કિઆરાએ કહ્યું.

"હમ્મ,તું ચિંત‍ા ના કર.આવતીકાલે મુંબઇ જઇને આપણે વિન્સેન્ટ સાથે વાત કરીશું.બની શકે તેને કઈ ખબર હોય."એલ્વિસે કહ્યું.

એલ્વિસ અને કિઆરાએ આજે પણ સ્વિમિંગ પૂલમાં એકબીજાની સાથે સુંદર સમય વિતાવ્યો.આજે પણ એલ્વિસે તેના જીવનની દર્દનાક દાસ્તાન આગળ ધપાવી.

એલ્વિસનો ભૂતકાળ.

સેમ્યુઅલ ગાડી લઈને ડેનિસને શોધવા નીકળી ગયો.ડેનિસ લોનાવાલાના એક ઊંચાઈ વાળા વિસ્તારમાં હતો.સેમ્યુઅલ ખૂબજ ગુસ્સામાં હતો.તેને આટલો ગુસ્સામાં જોઇને ડેનિસ સમજી ગયો કે સેમ્યુઅલ સચ્ચાઈ જાણી ચુક્યો છે.

"ડેનિસ,આજે હું તને જીવતો નહીં છોડું.તું ખોટું બોલવાની કોશિશ ના કરતો.મને તે ટ્રક ડ્રાઇવરે બધું સાચું કહી દીધું છે."સેમ્યુઅલે ગુસ્સામાં ચિસ પાડી.

ડેનિસે આજ પહેલા આ રીતે સેમ્યુઅલને ક્યારેય નહતો જોયો.સિલ્વીના મૃત્યુના કારણે સેમ્યુઅલ પાગલ જેવો થઈ ગયો હતો.

"બિગ બ્રધર,મારી ભુલ થઈ ગઈ.મને માફ કરી દો.હું ડરી ગયો હતો કે તમે પ્રોપર્ટી સિલ્વીને નામ કરી દેશો.હું મિલકતના લોભમાં આંધળો થઇ ગયો હતો."ડેનિસે બે હાથ જોડીને માફી માંગી.સેમ્યુઅલે પોતાના ખિસામાંથી ગન કાઢી અને ડેનિસની છાતીમાં બધી જ બુલેટ ધરબાવી દીધી.

ડેનિસ જમીન પર તુરંત જ મૃત અવસ્થામાં ઢેર થઇને પડી ગયો.સેમ્યુઅલ તેની લાશ પાસે જઈને તુટી ગયો.

"શું બગાડ્યું હતું મારી સિલ્વીએ તારું?તેના બે બાળકોએ શું બગાડ્યું હતું તારું?મારી એકલતાની સાથી હતી તે.મારી ખાસ દોસ્ત કે જેણે મને સાઈઠ વર્ષની ઊંમરે જીવન જીવતા શીખવાડ્યું હતું."સેમ્યુઅલ બોલ્યો.

અચાનક તેને ધ્યાન ગયું કે તેણે શું કર્યું.તેણે પોતાના પૈસાના જોરે ડેનિસની મૃત્યુને અકસ્માતમાં ખપાવી દીધો.આ કરવાનું એકમાત્ર કારણ અનાથ એલ્વિસ અને રોઝા હતાં.તેને જીવન જીવવાનું કારણ મળી ગયું હતું.તે સિલ્વીના પડછાયા રૂપ તેના બાળકોમાં તેનું પ્રતિબિંબ જોઇને બાકીનું જીવન વ્યતીત કરવા માંગતા હતાં.

બીજા દિવસે સવારે સેમ્યુઅલ પોતાની આલિશાન ગાડી લઈને એલ્વિસ અને રોઝાને લેવા ગયાં.

અહીં એલ્વિસ અને વિન્સેન્ટ જેમની ઊંમર માત્ર સોળ વર્ષની હતી.તેમને કશુંજ ખબર નહતી પડતી કે તે શું કરે?ઘર ચલાવવાનું,રોઝાનો ઈલાજ કરાવવાનો અને ભણવાનું.એલ્વિસને એક હવાલદાર પાસેથી જાણવા મળ્યું કે તેમના માતાપિતાનું મૃત્યુ અકસ્માત નહીં પણ હત્યા હતી.જે સેમ્યુઅલના ભાઈ ડેનિસે કરી હતી.એલ્વિસ અને વિન્સેન્ટના મનમાં એક વાત ઘર કરી ગઈ હતી કે સેમ્યુઅલના કારણે જ તેમનું જીવન બરબાદ થયું છે.

અહીં સેમ્યુઅલ ખૂબજ ખુશ હતો.તેને એલ્વિસ અને રોઝાના રૂપમાં બાળકો મળવાનાં હતાં.સેમ્યુઅલ એલ્વિસ અને રોઝાને લેવા તેમના ઘરે ગયા.

રોઝા બિમાર રહેતી હોવાના કારણે ઘરનું કામ એલ્વિસના માથે આવી ગયું હતું.પિતાની થોડીક જમા બચત હતી જેના કારણે હાલ તેમનું ઘર ચાલી રહ્યું હતું.એલ્વિસને રસોઈ બનવાતા નહતું આવડતું.તેણે દૂધ ગરમ કર્યું અને બ્રેડ ટોસ્ટ કરીને રોઝાને ખવડ‍વ્યું.વિન્સેન્ટ પણ હવે તેની સાથે જ રહેતો હતો.બરાબર તે જ સમયે બેલ વાગ્યો.સેમ્યુઅલને પોતાના ઘરના દરવાજે જોઈને એલ્વિસ આઘાત પામ્યો.
"એલ્વિસ,હું તને અને રોઝાને લેવા આવ્યો છું.મારી સાથે ચલ.તું તારી જાતને અનાથ ના સમજીશ."

"હું અનાથ નથી.આ ઘરમાં મારા માતાપિતાના આશિર્વાદ છે અને હું તેના સહારે જીવી લઈશ.મને તમારી મદદની જરૂર નથી તમારા કારણે જ મારા અને વિન્સેન્ટના માતાપિતા અમને છોડીને જતા રહ્યા છે.હું તમને ક્યારેય માફ નહીં કરુ."એલ્વિસે કહ્યું.

"મે ડેનિસને તેના કર્યાની સજા આપી દીધી છે.તેને મોતની સજા મે મારા હાથે આપી છે.આ દુનિયામાં રૂપિયા વગર જીવવું ખૂબજ અઘરું છે.તું વિન્સેન્ટને પણ તારી સાથે લઇ લે.હું તમારા ત્રણેયનું ધ્યાન રાખીશ."

"રૂપિયાના કારણે જ આ બધું થયું છે.હું એટલો રૂપિયા વાળો બનીશ કે તમે વિચારી પણ નહીં શકો.જતા રહો અહીંથી."
***********
અહીં આયાનને ખૂબજ વાગ્યું હતું.જેના માટે ઘરે તેણે બહાનું બનાવી દીધું પણ તે એક અન્ય વાત લઈને ચિંતામાં હતો.તેને ડર હતો કે જો વિન્સેન્ટે આ વાત એલ્વિસ અને કિઆરાને કરી તો કિઆરા તેને નફરત કરશે અને એલ્વિસ કદાચ આ વાત તેના પિતાને કરે.
"ના ના,જો આવું થયું તો મારા પપ્પા અને મમ્મી મને ખૂબજ બોલશે.તેમને મારા કારણે નીચું જોવું પડશે અને કિઆરા તેની આગળ મારી ઈમેજ ખરાબ થશે.હું એક કામ કરીશ કે કિઆરાને ક્યાંય બીજેથી ખબર પડે તે પહેલા હું તેને મળીને બધી વાત કરી લઇશ."

ક્રમશ: