ન જાણ્યું જાનકી નાથે, કે સવારે શું થવાનું છે.
ઉપરોક્ત પંક્તિ વાંચતા જેટલી સરળ છે, એની પાછળનો મર્મ એટલોજ અઘરો છે. ભગવાન પોતે ભગવાન થઈ ને વિધિના વિધાન ટાળી નથી શક્યા, તો આપણે તો એ પ્રભુના પગની ધુળ માત્ર પણ નથી. હા એ ભગવાનનાં સંદેશ વાહક ખરા હો. ભગવાન આપણી કસોટી લઈ રહ્યા હોય એવા સંજોગો સર્જાતા હોય છે. ને આપણે મક્કમતાથી એ પરીક્ષાઓ પાર પાડવાની હોય છે. એવીજ એક અઘરી પરીક્ષા મેં પણ આપી છે, ને આજ એનું જ પરિણામ હું ભોગવી રહી છું.એક એવી રાત જેણે મારી જીંદગી જ બદલી નાખી.
એ કાળમુખી રાત હું કોઈ દી નહિ ભૂલી શકું. એ .હું નીશા. નિશા કોઠારી. એક દિવસ મારી અંધ મા અને મારા લાલચી કાકા સાથે મારી માટે મુરતિયો જોવા ગયા હતા. મા ને મૂકીને મારે ક્યાંય જવું જ નોહ્તું, પણ મા ની જીદ સામે મારા લગ્ન માટે હા પાડવી પડી. મેં છોકરાને જોયો પણ નોતો. હા પણ સાંભળ્યુ હતુ કે બે છોકરાનો બાપ છે. બીજા છોકરાને જન્મ આપતાં જ એની પત્ની મૃત્યુ પામી છે. ને હવે એને એના છોકરાઓ માટે મા જોઈએ છે. ઉંમરમાં મારા કરતા ખાસ્સા મોટા હતા, મારી મા એ મારા લગ્ન નક્કી કરી નાખ્યાં. ના પાડવાનો સવાલ જ નોહતો. આશ્ચર્ય મને એ વાતનું થયું જ્યારે મે દહેજ માટે નાં પાડી. કેમકે મને એમ હતું કે જો હું નાં પાડું તો કદાચ એ પણ ના પાડે. પણ આવું ન થયું. એમણે સંબંધ મંજૂર કર્યો. અને આઠ દિવસમાં જ મારા લગ્ન લેવાઈ ગયા. લગ્ન પછી થોડાજ સમયમાં મારી આંધળી મા દેવલોક પામી. મને એના ગયાનો ખુબ દુઃખ લાગ્યું, હું જાણે સાવ અનાથ થઈ ગયી એવું મહેસૂસ કરી રહી હતી. હું ખુબ રડી રહી હતી. હજુ મા નાં મારવાના આઘાતમાંથી હુ માંડ બહાર નીકળી હતી. ત્યાં હજુ એક આઘાત મારી વાટ જોઇને બેઠો હતો. મા ની ચિર વિદાય પછી હું સાસરે પછી આવી. મુસાફરીનો થાક હોવાને લીધે મને જલદી ઊંઘ આવી હતી. હું એમનાં હવે અમારા બાળકોસાથે સૂતી. અચાનક મારા પતિ અમારા રૂમ માં આવ્યા. એ એકલા નોતા. મને જગાડીને પોતાની જોડે બહાર દિવાન ખંડમાં લઈ ગયા. ત્યાં એમના ત્રણ મિત્રો બેઠા હતા. એ ચારે ની જુગાર અને દારૂની મહેફિલ ચાલુ હતી. મને તો દારૂની વાસથી પણ ઉબકા આવતા હતા. પણ જો હું ત્યાંથી આઘી જાઉં તો એમનો ગુસ્સો મારા પર ફૂટે. એ વિચારે હું નાક આડો પાલવ મૂકી ત્યાંજ ઊભી રહી.
કેવી કરુણતા છે કુદરતની જે છોકરી લગ્ન પન નહિ કરવાનું વિચાર્યું હતું, એ છોકરી એક આધેડને પરણી એના છોકરા સાચવે છે. જેને દારૂ જુગાર નશો આ બધા વ્યસનથી નફરત હતી, એ આજ પત્ની હોવાના નાતે એની ફરજ માટે ત્યાં એ વાતાવરણમાં ઊભી હતી. હું આ બધું વિચારતી હતી ત્યાં બારે જોરદાર વરસાદ ચાલુ થયો. વીજળીના ચમકારા, વાદળોનો ગડગડાટ, ને મુશળધાર વરસાદ મારા મનને એકદમ ડરાવી રહ્યું હતુ. હું મનોમન એકદમ ગભરાયલી હતી, મારું મન મને આવનાર તોફાનનો અંદેશો આપી રહ્યો હતો. અચાનક મારા પતિ અને એમના મિત્રો વચ્ચે બોલચાલ, ગાળાગાળી, ને ઉગ્ર હાથાપાઈ થવા લાગી. એ લોકો ત્રણે મળીને મારા પતિને મારવા લાગ્યા. મે એમને છોડાવવાની પૂરી કોશિશ કરી, પણ એમાંથી એક એ મને થપ્પડ મારીને નીચે પાડી દીધી, તો પણ હું હિમ્મત ન હારી, ને એમને બચાવવા પૂરી તાકાતથી ઉભી થઈ.પણ મારા ઉઠતા પહેલાજ એમાંથી એકે મારા પતિ પર ગોળી ચલાવી, એમને એ બુલેટ સીધી છાતીમાં વાગી, અને ગણતરીની પળોમાં એમનું પ્રાણ પંખેરું ઉડી ગયું. હજુ થોડા સમય પહેલા જ સુહાગણ બનવા વાળી હું અભાગણ વિધવા બની ગયી. હું એકદમ સ્તબ્ધ બની ગયી. એ જેવા પણ હતા પણ મારા પતિ હતા, પણ હવે હું આ નશેડી લોકો વચ્ચે એકલી છું, એ લોકોની લાળ ટપકતી આંખો, ને અભદ્ર ટિપ્પણી થી હું ખૂબ ગભરાઈ ગઈ હતી. પણ ખૂબ હિમ્મત રાખીને એ લોકોને બહાર જવા હાથ જોડીને વિનંતી કરવા લાગી. ભાઈ, તમે સારા માણસો છો, આમ આટલી રાતે કોઈના ઘરે એ પણ એમના પતિની ગેરહાજરીમાં સારી વાત નથી. પ્લીઝ તમે લોકો જેઓ અહીંથી.
મારી વિનંતિ, આજીજી, આંસુ નું એ નફ્ફટ લોકો પર કઈજ અસર ન થયું, ઉલટાનું એ લોકો વધુ બેફિકરાઈથી રાક્ષસ જેવા હસવા લાગ્યા. એ લોકો મારી નજીક આવતા ગયા ને બોલતા ગયા, પતિની ગેરહાજરી, હા હા હા હા હા હા, તારા પતિએ જ આજની રાત માટે અમારી સાથે તારો સોદો કર્યો હતો. પણ ખબર નહિ, કેમ તને જોતા પોતાના વાયદાથી પાછળ હટી ગયો, એટલે જીવથી ગયો. ચલ હવે સીધી રીતે અમારી પાસે આવીજા, નહિ તો અમને અમારી વસૂલી કરતા આવડે છે. એમના ચહેરા પર નફ્ફટાઈ અને હવસના ભાવ ચોખ્ખા દેખાતા હતાં. મે હિમ્મત કરી ત્યાંથી ભાગવાની કોશિશ કરી, પણ સાડીમાં પગ ફસાતા ઊભી થવાને બદલે પડી ગયી. ને એમાંથી એકે મને પકડી મારી સાડી ખેંચી કાઢી. હું અર્ધનગ્ન અવસ્થામાં પોતાના હાથોથી મારા શરીરને ઢાંકવાની નાકામ કોશિશ કરી રહી હતી. પણ એનો કોઈજ ફાયદો ન થયો. એ ત્રણે માટે હું ફકત એમનો શિકાર હતી. મને ઉપાડીને મારા પતિના રૂમમાં લઈ જવામાં આવી, હું ભગવાન માટે એમને છોડી દો એવી આજીજી કરવા લાગી. મેં ભાગવાની કોશિશ કરી પણ એમણે મને ખૂબ માર માર્યો. હવે હું હિમ્મત હારી ગયી હતી. હું લગભગ બેહોશ થઈ ગઈ હતી, પણ હજુ થોડીક ભાન હતી. એ લોકોના અવાજ હું સાંભળી શકતી હતી. એમાંથી એક બોલ્યો, આને તો નોચી મરડીને શાંત કરી દેશું, પણ પેલા પિલ્લાઓ સૂતા છે, એમનું શું કરશું. સાલો હરામી બધી પ્રોપર્ટી છોકરાઓના નામે કરી ગયો છે. જો છોકરાઓને મારી નાખીએ તો બધી મિલકત આને નામ થઈ જશે, અને આને તો આપણી કરી જ લઈશું, એટલે મિલકત પણ આપણી થઈ જ જશે. આપણી રાખેલ બનીને રહશે. ત્રણે હસવા લાગ્યા. મેં એ લોકોની વાત સાંભળી હતી. મારું મગજ મારું શરીર પ્રતિકાર કરવા તલપડી રહ્યો હતો.
હું જગદંબાને પ્રાર્થના કરવા લાગી, હે મા મને શક્તિ દે મા, આ રાક્ષસોના કોપ થી હું મારા સંતાનોને બચાવી શકું. મા જો આજે મારા બાળકોને કંઈ થયું તો મારો તારા પરથી વિશ્વાસ ઉડી જશે મા. તને મારો સાથ આપવો જ પડશે. મારી વિનંતી મા જગદંબા એ સાંભળી, ને મારી નજર સામે દિવાલ પર મ્યાન કરેલી તલવારો પર ગયી. મારા પતિને તલવારબાજી નો ખૂબ શોખ હતો. એ લગભગ દર રવિવારે થોડો સમય પ્રેક્ટિસ કરતા. તલવાર જોઈને મારામાં નવો જોશ ઉમટયો, મેં બન્ને હાથે તલવાર લીધી ને દોડી એ રાક્ષસોનો સંહાર કરવા. એમણે વિચાર પણ નહિ કર્યો હોય કે હું આ રીતે વાર કરીશ. એટલે એ લોકો બિન્દાસ હતા. પણ મારા પરતો મા જગદંબે સવાર હતી, હું એમની નજીક પોહચી, એમણે મને જોઈ, એ લોકો કોઈ એક્શન લે એ પેલા જ મેં બન્ને તલવારો થી બે ના માથા કાપી નાખ્યા. ત્રીજાએ એની પાસે રહેલ બંદુક મારી સામે તાકી. એણે મારાપર ગોળી ચલાવી પણ હું નીચે નમી, અને મે એના પેટમાં ઉપરાઉપરી તલવારના ચાર થી પાંચ ઘા કર્યા. એ પણ જગ્યાએ જ ઢળી પડ્યો. હવે હું ને મારા બાળકો સુરક્ષિત હતા.
હું બાળકો પાસે રૂમમાં ગયી, એ બિચારા નિર્દોષ, માસુમ દુનિયાની કોઈ પણ જાણ વગર નિર્દોષ ભાવે સૂતા હતા. છેલ્લા ચાર કલાકમાં આ ઘરમાં શું થયું એની એમને ખબર જ નથી.
મને અચાનક વિચાર આવ્યો, કે સવારે નોકર લોકો આવશે, અને નીચે મારા પતિની ને ઉપર આ ત્રણે રાક્ષસોની લાશો પડી છે, એટલે એ લોકો મારા પર પોલીસ કેસ કરશે. જો આવું થયુ તો મારા બાળકો તો અનાથ થઈ જશે. ના આ નાના ભૂલકાંઓ કોઈ અપરાધી નથી, હું આમના ભવિષ્ય જોડે ન રમી શકું. ને મેં એક પગલું ભર્યું. મેં એક બેગમાં મારા ને છોકરાઓના કપડાં, થોડા રોકડા રૂપિયા ને છોકરાઓ માટે થોડો ખાવાનો સામાન ભર્યો. બેગ બારીમાંથી નીચે ફેંકી. ઘરમાં ગેસનાં બટન ચાલુ કર્યા, હવે ગેસ લીક થવા લાગી. મેં નાના છોકરાને કેડે તેડયો, ને મોટાને જગાડીને જલદી જલદી બાર લઈ ગયી. બારે નીકળતાં જ મે માચીસની દિવાસળી ચાંપી ને ઘરમાં નાખી દીધી. થોડી જ સેકન્ડમાં એક જોરદાર ધડાકો થયો. હું મારા બાળકોને લઈને એ શહેર છોડીને એક નવી શરૂવાત કરવા નવા શહેરમાં જતી રહી. બીજા દિવસે સવારે સમાચાર પત્રમાં જાણવા મળ્યું કે ગેસ લીક થતા એકજ પરિવારના ચાર લોકો એકસાથે રાખ થઈ ગયા.
હા આ એક રાતે મારી જિંદગી બદલી નાખી.