(1)પુસ્તક
જીવન જીવવાની રીતે શીખવડે છે પુસ્તક ...
જીવનનું તેજ પ્રગટવે છે પુસ્તક ..
જ્ઞાન નો ભંડાર છે પુસ્તક ...
શબ્દો નો શણગાર છે પુસ્તક ....
પ્રેમ તો એકબીજા નો મેળાપ છે
પણ એ સંબંધ ટકાવતા શીખવડે છે પુસ્તક ...
ખરાબ પરિસ્થિતિ માં મિત્ર તરીકે સાથે આપે છે પુસ્તક ...
મનુષ્ય ના પરિવર્તન ની આશ છે પુસ્તક ...
સાહિત્ય અને સંસ્કૃતિ ની ઓળખ છે પુસ્તક ..
જીવન નું ધડતર છે પુસ્તક ...
લેખકો ની પ્રેરણા છે પુસ્તક ...
(2)નહીં મળે
સફળતા પથ પર હું ફરી વાર નહીં મળું
હકીકત માં તો હશે પણ એ શબ્દો નહીં મળું
સંબંધો માત્ર થોડાક સમય ના છે લાગણી માં હશું...
એ પ્રેમ ફરી વાર નહીં મળું
શું સાચું કે ખોટું વ્યક્તિ ના વિચારો માં છે
હું પોતે સત્ય છું એ અસત્ય તરફ નહીં મળે ....
શોધી શકો તો શોધી લો એ શબ્દો માં...
કવિતા માં હશું પણ વ્યથા તરફ નહીં મળું...
જીવનમાં સફળ ના સંધષૅ થશે ધણા બધા...
પણ હાર ની નિરાશા તરફ હું કયારે નહીં મળું ...
જે મળશે મને હું તેવું સ્વીકારી લઈશ ...
નિરાશ એવો ચહેરા હું કયારે નહીં મળું હું
જીવન ના રંગમંચ છે
ખરાબ મારી પરિસ્થિતિ પર હું કયારે નહીં મળું..
પ્રેમ અને લાગણી ભરેલી મારી માતુભાષા...
સરળ અને સમજી શકાય તેવી મારી માતુભાષા...
એક શબ્દો ને અનેક અથૅ વાળી મારી માતુભાષા... ગુજરાતી કવિ ઓળખ મારી માતુભાષા...
દુનિયા ના દરેક ખૂણે સંભણાતી મારી માતુભાષા... અભિવ્યક્તિ જન્મ આપનારી મારી માતુભાષા...
લેખક ના નશેનશે માં વહેતી મારી માતૃભાષા...
કાગળ અને કલમ સંગમ થી બનતી મારી માતુભાષા...
ગુજરાત ની ગાથા રચાતી મારી માતુભાષા...
(3)હું શું આપું તમને
તમારી વાતો નો હું શું જવાબ આપું ...
તમારી આ સ્વભાવ નું હું કેવી રીતે વણૅન કરું ...
પ્રેમ કરતાં તો પ્રેમ પત્ર લાબું જીવે છે ..
તમારા શબ્દોને હું શું ખિતાબ આપું ...
તમારો ચહેરો ચંદ્ર સમાન છે
તેના થી વધારે હું શું કહ્યું ...
મુશ્કેલી માં તમારું સ્મિત મારા માટે કાફી છે
તેના થી વધારે હું શું માગું ...
અપાણો સાથે તો છે જન્મો જન્મ નો
એમાં સંબંધો માં હું શું ફરિયાદ કરૂં...
હું તમને કેવું ગુલાબ આપું ...
શંણગારવા વાળા ધર માં ગુલાબ થી સજાવેલુ છે
મારો તો તમે જેમ છો હું તમને તેમજ માગું છું ...
જીવન માં આનાથી વધારે હું તમને શું આપું ..
(4)હે નારી તું ન હારી
હે નારી તું પ્રેમ પરિભાષા જાણનારી
જયાં જુઓ ત્યાં ઉંચા સિહાસન પર બેસનાર
હે નારી તું ન હારી ..
પડે છે તું એક સો પર ભારી
હે નારી તું કદી ન હારી .. …
લાચાર માને છે તને દુનિયા છતાં
બધા હૈયામાં વસનારી
હે નારી તું ન હારી ..
શક્તિ અને સહજ શક્તિ માં તું આગળ રહેનારી
હે નારી તું ન હારી
મા બહેન પત્ની જેવા અનેક રૂપ ધારણ કરનાર
હે નારી તું ન હારી
દરેક ક્ષેત્રમાં તું આગળ રહેનારી
લાગણી પ્રેમ દુઃખ સુખ દરેક સમય સાથ આપનારી
હે નારી તું ન હારી
હે નારી તું ન હારી ...
-કણઝજરીયા હાદિક (વઢવાણ)
કાળા વાદળો વચ્ચે રહેલી વીજળી છું હું,
પ્રકાશ અને અવાજનો સહવાસ છું હું,
કોઈ ના સંભાળે તો અમસ્થો અવાજ છું હું,
જોવે-સાંભળે તો ધ્રુજાવનાર ગર્જનાદ છું હું.
કાંટાઓના બંધનમાં ખીલેલું ગુલાબ છું હું,
સુવાસ અને રંગનો સહવાસ છું હું,
પ્રભુને અર્પણ થતું સુંદર પુષ્પ છું હું,
પછી કરમાયેલી જિંદગીનો સાર છું હું.
બે નયનોમાંથી વહેતું ઝરણું છું હું,
પરિસ્થિતિ અને દુઃખનો સહવાસ છું હું,
દેખીતી રીતે ક્ષારનું ફક્ત પાણી છું હું,
નજરે ચડે તો ગરમ ઉબાળ છું હું.
કોરા કાગળમાં લખાયેલા શબ્દો છું હું,
કાગળ અને કલમનો સહવાસ છું હું,
આમ તો સામાન્ય લખાણ જ છું હું,
કોઈ સમજે તો મોટો ઇતિહાસ છું હું.
દુનિયામાં જન્મ લેનારી એક સ્ત્રી છું હું,
લાગણીઓ અને મમતાનો સહવાસ છું હું,
એક દબાયેલો-ગભરાયેલો અવાજ છું હું,
અવાજ ઉઠાવું તો ભયાનક સંહાર છું હું.