Prem - Nafrat - 24 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૨૪

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રેમ - નફરત - ૨૪

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૨૪

આરવ આશ્ચર્યથી શૈલી સામે જ જોઇ રહ્યો હતો. તે આંખો નચાવતાં બોલી:'આમ એકટક જોયા ના કરો..ક્યાંક પ્રેમ થઇ જશે!'

'હં...' આરવને શું બોલવું એ જ સમજાયું નહીં.

'આરવ, અસલમાં હું બીજા છોકરાને પ્રેમ કરું છું. તારી સાથે લગ્ન કરવાનો સવાલ જ નથી. મારા પરિવાર માટે એક ભ્રમ ઊભો કરી રહી હતી. આપણી પહેલી મુલાકાત થવાની હતી ત્યારે મારી મમ્મીએ ભારપૂર્વક કહ્યું હતું કે આ છોકરાને ના પાડવાની મૂર્ખામી કરતી નહીં. સુંદર અને સુશીલ છે. અમારી તો અત્યારથી જ હા છે. તારા પપ્પાને પણ છોકરો બહુ ગમ્યો છે. મારો પરિવાર ખૂબ ખુશ હતો. આપણે તો નક્કી કરી લીધું કે ના પાડી દઇશું પણ જ્યારે બહાર આવ્યા ત્યારે મને થયું કે આટલું જલદી એમનું દિલ તોડવું યોગ્ય નથી. જો હું ત્યાં જ ના પાડી દઇશ તો મમ્મી-પપ્પા બહુ દુ:ખી થશે. હું એમની લાગણીને માન આપીને ના પાડી શકી ન હતી. એ નાટક થોડા દિવસ ચલાવ્યું. આજે તમને સાચી વાત કહી દઉં છું...હું એમબીએ કરતી હતી ત્યારથી જ એક છોકરાને પ્રેમ કરું છું. હું આજથી જ ધીમે ધીમે મારા પરિવારને એના વિશે જણાવવાનું શરૂ કરવાની છું. તમને મૂંઝવણમાં મૂક્યા એ બદલ માફ કરશો!' કહીને શૈલીએ કાન પકડ્યા.

'ઓહ! તેં તો મને ગભરાવી મૂક્યો હતો. હું....' બોલીને આરવ સહેજ અટકી ગયો. તેને થયું કે હજુ મારા પરિવારને રચના સાથેના પ્રેમ વિશે વાત કરી નથી એટલે શૈલીને કહેવાની ઉતાવળ કરવી ના જોઇએ. તે વાક્યને ફેરવતાં બોલ્યો:'...હું ખરેખર મૂંઝાતો હતો. હવે તું જ મારી મમ્મીને કહી દઇશ ને કે...'

આરવને વચ્ચે જ અટકાવતાં શૈલી બોલી:'ના બાબા ના! મારાથી ભૂલેચૂકે ના પાડી શકાશે નહીં...તમે જ કોઇ રીતે વાતને અહીં અટકાવો...'

'કામ મુશ્કેલ છે! અત્યારે આપણી પાસે લગ્ન કરવા સિવાય કોઇ ઉપાય નથી!' આરવ તેની સાથે મજાક કરવા લાગ્યો.

'શું? આ તમે શું કહો છો?' શૈલી ચિંતામાં પડી ગઇ.

'કેમ? આરવ શું કહે છે?' સુલોચનાબેન આવીને શૈલીના શબ્દોને પકડીને પૂછવા લાગ્યા.

આરવ અને શૈલી સુલોચનાબેનના આગમનથી સ્તબ્ધ થઇ ગયા.

આરવે બાજી સંભાળી લેતાં કહ્યું:'મમ્મી, હું શૈલી સાથે લગ્ન કરી શકું એમ નથી. એના અને મારા વિચારોમાં અંતર છે...'

'અરે બેટા! આ શું કહે છે?' આરવની વાતથી સુલોચનાબેનને આંચકો લાગ્યો.

'હા મા! હવે વાતને લંબાવવી નથી...' બોલીને આરવ શૈલી તરફ જોઇ કહેવા લાગ્યો:'તું ઘરે જા...'

શૈલીને તો તકની જ જરૂર હતી. તે 'આવજો આન્ટી' કહેતી ઝડપી પગલે બંગલાની બહાર જવા લાગી.

'મા, હું એને બહાર સુધી મૂકીને આવું છું.' બોલતો આરવ તેની પાછળ ગયો અને કહ્યું:'તું ચિંતા ના કરીશ. હું બધું સંભાળી લઇશ પણ આપણે દોસ્ત જરૂર રહીશું...'

'હા, બાય!' કહેતી આંખોમાં આભારની લાગણી સાથે શૈલી પોતાની કાર લઇને જતી રહી.

'બેટા, આમ અચાનક તેં ના પાડી દીધી?' સુલોચનાબેનને નવાઇ લાગી રહી હતી. તે શૈલીને પોતાની વહુના રૂપમાં જોવા લાગ્યા હતા.

'મા, જોડી ઉપરથી જ બનીને આવે છે. મારા માટે કોઇ છોકરી રાહ જોઇ રહી હશે. તું ચિંતા ના કરીશ...' આરવે માને વહાલ કરીને સમજાવી દીધી.

આરવ પોતાના બેડરૂમમાં પહોંચ્યો ત્યારે થોડી શાંતિ થઇ. એ સાથે તેણે નક્કી કરી લીધું કે હવે રચના સાથે લગ્ન કરવાની વાત કરી લેશે. આજે તે મનથી હળવાશ અનુભવી રહ્યો હતો. તેને શૈલી નાદાન લાગી. હવે રચનાની ઘરમાં વાત કરવાનો રસ્તો સાફ થઇ ગયો હતો. રચનાએ 'સુપર ફાસ્ટ મોબાઇલ' કંપનીના નવા મોબાઇલના ભાવ વધારાના સમાચાર આપીને વધારે રાહત કરી હતી.

બીજા દિવસે આરવે કંપનીની મહત્વની બેઠક બોલાવીને બધી વાત કરી લીધી. એક સપ્તાહ પછી નવો મોબાઇલ લોન્ચ કરવાનું આયોજન કરી લીધું.

મોબાઇલ લોન્ચ કરવાની દોડધામમાં એ રચના સાથે ખાસ કોઇ વાત કરી શક્યો નહીં. તેનું સમગ્ર ધ્યાન નવો મોબાઇલ લોન્ચ કરવાના કાર્યક્રમ પર જ રહ્યું.

જે દિવસે મોબાઇલ લોન્ચ કર્યો એ દિવસે જબરદસ્ત વેચાણ થયું. ઘણી વેબસાઇટ પર એનું વેચાણ શરૂ થતાંની સાથે જ સ્ટોક ખલાસ થઇ ગયો. પહેલા જ દિવસે મોટા ઓર્ડર મળી ગયા. 'ઓલ ઇન વન મોબાઇલ' કંપનીનું નામ ચર્ચામાં આવી ગયું. બીજા દિવસે કંપનીના શેરના ભાવ ઉપર ગયા. લખમલભાઇ બહુ ખુશ હતા. રચનાની મદદથી એક મોટી સફળતા મળી હતી. 'સુપર ફાસ્ટ મોબાઇલ' ના નવા મોડેલને સારો પ્રતિસાદ મળ્યો ન હતો. લખમલભાઇએ રચનાનો પગાર વધારવાની જાહેરાત કરી અને હવે પછીના નવા મોડેલ પર કામ કરવાની જવાબદારી એને જ સોંપી દીધી.

આરવે રચનાને અભિનંદન આપવા સાથે આભાર માન્યો. રચના મનોમન મુસ્કુરાઇ અને મનમાં જ બોલી:'આરવ, મેં પહેલી સફળતા મેળવી લીધી છે. હવે મારું લક્ષ્ય તું છે...'

રચનાએ બહાર નીકળીને સંજનાને ફોન લગાવ્યો:'મજામાં છે ને? બસ તારો રોલ પૂરો થઇ ગયો છે. તું 'સુપર ફાસ્ટ મોબાઇલ' માં રાજીનામું આપી દેજે...'

ક્રમશ: