College campus - 22 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-22

Featured Books
Categories
Share

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-22

સાન્વી કંઈક વિચિત્ર નજરથી વેદાંશની સામે જોયા કરે છે. વેદાંશ દર્દભર્યા અવાજે પ્રેમથી તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે અને બોલે છે, "આઈ લવ યુ, સાન્વી..." પરંતુ સાન્વી તેને પણ ઓળખતી નથી અને તેના વર્તનમાં કોઈ ફરક પડતો નથી. વેદાંશ તેની સાથે વધુ વાત કરવાનો પ્રયત્ન કરે છે તો સાન્વી તેને જોઈને ચીસો પાડવા લાગે છે. વેદાંશ તેને શાંત પાડવાનો પ્રયત્ન કરે છે પણ તે નિરર્થક રહે છે છેવટે તે રૂમની બહાર નીકળી જાય છે.

બહાર આવીને તે સાન્વીના પપ્પા સાથે વાત કરતાં તેમને કહે છે કે, "અંકલ, સાન્વીની હાલત તો વધારે પડતી બગડી ગઈ છે. જો આપની ઈચ્છા હોય તો, સાન્વીને આપણે મારો એક કઝીન બ્રધર સાઇક્રરાઇટીસ્ટ છે ડૉ.અપૂર્વ પટેલ તેને બતાવી જોઈએ તો તે આપણને સાચી એડ્વાઇસ પણ આપશે અને તેને સારી ટ્રીટમેન્ટ પણ મળી રહે અને બીજું આપણે ઓળખાણ હિસાબે ગમે ત્યારે તેના ત્યાં જઈ શકીએ."

સાન્વીના પપ્પા જવાબ આપે છે કે, " બેટા, તમને જે ઠીક લાગે તેમ કરવા હું તૈયાર છું, મારા એક ફ્રેન્ડના કહેવાથી મેં તેના પરિચીત ડૉ.હેમાંગ પટેલ, જે સાઇક્રરાઇટીસ્ટ જ છે તેમની દવા ચાલુ કરી છે પણ ડૉક્ટર સાહેબે ચોખ્ખું કહ્યું હતું કે, તેની તબિયતમાં સુધારો થતાં સમય લાગશે. આપણે બીજા ડૉક્ટરને બતાવવું હોય તો મને કંઈ વાંધો નથી. બતાવી દઇએ."

વેદાંશ બીજા જ દિવસની ડૉ. અપૂર્વ પટેલની એપોઇન્ટમેન્ટ લઇ લે છે અને પછી દુઃખીહ્રદયે ઘરે આવે છે આવીને ક્રીશાને બધી વાત જણાવે છે અને પૂછે છે કે, " હું સાન્વીની આવી પરિસ્થિતિ છે તો તેને હેલ્પ કરું ને..?? તને કંઇ વાંધો તો નથી ને..?? "
ક્રીશા એકદમ શાંતિથી અને પ્રેમથી જવાબ આપે છે કે, "ના, મને કંઈ વાંધો નથી. આપણે તેની હેલ્પ કરવી જ જોઈએ. એ આપણી ફરજ છે."

વેદાંશને ક્રીશાનો જવાબ સાંભળી શાંતિ પણ થાય છે અને આવી સુશીલ અને સંસ્કારી પત્ની મળવા માટે તે તેના કાનજીનો આભાર પણ માને છે. આજે તેને ક્રીશાની ભીતર રહેલાં સાચા ગુણોના દર્શન પણ થાય છે.

બીજે દિવસે વેદાંશ સમયસર સાન્વીને ઘરે પહોંચી જાય છે. સાન્વીના મમ્મી-પપ્પા તૈયાર જ હોય છે જવા માટે અને સાન્વીને પણ તેમણે સમજાવીને ડૉક્ટરને મળવા જવા તૈયાર કરી દીધી હોય છે.

બધા ડૉ.અપૂર્વ પટેલના ક્લિનિક ઉપર પહોંચી જાય છે. ડૉ.અપૂર્વ પટેલ સાન્વીના મમ્મી-પપ્પાને, સાન્વીની સાથે ક્યારે ક્યારે શું શું બન્યું બધી જ વાતો પૂછે છે અને શાંતિથી તેમના જવાબ સાંભળે છે. અને પછી વેદાંશને અને સાન્વીના પપ્પાને અંદર બોલાવે છે અને જણાવે છે કે, "સાન્વીના મગજ ઉપર તેની સાથે જે બન્યું તેની ખૂબ ઘહેરી અસર પડી છે અને તે ચોટ છેક હ્રદયના ઉંડાણ સુધી ઘર કરી ગઈ છે. આ જે દવા ચાલે છે તેની પણ કોઈ અસર તેની ઉપર થઈ રહી નથી. હું થોડી દવા બદલવાનો પ્રયત્ન કરું છું, આપણે તેને બહુ હાઈ ડોઝ નહિ આપી શકીએ કારણ કે તે પ્રેગનન્ટ છે. એટલે આપણે તેના બાળકનો પણ વિચાર કરવો રહ્યો. હું તેને જે દવા આપી રહ્યો છું તેનાથી કદાચ તે પહેલા કરતાં વધારે ઉંઘ લે તો તમે ચિંતા કરશો નહીં. એક વીક માટેની દવા હું તેને આપું છું. એક વીક પછી ફરી તેને અહીં લઈ આવવી પડશે, ઓકે." અને સાન્વીને ડૉ. અપૂર્વ પટેલની દવા ચાલુ કરવામાં આવે છે.

વેદાંશ, સાન્વી અને તેના મમ્મી-પપ્પા બધા સાન્વીના ઘરે જાય છે. વેદાંશ સાન્વીના પપ્પાને દવા વિશે બધું સમજાવી દે છે અને પછી જણાવે છે કે, " તે વન મન્થની જ રજા લઈને આવ્યો હતો તેથી તેને બે દિવસ પછી પાછું બેંગ્લોર જવાનું છે. તે રોજ સાન્વીના સમાચાર પૂછવા તેમને ફોન કરતો રહેશે અને ચિંતા જેવું કંઈ લાગે તો ગમે ત્યારે તે સાન્વીને લઈને ડૉ.અપૂર્વ પટેલ પાસે જઈ શકે છે." અને પછી વેદાંશ પોતાને ઘરે જવા માટે નીકળે છે.

હવે તેને અને ક્રીશાને બેંગ્લોર જવાનું છે ત્યાં જઈને નવું ઘર વસાવવાનું છે. તેથી તે અને ક્રીશા બંને તેની તૈયારીમાં પડે છે....વધુ આગળના પ્રકરણમાં....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
29/3/2022