Laganiono Gulmahor - 2 in Gujarati Short Stories by Raju Desai books and stories PDF | લાગણીઓનો ગુલમહોર - 2

Featured Books
Categories
Share

લાગણીઓનો ગુલમહોર - 2

@લાગણીઓનો ગુલમહોર
----------------

#ઢંઢેરો_

સાંજના 4 વાગ્યે અનુ બજારમાં ખરીદી કરવા નિકળી હતી.
ત્યાં જ અનુ ઓ અનુ આટલું સાંભળતા જ અનવીએ પાછળ વળીને જોયું . તેણી મનોમન બબડી કે અનુ તો મારું લાડકુ નામ છે ,
અહી વડોદરા જેવા અજાણ્યા શહેરમાં કોણ મને અનુ તરીકે ઓળખતું હશે..!
અનુ ના Husband મામલતદાર હતા. અહી વડોદરા માં તેમની બદલી થયાને 2 મહીના જ થયા હતા.

કોઈ પરિચિત અવાજ લાગતાં જ અનવી ઊભી રહી ગઈ.
તેણીએ પાછળ વળીને જોયું તો તેના ગામનાં શારદાબેન તેને સાદ પાડી રહ્યા હતાં. શારદાબેન અને અનુ એક જ શહેરમાં , એક જ સોસાયટીમાં રહેતા હતા.
એટલે અનુના પરિવારને અને શારદાબેનના પરિવારની વચ્ચે સારા પાડોશી સંબંધો હતા.

અનુ એ શારદાબેનને જોતાં જ ભૂતકાળની વાત યાદ આવી ગઈ.
અનુ નું સગપણ બાજુના શહેરમાં થયું હતું.
છોકરો Engineer હતો. સગપણ થયાને સાતેક મહીના સગાઈ રહી , અને છોકરા તરફથી સગપણ તોડવાની વાત આવી. અનુ અને તેણીના પરિવારજનો ઉપર જાણે વીજળી પડી હોય તેવી હાલત થઈ ગઈ હતી.
અનુ ના પપ્પા એક દિવસ અનુ સાથે સગપણ કરેલ હતું તે છોકરાને રૂબરૂ મુલાકાત કરીને સીધું પુછી લીધું કે મારી અનુ નો વાંક શું છે અમને જણાવો તો ખરા...?
છોકરાએ કહ્યું કે , તમારી અનુ સંસ્કારી છે , ગુણવાન છે. પણ મારે ભવિષ્યમાં કેનેડા જવું છે અને કેનેડામાં સ્થાઇ થયેલ છોકરીએ મારી સાથે સગાઈની હા કહી છે .
એટલે માટે મેં તમારી અનુ ને ના પાડી છે.

સંસ્કારી પરિવારના મોભી સગપણ તોડનાર છોકરાને સદાય સુખી રહોના આશીર્વાદ આપીને ઘરે આવ્યા.
અનુ ના પપ્પા એ ઘરે આવીને પરિવારજનોને વાત કરી.
વાત સાંભળીને તુરંત જ અનુ એ સ્વસ્થ થઈને કહ્યું કે કઈ વાંધો નહી . હું મારા નસીબમાં હશે તેની રાહ જોઈશ.
એ જ સાંજે શારદાબેન અનુ ના ઘરે આવ્યા.
અનુ ની મમ્મીએ સગપણ તોડવાની વાત કરી અને કહ્યું કે આપણું નસીબ. છોકરાને વિદેશમાં રહેતી છોકરી સાથે લગ્ન કરવા છે. એટલા માટે થઇને આ સગપણ તોડયું છે .

બીજા દિવસથી તો આખી સોસાયટીમાં એવી વાત ફેલાઈ કે અનુ ને કોઈ છોકરા સાથે affair હતું .
તેના કારણે તેણીનું સગપણ તુટી ગયું.
અનુ અને અનુ ના પરિવારને આ વાત ધ્યાન ઉપર આવી ત્યારે તેઓને ઘણો આઘાત લાગ્યો . જતાં દિવસે ખબર પડી કે આ વાત સોસાયટીમાં રહેતાં શારદાબેન દ્વારા ઉડાવવામાં આવી હતી. અનુ ને આ બાબતે શારદાબેન સાથે બોલવાનું પણ થયું હતું. અનુ મનોમન વિચારતી રહેતી કે શારદાબેને મારી ખોટી વાતનો #ઢંઢેરો શા માટે પીટયો હશે.... કુદરત જાણે.

આમ અનુ ભૂતકાળમાંથી સીધી વર્તમાનમાં આવી ગઈ . અને શારદાબેનની પાસે પહોંચી અને શારદાબેનના ખબર અંતર પુછ્યા .
અને આપણી સોસાયટીમાં બધાં કુશળ મંગલ તો છે ને .!
એમ કહીને અનુ એ બધાંના ખબર અંતર પુછ્યાં.

અનુ એ જોયું તો શારદાબેનના ચહેરા ઉપર થાક વર્તાતો હતો . અને તેઓ કંઇક મુશ્કેલીમાં હોય તેવું લાગતું હતું. અનુ એ પૂછયું કે શું બાબત છે શારદામાસી ?
શારદાબેન બોલ્યા કે ચાલ અનુ કયાંક બેસીને વાત કરીએ. અનુ તેમને નજીકના Restaurant માં લઇને ગઈ.
અનુ એ નાસ્તાનો ઓર્ડર આપીને પૂછ્યું બોલો
શારદામાસી શું તકલીફ છે તમને.?
શારદાબેને અનુ ને કહ્યું કે મારે જાત્રાએ જાવું છે.
તો થોડીઘણી નાણાંકીય મદદ કરીશ.?
અનુ એ હા પાડી અને કહ્યું કે ચાલો ઘરે હું આપું છું ,
તમને 5000 રૂપિયા .

શારદાબેન બોલ્યા કે અનુ હું આવતી કાલે સવારે આવીશ. અત્યારે મારે ઉતાવળ છે. અનુ એ પોતાનું સરનામું અને મોબાઈલ નંબર શારદાબેનને આપીને તેણીના પાસે હતા તે 1200 રૂપિયા શારદાબેનને આપ્યા અને આવતી કાલે ઘરે આવવાનું આમંત્રણ આપીને અનુ તેની કારમાં ઘર તરફ રવાના થઈ.

ઘરે જઇને અનુ એ બજારમાંથી લાવેલ માલસામાન ગોઠવીને Drawing Roomમાં આવીને શાંતિથી બેઠી.
તેણીની સામે પડેલ સમાચાર પત્રને ખોલીને વાંચવાનું શરું કર્યુ ,
ત્યાંજ તેની નજર એક સમાચાર ઉપર જ ચોંટી ગઈ.
સમાચાર એ હતા કે શારદાબેન નામની મહીલાએ પોતાના પરિવારની સંયુક્ત મિલ્કત પડાવવા માટે નકલી કાગળો ઉભા કરીને બધું હડપ કરી જવાનો કારસો રચ્યો હતો . જેના કારણે પોલીસ ફરિયાદ થઇ છે . અને શારદાબેનના નામનું Warrant પણ કોર્ટ દ્વારા નિકળ્યું છે.
ફોટાની નીચે એવું લખ્યું હતું કે જે કોઈ આ બેનની માહિતી આપશે તેને યોગ્ય પુરસ્કાર આપવામાં આવશે અને માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે...

અનુ આ વાંચતા વાંચતા ફરી ભૂતકાળની વાત ને યાદ કરીને મનોમન બોલતી હતી કે શારદામાસી તમે સોસાયટીમાં મારી ખોટી વાતનો #ઢંઢેરો પીટયો હતો અને આ જુઓ ,
આજે તમારો ફોટા સાથે તમારા કુકર્મોએ તમારો
ચારે દિશામાં #ઢંઢેરો પીટી દીધો છે...

અનુ એ T V ON કર્યુ ત્યાં ગીત વાગતું હતું.....
જેની પંક્તિઓ હતી...

जो बोएगा वो हीं पाएगा
तेरा किया आगे आएगा ,
सुख दुःख हैं क्या फल कर मौका ,
जैसी करनी वैसी भरनी ...

~રાજુ દેસાઇ