Gotya no accident - 1 in Gujarati Comedy stories by Jatin Bhatt... NIJ books and stories PDF | ગોટ્યા નો એક્સિડન્ટ - ભાગ 1

Featured Books
Categories
Share

ગોટ્યા નો એક્સિડન્ટ - ભાગ 1

જતીન ભટ્ટ ( નિજ) રચીત નટખટ મિત્રો વાળી હાસ્ય રચના:


ગોટ્યા નો એક્સિડન્ટ_ ભાગ 1


ગોટ્યો બાઈક પર જતો હતો ને કુતરું આડે આવ્યું, ગોટ્યો પડ્યો ને હાથે પગે બરાબર છોલાયો , અને બંને માં ફ્રેકચર પણ થઈ ગયું, મોંઢા માં પણ વાગ્યું હતું તો ડોક્ટરે એમાં પણ સ્ટિચ લઈ લીધા અને થોડા દિવસ બોલવાની ના પાડી, ડોક્ટરે પ્લાસ્ટર અને પાટાપિંડી કરીને ઘરે મોકલી આપ્યો, એના ફ્રેન્ડ ચિકાને ખબર પડી એટલે એણે બીજા મિત્રો ને ફોન કરી દીધા કે ' હું ફટાફટ ખબર જોવા જાઉં છું, તમે લોકો પણ આવી પહોંચો,'
ગોટ્યાની ઘરે પહોંચી ને
ચિકાએ પૂછયું: ' કેવી રીતે વાગ્યુ લા'
ગોટ્યો( લખીને): ' પપ્પાએ સમોસા ને ખમણ લેવા મોકલેલો, તો પેલી ચોકડી નઈ? ત્યાં વચ્ચે કૂતરું આવી ગયું, ને હું પડ્યો'
' તે ડોક્ટરે બોલવાની ના પાડી? '
' હં ' પછી ઈશારા થી કીધું કે ટાંકા લીધા છે એટલે થોડા દિવસ બોલવાનું નથી..
' ગાડી કયા ગેર (ગિયર) માં હતી લ્યા'
ગોટ્યો ઈશારાથી ' ટોપ '
' ડફોળ, વગર અક્કલનો, એટલી બધી સ્પીડ રખાય?'
' હં ' ગોટ્યા નો પેઇન વાળો ઉદગાર અને ગુસ્સા વાળી નજરે, ચિકા સામે જોયું ને કાગળ પર લખ્યું: ' તારી હમણાં કહું તે, મને સપનું આવેલું કે કૂતરું આડું આવશે? '
​​​' ઓકે, ઓકે, હવેથી ધ્યાન થી ચલાવજે'​
એકદમ જ ચિકા ને આઈડિયા આવ્યો કે બીજા બધા ગોટ્યા ની ખબર જોવા આવશે એટલે બધા પૂછશે તો ખરા ને કે કેવી રીતે પડ્યો ને વગેરે... વગેરે, ને અત્યારે પછી ગોટ્યાને બોલવાની તકલીફ છે, એટલે એણે ગોટ્યા ને પૂછી પૂછીને આખી ઘટના એક મોટા બોર્ડ પર લખી કાઢી તાકી જે લોકો ગોટ્યા ની ખબર પૂછવા આવે ત્યારે બોર્ડ વાંચી લે નેગોટ્યાને બહુ બોલવું ના પડે,
બોર્ડ પર એણે આવું લખ્યું કે,
' આજરોજ તરીખ ...,... ના રવીવાર ના રોજ હું પપ્પા માટે એટલે કે ઘર માટે સમોસા અને ખમણ લેવા જતો હતો ત્યારે રસ્તા માં કુતરું અડું આવિ ગયું હોવાથી હું પડ્યો અને વાગ્યું, હવે મારે ચાર દિવસ બોલવાનું નથી એટલે બધા એ બોર્ડ વાંચી લેવું... તમારો ગોટ્યો'
આવું લખીને ચિકો કોઈ કામસર નિકળી ગયો...
ચિકા ના ગયા પછી મિત્રો ગોટ્યાની ખબર જોવા આવ્યા ને ગોટ્યાની નસ ખેંચવાનું ચાલુ કર્યું:

પહેલો મિત્ર : ' કયા ડફોળે આ લખ્યું છે?'
ગોટ્યા એ પ્રશ્ન ભરી આંખો એ મિત્ર ભણી જોયું,
' ડફોળ ને જોડણી આવડે કે નઈ, ને આ શું? 'આજરોજ' એવું લખાય?આ તે કોઈ ન્યુઝ પેપર ના સમાચાર છે કે ખરાબ સમાચાર આપે છે?, '
બીજો મિત્ર: ' તે તારા બાપા ને આજે જ ખમણ ને સમોસા ખાવાનું મન થયું લા'
ત્રીજો: ' હાચુ બોલ તો લા, સામે કોઈ છોકરી હતીને?'
ચોથો: ' કઈ બાજુ લેવા ગયેલો?'
ગોટ્યો ઈશારા થી: ' પેલા નટુ ભાઈ ને ત્યાં લા'
પહેલો: ' અબે એના ના ખવાય લા, પેલા લાલા ને ત્યાંથી જ લવાય'
બીજો પહેલા ને: ' અબે તું જ્યારે હોય ત્યારે લાલા ના સમોસા ખાયા કરે એમાં તું પોતે સમોસા જેવો થઈ ગયો છે'
ચોથો :' અલા ગોટ્યા, પણ તુ બાઈક પર કેમ નીકળેલો, ફોરવ્હીલ ને શું કરવાની, ઘરમાં જ રાખી મૂકવાની છે? હાવ કંજૂસ?'
પહેલો: ' ના બે, એના બાપા બહુ અઘરા છે, આ તો બાઈક પણ આપી, બાકી તો સાયકલ પર જ મોકલે'
ત્રીજો: ' તે આ કૂતરું વચ્ચે આવી ગયું કે તુ ઘુસી ગયો કૂતરા માં, કારણ કે તને ગમે ત્યાં ઘુસવાની બહુ આદત છે'!!!!!
ગોટ્યો ઈશારા થી: ' ગાળ, ગાળ, ગાળ'
થોડો સમય બધા શાંત રહ્યા, ગોટ્યો પણ,
ને અચાનક જ બીજો મિત્ર એકદમ જ ચોંકી ને : ' અલા આ ગોટ્યો, (ઉપર તરફ આંગળી કરીને:) ગયો કે શું લા?, '
ત્રીજો: ' ના બે, આરામ કરે છે'
બીજો: ' અહં, મને એમકે.......!!!,'
ગોટ્યો ઈશારા થી: ' અબે તમારી તો, ખબર જોવાઈ ગઈ લ્યાઓ? જોવાઈ ગઈ હોય તો નીકળો તો અહીંથી , ક્યારના માથું ખાઓ છો'
એટલામાં પાંચમો એકદમ જ ધસી આવ્યો ને ગોટ્યા ને જ્યાં વાગ્યું હતું ત્યાં જોરથી હાથ માર્યો ને ગોટ્યો રાડ પાડી ઉઠ્યો: ' તારી માનો, ગાળ, ગાળ, ગાળ, ગાળ...'
પાંચમો: ' અલા ઓ, આટલું વાગ્યું એમાં હું રાડો પાડે, મને પણ એક્સિડન્ટ થયેલો ત્યારે તારી જેમ નઈ, ખાલી ખોટો બુમો પાડ્યા કરે છે ને કણહા( કણસ્યા) કરે છે?'
ગોટ્યો વાંકું ચુંકુ મોઢું કરીને પણ બોલ્યો : ' તારી તો ગાળ, ગાળ, ગાળ, હું કામ માર્યો?
' તે જોવા કે ખરેખર વાગેલું છે કે ખાલી ખાલી ચાળા કરે છે?'
ચોથો: ' તે બાઈક ને કશું થયું લા?'
ગોટ્યો: ' ના'
ચોથો: ' તો ઠીક, તું તો સસ્તા માં રિપેર થઈ જહે, પણ બાઈક નો તો બહુ ખર્ચો આવતે'
ગોટ્યો: ' તારી....., ગાળ,ગાળ ગાળ'
ચોથો: ' ગોટ્યા, બહુ ગાળો ના બોલ, તારો બાપો સાંભળહે'
પહેલો: ' બે, તું એનું ટેન્શન ના લે ,એના બાપા પણ આપણા જેવા જ છે,'
ત્રીજો: ' અલ્યા ગોટ્યા, પેલી આવહે કે?
ગોટ્યો: ' કોણ?'
ત્રીજો: ' કોણ તે તારા વાળી, ખબર જોવા નઈ આવે?'
પાંચમો ત્રીજા ભણી જોઈને : ' એમ કહેને ને કે ગોટ્યા વાળી સાથે જે છોકરી આવશે તેમાં તને ઇન્ટરેસ્ટ છે?'
ત્રીજો: ' ના યાર, આ તો કેવું કે તમે બધા જાઓ તો ગોટ્યાની હાથે હું રહુ ને? કદાચ આવે તો.......!!!...'
પાંચમો: ' હવે બહુ હોંશિયારી ની માર, ને ચાલો તો બધા હવે નીકળો, ગોટ્યા ને આરામ કરવા દો'
બહાર નીકળતા બધા મિત્રો ગોટ્યા ને:' પેલા સમોસા ને ખમણ છે હજુ કે પતી ગયા???!!!!'

.
.
.
.
.
(ગોટ્યો હજુ ૨૧ દિવસ ઘરે જ રહેવાનો છે એટલે બીજો પાર્ટ ટૂંક સમય માં આવશે)
.
.
.

.
જતીન ભટ્ટ (નિજ)
yashhealthservices@yahoo.com
94268 61995