વિરેન્દ્રસિંહ ને પૂછ્યા વગર થોડો સમય ત્યાંથી દુર ગઈ ત્યારે થોડો ડર લાગ્યો હતો પણ તે ફરી આવી જતા તેના મનને શાંતિ થઈ. મહેક આવી એટલે તરત વિરેન્દ્રસિંહ પૂછે છે ક્યાં ગઈ હતી મહેક.?
જવાબમાં મહેક કહે છે બસ બહાર ચક્કર લગાવવા ગઈ હતી.
આ જવાબ સાંભળીને વિરેન્દ્રસિંહ થોડા ગુસ્સે તો થયા પણ મહેક ને કઈ કહી શક્યા નહિ કેમ કે આજે તેની મદદે આવ્યા છે અને મહેક ને હજુ સારી રીતે જાણી શક્યા ન હતા એટલે. હવે બંને ચૂપ રહીને ટી સાહેબ નાં આવવાની રાહ જોવા લાગ્યા.
થોડો સમય થયો એટલે ટી સાહેબ ત્યાં તે રૂમમાં આવી પહોંચ્યા. ટી સાહેબ નાં આવવાની સાથે મહેકે ઘૂંઘટ તાણી લીધો જેના કારણે ટી સાહેબ તેને ઓળખી ન શકે. ટી સાહેબે પોતાનું આસન લીધું અને વિરેન્દ્રસિંહ ને જોઈને પૂછ્યું.
કુવર તમારું અહી આવવાનું કારણ.?
મહેક સામે ઈશારો કરતા કહ્યું અને આ મહિલા તમારી સાથે છે.?
વિરેન્દ્રસિંહ ને થયું આ પત્ની છે એવું પૂછ્યું નથી એટલે એ કહેવું જરૂરી નથી. પણ જવાબમાં વિરેન્દ્રસિંહ કહે છે તે મારી સાથે છે અને તે પોતાની મુશ્કેલી દૂર કરવા તમારી પાસે આવી છે.
ટી સાહેબે મહેક પર નજર કરી પણ ઘૂંઘટમાં તેઓ જોઈ શક્યા નહિ. પાસે બેઠેલ વિરેન્દ્રસિંહનાં કારણે તે કહી શક્યા નહિ કે આ મહિલા ને કહો ઘૂંઘટ દૂર કરે.
શું મુશ્કેલી છે તમારે.? મહેક ને ટી સાહેબ પૂછે છે.
સહજ રીતે મહેક જવાબ આપે છે. સાહેબ મને જે જોઈએ એ સુખ હું મેળવી શકી નથી. આપ કોઈ ઉપાય બતાવો.
ટી સાહેબ સમજી ગયા કે આ મહિલા શરીર સુખ થી વંચિત છે. એટલે ટી સાહેબ તેમને અહી થોડા દિવસ રહીને વિધિ કરવાનું કહે છે.
કુંવર વિરેન્દ્રસિંહ ને ટી સાહેબ કહે છે. આપ ચિંતા કરો નહિ આ મહિલાની મુશ્કેલી અવશ્ય દૂર થશે. અને તેને થોડા દિવસ અહી રહેવાનું થશે. આપ ને કોઈ મુશ્કેલી હોય તો કહો. બાકી તમે હવે જઈ શકો છો.
વિરેન્દ્રસિંહ ત્યાંથી નીકળી ને હાશકારો અનુભવ્યો. અને પોતાના મહેલ તરફ રવાના થયા. પણ મહેક ની ચિંતા મનમાં થઈ રહી હતી. મનમાં વિચાર આવ્યો હતો કે આમ મહેક ને એકલી છોડીને જવું યોગ્ય નથી.
ટી સાહેબ બેલ વગાડી એક મહિલાને ત્યાં બોલાવે છે અને મહેક ને તેના રૂમમાં લઈ જવા કહે છે. તે રૂમ જેમાં ઘણી છોકરીઓ ને મહિલાઓ રહેતી હોય છે અને ટી સાહેબની સેવામાં હમેશા હાજર રહેતી હોય છે. ચુપચાપ મહેક તે મહિલાની પાછળ ચાલવા લાગી.
વિરેન્દ્રસિંહ સાથે મહેક આવી હતી એટલે ટી સાહેબ મહેક પર કોઈ શંકા કરી શક્યા નહિ અને મહેક વિશે જાણવાની ઈચ્છા પણ થઈ નહિ. એટલે મહેક ને કોઈ વિચાર કર્યા વગર અહી રહેવાનું કહી દીધું. પણ કેટલા દિવસ રહેશે તે વિરેન્દ્રસિંહ ને કહ્યું નહિ કેમકે તે મહેક સાથે થોડો સમય સાથે વાતો થઈ હતી.
તે મહિલાની સાથે ચાલી રહેલી મહેક એક મોટા રૂમમાં પ્રવેશી. ત્યાં બધી યુવાન છોકરીઓ અને મહિલાઓ એક બીજા સાથે નજીક માં બેસીને વાતો કરી રહી હતી. અને અમુક લાચાર, બેબસ અને દુઃખી હોય તેમ એક ખૂણામાં બેસી રહી હતી. અમુક ની આંખમાં આશુ હતા. તો અમુક એકબીજાની વાતો કરીને ખુશ દેખાય રહી હતી.
મહેક ત્યાં પહોંચી એટલે પોતાની ઘૂંઘટ દૂર કરી ને બધાને નિહાળવા લાગી. ત્યાં રહેલી બધી છોકરીઓ અને મહિલાઓ મહેક ને જોઈને દંગ રહી ગઈ. આટલી સુંદર છોકરી અહી..!
મહેક આ બધી મહિલાઓ અને છોકરીના હાવભાવ જોઈને સમજી ગઈ હતી કે આ બધી ટી સાહેબની શિકાર થઈ ચૂકી છે અને તેની ગુલામ બની લાચાર જિંદગી જીવી રહી છે. મહેક ને તે પણ ખબર હતી કે જો હું કઈ કરી શકીશ નહિ તો હું પણ ગુલાબ બની જઈશ. કેમ કે તાંત્રિક પાસે ગમે તેને ગુલામ બનાવવાની તાકાત ધરાવે છે.
મહેક ચુપચાપ એક જગ્યાએ બેસીને વિચારવા લાગી કે હવે હું શું કરીશ. કેમ કે આજ રાત્રે જ તાંત્રિક મારી પાસે આવશે ને મારી પર બળજબરી પણ કરશે. તે પહેલાં મારે કઈક કરવું પડશે. પહેલા શું કરવું તે સમજાતું ન હતું.
રાત થવા આવી એટલે તાંત્રિક પોતાની શક્તિઓ ની પૂજા કરીને એક મહિલાને આદેશ આપે છે. કે આજે આવેલી મહિલા ને મારા મુખ્ય બેડરૂમમાં લાવવામાં આવે. આદેશ મળતા તે મહિલા મહેક ને લેવા તે રૂમમાં આવે છે. પણ મહેક ત્યાં હતી નહિ.
મહેક આખરે ક્યાં ચાલી ગઈ.! શું તાંત્રિક નાં શિકાર ના મહેક આવી જશે. હવે મહેક શું કરશે તે જોઈશું આગળનાં ભાગમાં...
ક્રમશ...