તાંત્રિકે પૂછેલા સવાલમાં મહેક વિચારીને જવાબ આપે છે. હા હું તે માટે તૈયાર છું. હું આજથી તમારી સેવા કરવા માંગુ છું. એક પરી થઈને દાસી થવું પરી ને શોભતું ન હોય પણ મહેક તાંત્રિક ને સારી રીતે જાણવા માટે તેણે આવું પગલું ભરવું પડ્યું હતું.
તાંત્રિક હજુ મહેક ની ખાતરી કરવા માટે તેમની નજીક આવવા મહેક ને કહે છે. મહેક તેમની નજીક આવી ત્યાં ફૂલોની ફોરમ એટલી છૂટી કે આખું મકાન ફોરમ થી મહેકી ઉઠ્યું. મહેક વધુ નજીક આવી ત્યાં તાંત્રિકે તેને ત્યાજ ઊભી રહેવાનું કહ્યું.
ઊભી રહે યુવતી.!!
તું આ કંઈ સુંગંધ લઈને આવી છો.?
તને ખબર છે અહી ફૂલો ની કોઈ પણ સુગંધ નો પ્રતિબંધ છે.
તાંત્રિક નો સુંગધના લીધે બદલાઈ ગયેલો હાવભાવ જોઈને મહેક સમજી ગઈ કે તાંત્રિક ને ફૂલો ની સુગંધથી નફરત છે. તેનું કોઈ તો કારણ હશે. પણ આ વસ્તુ તાંત્રિક ને સજા આપવવામાં મદદરૂપ થશે તેટલો તો મહેક ને ખ્યાલ આવી ગયો હતો.
સતત અને વધતી સુગંધ જોઈને તાંત્રિક ક્રોધે ભરાઈ ગયો ને મનમાં મંત્ર નું ઉત્સારણ કર્યું ત્યાં ફૂલો ની સુગંધ આવતી બંધ થઈ ગઈ. પણ મહેક પર શંકા થતાં તાંત્રિકે આંખ વીચી ને મહેક ને જાણવાની કોશિશ કરે છે. કેમકે તેને આ ફૂલોની સુગંધ તેના કપડામાંથી આવી રહી હતી અને મંત્ર દ્વારા જ આ સુગંધ હટી હતી. તાંત્રિક નું વિચારવું એ મહેક ને ખ્યાલ આવી જાય છે. જો આ તાંત્રિક ને હું પરી છું એવી ખબર પડી જશે તો તેની પાસે રહેલી શક્તિથી હું તેના વશમાં થઈ જઈશ. એક નાના એવા મંત્રથી જો મારા માંથી આવતી ફૂલો ની સુગંધ ને વશ માં કરી શકતો હોય તો તે મને પણ વશમાં કરી શકે છે અને હું તેની કાયમ માટે ગુલામ બની જઈશ. મહેક ને જાણવા માટે તાંત્રિક આંખ વિચીને કોઈ મંત્રો નું ઉતચરણ કરવા લાગ્યો. મહેક સારી રીતે સમજી ગઈ કે આ તાંત્રિક મને જાણવા માટે ધ્યાન કરી રહ્યો છે. તાંત્રિક ની આંખ ખૂલે તે પહેલાં મહેક ત્યાંથી ઉડી જાય છે.
તાંત્રિક આંખ ખુલીને જુએ છે તો ત્યાં તે યુવતી હોતી નથી. તેને ખ્યાલ આવી ગયો હતો કે તે કોઈ સામાન્ય યુવતી નહિ પણ એક પરી હતી. પણ તે એ જાણી શક્યો નહિ કે પરી નું અહી આવવાનું કારણ ને મારી સેવા કરવાનું કારણ.
તે પરી ક્યાંથી આવી છે અને શા માટે આવી છે તે જાણવા તાંત્રિકે ધ્યાન કરીને ઘણા પ્રયાસ કર્યા પણ તે જાણી શક્યો નહિ. કેમ કે અત્યાર સુધી કોઈ જાણી શક્યું નથી કે પરીઓ નો દેશ ક્યાં આવેલો છે. હવે આ પરી અહી શા માટે આવી છે તે જાણવા માટે તાંત્રિકે તેના માણસો ને સાવચેત કરી દીધા અને જ્યાં ક્યાંય આ યુવતી દેખાય એટલે તેને પકડીને મારી સામે લાવવાનો હુકમ કર્યો. આજ્ઞા મળતા તેના માણસો મહેક ને શોધવા લાગી ગયા.
મહેક ઉડીને વિરેન્દ્રસિંહે જે મકાન આપ્યું હતું ત્યાં પહોંચી. તાંત્રિક ની શક્તિથી હવે મહેક સારી રીતે સમજી ગઈ હતી કે એકલા હાથે તાંત્રિક ને સજા આપવી મુશ્કેલ છે. કેમકે તે કોઈપણ ને પોતાના વશમાં કરી શકે છે. એકવાત નો મહેક ને ખ્યાલ આવી ગયો હતો કે તે ફૂલોની સુગંધથી દુર રહે છે એટલે તેની સામે લડવા એક હથિયાર બની શકે છે. પણ તેની શક્તિ નો કેમ સામનો કરવો તે હજુ મહેક જાણી શકી ન હતી. એટલે હવે તાંત્રિક થી દુર રહીને તે શક્તિ ને જાણવી મહેક ને યોગ્ય લાગી.
મહેક હજુ તે મકાનના રૂમમાં જઈને વિચાર કરતી હોય છે ત્યાં તેને એક વિચાર આવ્યો કે આ શહેરમાં મને જાણનારું અને મદદ કરનારું એક જ વ્યક્તિ છે વિરેન્દ્રસિંહ. લાવ તેને અહી બોલાવી ને તેમની મદદ માંગી ને જોવ.
ત્યાં રહેલ ફોનમાંથી વિરેન્દ્રસિંહ નાં નંબર પર મહેક ફોન કરે છે અને મારે તમારી મદદ ની જરૂર છે આપ સમય મળે અહી આવી જજો. આટલું કહીને મહેક જવાબની રાહ જોવે છે.
હું હમણાં જ નીકળું છું કહીને વિરેન્દ્રસિંહે ફોન મૂકી દીધો.
મહેક આખરે વિરેન્દ્રસિંહ પાસેથી શું મદદ માંગશે. શું વિરેન્દ્રસિંહ મહેક ની મદદ કરશે. તાંત્રિક નાં માણસો મહેક ને શોધવામાં સફળતા મળશે.? તે જોઈશું આગળનાં ભાગમાં...
ક્રમશ..