Rajvi - 48 in Gujarati Fiction Stories by Mittal Shah books and stories PDF | રાજવી : પ્રીતની નવી રીત - 48

Featured Books
Categories
Share

રાજવી : પ્રીતની નવી રીત - 48

(૪૮)

(રહનેમિ પોતાના પ્રીતનું રાજુલ આગળ નિવેદન કરી અને સંસાર માણવા માટે સમજાવે છે. હવે આગળ...)

"આપણે લગ્ન કરીને સુખભર આપણે પ્રીતિ પાળીએ, સંસાર માણીએ પછી આપણે બંને જોડે દીક્ષા લેશું પણ હાલ યૌવન વયમાં નહીં, રાજુલકુમારી...."

રહનેમિએ પોતાના મનની વાત જણાવતાં કહ્યું. તે પોતાની વાત મનાવવા તેમની વાતો સ્પષ્ટ રીતે બોલી રહ્યા હતા. જે અવાજ અત્યાર સુધી દબાયેલા અને આડકતરો ઈશારો કરી રહ્યો હતો, જે કેવી રીતે સ્પષ્ટ બોલવું સમજી નહોતો શકતો. પણ રાજુલના સૌંદર્ય જોઈ અને તેને પામવાની ઉત્સુકતા આગળ બધી જ વાતો વિસરીને પોતાની વાત સ્વીકારીને રાજુલને મનાવવા પ્રયત્ન કરવા લાગ્યા.

"જે વેશ આપણને પ્રભુના સ્વર્ગ સમાન સિધ્ધશિલા  પર સ્થાન અપાવશે. જેનાથી આપણા સ્વર્ગ નરકના અને જન્મ મરણના ફેરા ફરવામાં થી છૂટી શું. જે આપણને પ્રભુના ચરણે રાખે છે. એ છોડી દઈશું, તો પછી આ આત્માને દુઃખના કૂવામાં જ ફેંકયા કરીશું."

"ભલે તમે કહો કે પ્રભુના ચરણે સ્વરૂપે છે, પણ એ બધી વાતો તો ઠગવા માટેની છે."

રહનેમિનું આવું બોલવું સાંભળી પોતાના હાથ કાન પર રાખી દીધા અને કહ્યું કે,

"તમે આમ કેમ બોલો છો?"

"તો શું કહું, રાજુલકુમારી... એકવાર તમે પોતાને જુઓ તો તમને ખબર પડશે. જે પ્રભુના ચરણે શરીર, આત્મા સર્મિપત કરી દીધું છે. તે સુંદર શું આ શરીર તો સાવ સોસાઈ ગયું છે. તપ, જપ કરવાના, કષ્ટ વેઠવાનું આ બધું જ આપણે વૃધ્ધ થઈશું ત્યારે કરીશું. હાલ તો સંસાર માંડી યૌવનને જીવીએ અને ઉજવીએ. જીવનની મોજ મજા લૂંટીએ."

રાજુલને રહનેમિ પોતાની વાત મનાવવા વિનવતો હતો તો રાજુલે પોતાની વાત રજૂ કરતાં કહ્યું કે,

"પણ વૃધ્ધપણામાં તો વિહાર થાય નહીં, તપ કે જપ કરવા હોય પણ થાય નહીં. મન હોવા છતાં શરીરના લીધે કે કોઈ વાર મનના લીધે કરી શકાય નહીં. વળી, એક જ જગ્યાએ રહે તે અણગાર કહેવાય નહીં. પોતાના કર્મો ખપે એટલા માટે સાધના કરવી પડે, તકલીફો વેઠવી પડે. આ બધું જ કર્મો ખપાવવાના સાધના યૌવન વયમાં જ કરી શકાય. વળી, શરીર કરતાં આત્માનું કલ્યાણ વધારે મહત્વનું છે."

"તમે તો યૌવન વયની ઝગમગતા દીપ સમાન છો અને હું ઉત્તમ પુરુષ. આપણો સંજોગથી ફરી મળ્યા છીએ. તો આ મેળાપ થવા દઈએ અને આપણે કરેલી ભૂલો સુધારી લઈએ. ચાલો ઘરે પાછા જઈએ અને સુખ, ભોગવિલાસને સ્વીકારીને માણીએ. આ બધી વાતની શરૂઆત આ એકાંત ગુફામાં થી કરીએ."

રાજુલ તો ચોકી ગઈ. હવે તો રહનેમિ પોતાની સાધનાની સાથે સાથે એની સાધનાનો ભંગ કરવા તૈયાર થયા હતા.

હવે તે સમજી ચૂકી હતી કે ભગવાન નેમનાથ જે પરીક્ષાની વાત કરી રહ્યા હતા તે 'આ હતી પરીક્ષા.' જે પરીક્ષામાં તેને એકલીએ જ સાંગોપાંગ પાર ઉતરવાની જ નહીં પણ આ રાહ ભટકેલા માનવીને પણ રાહ પર ચડાવવાની હતી. આ જ જવાબદારી ભગવાન નેમનાથે તેને સોંપી હતી.

રાજુલે રહનેમિને સમજાવતાં કહ્યું કે,

"તમે કેટલા પુણ્ય કર્યા હશે એટલે પ્રભુની પાસે આ દીક્ષા ગ્રહણ કરી. સંયમથી માનવીય સુખ કે દેવલોક કરતાં પણ મુક્તિતણા સુખ મળે છે. જો આવા સુંદર સુખને છોડી આ કીચડ જેવા વિષયોના સુખ સમા ઝેરીલા ફળને ખાવાની ઈચ્છા કેમ કરીને કરો છો?"

"આ કેવી વાત કરો છો, રાજુલકુમારી? પાર્શ્વ પ્રભુના એક અણગારે ઉપદેશ સાંભળીને ઘર છોડયું, મુનિ બન્યા. 'તે જ ભવમાં મોક્ષ મળશે' સાંભળીને પાછા તે ઘરે જતા રહ્યા. મારો મોક્ષ નક્કી જ છે, તો સાધુ જીવન જીવવું જરૂરી નથી. આમ માનનારા તે અણગારને મોક્ષ મળ્યો જ ને. આપણો પણ મોક્ષ નક્કી જ છે્ તો પછી આપણે કેમ ઘરેના જઈએ? રાજુલ..."

"ભલે તે મુનિ ઘરે પાછાં ગયા, ઘરમાં વસ્યા. પણ તપ તો મુનિ જેવા જ કરતાં હતાં. તે મુનિપણાનો વેશ છોડી દીધો એનો પ્રશ્ચાતાપ કરી કરી સંયમ ધરતાં રહ્યા હતા. આ પ્રશ્ચાતાપ કહો કે તેમના પરિતાપથી જ તેમને પરમાત્માની પદવી જેવા મોક્ષ મેળવ્યો હતો."

આ સમજાવટની અસર ઊંધી થઈ હોય તેમ રહનેમિ પોતાની વાતને વળગી રહ્યા,

"પદવી ત્યજી દઈએ છતાં પણ જો ભોગી  બનીને તો પણ મોક્ષ પદવી મળે. વળી, આ બધાં કરતાં પણ મને તમારા પર પહેલાંનો સ્નેહ અધૂરો છે. માટે આ દુષ્કર સંયમ સાધના, વિધિ પછી કરીશું."

"આ વિધિ અને વ્રતથી જ થાવચ્ચાકુમાર મુનિ, અઈમુત્તા મુનિ મોક્ષે જશે. પછી આ વ્રત તો શેને મૂકાય. આ સંયમ કેમ છોડાય?"

"ભલે થશે, પણ આ સંયમવ્રત થકી થશે. એ વાત તો સાંસારિક ભોગી નથી જાણતો. તો શાને સંયમ વ્રતનો આગ્રહ રાખવો. અને આપણે હાલ ભોગ ભોગવીએ પછી અંતિમ સમયે સાધના કરીશું અને મોક્ષને સાધીશું."

"સાધુપણું છોડીને, પાછળથી સંયમ આરાધના કરીશું, મોક્ષ સાધીશું એ વાત તો સાવ ખોટી છે. જુઓ સંસારમાં તો થોડુંક દુઃખ મોટું હોય છે. અને એના થકી બીજા કર્મો ભેગા કરીશું. પછી કેવી રીતે આરાધના કરીશું?"

"કર્મો તો બળી જલ્દી થઈ જાય. બસ આપણે બરાબર સંયમવ્રત આરાધીશું. પછી મોક્ષ હાથવેંતમાં જ હશે."

"તો પછી સંયમવ્રત પાછળથી લેવાનું જ છે પછી સંસારમાં જવું જ શું કામ?"

રાજુલની વાતનો જવાબ રહનેમિ આપી ના શકયા તો તે નીચું જોઈ રહ્યા.

"યાદ રાખજો કે એકવાર વ્રત ભાંગ્યું તો પછી નરકમાં જ જગ્યા મળશે. નરકે ગયેલા આત્માને તો ફરીથી વ્રત કે એ વેશ નથી મળતો."

"પણ એવું કયાં કોઈએ દેખયું છે? કે કોઈએ જાણ્યું છે? આ તો ફક્ત ખાલી વાતો જ છે."

"જે સંયમ વ્રત લે અને આચરે પછી ભાંગે તો નરક મળે. અને જો તે સંયમવ્રત બરાબર પાળે અને મનને સ્થિર કરી શકે તો તેની ઈચ્છા પૂરી થાય છે. એવું ભગવાન નેમનાથે તેમના ઉપદેશમાં કહ્યું છે."