Rajvi - 43 in Gujarati Fiction Stories by Mittal Shah books and stories PDF | રાજવી : પ્રીતની નવી રીત - 43

Featured Books
  • You Are My Choice - 41

    श्रेया अपने दोनो हाथों से आकाश का हाथ कसके पकड़कर सो रही थी।...

  • Podcast mein Comedy

    1.       Carryminati podcastकैरी     तो कैसे है आप लोग चलो श...

  • जिंदगी के रंग हजार - 16

    कोई न कोई ऐसा ही कारनामा करता रहता था।और अटक लड़ाई मोल लेना उ...

  • I Hate Love - 7

     जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,...

  • मोमल : डायरी की गहराई - 48

    पिछले भाग में हम ने देखा कि लूना के कातिल पिता का किसी ने बह...

Categories
Share

રાજવી : પ્રીતની નવી રીત - 43

(૪૩)

(નેમકુમાર દિક્ષિત બની જાય છે. તેમનો ઉપદેશ સાંભળવા કૃષ્ણ મહારાજ જાય છે. હવે આગળ...)

અસંબ્ધપણે કૃષ્ણ મહારાજ બોલ્યે જતા હતા તો યોગી નેમનાથે કહ્યું,

"વીજળીના ઝબકારા જેવી લક્ષ્મી, એનો વળી મોહ શો... અને વાદળની છાયા જેવું યૌવન, ઘડીમાં આવે અને જાય, પાણીના પરપોટા જેવી જીંદગી... આ બધું મને સમજાયું એટલે હું નીકળી ગયો, આમાં તમારી તો કોઈ જવાબદારી જ નથી."

"છે, આટલી સરસ સાધનામાં થી તમને ચળાવવા અમે મથ્યાં."

કૃષ્ણ મહારાજ તરત જ આત્મીય ભાવ પર આવીને બોલ્યા.

"હવે એ બધું યાદ કરવાની જરૂર નથી."

શ્રી નેમનાથે જણાવ્યું.

લોકો તો કુમારની દેશના સાંભળવા તલપાપડ થઈ ગયા હતા. કર્મયોગી શ્રી નેમનાથે સૌને ઉદ્દેશીને કહેવા માંડયું.

"ભાઈઓ, હું તમને કેટકેટલું આપવાનો છું? જે મેળવવાનું છે, એ તો માનવે પોતાના આત્મામાં થી જ મેળવવાનું છે. સર્વ જીવો તરફ દયા અને સમભાવ રાખી અનાસક્ત ભાવે જીવન જીવાય તો જ ધરતી પરનાં ઘણાં અનિષ્ટો દૂર થઈ જાય.'

"અને પ્રાણીમાત્ર તરફ પ્રેમ રાખવો, કોઈનો પણ આત્મા દુભાય એવું ન કરવું. અને શા માટે... થોડા વર્ષો જીવવું એટલા માટે.. આટલાં બધાં અનિષ્ટોને આપણામાં આવવા દેવાં. આંતરશત્રુઓ તો ઘરમાં રહીને આપણો વિનાશ નોતરે, અને તે પણ આત્માનો વિનાશ. એ કેમ ચલાવી લેવાય?'

"આ ઈંદ્રિયો, અલ્પ સુખ ભોગવવા એ આપણા પર આધિપત્ય જમાવે એ કદાચ આપણે જીરવી લઈએ પણ એકવાર એ જીરવ્યું પછી તો એ વધારે ને વધારે પકડ જમાવવાની. આપણને એના ગુલામ કરી નાખવાની. આપણા જેવા મહાન અને અનંત શક્તિ ધરાવતા આત્માઓ એના પર વિજય મેળવવાને બદલે એના દાસ થઈને બેસે? આ બધું આપણે વિચારવાનું છે.'

"કામ, ક્રોધ નિવારીશું, મોહ માયા છોડીશું અને રાગ દ્રેષને હઠાવીશું તો જ આપણો આત્મા સાચા સ્વરૂપમાં આપણને ઓળખશે. અને એ દર્શન વિના મુક્તિનો પંથ તો પકડાય જ કેવી રીતે?'

"આ બધા આંતરશત્રુઓ આપણા કર્મોના આવરણો વચ્ચે વીંટાળી રાખે છે. જન્મમરણનાં બંધનોમાં જકડી રાખે છે. અને આત્માને મુક્ત પાંખે વિહરવા દેતાં નથી.'

"શું કહું અને શું ન કહું? આપણે કેટકેટલું સાધવાનું છે. કેટકેટલા પંથ કાપવાના છે? આપણે હતાશ નથી થવાનું, હારવાનું.નથી, હામ નથી ખોવાની. અંનતગણી શક્તિ ધરાવતો સુષુપ્ત આત્મા જાગશે ત્યારે તો આખા જગતને પડકારશે.'

"મારી તો એક જ મનોકામના છે.

'સવિ જીવ કરું શાસનરસી."

કૃષ્ણ મહારાજ તથા અન્ય લોકો એકાગ્ર મને એમનો ઉપદેશ સાંભળી રહ્યા હતા.

સાચે જ મહાન છે આ આત્મા... કૃષ્ણ મહારાજ વિચારતા વિચારતા નગર ભણી પાછા ફર્યા. અને મહેલમાં પાછા ફર્યા ત્યારે તો એમને પોતાને ક્ષણભર એવું લાગ્યું કે એ પહેલાના જેવા કૃષ્ણ નહોતા... પણ શું હતા? એ તો એ ન જ સમજી શકયા.

સ્વપ્નમાં પણ એ નેમનાથ નેમનાથ રટતા રહ્યા. અને પ્રભાત સમયે રુક્મિણીએ એમને કહ્યું પણ ખરું કે,

"વાહ, તમે પણ ખરા છો, ઉપદેશની અસર તમારા પર ઊંધી થઈ લાગે છે. વિરાગની વાતો કરનાર તરફ આટલો બધો રાગ બંધાઈ ગયો કે ઊંઘમાં પણ એ જ નામની માળા જપાતી હતી."

"હમમમ...."

અને કૃષ્ણ મહારાજ કયારે એની પાસે જઉં, કયારે એની મધુર વાણી સાંભળું એ જ વિચારમાં પાછા અટવાઈ ગયા.

શ્રી નેમનાથ જોડે જવાનો નિર્ધાર કર્યો, છતાં રાજપુરુષ માટે એ સરળ નહોતું.

������

પણ આ બધામાં સૌથી વધારે વ્યાકુળ તો રાજુલ હતી. રાજુલને નેમકુમાર ગિરનાર ગયા એ જાણી તદ્દન અન્યમનસ્ક બની ગઈ. દ્રારિકામાં વસેલો કુમાર એની કલ્પનાસૃષ્ટિમાં સારી રીતે વિહરી શકતો હતો. પણ ગિરનારના દીક્ષિત નેમનાથ એની કલ્પનામાં રમણ ભ્રમણ કરી શકે એમ નહોતું.

ખાવાપીવાનું એને લગભગ છોડી દીધું હતું, એમ કહીએ તો પણ ચાલે. કોઈ કોઈ વાર તો એને એમ થતું હતું કે એ રીતે ચાલ્યા જવામાં એ એમના આત્મલગ્નને બેવફા નીવડ્યા હતા. શા માટે એના એ આત્મસાથીએ પાછળ જવાનો આદેશ ન આપ્યો.

નેમકુમાર... તમે દીક્ષા ગ્રહણ કરી એનો અર્થ એમ તો નહીં જ ને કે તમારે ભૂતકાળનાં બધા જ સ્મરણોને ભસ્મ બનાવી દેવા... પરંતુ એ ભસ્મમાં થી પણ મનુષ્યાત્મા પાછો અગ્નિ પ્રગટાવી શકે છે... તમારે કારણે, તમારા અંતરના નાદે મેં ગૃહજીવનનો એકાંતવાસ સ્વીકાર્યો, જયારે તમને જતી વેળા મને સાદ દેવાની પણ નવરાશ ન મળી? કે પછી તમારા હ્રદયમાં મારા તારાના કોટકિલ્લા રહ્યા જ નથી. સવિ જીવ કરું શાસનરસી એ જ ભાવના મનમાં વિલસી રહી છે?

રે... હું તો બાવરી છું... તમારી પાછળ તન, મન, ધન ન્યોછાવર કરીને હું તમારી પ્રતીક્ષામાં બેસી રહી કે એકાદ દિવસ મારો એ સ્વામી આવી મને અવશ્ય મુક્તિ પંથે લઈ જશે... પણ, તમે તો એ બધું જ કર્તવ્ય ભૂગર્ભમાં સમાવીને ગયા લાગો છો?

રાજુલ વિચારમાં ને વિચારમાં સાવ મૂઢ જેવી જ બની ગઈ હતી. એકવાર એને વૃદાંએ સમજાવવા પ્રયાસ કર્યો,

"ગાંડી, તું તો આવી ને આવી જ રહી. કુમારે તો આખી નગરીને દાન આપ્યું અને છેવટે જીવનનું પણ લોક કલ્યાણ ને આત્મકલ્યાણ કાજે દાન કરીને... ભેખ ધરીને પર્વતરાજના સાનિધ્યમાં બેસી ગયા. તેમને તો પોતાનું કલ્યાણ પણ સાધી લીધું. અને એમાં તું શા માટે આમ બળીને ખાખ થવા. બેઠી છે?"

"હું શું કરું? મારે એમનો સાદ જોઈએ છે."

"અહીં જ તારી ભૂલ થાય છે, રાજુલ..."

વૃદાંએ એ દિવસે એને અતિશય શાંતિથી સમજાવવા પ્રયત્ન કર્યો.

"એ તો વિરાગી હતા. રાગ એમને વશ હતો, જયારે તું રાગને વશ બની. પ્રેમમાં દીવાની બની તું એમની પાછળ ઘૂમાઘૂમ કરતી હતી. હવે તું એમની વાટ જુએ એ યોગ્ય નથી. તારા પર પણ એમને એવો કોઈ વિશિષ્ટ અનુરાગ નથી કે એ આવીને. તને લઈ જાય."

રાજુલ સહસા ચમકી, વિશિષ્ટ અનુરાગ....