Swajanoni shodhma - 3 in Gujarati Love Stories by Secret Writer books and stories PDF | સ્વજનોની શોધમાં - 3

Featured Books
Categories
Share

સ્વજનોની શોધમાં - 3

મારા વ્હાલા વાચનમિત્રો,

 

અમુક કારણોસર હું આગળનો ભાગ મૂકી શકી હતી નહી... તે બદલ હું માફી ચાહું છું🙏🙏. તમે મને આજ સુધી આટલો બધો સહકાર આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર...🙏 અને આગળ પણ મને સહકાર આપશો તેવી મને ખાતરી છે. મારા કારણે કોઈ અગવળ પડી હોય તો તે બદલ માફી ચાહું છું. 🙏

 

આગળના ભાગમાં આપણે જોયું કે, 

લલિતામાસી પરમને જિદ્દ કરીને ફોરેસ્ટ કેમ્પમાં મોકલ્યો હોય છે રસ્તામાં જતી વખતે તેની દોસ્ત સાથે વિતાવેલી પળો તેને યાદ આવે છે. પહોંચીને પણ તેને બેચેની લાગતી હોય છે. લલીતામાસી સાથે વાત કરવાનાં બહાને તે નદી કિનારા તરફ જાય છે અને કોઈકની સાથે અથડાઈ જાય છે. 

 

હવે આગળ...

 

 

 

                સ્વજનોની શોધમાં ( Part - 3 )

            

 

નેનસીને લઈ તે વ્યક્તિ નીચે પડયો. નેનસી ધીમે રહીને ઊભી થઇ. તેની કોણી પર ઘસરકો પડ્યો હતો જેમાંથી થોડું લોહી નીકળી રહ્યો હતું. નેનસી તે ઘસરકાને પંપાળી રહી હતી. " નેન...." ખુબ જ ધીમેથી તે વ્યક્તિ બોલ્યો. પોતાના નામ સાથે જાણીતો અવાજ સાંભળી નેનસીએ ઉપર નજર કરી. સવારથી જે વ્યક્તિના સાથે હોવાનો ભ્રમ તેને વારે વારે થતો હતો. તે વ્યક્તિ તેની સામે હતો. ફરી પાછો ભ્રમ થયો છે તેમ વિચારી નેનસી બોલવા લાગી. 

 

" તને શું લાગે છે? મારી સામે વારંવાર આવીશ તો હું તને સાચ્ચે માની લઈશ ? જો મારે હમણાં કોઈ પણ પ્રકારનો ઝગડો કરવો નથી. ". " નેન..." તે વ્યક્તિ તેની વાતને વચ્ચે કાપતા બોલ્યો. " ના, મારે એક પણ શબ્દ નથી સાંભળવો. સવારથી તે મને ખૂબ હેરાન કરી લીધી, હવે બસ. તું કઈ કહેશે, પછી હું કઈ કહીશ. પછી શું થશે? આપણે પાછા ઝગડી પડશું. મને ખબર છે કે આ બધું સાચું નથી. " નેનસી પોતાની ધૂનમાં બોલી રહી હતી. " પણ..." તે વ્યક્તિ પાછું કંઇક બોલવા જતો હતો. " ના, મે કીધુને કે મારે કઈ નથી સાંભળવું. તને ખબર છે આજે તારા ચક્કરમાં ખાવાનું બનાવવા જતા શાક બળી ગયું, પછી પરી જેવી નાનકડી વ્હાલી છોકરીને તારા લીધે વિના વાતે ખીજવાઈ ગઈ. " કહી નેનસી પોતાનું મોં ફુલાવી ફરી ગઈ. તે વ્યક્તિ મંદ મંદ સ્મિત કરી રહ્યો હતો. નેનસી જાણે નાની બાળકી હોય તેવી માસૂમ લાગી રહી હતી. " હજી પણ તું એવી જ છે નઈ? " તે વ્યક્તિ મનમાં ને મનમાં બબડયો. 

 

દૂર આવેલા ઝાડ પાસે ઉભી પરી ખુબ જ confuse હતી. નેનસીની શોધતી તે અહી આવી હતી , ત્યારે નેનસી તે વ્યક્તિ પર ગુસ્સો કરી રહી હતી. પરીના મનમાં ગણા પ્રશ્નો ઉભા થયા હતાં , " આ કોણ છે? નેન દીદી પહેલાથી જ આમને કઈ રીતે ઓળખે છે? સવારથી નેન દીદી આમના વિચારોમાં ખોવાય હતા? લાગે છે આ નેન દીદીના હેન્ડસમ રાજકુમાર છે..." પરી મનમાં બબડી પછી પોતાના મનના પ્રશ્નનું સમાધાન મેળવવા માટે તે નેનસી તરફ આગળ વધી. 

 

 " નેન દીદી આ કોણ છે? " પરી નેનસી પાસે પહોંચીને તે વ્યક્તિ તરફ હાથથી ઈશારો કરી પુછ્યું. નેનસી એક નજર પરી પર કરી પછી તેની હાથની દિશામાં જોયું તે વ્યક્તિ હજી ત્યાંજ ઊભો હતો. " તું આ અંકલને જોઈ શકે છે?" નેનસી એ ગંભીર થઈ પુછ્યું. પરી એ હકારમાં માથુ હલાવ્યું. ત્યાંજ તે વ્યક્તિ બોલી ઉઠ્યો, " અંકલ ? હું અંકલ દેખાવ છું?" તે વ્યક્તિ નારાજગી સાથે બોલ્યો પછી હસી પડ્યો. " નેન દીદી આ જ તમારા હેન્ડસમ રાજકુમાર છે ને ? " પરીએ માસુમિયત સાથે પૂછ્યું. નેનસી તે વ્યક્તિ તરફ પ્રશ્નાર્થ નજરે જોઈ રહી જાણે પૂછતી હોય કે તું અહી ક્યાંથી? "નેન હું ક્યારનો એ જ કહેવાની ટ્રાય કરતો હતો કે હું સાચ્ચે છું હું તારો કોઈ ભ્રમ નથી." તે બોલ્યો અને તેણે પોતાના હાથ ફેલાવ્યા. નેનસી અને તેની બન્નેની આંખોમાંથી ખુશીનાં આંસુ સરી પડ્યાં. " પરમ...." તૂટક તૂટક પણ સ્પષ્ટ અવાજમાં તે બોલી. પરમે હકારમાં માથું હલાવ્યું. નેનસી તરતજ પરમને વળગી પડી. 

 

પરી તથા જંગલની દરેક પ્રકૃતિ આ બન્ને પ્રેમીઓના મિલનના સાક્ષી બન્યા. નેનસી પરમની મજબૂત છાતી પર માથું ઢાળી રડી રહી હતી. જે વ્યક્તિથી તે વર્ષો સુધી દૂર રહી ફક્ત એક વચનમાં બંધાઈને તે આજે તેની સામે હતો. જેની યાદોના સહારે તેને તેના થોડા વર્ષો કાઢ્યા હતા તે વ્યક્તિને તેની સામે જોઈ તેને દુનિયાનું બધું સુખ મળી ગયું હતું. બન્નેને એકાંત આપવા પરી ત્યાંથી જતી રહી. નેનસી પરમથી અળગી થઈ પછી તેના ચહેરા પર હાથ ફેરવી બોલી" જો આ કોઈ સપનું હોય તો ભગવાન કરે તે ક્યારેય નહી તૂટે. તું સાચ્ચે મારી સાથે છે? " તે પરમની આંખોમાં જોઈ પૂછ્યું. પરમે હકારમાં માથુ હલાવી તેના કપાળ પર ચુંબન કર્યું. નેનસીને તેનો જવાબ મળતાં તે ફરી પરમને વળગી પડી. " નેન , તને ખબર છે મે તને કેટલી શોધી? તારા ઘરથી લઈને તારા ગામે પણ ગયો તે સિવાય તારી દરેક દોસ્તનાં ગામ સુધી જઈ આવ્યો પણ તું ક્યાંય નહીં મળી. કેમ? કેમ તું મને 5 વર્ષ પહેલા છોડી ગયી હતી? " પરમે દર્દ ભર્યા અવાજ સાથે પુછ્યું. પરમનો દર્દ જોઈ નેનસીની આંખોમાંથી પાણીની ધાર વહી પડી તે ભારે અવાજ સાથે બોલી, " પરમ, હું વચનબધ્ધ હતી. મને માફ કરી દે. મારો તને દુઃખ પહોચાડવાનો કોઈ ઈરાદો ના હતો. મને માફ કરી દે...." બોલતા બોલતા નેનસી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. પરમે તેને શાંત પાડી. પછી બંને નદી કિનારે પગ બોળીને બેઠા. બેઠા બેઠા પરમે પુછ્યું, " નેન , માટે જાણવું છે કે તે દિવસે શું થયું હતું? કે તું મને મળવાનું તો દૂર પણ જણાવવા પણ ન આવી. અને અચાનક જ આમ મને છોડી ને જતી રહી? " પરમના અવાજમાં રહેલો દર્દ નેનસી પારખી ગઈ. ક્ષિતીજને પેલે પાર પહોંચેલા સૂર્ય તરફ નજર કરી નેનસી તે દિવસની યાદમાં ખોવાઈ ગઈ. 

 

***

 

5 વર્ષ પહેલાં,

 

પથારી વશ સૂતેલા લક્ષ્મી દાદી પાસે નેનસી બેઠી હતી. " નેન, હું હવે વધારે નહી જીવી શકીશ... મારી... વાત... ઘ્યાન થી સંભાળ..." તેઓ તૂટક તૂટક અવાજમાં બોલ્યા. " ડાઈમાં તમને કઈ નહિ થાય. " રડતી નેનસી કહી રહી હતી. " નેન , મને વચન આપ... તું પરમથી દુર રહીશ. બેટા, તમે બન્ને... જો એક થયા તો... તમારા બંનેના જીવને જોખમ થઈ જશે... વચન આપ મને તું... પરમને હવે નહી મળે..." ડાઇમાં ધી મે અવાજે બોલ્યાં. પરમથી દુર રહેવાની વાતને લીધે નેનસીના પગ તળેથી જમીન ખસી ગઈ. " ડાઈમાં આ તમે શું બોલો છો? તમને તો ખબર છે ને કે હું તેને પોતાનું જીવન માનું છું છતાં તમે એનાથી જ દૂર રહેવાનું કહો છો? " આઘાત પામેલી નેનસી બોલી. " બેટા, તમે એક થયા તો તે લોકો તમને નહી છોડશે. " ડાઈમાં આટલું બોલી શ્વાસ લેવા માટે થંભ્યા. " કોણ લોકો ડાઈમાં? " પ્રશ્નાર્થ નજરે નેનસીએ પૂછ્યું. ડાઇમાંનો શ્વાસ ફૂલી રહ્યો હતો છતા હિમ્મત ભેગી કરીને ફરી બોલ્યા, "બેટા, તારા અને પરમના માતા પિતાની મૃત્યુ કોઈ અકસ્માત ના હતો પણ કોઈએ તેમની હત્યા કરી હતી. તેની પાછળ ઘણાં કારણો હતાં અને ઘણા મોટા લોકો હાથ હતો. " તૂટક તૂટક અવાજમાં તેઓ બોલ્યા. " શું? " ડાઇમાની વાત પર નેનસીને ફરી આઘાત લાગ્યો. " હા, આજ સત્ય છે અને તમારા બન્નેનો ગુનેગાર સિ..." પોતાનું અધૂરું વાક્ય છોડી ડાઈમાનાં પ્રાણ પખેરું ઉડી ગયા. " ડાઇમા...." નેનસીએ ચીસ પાડી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. 

 

***

 

આજે પણ એ ઘટના યાદ કરી નેનસીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. પરમ હજી તેને પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યો હતો. " તને તો ખબર છે ને કે હું નાનપણથી ડાઈમા પાસે જ મોટી થઈ છું. મારી હર એક વાતનું તેઓ ઘ્યાન રાખતા." નેનસી બોલી રહી હતી. પરમે ફક્ત હકારમાં ડોકું હલાવ્યું. ત્યાર બાદ નેનસીએ પાંચ વર્ષ પહેલાં બનેલી ઘટના કહી. પરમને નેનસીની વાત સંભાળી ખુબ જ આશ્ચર્ય થયું. " શું ? આપણા માતાપિતાની હત્યા કરવામાં આવી હતી? " પરમે નેનસીને પુછ્યું. નેનસીએ હકારમાં માથુ હલાવ્યું." તો લલીતામાસીએ એવું કેમ કહ્યું જતું કે માસા અને મમ્મી પાપાનો એક્સિડન્ટ થયો હતો? " પરમ મનમાં વિચારી રહ્યો. પછી પરમ તરફ ફરી નેનસી ફરી બોલી, " હવે તું જ મને કહે કે મારે શું કરવું જોઈતું હતું? એક તરફ મારા પ્રેમની પરીક્ષા હતી તો બીજી તરફ તારા જીવને જોખમ હતું. એટલે જ તે દિવસે જ મે તે શહેર છોડી દીધું. આ પાંચ વર્ષમાં એક વણ ઉકેલીપહેલીને ઉકેલવાનો પ્રયાસ કરી છું. એ કોણ હતું જેના કારણે મારા માતા પિતા મને છોડીને જતા રહ્યા. મારે જાણવું છે તે કોણ હતો? મને માફ કરી દે.... પ્લીઝ...." નેનસી રડતી આંખે બોલી. બંને એકબીજા તરફ જોઈને ફરી પાછા એકબીજાના આલિંગનમાં છુપાઈ ગયા.

 

થોડી વાર રહી નેનસીએ પરમને પૂછ્યું, " By the way, તું અહીં ક્યાંથી? " નેણ નચાવતા નેનસીએ પૂછ્યું.

 પરમે કહ્યુ, " લલિતા માસીએ જીદ્દ કરીને મને અહી ફોરેસ્ટ કેમ્પમાં મોકલ્યો. સારું થયું ને કે એમને જીદ્દ કરી નહી તો હું તને મળી જ નહી શકતે. " પરમ ફિક્કું હસીને બોલ્યો. 

 

રાત થઈ ગઈ હતી. " પરમ જા તું હવે જમીને આવ પછી થોડી વાર બાદ ફરી અહી જ મળીયે. " ચિંતા કરતા નેનસી બોલી. "હમ્મ " કહી પરમ નદીની પાળ પરથી ઊભો થયો. બંને ફરી એક વખત એકબીજાને ભેટ્યા બાદ છૂટા પડ્યા. પરમ કેમ્પ તરફ જવા તો નેનસીએ ઘર તરફ જવા પગ ઉપાડ્યા. 

 

***

 

મોડી રાત્ર થઈ ગઈ હતી. નેનસી ઘરેથી નીકળી નદીની દિશામાં જવા લાગી. ત્યાં જઈ નેનસી પરમની આતુરતાથી રાહ જોવા લાગી. થોડી વારમાં પરમ પણ ત્યાં આવી ગયો. 

 

બંને એક બીજાને નિહાળી રહ્યાં હતાં. કેટલા વખત બાદ તેમનું ધ્યાન કપડાં પર ગયું. પરમ નેનસીને પીળા અનારકલી ડ્રેસમાં નિહાળી રહ્યો. અને નેનસી પરમને પીળા રંગનું ટી - શર્ટમાં નિહાળી રહી. પરમને જોઈ તેને કોલેજનો પહેલો દિવસ યાદ આવી ગયો. 

 

***

 

કોલેજના પહેલા જ દિવસે 

 

" બે યાર, અહી કેટલી ભીડ જામી છે." નોટીસ બોર્ડ પાસે વિદ્યાર્થીઓની ભીડ જોઈ નેનસી વિચારી રહી હતી. તેટલામાં જ તેના ફોનમાં રીંગ વાગી. " અરે ડાઈમાનો ફોન છે... હેલ્લો, હા ડાઈમા.. હું કોલેજ પહોંચી ગયી છું... હા... જય શ્રી કૃષ્ણ..." કહી નેનસીએ ફોન કટ કર્યો. ત્યાર બાદ તેનું ધ્યાન નોટીસ બોર્ડ પર ગયું ત્યાં હવે ભીડ ઓછી થઈ ગઈ હતી. તેણે તે તરફ જવા પગ ઉપડ્યા. રસ્તામાં વચ્ચે ઉભેલા પરમ તરફ નેનસીનું ધ્યાન ગયું. કસરત કરીને બનાવેલ મજબૂત બાવડા અને શરીર પર બેસેલું પીળા રંગનું ટી-શર્ટ, આંખોમાં નરમાશ, ચહેરા પર વિશ્વાસ અને હોઠો પર મુસ્કાન સાથે તે તેને ટગર ટગર જોતો હતો. પરમ ખુબ જ સોહામણો લાગતો હતો. તેને જોઈ એક સેકંડ માટે નેનસી તેને નિહાળી રહી પછી બોલી," Excuse me પરમ , મને જરા જવાની જગ્યા આપીશ , નક્લચી પોપટ ? " પરમને ચીઢવતી તે બોલી. " ના... કાળી બિલ્લી..." પરમ પોતાના વિચારોમાંથી બહાર આવી તેને ચીઢવતો બોલ્યો અને તેને જવાની જગ્યા આપી. તે ત્યાંથી પસાર થઈ ગઈ. 

 

આજે પણ તેના તે જ પરમને જોઈ તેના આંખોના ખૂણા ભીના થઇ ગયા અને ચહેરો શરમથી લાલ ટામેટા જેવો થઇ ગયો. પરમ બસ તેને જ નિહાળી રહ્યો હતો. આસપાસનું વાતાવરણ પણ તેમને એકાંત આપવા માટે શાંત હતું બસ નદીના પાણીનો ખડ ખડ વહેવાનો અવાજ આ શાંતિને ભંગ કરી રહ્યો હતો. 

 

થોડી વાર રહીને વાદળોમાં ગડગડાટ થઈ અને તે બન્ને વાસ્તવિકતામાં પાછા ફર્યા. આકાશ પૂરા કાળા વાદળોથી ઘેરાયેલું હતું. આકાશમાં એક નજર કર્યા બાદ બંને વાતો કરતા નદી કાંઠે બેસ્યા. 

 

***

 

સાંજનો સમય હતો. 

 

એક શહેરથી દુર સૂમસાન રસ્તા પાસે એક ઘર હતું. જેની ચારે તરફ ત્રણ ચાર માણસો નજર રાખી રહ્યા હતા. ઘર એક કિચન અને એક રૂમ ધરાવતું હતું. ઘરની બહાર તાળું મારેલું હતું અને ઘરમાં એક ખૂણામાં આધેડ વયની મહિલા પડી હતી જેના હાથ દોરી વડે બાંધ્યા હતા. બે - ત્રણ દિવસથી તેને ખાવાનું આપ્યું ના હોય તેવું લાગતું હતું. તેના કપડા પણ જુના પુરાણા થઈ ગયા હતા. ત્યાંજ દરવાજો ખૂલ્યો. એક પડછંદ કાયા ધરાવતી વ્યક્તિ અંદર આવ્યો. તે સ્ત્રી ડરતી ડરતી કહી રહી હતી, " મને જવા દે... મને જવા દે... ". " હવે તને ખબર પડશે કે મારી વિરુદ્ધ કેસ લડવો તમને કેટલો ભરી પડ્યો તે. અફસોસ તારા પતિને તો મે મારી નાખ્યો હવે તારી વારી.. ના.. ના.. તારા છોકરાની વારી.. પછી તારી વારી.." કહી તે પડછંદ વ્યક્તિએ અટ્ટહાસ્ય કર્યું. તેટલામાં બીજો એક વ્યક્તિ અંદર આવ્યો અને બોલ્યો," બોસ એક ખરાબ સમાચાર છે. મોટા સાહેબની હાલત ધીમે ધીમે બગડવા લાગી છે. " તે વ્યક્તિ ગભરાતો ગભરાતો બોલ્યો. " નહી છોડીશ... કોઈને નહી છોડીશ... તારા પરિવારને લીધે આજે મારો ભાઈ આ હાલતમાં છે. એક વખત ખાલી તે છોકરી અને તારો લાડલો દીકરો એક બીજાને મળી જાય પછી તમને બધાને મારીને મને શાંતિ મળશે. " તે પડછંદ વ્યક્તિ તે સ્ત્રી તરફ જોઈ ચિલ્લાયો. તેના ચહેરા પર કપટ ભર્યું સ્મિત રેલાયું. પછી તે બહાર નીકળી ગયો. તે વ્યક્તિનાં ગયાની સાથે જ તે સ્ત્રી આંસુ સારવા લાગી. હાથમાં કચડાયેલા ફોટાને ખોલ્યો અને એકલા એકલા બોલવા લાગી , " તે વખતે જો મે અને આદીએ તેનો કેસ હાથ પરનાં લીધો હોત તો આપણે સાથે હોત. મને માફ કરી દે બેટા... આ સાચા ખોટાની જંગ હજી કેટલા નિર્દોષ વ્યક્તિની બલી માંગશે કોને ખબર? ભગવાન કઈ તો ચમત્કાર કર મારા દીકરાને બચાવી લો. " તે ફોટા પર હાથ ફેરવતી તે બોલી પછી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. 

 

***

 

રાત પડી ગઈ હતી, 

નાનકડા ગામમાં એક વ્યક્તિ એક નાનકડી ઝૂંપડીમાં બેસી કમ્પ્યુટરમાં માથા મારી રહ્યો હતો. તેની ઉંમર લગભગ પચાસ પંચાવનની હશે તેવું લાગતું હતું છતાં કાયાથી જુવાન હોય તેવું લાગતું હતું. કસાયેલી કાયા, મજબૂત બાવડા અને ચહેરા પર એકલતા તરત પરખાઈ આવતી હતી. થોડા કલાકોની મથામણ બાદ તેની આંખોથી ખુશીના આંસુ સરી પડ્યા. તેણે બાજુમાં પડેલી નોટમાં એક નંબર લખ્યો. ત્યાંજ કોઈ દરવાજો ખોલી અંદર દાખલ થયું. દરવાજો ખુલતાની સાથે તે વ્યક્તિ સતર્ક બની ગયો. એટલામાં એક દૂબળો વ્યક્તિ અંદર આવ્યો અને બોલ્યો , " અક્ષતભાઈ ચાલો આજે ગામમાં ગ્રામ પંચાયતની બેઠક ગોઠવી છે. છતાં તમે ભૂલી ગયા." તે વ્યક્તિ બોલ્યો. " હા... એ તો ભૂલી જ ગઈ હતો. હા.. આવું છું..." પોતાની નોટ બંધ કરતા તે બોલ્યો. અક્ષત તે વ્યક્તિની પાછળ પાછળ ડોર બંધ કરીને ચાલવા લાગ્યો. 

 

નોંધ: 

            પ્રસ્તુત કથા પૂર્ણતઃ કાલ્પનિક છે. જેને વાસ્તવિક જીવન, વ્યક્તિ કે સ્થળ સાથે સંબંધ નથી. આ ઉપરાંત દર્શાવેલ પાત્રો પણ કાલ્પનિક છે. લેખનમાં કોઈ ભૂલચૂક હોય તો તે બદલ માફ કરજો અને પસંદ આવે તો રેટિંગ આપવાનું ભૂલતા નહીં. 😊 આભાર...🙏